Last Update : 22-April-2012, Sunday

 
પાન-મસાલા અને કિમામનો શોખ ખાનારાંને મારે છે તો ‘ખવડાવનારા’ને તારે છે!
મંથન- નયન જોષી૫ુરા
 

‘ઘૂમ મચા દે, રંગ જમા દે’ એવા જીંગલ વાપરીને પાનમસાલાનો ઘૂમ પ્રચાર થાય છે. તો બીજી બાજુ સુગંધી તમાકુ, જર્દા, જાફરાની પત્તી વગેરેનું વેંચાણ પણ કરોડો રૂપિયાનું છે. એક શાયરે કહ્યું છે કે ‘‘લિજ્જત કી યે ગઝલ હૈ, ખુશ્બુ કા તરાના! પાનો કી હૈ યે શાન, કર દે જો દીવાના!!’’ પાનના શોખીન હવે માત્ર બનારસી સાદા કે કલકત્તા પાન ખાઈને ધરાઈ જતા નથી. તેમને કિમામ વાળું પાન ખાધા વગર ચેન પડતું નથી. કેટલાંક માત્ર લાંબો સમય મોઢામાંથી સુગંધ આવ્યા કરે તેથી કસદાર કિમામવાળં ુ પાન ખાય છે. હૈદરાબાદની પેઢી છેલ્લાં કેટલાંય વર્ષોથી એવન કિવામ બનાવે છે. શોખીનો કહે છે કે આ પેઢીની કાશ્મીરી કિમામ ખાધા પછી કલાકો સુધી મોઢામાંથી સુવાસ લહેરાયા કરે છે. આવી જ રીતે અનેક બ્રાન્ડની કિમામો વખણાય છે. એક જમાનામાં પાનમાં કેસર, કસ્તુરી, મુશ્ક, અંબર, સાચામોતી, અગર, સોના-ચાંદીના વરખ વગેરેનો ઉપયોગ થતો હતો. આવુ પાન ખાવાથી યૌવન લાંબા સમય સુધી ટકી રહે છે. કેટલાંક રાજા-મહારાજા અને નગરશેઠ સ્વાસ્થ્ય જાળવવા તેમજ સંભોગ શક્તિ વધારવા પાનમાં ઉપરોક્ત જણાવેલી કંિમતી ચીજો નાંખીને ખાતા હતાં. હવે આવી કંિમતી ચીજો સરળતાથી ઉપલબ્ધ થતી નથી. તેથી પાનમાં આવો મસાલો નાંખીને કોઈ આપતું નથી. આમ છતાં મુંબઈમાં ચોપાટી પાસે, અમદાવાદમાં ઝકરિયા મસ્જિદ પાસે પાલડી તેમજ વડોદરામાં હાઉસ વાળા ઊચ્ચ કક્ષાનો મોંઘો મસાલો નાંખી પાન બનાવે છે. પરંતુ બીજા સેંકડો પાનવાળા પાનમાં કિમામ, સુગંધી સોપારી અને એવી બીજી ચીજો વાપરી લહેજતદાર પાન બનાવે છે.
તમાકુને રંગ આપી, સુગંધીત બનાવી તેનો અર્ક કાઢવામાં આવે છે. તેમાં સોરબીટોલ, ચાસણી અને બીજા એસેન્સનું મિશ્રણ કરવામાં આવે છે. આવી રીતે તૈયાર થયેલા મિશ્રણને બાટલીમાં ભરીને કિમામ તરીકે વેંચવાનો ધંધો કેટલાં વર્ષોથી ચાલે છે. વર્ષો પહેલાં બિહારના એક તમાકુના વેપારીએ તમાકુના પાંદડાનો વેપાર શરૂ કર્યો. તેણે તમાકુ ખાવાની લહેજત આવે તેથી તમાકુના પાંદડાના ટુકડાને એસેન્સમાં પલાળી તેને સુગંધીત બનાવવાનું શરૂ કર્યું. આવા તમાકુના ટુકડાને તેણે જાફરાની પત્તી નામ આપ્યું. ત્યાર પછી તો આ તમાકુની માંગ એટલી બધી વધી ગઈ કે તેણે ડબ્બામાં પેક કરીને જાફરાની પત્તી વેંચવા માંડી. મુજફ્‌ફરપુર (બિહાર)માં આવેલી આ પેઢીની જર્દા ફેક્ટરી અત્યારે જાફરાની પત્તી બનાવે છે. આ તમાકુમાં પણ ગ્રેડ પાડવામાં આવ્યા છે. તેની લહેજત, તેની સુવાસના આધારે ૧૩, ૨૦,૩૦, ૬૪ એવા નંબરો આપવામાં આવ્યા છે. સૌથી કડક સુવાસ ધરાવતી જાફરાની પત્તીનો નંબર ૪૫૦ છે. આ તમાકુની વિશિષ્ટતા એ છે કે જાફરાની પત્તી આઈ.એસ.આઈ.ની ગુણવત્તા ધરાવે છે. તે મુજબનો માર્કો તેની પર મોરલો દેખાય છે. મુંબઈમાં પણ એક જર્દા ફેક્ટરી જાફરાની પત્તી, કિમામ અને પાનમસાલા બનાવે છે. એક જાણકાર મિત્રના જણાવ્યા અનુસાર હવે કિમામ અને પાનમસાલાના ધંધામાં પણ ભારે છેતરપંિડી થાય છે. ૧૨૦નું કિમામવાળુ પાન ખાવા જાવ તો અસલી ૧૨૦ કિમામને બદલે પડાની રંગેલી તમાકુ પાનમાં નાંખવામાં આવે છે. પાનની બનાવટમાં વપરાતા કાથા, કીમામ તથા તમાકુમાં ભેળસેળ અને નકલનું પ્રમાણ વઘ્યુ છે. શેકેલી સીંગના ફોતરાને પાણીમાં પલાળી તેના પર તમાકુનો અર્ક ચઢાવી તેને સુગંધી બનાવાય છે અને પછી કિમામ બનાવાય છે. કાથામાં આરાલોટ, ટોપિયાકો, હલકી જાતનું ગ્રીઝ, ચાયના ક્લે, રંગ અને રસાયણ વાપરવામાં આવે છે. કેટલાંક લોકો અસલી પાનમસાલાના ખાલી ડબ્બા મેળવી તેને રીપેક કરી બજારમાં વેંચવા કાઢે છે. કિમામ બનાવતી વખતે સડેલી તમાકુમાં આથો લાવવા જાત જાતના અખાઘ્ય પદાર્થ પણ તેમાં ભેળવાય છે તેવું જાણકારો કહે છે. કિમામ, જર્દા અને સુગંધી સોપારી બનાવતી સંખ્યાબંધ પેઢીઓ ઉત્તર પ્રદેશ, બિહાર અને કલકત્તામાં છે. દરેક પેઢી પોતાની અલગ બ્રાન્ડ, અલગ નામ રાખીને ડબ્બામાં કિમામ અને સોપારી વેંચે છે. ખ્યાતનામ બ્રાન્ડમાં ઘણી લોકપ્રિય છે. અલબત્ત, બ્રાન્ડનામથી કિમામ માંગનારા શોખીનો ઓછા હોય છે. મોટેભાગે પાન ખાનારો કિમામનો નંબર જણાવી પાન વાળા પાસે પાન બનાવડાવે છે. જેમ કે નવરત્ન છસ્સો, કલકત્તી ૧૨૦, બનારસી ૧૨૦ વગેરે. ઘણાં વેપારીઓ સુગંધીત પાનના શોખીન હોય છે. તેઓ રોજબરોજ કિમામવાળા પાનની કોથળી બંધાવીને સાથે લઈને જ ફરતાં હોય છે. શહેરમાં કિમામ પાનવાળા અમુક ચોક્કસ ભૈયા પાસે જ પાન બનાવડાવે છે. ભૈયાઓ પણ ગ્રાહકના શોખ મુજબ કિમામવાળુ પાન લગાવીને મૂકી રાખે છે. આ પાન કિમામ લગાવ્યા પછી જેમ વઘુ સૂકાય તેમ નશો વઘુ ચઢે તેમ મનાય છે.

 

ઘણાં ભૈયાઓ પોતાના ગ્રાહકો માટે સવારથી જ પાનના પડીકા બાંધીને તૈયાર રાખે છે. સમય થતો જાય તેમ એક પછી એક વ્યક્તિ આવીને પોતપોતાના પડીકા લઈ જાય છે. પૈસા રોકડા ચૂકવવામાં આવતાં નથી. કારણ કે નિયમિત પાન ખાવાવાળા શોખીનો તો પોતાનું ખાતું જ ચલાવતા હોય છે. ગામડાંઓમાં પણ કિમામવાળા પાન હવે દરેક પાનના ગલ્લા પરથી મળે છે. પરંતુ ગામડામાં ઘણાં શોખીનો પોતાની પસંદની સુગંધીત તમાકુ જાતે બનાવી લે છે. તમાકુની ભૂક્કી ભેગી કરી તેમા પડાની તમાકુ, ઠંડક, એલાયચી વગેરે મિશ્રણ કરી તેને લાંબો સમય ડબ્બીમાં ભરી રાખવામાં આવે છે. પછી જરૂર પડે કાથા-ચૂના સાથે ભેળવીને તે ખવાય છે.
કિમામનું વેપારી ધોરણે વિતરણ શરૂ થયું તે પહેલાં ઘણાં પાનવાળા ઘરમાં કિમામ બનાવતા હતાં. આમ જોવા જઈએ તો કિમામ અને પાનમસાલાના ઉત્પાદનમાં કોઈ મોટો વાઘ મારવાનો નથી. તેની કોઈ વિશિષ્ટ ટેક્નોલોજી કે ખાસ ફોર્મ્યુલા હોતી નથી. સારા પ્રકારની કડક તમાકુ અને બીજી સારી ગુણવત્તા ધરાવતી ચીજો વાપરીને કિમામ બનાવી શકાય છે. આ માટે પસંદગીની તમાકુને પકાવવામાં આવે છે. તેને કેસરનો હાથ દેવાયા પછી ક્યારેક લાંબો સમય મૂકી રાખવામાં આવે છે. ત્યારબાદ તેને જે પ્રમાણે ટેસ્ટ આપવો હોય તે રીતે માફકસર એસેન્સ, ગુલાબની પાંદડીઓનો અર્ક, મેન્થોલ વગેરે મેળવવામાં આવે છે. આ બઘું મિશ્રણ સૂકાઈ જાય પછી તેના પર વરખ પાથરવામાં આવે છે, અને મિશ્રણને ડબ્બીઓમાં ભરી લેવામાં આવે છે. કિમામ અને બીજા પાન મસાલા વાપરીને ‘માવો’ બનાવનારા ભૈયાઓ હાથમાં ચૂનો અને તમાકુ મસળતા હોવાથી તે બિનઆરોગ્યવાદ બની જતું હતું. આરોગ્યની દ્રષ્ટિએ હાથે મસળેલા પાનમસાલા હાનિકારક હોવાનું જણાવીને સરકારે થોડો સમય પ્રતિબંધ મૂક્યો હતો. તે વખતે ઘણાં ભૈયાઓ કાગળ કે પ્લાસ્ટીકના ટુકડામાં મિશ્રણ ભેગું કરીને આંગળીથી મસળતાં હતાં. તેવી જ રીતે કેસર સોપારી માટે વાર્નિશનો ઉપયોગ થાય છે તેવી અફવાઓ ફેલાયા પછી ઉત્તરપ્રદેશની સરકારે આવા હલકી કક્ષાના પાનમસાલા ન વાપરવાનો અનુરોધ કર્યો હતો. પરંતુ શોખીન લોકો રસિક પાન ખાવાની લાલસાએ પાનમાં જાત જાતની ચીજો ભેળવવામાં આવે તો પણ પાન ખાય છે.
કિમામના વેપારમાં ખાસિયત એ છે કે તે તેના નામને બદલે આંકડાથી વઘુ ઓળખાય. જેમકે એક્સોવીસ નંબર, ચારસો નંબર, એકસો સાંઠ નંબર, છસ્સો નંબર વગેરે. આ પાછળ બીજું કોઈ કારણ નથી. પરંતુ સૌ પ્રથમવાર કાનપુરની ધર્મપાલ પ્રેમચંદ કંપનીએ બાબા બ્રાન્ડ ૧૨૦ જાફરાની પત્તીનું ઉત્પાદન શરૂ કર્યું ત્યારથી બીજી દરેક કંપનીએ પોતાની કિમામને નામની સાથે સાથે નંબર આપવો શરૂ કર્યો. ઘણી પેઢીએ પોતાની તમાકુ વઘુ ચઢિયાતી છે તે બતાવવા મોટામોટા નંબર આપવા માંડ્યા. પરંતુ ૧૨૦ની તમાકુ જેટલી પ્રસિઘ્ધિ કોઈને ન મળી તેથી બીજી પેઢીઓએ પણ પોતાની તમાકુને ૧૨૦ નંબર આપવા માંડ્યો. માત્ર આગળના નામ બદલાય- વગેરે. કાનપુરની બે-ત્રણ કંપનીઓ ૧૨૦ જાફરાની પત્તી બનાવે છે. તેનો માલ ખરીદવા સ્ટૉકીસ્ટોના માણસો લાઈન લગાવે છે. મહામુસીબતે મેળવેલા કિમામના ડબ્બા વિતરકો છૂટક પાનવાળાઓને અથવા રિટેઈલરોને ઊંચા ભાવ લઈને વેંચે છે! અત્યારે ૧૨૦ કિમામના ૫૦ ગ્રામના ડબ્બાના ૩૫ થી ૫૫ રૂપિયા ભાવ બોલાય છે. તેની પર બ્લેકમાં કેટલાં પૈસા લેવાય છે તેનું ગણિત અટપટું છે. ટૂંકમાં કિમામ અને પાનમસાલાની જેટલી માંગ છે તેટલો પુરવઠો મળતો નથી. તેના કારણે ઘણાં લેભાગુ લોકોએ કિમામના ખાલી ડબ્બા મેળવી ઘરમાં નકલી એક્સોવીસનો માલ બનાવવા માંડ્યો છે. આવો બનાવટી માલ બનાવીને વેંચનારા લોકો મબલખ પૈસા કમાયા છે. કેટલાંક તો જાણીતી બ્રાન્ડની ૧૨૦ નંબરની તમાકુના ડબ્બાનું તળિયુ કાઢી તેમાં હલકી તમાકુ ભેળવીને વેંચે છે. આ કારણે જ પ્રખ્યાત બ્રાન્ડના દારૂની ખાલી બાટલીઓની માફક કિમામ અને પાનમસાલાના ખાલી ડબ્બાની પણ ઘણી માંગ રહે છે. વજન અને મજબૂતાઈની દ્રષ્ટિએ સરખાં દેખાતાં બીજાં ડબ્બા કરતાં કિમામ અને સુગંધી તમાકુની બીજી બનાવટોના ખાલી ડબ્બાના બજારમાં વઘુ ભાવ ઉપજે છે.
અત્યારે એકલા મુંબઈમાં રોજના પંદર લાખ કિમામવાળા પાન વેંચાય છે તેવો અંદાજ છે. દરેક પાનવાળા રોજ જેટલાં પાન બનાવે તેમાં અડધોઅડધ પાન તમાકુવાળા હોય છે. તેના આધારે એમ કહી શકાય કે મુંબઈમાં જ રોજ પંદર હજાર ડબ્બાની જરૂર પડે છે. જ્યારે પુરવઠો ઘણો ઓછો હોય છે. તેથી પાનમસાલા અને કિમામના ધંધામાં હજુ બીજા નવા ઉત્પાદકોને તૈયાર બજાર મળી રહે તેવી શક્યતા છે. નવાઈની વાત એ છે કે ગુજરાત રાજ્ય તમાકુની પેદાશમાં દેશમાં અગ્રેસર હોવા છતાં સુગંધી તમાકુ બનાવવાની એકપણ ખ્યાતનામ પેઢી ત્યાં જોવા મળતી નથી. ઘણાં ગુજરાતી શોખીનો પાનમસાલા અને ઊંચી કક્ષાની તમાકુની લહેજત મેળવવા જુદી રીત અપનાવે છે. તેઓ બજારમાંથી છુટક રીતે સારી તમાકુ, દિલબહાર મસાલો, એલાયચી, મેન્થોલ વગેરે લાવી મિક્સરમાં વાટીને તેમાંથી પોતાને જરૂરી તમાકુ બનાવી લે છે. આમ કરવાથી બજારુ સુગંધીત તમાકુ અને પાનમસાલામાં જે ભેળસેળ હોય છે તેવી ભેળસેળનો ડર રહેતો નથી. ઘરમાં તમાકુનો મસાલો બનાવવાની રીતે જણાવતા શ્રી મનુભાઈ શાહ નામના એક ગુજરાતી શોખીને મને જણાવ્યું હતું કે ઘણાં ગુજરાતી યુવકો તમાકુવાળુ પાન ખાવાની પહેલ કરે ત્યારે ગંભીર ભૂલ કરે છે.
તેઓ એમ સમજતા હોય છે કે ઓછા નંબર વાળી તમાકુ ઓછું નુકશાન કરે, ઓછો નશો ચડાવે. તેથી તેઓ પચ્ચીસ નંબરની, ત્રીસી નંબરની તમાકુવાળુ પાન ખાવાની શરૂઆત કરે છે. વાસ્તવમાં આ તમાકુ એટલી તીવ્ર અસર કરે છે કે નવો નિશાળીયો પાન ખાધા પછી ત્યાં જ ચક્કર ખાઈને પડે છે. આખું પાન ઊલ્ટી કરીને કાઢી નાંખે છે. તમાકુવાળું પાન ખાવાની શરૂઆત કરનારે પહેલાં છસ્સો નંબરવાળી તમાકુ અને કિમામનું પાન ખાવું જોઈએ. તેનાથી તેને હળવી ‘કીક’ આવે છે અને તેને આ પાન અતિ સુગંધીત હોવાથી લહેજતદાર લાગે છે. પાનમાં વપરાતી તમાકુનો નંબર જેમ વધારે હોય તેમ તેની તીવ્રતા ઘટી જાય છે અને સુગંધ, લહેજત વધે છે. જેમ નંબર ઓછો તેમ તમાકુ વઘુ કડક હોય છે.
એકસોવીસ નંબરની તમાકુ અને બીજી ખ્યાતનામ બ્રાન્ડની તમાકુ પાછળનો ક્રેઝ માત્ર મુંબઈ અને દિલ્હીમાં જ વઘુ જોવા મળે છે. બીજા શહેરોમાં બીજી બ્રાન્ડની તમાકુ વઘુ વપરાય છે. જેમ કે કાનપુર, લખનૌ વગેરે યુ.પી.ના શહેરોમાં ચાંદનીની તમાકુ, બંગાળમાં તીનસો તમાકુ, ગુજરાતમાં બાબુલ અને ચેતના તમાકુ અને મહારાષ્ટ્રના બીજા શહેરોમાં ભરૂચી અને સાતારી તમાકુનો વઘુ ઉપાડ છે. સૌરાષ્ટ્ર, રાજસ્થાન ભણી ઘણાં પાનવાળા સાદી તમાકુ, વરખ નાંખેલી તમાકુ અને કેસરનો હાથ દીધેલી તમાકુ રાખે છે. અમદાવાદના કેટલાંક પાનવાળા ‘કોકીન’ અને ‘અગર’ જેવા કેફી પદાર્થો વાપરીને ગ્રાહકને મસ્તી ચઢે તેવા પાન વેંચે છે. અલબત્ત આવા પાન ગ્રાહકને તેની જાણકારી સાથે જ અપાય છે. આસામમાં થતા અગરના વૃક્ષોમાંથી આ લાકડું મેળવી તેનો અર્ક વાપરવામાં આવે છે. આ અર્ક કામસુખ માણવા માટે પુરતું જોમ બક્ષે છે તેવું મનાય છે. આરબ લોકો આવા અર્કનો ઘણો ઉપયોગ કરે છે. તેઓ ભારતમાં આવીને અગર વાળા પાન ખાતા થઈ ગયા છે.

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved