Last Update : 22-April-2012, Sunday

 

શકરાભાઈના ઘરનું માંજાર પુરાણ

હું, શાણી અને શકરાભાઈ - પ્રિયદર્શી

શકરાભાઈના ઘરમાં બિલાડીની સકુટુંબ વસતી થઈ એટલે પરીને એક નવી જાતની બહેનપણી મળી ગઈ. નવી બહેનપણી માટે પ્રેમ વધારે હોય તેમ પરીને ય બિલાડી પર બહાલ ઊભરાવા માંડ્યું. એણે મમ્મીને આશાભેર પૂછ્‌યું ઃ ‘મમ્મી! આપણે ‘રાણી’ને ગળે પટો બાંધીએ?’ પરીએ બિલાડીનું નામ ‘રાણી’ રાખી લીઘું હતું.
મમ્મીને દીકરીની વાતોમાં રસ હોય જ. પણ સાસુ સીધાં ના ય ઊતરે. એટલે એણે કહ્યું ઃ ‘બેટા! બિલાડીને ગળે પટો ના બંધાય. કૂતરો તો ઘરમાં રહે, એને પાળીએ એટલે પટો બંધાય. બિલાડી તો આજ છે ને કાલ નથી. એ કોઈની સગી નહિ. કૂતરો ઘર માંડીને રહે, ચોકી ય કરે.’
દાદા જરા દૂરથી એમની વાતચીત સાંભળતા હતા. તે પરીની પાસે આવીને કહેવા લાગ્યા ઃ ‘બેટા! તારી ‘રાણી’ જ્યાં સુધી અહીં રહે ત્યાં સુધી એને દૂધ પિવડાવજે.’
પરીએ દાદાને પ્રસન્ન જોઈને લાભ લેતાં કહ્યું ઃ ‘દાદા! હું એને ઘીવાળી રોટલીય ખવડાવીશ.’
શકરાભાઈ મૂંઝાયા. રસોડામાં કારભાર શાણીનો હતો. એમણે રસોડા ભણી નજર નાખી. શાણી બહેન ચપલક આંખે પરીના દાદા સામે જોઈ રહ્યાં હતાં. મંજરી પણ હવે રોટલીની વાત કેવો વળાંક લેશે તેની ચંિતાભરી પ્રતીક્ષા કરતી ચૂપ ઊભી હતી.
શકરાભાઈને કોઈ ચોપડીમાં વાંચેલો પ્રસંગ યાદ આવ્યો. ચોપડીનું નામ તો એ ભૂલી ગયા હતા. એમની માનેલી માનીતી દીકરી રેશમાએ તેમને એ ચોપડી તેમનું અને શાણી મમ્મીનું નામ લખીને ભેટ આપી હતી.
ેએ ચોપડીમાં બિલાડીની મઝાની વાત હતી. ગાંધીજીના સાથીદાર કાકા કાલેલકર દેશની આઝાદી માટે સત્યાગ્રહને કારણે સાબરમતી જેલમાં હતા. જેલમાં એ માંદા પડ્યા તે દરમ્યાન તેમને દૂધ મળતું. અને જ્યાં દૂધ હોય ત્યાં બિલાડી તો હોય જ. એટલે હીરાએ (કાકાએ બિલાડીનું નામ ‘હીરા’ પાડ્યું હતું.) એમની સાથે ભાઈબંધી કરી. ગમે ત્યાંથી આવે અને પગે નાક ઘસે. પૂંછડી ઊંચી કરીને ‘મિયાઉં’ એવો અવાજ કરે. બિલાડીને દૂધ પાયા વગર જાતે દૂધ પીવાનું તેમને મન થતું નહિ. એક ખાડાવાળો પથ્થર જેલના ઓટલા આગળ તાવડી જેવો હતો. એમાં એ દૂધ રેડતા અને હીરાને દૂધ પાતા.
કોઈ દિવસ કાકા કોઈ ચોપડી વાંચવામાં તલ્લીન થઈ ગયા હોય અને બિલાડીને રોજના નિયમસર દૂધ ના મળે એટલે ધીમે ધીમે એક એક પગલું ભરી બિલાડી સ્લેટથી ઢાંકેલા એમના ચંબુ પાસે જાય, દૂરથી ચંબુ સૂંઘે અને પોતે પાપ કરવા તૈયાર થઈ છે એવું ભાન થતાં હીરા પાછા પગલે જરા દૂર જાય. વળી કાકાનું ઘ્યાન ખેંચવા ‘મિયાઉં મિયાઉં’ કરી એમના તરફ જુએ. આશાભરી નજરે જોયા કરે. પણ બિલાડીની ધીરજ કેટલી? વળી પાછી અએ ચંબુ તરફ જાય, દૂધ સૂંઘે ને અચકાઈને પાછી ફરે. બિલાડી પણ પોતાની ખાનદાની સાબિત કરી આપી શકે છે એવી તેણે કાકાને ખાતરી કરાવી આપી. કાકા રોજ એને પોતાના દૂધમાંથી નિયમસર ભાગ આપે. કોઈવાર રોજ કરતાં બમણું દૂધ પણ આપે.
પણ આખરે બિલાડી તે બિલાડી. એક દિવસ ક્યાંકથી તે એક સાથીદારને લઈ આવી. હીરા તો કાકા સાથે હળી ગયેલી એટલે એને બીક નહિ. એ કાકાની પથારી પાસે બેઠી. પણ એના ભાઈબંધે કાકાની નજર ચૂકવીને આગળ વધીને દૂધ ભરેલા ચંબુ ઉથલાવી પાડ્યો એને તો ભગાડી મૂક્યો પણ હીરા ખસિયાણી પડી ગઈ. અને એય છાનીમાની છટકી ગઈ.
શકરાભાઈ હીરા બિલાડીની વાતના સ્મરણમાં ખોવાઈ ગયા હતા. પરીએ તેમનો ઘ્યાન ભંગ કર્યો ઃ ‘દાદા! આપણે એને રોટલી ખવડાવીશું? હું મારી રોટલીમાંથી એક એને આપીશ.’
શાણી બા તરત તાડૂક્યા ઃ ‘આજ એક રોટલી કેટલા રૂપિયાની થાય તેની ખબર છે?’
શકરાભાઈએ સમજાવટથી પરીને કહ્યું ઃ ‘બેટા! એને થોડું દૂધ પિવડાવજે. બિલાડી તો બહારથી ય પેટ ભરી આવે.’
‘પણ એનાં બચ્ચાં? એ ક્યાં જાય?’ પરીએ સીધો સવાલ કર્યો.
શકરાભાઈ કશો જવાબ આપે તે પહેલાં મુન્નો થોડીવાર પહેલાથી આ બઘું સાંભળતો હતો. તેણે કહ્યું ઃ ‘મમ્મી! રોજ તારી હિસાબની ચોપડીમાં બિલાડી ખાતે પંદર વીસ રૂપિયા ઉધારી નાખજે.’
શકરાભાઈએ જરા ખિચવાટથી મુન્ના સામે જોયું.
મંજરીએ એકદમ વાત બદલી નાખી ઃ ‘પરી! તારે નહાવા ધોવાનું નથી? હજી હોમવર્ક બાકી છે.’
પરીનો હાથ ઝાલીને એ એને લઈ જવાની તૈયારીમાં હતી. પરીનું મન રાણીનાં બચ્ચાંને ગોદમાં લઈ રમાડવામાં હતું. એવામાં એનાં બે-ત્રણ દોસ્તાર. ઈશાન, રાશિ, અર્ણવ આવી પહોંચ્યા. ઈશાને એકદમ કહ્યું ઃ ‘પરી! કેટ ક્યાં ગઈ? એનાં કીટન?’
મંજરીને થયું કે હવે ભોગ મળ્યા. હમણાં દાદીમાં ધૂરકશે પણ વળી દાદા મદદે આવ્યા. પરીના સાથીદારોને કહ્યું ઃ ‘છોકરાઓ! હવે સ્કૂલે જવાનો વખત થયોને! એટલે પરી તૈયાર થવામાં છે. સાંજે તમે આવજો, પરીની સાથે. ‘કીટનને’ રમાડજો. દૂધ પણ પિવડાવજો.’
છતાં રાશિએ તો એક બચોળિયાને ઊંચકી જ લીઘું. એને ગોદમાં લઈને થોડું રમાડી લીઘું. રાશિએ પહેલ કરી એટલે ઈશાને અને અર્ણવે પણ એક એક બચોળિયાને ઊંચકીને રમાડી લીઘું.
છોકરાંઓને ત્યાંથી ખસવાનું મન નહોતું. પણ સાસુમા વીફરી બેસે એ બીકે તેમને સમજાવીને કહ્યું ઃ ‘હવે સાંજે આવજો હોં!’
પરીએ નહાવા જતાં જતાં બધાંને ‘બાય’ કરી લીધી.
રાશિ કહે ઃ ‘આપણે કીટનને સ્કૂલે લઈ જઈએ? મારા લંચબોક્સની થેલીમાં એ માઈ જશે.’
બધાં દોસ્તારો હસી પડ્યાં. ઈશાન પરીને ખેંચી ગયો.
શાણીબહેને પરી બાથરૂમમાં નહાવા ગઈ એટલે મંજરીને ટકોરતા કહ્યું ઃ ‘મંજરી! બિલાડીને અહીંથી કાઢવી પડશે. આવું રોજ ના પરવડે. મહિને દા’ડે કેટલો ખર્ચ થાય? પરીના દાદાને ક્યાં ઘર ચલાવવાનું છે?’
મંજરી ચૂપ રહી.
બીજે દિવસે રવિવાર હતો. અચાનક પ્રોફેસર પ્યારેલાલ શકરાભાઈને ઘેર આવી ચડ્યા. શાણીબહેને પ્રેમથી એમને આવકાર્યા ઃ ‘આવો, આવો.’
શાણી બહેનમાં સાથ પુરાવવા રાણીએ ય ‘મિયાઉં મિયાઉં’ કર્યું.
પ્રોફેસર પ્યારેલાલ હસી પડ્યા ઃ ‘ઓહો! તમે તો માર્જારને પાળી છે?’
મંજરી સમજી નહિ. પ્રોફેસર કહે ઃ ‘માર્જાર એટલે માંજરી. બિલાડીને માર્જારી ય કહે છે. એની આંખો માંજરી ખરીને?’
શકરાભાઈ સ્નાન માટે બાથરૂમમાં હતા. મુન્નો બહાર સ્કૂટર પર લટાર મારવાની તૈયારીમાં હતો. પણ પ્રોફેસર પ્યારેલાલને જોઈને વિવેક ખાતર જરા ઊભો રહી ગયો.
શાણીબહેને, શકરાભાઈ નહાવા ગયા હતા તેનો લાભ લઈને ફરિયાદ કરી ઃ ‘તમારા ભાઈબંધને કંઈ કહો. ઘરમાં બિલાડી રખાતી હશે? એ ગમે ત્યાં ગમે તેવું ખાઈ આવે... ઉંદર..ફૂંદર’ એમ બોલતાં એમનું મોઢું ય કમકમાટી અનુભવી રહ્યું.
મુન્નો કહે ઃ ‘આપણી બિલાડી એવી અખાજ ખાય તેવી નથી.’
‘તું જોવા ગયો’તો?’ શાણીબહેન ચિડાઈ ઉઠ્યાં. પ્રોફેસર પ્યારેલાલને કહે ઃ ‘સવારના પહોરમાં બિલાડી સામી મળે તો દહાડો બગડી જાય.’
મુન્નાએ જોક મારી ઃ ‘અને બિલાડીને માણસ સામો મળે તો બિલાડીનો દહાડો ના બગડી જાય?’
શાણીબહેન મુન્ના પર બહુ ચિડાઈ ગયાં. બબડ્યાં ઃ ‘વગર જોઈતો ખર્ચ.. મોંઘવારીમાં...’
એવામાં શકરાભાઈ નાહીને નીકળ્યા. પ્રોફેસર પ્યારેલાલને જોઈને ખુશ થઈ ગયા. પ્રોફેસર પ્યારેલાલ કહે ઃ ‘માંજાર પુરાણની કથા ચાલતી હતી.’
શકરાભાઈ કહે ઃ ‘પરીને મઝા પડે. એના બાલમિત્રો ય આવે. બેઘડી છોકરાંને ગમ્મત.’
અને છોકરાં આવી પણ ગયાં. પ્રોફેસર પ્યારેલાલ હાજર હતા. એટલે શાણીબહેને છોકરાંને ધમકાવ્યાં નહિ. ઈશાન, રાશિ, અર્ણવ, યોગેશ. બધાં રમ્યાં. મંજરીએ પણ તક સાધીને તપેલીમાંથી દૂધ કાઢીને બચ્ચાંને પિવડાવ્યું.
પ્રોફેસર પ્યારેલાલ કહે ઃ ‘તમારે તો વસતી થઈ ગઈ. પણ બિલાડી કોઈની સગી નહિ હોં! આજે અહીં, કાલે તહીં.’
અને પ્રોફેસર પ્યારેલાલની વાત સાચી પડી. રવિવારે રાતોરાત બિલાડી એનાં બચ્ચાંને લઈને બીજે ક્યાંક જતી રહી.
અને શકરાભાઈના ઘરનું માંજાર પુરાણ પૂરું થયું.

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved