Last Update : 22-April-2012, Sunday

 
 

આ વાત મને સમજાઈ ત્યારે હું રાતભર રડ્યો છું.. કઈ છે એ વાત ?

સ્પાર્ક - વત્સલ વસાણી

 

ભગવાન ભગવાન શ્રીકૃષ્ણ કહે છે ઃ કર્તા પણાનો અહંકાર એ જ બધા દૂષણોનું મૂળ છે.બસઆ મૂળને અંદરથી કાપી નાખો - અકર્તા બનીને જીવો - એટલે નાના મોટા દૂષણોના પાંદડા આપમેળે સૂકાઈ જશે. તમે શું કરો છો તે મહત્ત્વનું નથી, કેવા ભાવ સાથે કરો છો તે જ મહત્ત્વનું છે.
* અહંકારના ભાવ સાથે, કર્તાપણઆના ઘમંડ સાથે, પુણ્ય પણ કરવામાં આવે તો એ પાપ છે અને બહારથી સામાન્ય લાગતું કૃત્ય, નિર અભિમાની રહીને કરવામાં આવે તો એ પુણ્ય છે.
* જે કૃત્ય તમારા અહંકારને પોષણ આપે, અંદરથી (ફુગ્ગાની જેમ) ફુલાવે તે ગમે તેટલું સારું કૃત્ય હોય તો પણ પાપ છે એ જે કર્મ તમને અંદરથી શાંત કરે, તમારા અહંકારને ઓગાળી ફુલાયા વગર જીવવાની કળા શિખવે તે પુણ્ય છે.
ભગવાન મહાવીરને કોઈકે પૂછ્‌યું કે સન્યાસની પરિભાષા શી ? કોઈ વ્યક્તિ મુનિ કે મહાત્મા છે એવું અમારી શી રીતે જાણવું ?... તો મહાવીરે જે જવાબ આપ્યો તે અદ્‌ભૂત હતો. એમણે એવું ન કહ્યું કે અમુક અમુક રંગના કે અમુક રીતે કપડા પહેર્યા હોય તે સાઘુ અથવા સન્યાસી છે. અથવા તો અમુક અમુક નિયમ પાળીને જીવતી હોય તેવી વ્યક્તિ જ મુનિ કે મહાત્મા છે. પણ એમણે માત્ર એટલું જ કહ્યું કે - ‘હ્ય્ઢિંત્ન્‌્‌ ઊંઢેંઝથ’ જે વ્યક્તિ સુપ્ત નથી, પ્રતિપળ જે જાગરૂક છે, તે જ સાચા અર્થમાં સન્યાસી અથવા તો મુનિ છે. અને તેનાથી વિપરીત જે સદાસુપ્ત છે, મૂર્ચ્છિત રીતે જીવ્યે જાય છે, તે સંસારી છે ‘ઢિંત્ન્‌્‌ હ્ય્ઊંઢેંઝથ’
મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે સવાર પડે અને પથારીમાંથી ઊઠી ગયા એટલે જાગી ગયા...! તો આવું માનનારી વ્યક્તિ ભ્રમમાં છે. દિવસ દરમિયાન ખુલ્લી આંખથી હરતા ફરતા હોવા છતાં પણ આપણે મૂર્છિત જ હોઈએ છીએ. કેમ કે આપણે શું કરી રહ્યા છીએ અને ક્યાં જઈ રહ્યા છીએ એનો આપણને ખ્યાલ જ નથી હોતો. બસ, વૃત્તિઓ જ્યાં લઈ જાય, અહંકારની ઉન્માદગ્રસ્ત અવસ્થા જે કરાવે તે કર્યા કરીએ છીએ. ખુલ્લી આંખ હોવા છતાં પણ આપણે જ વસ્તુ જેવી છે, તેની તેવી જ જોઈ શકતા નથી. શું સાચું, શું ખોટું, ક્યા રસ્તે ચાલવાથી સરવાળે ક્યાં પહોંચાય તેનો આપણને ખ્યાલ જ નથી અને જો હોય તો અમૃતનો માર્ગ ઉપલબ્ધ હોવા છતાં જાણી જોઈને એનો એ મરણોન્મુખ માર્ગ શા માટે પસંદ કરીએ ?
સન્યાસી તો એને કહેવાય જેની મૂર્છા તૂટે, જેને ખ્યાલ આવે કે પોતે જે કરે છે તેનું પરિણામ શું ? જે રસ્તે પોતે દોડ્‌ જાય છે તેની મંજિલ શી ? બાકી મોટા ભાગના સન્યાસી જીવનની સમસ્યાઓથી કંટાળી, કશી સૂઝ ન પડવાથી, પલાયનવાદી બનીને મુનિવેશ પહેરી લે છે અને એ પછી પોતે કોઈ મહાન સિદ્ધિ મેળવી હોય એમ બાકી બચેલા લોકો પ્રત્યે જુગુપ્સા કે અનુકંપાથી જોવા લાગી જાય છે. સંસારીના અહંકારને બદલે એમના મનમાં સન્યાસી હોવાનો અહંકાર શરૂ થાય છે. ઓશો કહે છે ઃ આ સાત્વિક અહંકાર એક એવું ઝેર છે જે જીવનને ખતમ કરી નાખે છે ઃ અને છતાં ખબર પણ પડવા દેતું નથી !
કીક ગાર્ડ નામના એક ઈસાઈ ફકીરે પોતાની ડાયરીમાં લખ્યું છે ઃ ‘મેં બઘું જ એમના (પરમાત્માન) નામ પર સમર્પિત કરી દીઘું. સઘળા કુકર્મ છોડી દીધા. તમામ પાપોથી મારી જાતને બચાવી લીધી. સમસ્ત અનૈતિક કૃત્યોથી મેં મારી જાતને દૂર હટાવી દીધી. એક પણ અવગુણ મારમાં ન રહ્યો અને ત્યારે એક દિવસ અચાનક મને લાગ્યું કે ‘ગુણવાન’’ હોવાનો અહંકાર મારમાં જવાળાની જેમ પ્રવેશી ગયો છે. અને આ બધા દેખાતા સદ્‌ગુણોનું ભોજન કરી દાવાનળની જેમ ભભૂકી રહ્યો છે. મારું આ સદાચરણ, આ નૈતિક જીવન પણ અહંકારનું જ પોષણ કરી રહેલ છે. અને આ વાત સમજાઈ ત્યારે હું રાતભર રડ્યો છું.
જાગરણના આ ઝબકારા પછી પોતાની ડાયરીમાં એમણે પ્રાર્થના કરી છે - ‘હે પરમાત્મા ! આ કરતા તો હું પાપીને ‘ખરાબ’ હતો ત્યારે સારો હતો. કેમ કે ત્યારે ‘સજ્જન’ હોવાનો આ અહંકાર મારામાં પ્રવેશેલો નહીં. બુરાઈથી તો હું ગમે તેમ કરીને છૂટ્યો પણ હવે ‘ભલાઈ’ના ભાવથી તું મને બચાવજે. કેમ કે એ એક નવું કારાગૃહ બનીને મારી આસપાસ વંિટળાઈ વળ્યું છે...’
કીક ગાર્ડની ડાયરીનો સંદર્ભ આપી ઓશો કહે છે - ‘દુર્જન માનવી પાસે જે અહંકાર કૃહોય છે તે પ્રગટ છતાં દીન હોય છે જ્યારે સજ્જન માનવી પાસે જે અહંકાર હોય છે તે ગુપ્ત છતાં પ્રબળ હોય છે.’
દુર્જન વ્યક્તિ ચોરી કે બેઈમાની કરે છે, ક્યારેક કોઈને છેતરે છે, પણ એનું દૂષણ બહાર છે. સજ્જન માણસ નથી ચોરી કરતો, નથી બેઈમાન હોતો, સમયસર પૂજા અને પ્રાર્થના કરે છે. મર્યાદામાં રહીને જીવે છે. બહારથી એનામાં કોઈ દૂષણ નથી હોતું. પણ અંદર આ બધાની સરખામણીમાં ‘સજ્જન’ હોવાનું એક મહાદૂષણ પ્રવેશી જાય છે અને તેથી એ જ્યાં પણ જાય છે, આ ભલાઈનું દૂષણ એની સાથે છાયાની જેમ ચાલે છે અને આથી ખૂબ ઊંડાણમાં જઈએ તો સારો માણસ બીજા સામાન્ય માણસ તરફ એ રીતે જૂએ છે જાણે પોતે વિશિષ્ટ અને બીજા બધા કીડા-મકોડા છે. આ તો બુરાઈ છેક ઊંડી સુધી પહોંચી ગઈ... અને દુર્જન વ્યક્તિ તો બીજાની સાથે બેઈમાન બને છે, જ્યારે આવા સજ્જન માણસો પોતાની જાતને જ છેતરે છે... તો પછી કરવું શું ? બુરા જ રહેવું ? હાથ જોડીને બસ, બેસી જવું ?....
...તો ઓશો કહે છે ઃ એવું નથી. કૃત્યમાં કોઈ ફરક કરવાની જરૂર નથી. કૃષ્ણની એક નાનકડી દેશના જીવનમાં ઊતારવાની છે અને એ એક નાનકડી લાગતી વાત આખા જીવનને પલટી નાખશે. કેમ કે એ પારસમણિ છે. કૃષ્ણ
કહે છે ઃ કર્તાપણઆનો અહંકાર એ જ બધા દૂષણનું મૂળ છે. બસ આ મૂળને અંદરથી કાપી નાખો એટલે નાના મોટા-દૂષણોના પાંદડા આપમેળે સૂકાઈ જશે. શું કરો છો તે મહત્ત્વનું નથી, કેવા ભાવ સાથે કરો છો તે જ મહત્ત્વનું છે.
અહંકારના ભાવ સાથે પુણ્ય પણ કરવામાં આવે તો એ પાપ છે અને બહારથી સામાન્ય લાગતું કૃત્ય નિર અભિમાની રહીને કરવામાં આવે તો એ પુણ્ય છે પરમાત્માનું ઉપકરણ- એક માઘ્યમ- બનીને જીવવું એ સૌથી મોટી સાધના છે. એ કરાવે તે કરવું. એ જીવાડે તેમ જીવવું. પોતે વચ્ચે ન આવવું. અહંકારની દિવાલ વચ્ચે ઊભી જ ન થવા દેવી એ સૌથી અઘરું કામ છે. આથી કર્તાપણાના અહંકાર સાથે જે પણ કરીએ તે પાપ છે અને પોતે કર્તા મટી, પરમાત્માના હાથનું ઉપકરણ બનીને જે પણ કરીએ તે પુણ્ય છે.
સો વાતની એક વાત ઃ સતત જાગતા રહીને જોયા કરો.
જે કૃત્ય તમારા અહંકારને પોષણ આપે, અંદરથી (ફુગ્ગાની જેમ) ફુગાવે, તે ગમે તેટલું સારું કૃત્ય હોય તો પણ પાપ છે અને જે કર્મ તમને અંદરથી શાંત કરે, તમારા અહંકારને ઓગાળી ફુલાયા વગર જીવવાની કળા શિખવે તે પુણ્ય છે.
ક્રાન્તિ બીજ
આવશે દોડીને મળવા તને, નદીઓ સામે,
છે શરત એટલી, પહેલા તું સમંદર થઈ જા !
- નાઝ માંગ રોલી

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved