Last Update : 22-April-2012, Sunday

 
ઓલિમ્પિક ઇફેક્ટઃઅત્યાર સુધી અવગણવામાં આવેલા ઇસ્ટ લંડનની મોટા પાયે કાયાપલટ શરૂ
ઇફેક્ટ - કુલદીપ કારિયા

મહેશભાઈ પટેલ ૧૯૬૯માં માત્ર ૨૩ વર્ષની ઉંમરે બરોડાથી લંડન આવ્યા હતા. તેમણે ૧૯૭૦ના દાયકાના ઇસ્ટ લંડનની વાત કરતા કહ્યું હતું કે ‘ઇસ્ટ લંડનનો ન્યુહેમ વિસ્તાર એવો વિસ્તાર હતો કે જેની ઉપેક્ષા કરવામાં આવતી હતી. એ સમયે હું અહીં એક ફ્‌લેટમાં સાત લોકો સાથે રહેતો હતો.’
આજે આ વાતને ચાર દાયકા વીતી ચૂક્યા છે અને મહેશભાઈએ અહીં પુષ્કળ સંપત્તીનું સર્જન કર્યું છે. હાલ ૬૬ વર્ષની ઉંમરે પોતાના જ સંઘર્ષના દિવસો પર હસતા મહેશભાઈએ કહ્યું હતું કે ‘એ દિવસે હું કેટલીક દુકાનો ખરીદવા માટે દૈનિક ધોરણે લડત ચલાવી રહ્યો હતો.’
૧૯૬૦ના દાયકામાં યુગાન્ડામાં ઇદી અમીનના ત્રાસથી કંટાળી મોટા ભાગના ગુજરાતીઓ બ્રિટન હીજરત કરી ગયા હતા અને ઇસ્ટ લંડનમાં સ્થાયી થયા હતા. બદલતા વૈશ્વિક વ્યાપારનો આ ખુબજ મહત્વપુર્ણ તબક્કો હતો. ઇસ્ટ લંડનનો વિસ્તાર ત્યારે ઔદ્યોગીક વિસ્તાર હતો અને ગંદકીથી ખદબદતો હતો. દુર્ગંધ મારતું ઓદ્યોગીક જળ, પૈડાંનો ગંજ, સંકુચીત બનતો જતો હરિયાળો વિસ્તાર, ઘૂળથી ખદબદતી શોપીંગ ટ્રોલીઓ વગેરે આ વિસ્તારની ઓળખ હતી. હાલ ઇસ્ટ લંડન એશિયનોનું મુખ્યમથક ગણાય છે. એ સમયે અહીં વસવા આવતા ગુજરાતીઓ, ભારતીયો અને એશિયનોને તેમના દેશના લોકો જ સ્થાયી થવામાં મદદરૂપ બનતા હતા ત્યાંના સ્થાનિક લોકો તરફથી તેમને કોઈપણ પ્રકારનો આવકાર મળતો નહોતો. એ સમયે અહીં કોઇપણ પ્રકારની સગવડ નહોતી અને માળખાગત સુવિધાઓનો સદંતર અભાવ હતો. ભારતમાં જેમ મઘ્યમવર્ગની કથા કહેતી નુક્કડ અન ’હમ લોગ’ ટીવી સીરયલો લોકપ્રિય હતી એ જ રીતે બ્રિટનમાં ઇસ્ટ લંડનમાં વસતા મઘ્યમ વર્ગના એશિયન પરિવારોની કહાની કહેતી ઇસ્ટેન્ડર્સ સીરીયલ ભારે લોકપ્રિય બની હતી અને ટેલિવિઝન પર સૌથી વઘુ ચાલનારી સીરીયલ બની રહી હતી. બ્રિટનમાં વસતા સ્થાનિક લોકો અને વિદેશીઓને સામાજિક રીતે જોડવામાં આ સીરયલે ખુબજ મહત્વપૂર્ણ ભુમિકા ભજવી હતી.
ફુંકાયો મેકઓવરનો પવન
૨૦૧૨ની સમર ઓલિમ્પિક ૬ઠ્ઠી જુલાઈ ૨૦૦૫ના રોજ પેરિસની વિરુદ્ધ લંડને બાજી મારી લીધી ત્યારથી ઇસ્ટ લંડન પર એકાએક વિકાસનો સુરજ ઉગ્યો છે. ન્યુહેમનો સ્ટેનફોર્ડ વિસ્તાર અત્યાર સુધી અવગણના પામતો રહેલો છે, પરંતુ ત્યાં ઓલિમ્પિક વિલેજ બનાવવાનું નક્કી કરવામાં આવતા આ વિસ્તાર રાતોરાત ફેશનેબલ બની ગયો છે.
ઓલિમ્પિક ૨૦૧૨ના ડિરેક્ટર એન્ડ્યું મિશેલે કહ્યું હતું કે ‘અમે ધાર્યું હોત તો લંડનના હાઇડ પાર્કમાં પણ ગેમ્સ યોજી શક્યા હોત, પરંતુ અમે લંડનના સૌથી વંચીત વિસ્તારની પસંદગી કરી છે. કારણ કે ઓલિમ્પિક પાછળ ખર્ચવામાં આવતા પ્રત્યેક પાઉન્ડમાંથી ૭૫ પેન્સ એક લાંબાગાળાનું રોકાણ છે. અમે એક વારસો ઉભો કરવા માગીએ છીએ.’
ઓલિમ્પિક વિલેજ તથા તેના ગ્રાઉન્ડ્‌સનું બાંધકામ માત્ર શોભાના પૂતળા જેવું નહીં હોય. ગંદકી ભરેલું પાણી હટાવવામાં આવશે, કેબલો દૂર કરવામાં આવશે. મહાકાય ઇલેક્ટ્રીક ટાવર્સ ખસેડવામાં આવશે. આ વિસ્તારની ૯૫ ટકા એટલે કે ૨.૫ કિલોમીટર જમીન ખોદી અને વિષમુક્ત કરવામાં આવશે અને ફરીથી સમથળ બનાવવામાં આવશે. ૨૭ જુલાઇથી ઓલિમ્પિક ગેમ્સ શરૂ થવાની છે ત્યારે આ બાબત ખુબજ પ્રસંશનીય છે કે આયોજકોએ હજી સુધી એક પણ ડેડલાઈન મીીસ કરી નથી. અહીં ગેમ્સ વિલેજ, બીજા પાંચ સ્થળો તથા સ્ટેડિયમ બનાવવામાં આવશે. તેનું છાપરું સાયકલના વ્હીલના આકારનું બનાવવામાં આવશે. સ્ટેડિયમના ટાવર પર ત્રિકોણ આકારની ફ્‌લડ લાઇટ્‌સ લગાવવામાં આવશે. આ સમગ્ર કોમ્પ્લેક્સને મઘ્યયુગના કીલ્લા જેવો દેખાવ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં પાણીના ઝરણાં પરથી પસાર થતા બ્રીજ પણ હશે.
લંડન વિશ્વનું એવું પહેલું શહેર હશે, જ્યાં ક્યારેય આટલા મોટા પાયે કાયાપલટ હાથ ધરવામાં આવી હોય. આ ક્ષણો લંડનના ઇતીહાસમાં ખુબજ મહત્વપૂર્ણ સાબિત થવાની છે ત્યારે સઘન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવેલા આ પ્રોજેક્ટથી હાલ પત્રકારો તથા સ્થાનિક રહેવાસીઓને દૂર રાખવામાં આવે છે.
પોતાના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થનારા આ પ્રોજેક્ટ વિશે વાત કરતા અહીંના સ્થાનિક લોકોની આંખોમાં ઝળઝળિયાં આવી જાય છે. તેમણે કહ્યું હતું કે ‘અહીં ૧૧,૦૦૦ નવા મકાનો, , ૧૧ શાળાઓ, ૧૫ નવા બસ રુટ, વિશ્વ કક્ષાની ખેલ સુવિધાઓ,નવી બસ અને યુરોપ સુધી ટ્રેન સુવિધા શરૂ કરવામાં આવી છે. ’ ન્યુહેમના લોકોને સૌથી વઘુ અપેક્ષા એ છે કે તેમને ઓલિમ્પિકને કારણે નવી રોજગારી મળશે.અહીં પ્રેસ અને બ્રોડકાસ્ટર સેન્ટર બિલ્ડીંગ ઉભા કરવામાં આવી રહ્યા છે. એક વખત ઓલિમ્પિક પૂર્ણ થઈ ગયા બાદ આ ઇમારતોની લાખો ચોરસફીટ જગ્યાનો ઉપયોગ ધંધાકીય હેતુ માટે કરી શકાશે. અહીંના એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે ગયા સપ્ટેમ્બર મહીનામાં વેસ્ટફીલ્ડ સ્ટ્રેટફોર્ડ સીટીમાં ડબલ એક્સએલ મોલ શરૂ થયો ત્યારથી ધંધાકીય સગવડતામાં ભારે વધારો થયો છે. તંદુરની નિકાસનું કામકાજ કરતા આ વેપારીએ જણાવ્યું હતું કે રોજેરોજ ટ્રેનમાં ધક્કા ખાવા તથા ટ્રાફીકને લીધે મોડું થવાની ઘટનાઓ હવે ભૂતકાળ બની ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે ‘હવે હું અપટન પાર્કમાં જઈ ખરીદી કરી લાવું છું. એ મારા ઘરથી સાવ નજીક છે. આથી સમય પણ બચે અને પ્રવાસનો ખર્ચ પણ ઓછો થાય છે. પરિણામે હું વઘુ પૈસા કમાઇ શકું છું. વેસ્ટફીલ્ડ સ્ટ્રેટફોર્ડ સીટી માં આવેલા આ મોલમાં ૨૩૭ સ્ટોર્સ છે અન કુલ ૧.૫ અબજ પાઉન્ડનું રોકાણ કરવામાં આવ્યું છે. ’ આ મોલ વિવિધ પ્રવૃત્તિઓનું મુખ્ય મથક બની રહ્યું છે. તેમાં બુરખાધારી યુવતીઓ સૌંદર્યપ્રસાધનોના સ્ટોર્સ સંભાળે છે. એશિયાના પુરષો સફાઈનું કામકાજ કરે છે. ભારતીય લહેકામાં બોલતી મહિલાઓ પૈસા ગણવાનું કામ કરે છે. આ તમામ લોકો તેમની નોકરી પુરી થયાના અડધા કલાકમાં ઘરે પહોંચી જાય છે. જુદા જુદા મૂળના લોકોનું અહીં સૌથી વઘુ વૈવિઘ્ય જોવા મળે છે. અહીંની ૩૮ ટકા પ્રજા એશિયન છે, જેમાંથી ૭ ટકા ભારતીય છે. ઓલિમ્પિક સ્ટેડિયમથી દસ મિનિટ દૂર અપટન પાર્કમાં એક ગુજરાતી યુવક મીઠાઇની મોટી દુકાન ધરાવે છે. તેમના પિતા ૭૦ના દાયકામાં અહીં એક ફેક્ટરીમાં કામ કરતા હતા. ફેક્ટરી બધ થઈ ગયા બાદ તેમણે તેમણે મીઠાઇનો ધંધો શરૂ કર્યો અને બે દાયકા સુધી સખત મહેનત કર્યા બાદ તેઓ બે પાંદડે થયા અને અહીં દુકાન લેવામાં સફળ બની શક્યા. તેમણે જણાવ્યું હતું કે ‘આ વિસ્તારની સતત ઉપેક્ષા થતી હતી અને કોઇ આર્થિક સહાય પણ મળી રહી નહોતી. આથી આગળ વધવામાં વર્ષો વીતી ગયા. જોકે હવે ઓલિમ્પિકને કારણે ધંધાને સારો એવો વેગ મળવાની આશા છે.’ અહીં ગત વર્ષે સેન્ટ પેન્ક્રાસ વિસ્તારને લંડન સાથે હાઇ સ્પીડ ટ્રેન વડે જોડતા હવે ૨૦થી ૩૦ મિનિટનું અંતર હવે માત્ર સાત મિનિટમાં કપાય જાય છે. પૂર્વ લંડનના સ્ટ્રેટફોર્ડ અને બીજા વિસ્તારોને પણ હાઇ સ્પીડ રેલવે લીન્ક સાથે જોડવામાં આવશે.
નોઇડાની જેમ જમીન-મકાનના ભાવમાં તેજી આવશે
દિલ્હી પાસે નોઇડામાં એફવન રેસનો ટ્રેક બનાવવામાં આવ્યા પછી અહીં મિલકતોના ભાવમાં ખાસ્સો ઉછાળો આવ્યો છે અને અહીં લક્ઝુરિયસ મકાનોનું મોટાપાયે બાંધકામ અને વેચાણ બન્ને થયાં છે. આ જ અસર હવે ટૂંક સમયમાં સ્ટ્રટેફોર્ડ વિસ્તારમાં પણ જોવા મળશે. હવે અહીંના રિયલ એસ્ટેટ બજારમાં તેજી તેજી આવવામાં થોડા જ સમયની વાર છે.
બોલીવૂડ ડાન્સ સ્પર્ધા
૧૯૯૮થી વેસ્ટહેમના કાઉન્સેલર રહેલા અને અપરાધ તથા સામાજિક વર્તણૂક સમિતિના કાર્યકારી સદસ્ય ઉમેશ દેસાઈએ કહ્યું ઓલિમ્પિક ઈફેક્ટ ધરાવે છે. તેમના પિતા ૭૦ના દાયકામાં અહીં એક ફેક્ટરીમાં કામ કરતા હતા. ફેક્ટરી બધ થઈ ગયા બાદ તેમણે તેમણે મીઠાઇનો ધંધો શરૂ કર્યો અને બે દાયકા સુધી સખત મહેનત કર્યા બાદ તેઓ બે પાંદડે થયા અને અહીં દુકાન લેવામાં સફળ બની શક્યા. તેમણે જણાવ્યું હતું કે ‘આ વિસ્તારની સતત ઉપેક્ષા થતી હતી અને કોઇ આર્થિક સહાય પણ મળી રહી નહોતી. આથી આગળ વધવામાં વર્ષો વીતી ગયા. જોકે હવે ઓલિમ્પિકને કારણે ધંધાને સારો એવો વેગ મળવાની આશા છે.’
અહીં ગત વર્ષે સેન્ટ પેન્ક્રાસ વિસ્તારને લંડન સાથે હાઇ સ્પીડ ટ્રેન વડે જોડતા હવે ૨૦થી ૩૦ મિનિટનું અંતર હવે માત્ર સાત મિનિટમાં કપાય જાય છે. પૂર્વ લંડનના સ્ટ્રેટફોર્ડ અને બીજા વિસ્તારોને પણ હાઇ સ્પીડ રેલવે લીન્ક સાથે જોડવામાં આવશે.

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved