Last Update : 22-April-2012, Sunday

 

પ્રજાને જોઈએ છે કોઈની પણ શેહ-શરમ ના ભરે એવા રાષ્ટ્રપતિની.... નહીં કે રબ્બર સ્ટેમ્પની
જોઈએ છે ‘કહ્યાગરા’રાષ્ટ્રપતિ

ટોકિંગ પોઇન્ટ - સુદર્શન ઉપાધ્યાય

 

- ઉમેદવારોની યાદીમાં પ્રણવ મુખરજી મોખરે છે, મનમોહન સંિહ પણ છે; વિપક્ષની યાદીમાં લશ્કરના વડા વી. કે. સંિહ છે... ૨૪ કલાકમાં ફાંસી આપવાની જાહેરાત કરે એવાની જરૂર...

 

રોજ સવારે ઊઠીને એક નવી મુસીબતનો સામનો કરી રહેલી યુપીએ કેન્દ્ર સરકાર દેશની સર્વોચ્ચ પોસ્ટ માટે પોતાની પસંદગીનો ઉમેદવાર મુકવા માટે અત્યારથી જ પડદા પાછળ વ્યૂહરચના ઘડી રહી છે. યુપીએ સરકારને અપમાનના ઝાટકા સહન કરવાની ટેવ પડી ગઈ છે પરંતુ આ વખતે રાષ્ટ્રપતિ પદ પર સરકારનું માન રાખે એવો ઉમેદવાર મુકવા સરકાર કટીબદ્ધ બની રહી છે. જુલાઈમાં યોજાનાર રાષ્ટ્રપતિપદ અને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી સરકાર માટે નાકનો સવાલ બની ગયો છે. રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટમી પણ વઘુ ઘ્યાનકેન્દ્રીત થાય છે જ્રે ઉપરાષ્ટ્રપતિપદ તો એક રાજકીય એડજેસ્ટમેન્ટ બની ગયું હોય એમ દેખાઈ આવે છે.
રાષ્ટ્રપતિપદના ઉમેદવારોના હોટલીસ્ટમાં સૌથી ટોપ પર નાણાપ્રધાન પ્રણવ મુકરજી છે. ગાંધી પરિવારના આ વફાદારને કોંગ્રેસ રાષ્ટ્રપતિ બનાવવા માગે છે. ૧૯૩૫માં જન્મેલા પ્રણવ હોટ ફેવરીટ એટલા માટે છે કે તે રાજકીય દાવચેપના નિષ્ણાત છે. તે તો ઠીક પણ સરકાર સામે આવેલી અનેક મહામુસીબતોને તેમણે છાતી પર ઝીલી છે. ટ્રબલ-શુટર તરીકે નામના મેળવનાર પ્રણવનું જમા પાસુ એ છે કે સાથી પક્ષો તેમજ અન્ય પ્રાદેશિક પક્ષોમાં તેમનું માન સોનિયા ગાંધી કરતા પણ વધારે છે. જો કે એનો અર્થએવો નથી કે પ્રણવ મુકરજીને ૩૪૦ રૂમવાળા રાષ્ટ્રપતિભવનમાં નિશ્ચિતપણે રહેવાનું મળશે !!
અદ્દલ આવી જ સ્થિતિ રાષ્ટ્રપતિ પદ માટેની છેલ્લી ચૂંટણીમાં શિવરાજ પાટીલની હતી. તેઓ કોંગ્રેસની પસંદ હતા. ગાંધી પરિવારની ખૂબ નજીકના ગણાતા હતા. તેમના નિવાસસ્થાને વિજયનો માંડવો બંધાઈ ગયો હતો, ફટાકડા આવી ગયા હતા, મીઠાઈના બોક્સ પણ તૈયાર થઈ ગયા હતા. સોનિયા ગાંધીએ તેમના નામ પર મંજૂરીની મહોર પણ લગાવી દીધી હતી પરંતુ યુપીએની પ્રથમ ટર્મમાં ડાબેરીપક્ષો મુખ્યસાથી પક્ષ તરીકે હતા. થયું એવું કે ડાબેરીઓ આડા ફાટ્યા, તેમણે શિવરાજ પાટીલનું નામ સાંભળીને મોં બગાડ્યું હતું. સાથી પક્ષો સાથે બગડે તો સરકાર તૂટે એવા ડરે સોનિયા ગાંધીએ ભારે મને શિવરાજ પાટીલનુંનામ પડતું મુક્યું હતું અને પ્રતિભા પાટીલનું નામ તાત્કાલિક ધોરણે પસંદ કરાયું હતું.
મીટીગમાં કંઈક આડું વેતરાઈ રહ્યું છે એ સાંભળીને શિવરાજ પાટીલે માથું કૂટ્યું હતું, વિજયના માંડવા છોડી દેવા પડ્યા હતા.
એટલે પ્રણવ મુકરજીનું નામ નક્કી છે એમ કોઈ કોંગીજન કહી શકે એમ નથી. રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવારોની યાદી ઘણી લાંબી છે. જેમાં હાલના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હમીદ અંસારી, ફારૂક અબ્દુલ્લા, કરનસંિહ, મીરાંકુમાર વગેરેનો સમાવેશ થાય છે. આ યાદી યુપીએ કેન્દ્ર સરકારની પસંદગીની છે પરંતુ વિરોધપક્ષોની પણ યાદી છે. જેમાં પ્રકાશસંિહ બાદલ, લશ્કરના વડા વી. કે. સંિહ વગેરેનો સમાવેશ થાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે ભારતમાં જ્યારે સર્વોચ્ચ એવા રાષ્ટ્રપતિપદ માટેની પસંદગી કરવાની વાત આવે ત્યારે મુસ્લિમ ઉમેદવાર અને પછાત વર્ગના ઉમેદવાર માટેનું પોલીટીક્સ જાહેરમાં રમાય છે.
કોંગ્રેસને સમસ્યા એ છે કે આ વખતે પોતાની પસંદગીના રાષ્ટ્રપતિને તે નક્કી નહીં કરી શકે. ભાજપ આ પ્રોસેસમાં નંબર-ટુ પર છે. હાલની સ્થિતિ પ્રમાણે કોંગ્રેસ પાસે ૩૧ ટકા વોટ છે જ્યારે ભાજપ પાસે ૨૪ ટકા છે. યુપીએ સરકારના સાથી પક્ષોને ભેગા કરીને ગણીએ તો પણ કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર ૪૦ ટકા વોટ સુધી જાય છે. કોંગ્રેસે પોતાનો ઉમેદવાર જીતાવડવા મુલાયમસંિહ યાદવની સમાજવાદી પાર્ટી અને મમતા બેનરજીના તૃણમુલ કોંગ્રેસનો ટેકો લેવો પડશે.
રાજકારણમાં હાલના તબકકે એવી ચર્ચા ચાલે છે કે મુલાયમસંિહ યાદવ પોતે પ્રણવ મુકરજીનું નામ પ્રપોઝ કરશે. પ્રણવ પશ્ચિમ બંગાળના હોઈ મમતા બેનરજી ટેકો આપશે. જો કે ભારતનું રાજકારણ પ્રવાહી છે. છેલ્લી ઘડી સુધી કંઈ કહી શકાય નહીં. ગઈ વખતે જ્યારે પ્રતિભા પાટીલનું નામ મુકાયું ત્યારે એનડીએના સાથી પક્ષ હોવા છતાં શિવસેનાએ પ્રતિભા પાટીલ મહારાષ્ટ્રના હોવાથી તેમને ટેકો આપ્યો હતો. એવી જ રીતે એક રાજકીય સમીકરણ હેઠળ ડૉ. એ.પી.જે. કલામને બીજી ટર્મ માટે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઊભા રખાયા ત્યારે શરૂઆતની ટર્મ માટે તેમને પ્રપોઝ કરનાર ભાજપે જ બીજી ટર્મ માટે કોઈ પ્રતિભાવ નહોતો આપ્યો.
પ્રણવ મુકરજીને કોંગ્રેસ રાષ્ટ્રપતિ બનાવશે તે હજુ નક્કી નથી પરંતુ પ્રણવ જેવા વિચક્ષણ રાજકારણી કોંગ્રેસ પાસે નથી, જો કે રાષ્ટ્રપતિ જેવી નોન-પ્રોડક્ટીવ પોસ્ટ પર બેસે તો કોંગ્રેસ તેમની રાજકીય ક્ષમતાનો લાભ ના ઉઠાવી શકે. હાલમાં તૃણમુલ કોંગ્રેસના મમતા બેનરજી હોય કે સમાજવાદી પક્ષના મુલાયમસંિહ યાદવ હોય તે બધાને પ્રણવ પટાવી શકે છે. હવે જો તે રાષ્ટ્રપતિ બની જાય તો તેમનો ઉપયોગ ના થઈ શકે. ૨૦૧૪ સુધી યુપીએ સરકાર ટકાવવી હોય તો પ્રણવ જેવા દૂરંદેશીની કોંગ્રેસને જરૂર પડે એમ છે.
આમ, ઘણાં એમ ઈચ્છે છેકે પ્રણવનો ઉપયોગ કરવો હોય તો તેમને રાષ્ટ્રપતિપદેના બેસાડવા જોઈએ. કોંગ્રેસ મોવડીમંડળ આ સમગ્ર મામલે ચૂપ છે. તેમને પ્રણવ મુકરજીનું મહત્ત્વ ખબર છે. તેમની ઉપયોગીતા તો દરેક રાજકીયપક્ષે પણ અનુભવે છે. એટલે શક્ય છે કે પ્રણવના બદલે કોઈ અન્યનું નામ વિચારાય !! અન્ય નામોમાં વડાપ્રધાન મનમોહન સંિહનું નામ પણ છે. તેમની ગુંગા રહેવાની તાકાત કોંગ્રેસ મોવડીમંડળને આકર્ષે છે.
રાષ્ટ્રપતિને ૩૪૦ રૂમનું ઘર મળશે તે આવકારદાયક છે પરંતુ શું પ્રજા તરફી તેમણે ૩૪૦ જેટલા કામોકર્યા છે ખરા ?? આ પોસ્ટ નોનપોલીટીકલ છે, તો તેમની ટર્મના અંતે તેમણે કરેલા કામોની વિગતો જાહેર કરવી જોઈએ, પ્રાજને સતત એક પ્રશ્ન સતાવતો રહે છે કે આ માણસ કરે છે શું ?? માત્ર વિદેશ પ્રવાસે જવાનું અને ઉદ્‌ઘાટનો કરવાના !! પ્રજાના મનમાં ધૂમરાતા આ પ્રશ્નોના જવાબ મળે તે જરૂરી છે.
રાષ્ટ્રપતિની પસંદગી અંગે વિશ્વનું ઘ્યાન તો ત્યારે ખેંચાય કે જ્યારે નવા જે આવે તે ફાંસીની પેન્ડીંગ સજાવાળા તમામને ૨૪ કલાકમાં ફાંસી આપી દે !! આવું થશે તો જ રાષ્ટ્રપતિનો હોદ્દો ભારતની પ્રજામાં ભરોસો ઊભો કરી શકશે. રાષ્ટ્રપતિ પદ માટેની છેલ્લી ચૂંટણીઓમાં તો નામાંકિત આઈટી કંપની ઈન્ફોસીસના ચેરમેન નારાયણમૂર્તિનું નામ પણ રાષ્ટ્રપતિ પદ માટે ચમક્યું હતું, પરંતુ ભારતના પક્ષો રાજકારણની બહારના કોઈનેય ધૂસવા દેવા તૈયાર નહોતા.
ખરેખર દેશ માટે રાષ્ટ્રપતિ શોધવો હોય તો તે નોન-પોલીટીકલ, સેવાભાવી, પ્રજાની વચ્ચે રહેનારો અને ત્રાસવાદી પ્રવૃત્તિ કરનારાઓ પર કોર્ટે ફરમાવેલી ફાંસીની સજા ૨૪ કલાકમાં અમલી બનાવનાર હોવા જોઈએ. અમેરિકાએ વર્લ્ડ બેંકના પ્રેસીડેન્ટની પોસ્ટ માટે આર્થિક નિષ્ણાતના બદલે સેવાભાવી ડોકટર પર પસંદગી ઉતારી હતી.
કોઈની શેહશરમમાં ના આવે એવા રાષ્ટ્રપતિને સૌ ઝંખે છે, આ પોસ્ટ પર કોઈ રાજકીય છાંટ વિનાનો પ્રભાવશાળી વ્યક્તિ આવે તે આજની જરૂર છે. આવો બત્રીસ લક્ષણો રાષ્ટ્રપતિ મળે તેતો ભારતનું સદ્‌ભાગ્ય કહેવાય.
ભારત હવે જ્યારે વૈશ્વિક વિકાસ સાથે કદમ મીલાવી રહ્યું છેત્યાર અને ભારતની કંપનીઓ વિશ્વની કંપનીઓ ખરીદી રહી છે ત્યારે રાજકીય પક્ષોએ પણ જુની રાજકીય હુંસાતુંસીની ઘરેડમાંથી બહાર આવીને વિચારવાની જરૂર છે. રાષ્ટ્રપતિ એક એવો સર્વોચ્ચ હોદ્દો છે કે જે દેશના વિકાસને ચોક્કસ દિશા આપી શકે એમ છે. કોઈ ટેકનોક્રેટ કે કોઈ ક્ષેત્રના પ્રતિભાવંતને આ પોસ્ટ પર બેસાડીને તેને દીપાવવાની જરૂર છે.
લશ્કરના વડા અને સંરક્ષણ મંત્રાલય વચ્ચેના વિખવાદો તેમજ વડાપ્રધાન મનમોહનસંિહને લખેલો પત્ર લીક થવાની વાતો દેશના હીતને નુકસાનકર્તા હોવા છતાં રાષ્ટ્રપતિ એક હરફ પણ બોલ્યા નહોતા. લશ્કરના વિવાદ પહેલાં યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં કેન્દ્ર સરકારના કેન્દ્રીય પ્રધાનો ચૂંટણી આચારસંહિતાનો સરેઆમ ભંગ કરતા કહ્યું હતું કે અમને ભલે ફાંસીએ લટકાવો પણ અમે તો બોલીશું જ. ચૂંટણી કમિશનરે રાષ્ટ્રપતિને ફરિયાદ કરીને પગલાં લેવા પત્ર લખ્યો તો રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે આ પત્ર સીધો જ વડાપ્રધાનને ફોરવર્ડ કર્યો હતો. બંધારણીય સત્તા હોવા છતાં ચૂંટણી પંચનું કશું ઉપજતું નહોતું. આશ્ચર્યની વાત તો એ છે કે કાયદા પ્રધાન સલમાન ખુરશીદ સહિતના ત્રણ પ્રધાનોએ આચારસંહિતાનો ભંગ કર્યો હતો.
પ્રતિભા પાટીલના પુત્ર ચૂંટણીના સમયગાળામાં મોટી રોકડ રકમ લઈને ફરતા ઝડપાયા હતા. છેલ્લે તેમના પર એવો આક્ષેપ છે કે પૂણે નજીક પાંચ એકર જમીન તેમણે મેળવી છે. ત્રણ-ચાર વર્ષ પહેલાં મારે એક એજ્યુકેશનલ ઈન્ટરવ્યૂમાં ભોપાલ જવાનું થયું હતું. ભોપાલ નજીક પ્રતિભા પાટીલના પરિવારની શિક્ષણ સંસ્થાઓની વણઝાર છે. પ્રતિભા પાટીલ અને તેમના પતિના મોટા કટઆઉટ શિક્ષણ સંસ્થાઓના ઝાંપે જોવા મળ્યા હતા.
પ્રજા ગગો કે લો-પ્રાઈફલ રાષ્ટ્રપતિ નથી ઈચ્છતી, માત્ર પોસ્ટ કોઈ શોભાવે તેનો કોઈ અર્થ નથી, પણ આ પોસ્ટનો પ્રજાને લાભ થવો જોઈએ. માત્ર શોભાના ગાંઠીયા જેવી આ પોસ્ટ તરફ લોકોનું માનસન્માન ઘટતું જાય છે.
સાચી વાત તો એ છે કે યુપીએ સરકારને એક કહ્યાગરા રાષ્ટ્રપતિની જરૂર છે, જે સ્વતંત્ર રીતે નિર્ણય ના લે, ફાંસીની સજાની ફાઈલોના થપ્પા થવાદે, લો-પ્રોફાઈલ રહે, કોંગ્રેસના સુપ્રીમો ગાંધી પરિવારની ઉપરવટ જવાનો પ્રયાસ ના કરે. વિદેશ પ્રવાસ કરે, ફેમીલી સાથે ફરે, તેમના કુટુંબીઓ ચૂંટણીમાં ઊભા રહે તેનો વાંધો નથી. માત્ર હાલના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલમાં ઉપરોક્ત તમામ ગુણો છે એવું નથી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આ પૈકી માત્ર ડૉ. અબ્દુલ કલામ સિવાય બધામાં આવા ગુણો હતા.
ભારતની પ્રજા એટલું તો જાણતી થઈ ગઈ છે કે ભારતની સર્વોચ્ચ પોસ્ટ, રાષ્ટ્રપતિની પોસ્ટ એક રબ્બર સ્ટેમ્પ સમાન છે. આજે સ્થિતિ એ છે કે લોકો રાજ્યપાલની પોસ્ટને પણ બીનજરૂરી ગણી રહ્યા છે. એમ ભવિષ્યમાં રાષ્ટ્રપતિની પોસ્ટને ગણશે. હકીકત તો એ છે કે રાષ્ટ્રપતિનો હોદ્દો નોન-પ્રોડક્ટીવ બની ગયો છે. હોદ્દો બંધારણીય દ્રષ્ટિએ મહત્ત્વનો છે પરંતુ રાજકારણમાં એવું પ્રભુત્વવાળું બની ગયું છે કે તેમાં રાષ્ટ્રપતિ પાસે ‘મૌન’ રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
રાષ્ટ્રપતિ પદ માટે પસંદગીનો કોઈ ફીક્સ ક્રાઈટેરીયા નથી. દરેક પક્ષતેની પસંદગીનો રાષ્ટ્રપતિ શોધે છે જે તેમને ગાંઠે અને તેમને પૂછીને કામ કરે. કોંગ્રેસની પસંદગીના ધોરણોમાં એક વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસને એવા રાષ્ટ્રપતિની જરૂર છે કે જે ગાંધી પરિવારને પગે લાગે અને પ્રિન્સ રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાનો પ્લાન કરે. ભાજપ એવો રાષ્ટ્રપતિ ઈચ્છે છે કે તે કોઈરીતે કોંગ્રેસની શેહશરમમાં ના આવે અને ભ્રષ્ટાચારીને ભ્રષ્ટાચારી કહેતા ના ડરે, ફાંસીના નિર્ણય ૨૪ કલાકમાં લઈ લે, ત્રીજો મોરચો એવા રાષ્ટ્રપતિ ઝંખે છે, જે રાષ્ટ્રપતિ ભ્રષ્ટાચાર નાથવા કશુંક કરી શકે. ડાબેરી પક્ષો માને છે કે રાષ્ટ્રપતિ સ્વતંત્ર વિચારસરણીવાળો હોય !!
રાષ્ટ્રપતિ પદ માટેની આ વોરનો સૌથી મોટો ફાયદો એ થવાનો છે કે ભારતને એક મજબૂત અને લોકશાહીની પ્રક્રિયામાં મૂંગા રહીને તમાશો જોયા કરનારના બદલે સ્પષ્ટ ઓપીનીયન આપે એવા રાષ્ટ્રપિત મળી શકે છે.

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved