Last Update : 22-April-2012, Sunday

 
એક વખતનું ફાસ્ટફૂડ પિત્ઝા હવે સંપૂર્ણ આહાર બની ગયો
સ્વાદ-સંગત - વિક્રમ શાહ

૧૫૦ વર્ષ પૂર્વે ઈટાલીમાં શોધાયેલી આ વાનગીનું સંપૂર્ણ સ્વદેશીકરણ થઈ ગયું છે!

કલ્પના લ્પના કરો કે તમને ખૂબ ભૂખ લાગી છે. તમને નરમ નરમ... ગરમ...ગરમ ચીઝવાળું, સૉસી, સ્વાદિષ્ટ, જીભને સળવળતી કરી દે, પેટમાં કુરકુરિયા બોલાવડાવી દે તેવો પિત્ઝા ખાવાનું મન થાય તો શું કરો?
એક પિત્ઝા ઉત્પાદક કહે છે તેમ કાં તો તમે ઘેર બેઠાં ઓર્ડર કરો અને હોમ ડિલીવરી રૂપે તમારો મનપસંદ ગરમાગરમ ક્રિસ્પી પિત્ઝા મગાવી લો અથવા નજીકના કોઈ પિત્ઝા પાર્લરમાં જઈ ખુરશીમાં બેઠક જમાવી પિત્ઝાનો ઓર્ડર આપી દો. હવે તો પિત્ઝા પીરસતા રેસ્ટોરાં શોધવા જવાની પણ જરૂર નથી. લગભગ તમામ મોટાં શહેરોમાં પિત્ઝા પીરસતા સ્પેશિયલ આઉટલેટ ખુલ્યાં છે એટલું જ નહીં, ઉડીપી રેસ્ટોરાં પણ સ્પેશિયલમેનુ તરીકે પિત્ઝા તો પીરસે જ છે.
તમે કહેશો પિત્ઝા.... પિત્ઝા.... પિત્ઝા.....
આ શું પિત્ઝા પુરાણ માંડ્યું છે? પણ વાત જ એવી છે કે ભારતમાં ફાસ્ટફૂડ આઈટમ તરીકે ખવાતી આ વિદેશી વાનગીએ નવા વિક્રમ સ્થાપ્યા છે. એક તાજા અહેવાલ પ્રમાણે ભારતમાં હાલ રોજના ૫૦,૦૦૦ પિત્ઝા ખવાય છે. પાંચેક વર્ષ પૂર્વે આ ઈટાલિયન ડિશનો કોઈ ખાસ ભાવ પૂછતું નહોતું એ પિત્ઝાનો વકરો આજે વર્ષે દહાડે ૧૫૦ કરોડ રૂપિયા પહોંચ્યો છે. અને દર બે વર્ષે પિત્ઝાનું વેંચાણ બમણું થતું જાય છે!
મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગ્લોર અને દિલ્હી જેવા મોટા મેટ્રોપોલીટન શહેરો ઉપરાંત ચંદીગઢ, પૂના, અમદાવાદ, વડોદરા, ઈન્દોર જેવા મઘ્યમ કદના શહેરોમાં પણ પિત્ઝાનો ક્રેઝ ખૂબ વધી ગયો છે. જગતના ૯૦ દેશોમાં, ૧૨,૫૦૦ પિત્ઝા રેસ્ટોરાં ધરાવતી ‘પિત્ઝા હટ’ નામની કંપનીએ તેની ૧૨,૫૦૧ મી પિત્ઝારીયા (પિત્ઝા પીરસતી રેસ્ટોરાં) અમદાવાદમાં સ્થાપી છે. અને તે પણ પ્યોર વેજિટેરિયન પિત્ઝાન. પિત્ઝા હટ ગુ્રપની આ જગતની પ્રથમ વેજ પિત્ઝા રેસ્ટોરાં છે. કહેવું પડશે કે અમદાવાદીઓનો ખાવાનો શોખ પણ વઘ્યો છે!
દાયકા પૂર્વે દાલવડા, પફવડા, ફાફડા અને ગાંઠિયા કે ગોટા જેવી વાનગીઓનો નાસ્તામાં પ્રાધાન્ય આપતાં અમદાવાદીઓએ સુદ્ધાં પોતાનો ટેસ્ટ બદલ્યો છે. અમદાવાદની પ્રજાએ તેમની ફેવરીટ ડીશો બાજુમાં મૂકી ઈટાલિયન પિત્ઝાને ભારે ઉમળકા અને જીભના ચટાકાથી અપનાવી લીધા છે. અમદાવાદમાં છેલ્લાં કેટલાક સમયથી ઠેકઠેકાણે ફાસ્ટફૂડ પાર્લરો ખૂલી રહ્યા છે. જ્યાં પાણીપુરી, રગડાપેટીસ, સમોસા જેવી પરંપરાગત વાનગીઓની સાથે ચાઈનીઝ ડિશો અને પિત્ઝા પણ મળવા લાગ્યા છે. આ ફાસ્ટફૂડ પાર્લરના માલિકો કહે છે કે ૧૦ વર્ષ પહેલાં તેમના ૯૦ ટકા ગ્રાહકો ભારતીય નાસ્તો પસંદ કરતા હતા, જ્યારે હવે ૮૦ ટકા ગ્રાહકો પિત્ઝા અને ચાઈનીઝ વાનગીઓ આરોગે છે. જુવાનિયાઓ, યુગલો, સ્કુટર પર બેસીને આવે છે અને ઊભા ઊભા ગરમાગરમ ચીઝ પીત્ઝાની જયાફત ઉડાવે છે. તેમાંય ઈટાલિયન પિત્ઝા તો અમદાવાદીઓનો ‘ટેસ્ટ નંબર વન’ બની ગયો છે. એક અંદાજ પ્રમાણે અમદાવાદીઓ રોજ રૂા.૧૦ લાખના પિત્ઝા ઝાપટી જાય છે!
અમદાવાદીઓના આ પિત્ઝાપ્રેમે જ વિશ્વની સૌથી મોટી પિત્ઝા ચેઈનને અહીં પોતાનું વેચાણ કેન્દ્ર ઊભું કરવાની પ્રેરણા આપી લાગે છે.
પિત્ઝા હટે તેની શાખા અમદાવાદમાં ખોલી છે. અહીં મળતા વેજિટેરિયન પિત્ઝા ખૂબ સફળ રહ્યા છે. ભલે મશરૂમ-સોસેજ - ચીકનવાળા પિત્ઝા ખાનારા મોઢું મચકોડે પણ તાજા, લીલા શાકના ટુકડા દ્વારા મસ્ત દેખાતા ચીઝ પિત્ઝા અમદાવાદીઓ હોંશે હોંશે આરોગે છે વિશ્વની આ પ્રથમ વેજિટેરિયન પિત્ઝા હટ છે.
૧૯૫૭ના નવેમ્બર મહિનામાં અમેરિકાને પિત્ઝાનું ઘેલું લગાડનાર આ કંપનીએ સમય સાથે તાલ મિલાવતા રહીને ગુજરાતના લોકોને તથા તેમની રુચિને ઘ્યાનમાં રાખીને કરેલો આ પ્રયોગ આજે દિવસના ૪૦૦ વેજ પિત્ઝાએ જઈ પહોંચ્યો છે. આ આંકડો રોજ વધતો જાય છે.
વાત એકલી અમદાવાદની જ નથી. મુંબઈથી મદુરાઈ અને ચંદીગઢથી ચેન્નઈ સુધી બધે પિત્ઝાની બોલબાલા વધી છે પિત્ઝા પાછળ લોકો અવાયા પડે છે. કેટલાંક શોખીનો તો પિત્ઝાનું ચિત્ર જોઈને જ યમ... યમ... યમ... કહીને મોઢામાં પાણી આવ્યું હોવાનો એકરાર કરે છે. કાંદા, કેપ્સિકમ (ઘોલર મરચાં) અને સોસેજ જાણે તેમણે કદાપિ ભાળ્યા જ નહોતા. મુંબઈના રેસ્ટોરાંવાળાએ પિત્ઝાનું ભારતીયકરણ કરી નાંખ્યું છે ઃ મકાઈ ડિલાઈટ, બોમ્બે મસાલા, પિત્ઝા સ્ટોમ્બોલી, વૂડકટર્સ પિત્ઝા, ફોલ્ટેડ ફિયેસ્ટા વગેરે અનેક નામે પિત્ઝા વેંચાય છે અને ખવાય છે. વાસ્તવમાં પિત્ઝામાં સૌથી મુખ્ય આઈટમ હોય છે. ચીઝ, કેપ્સિકમ ટમેટાં કે ડુંગળી ગૌણ ગણાય છે.
આ લખનારે ૧૯૯૨માં રોમ (ઈટાલી)ની મુલાકાત લીધી ત્યારે ત્યાંના એક કુશળ પિત્ઝા બનાવનાર કૂક સાથે વાતચીત કરી હતી. તેણે કહ્યું કે ‘અહીં ઈટાલીમાં ગાયના દૂધમાંથી બનાવાતું નરમ નરમ ચીઝ મરીના પાવડર સાથે મિક્સ કરીને પિત્ઝા બનાવવા ઉપયોગમાં લેવાય છે! ઈટાલીમાં પિત્ઝાની વેરાયટી બદલાય એ સાથે જ ચીઝની ગુણવત્તા, ટેસ્ટ પણ બદલાતા રહે છે. લોફ (રોટલા)ની સાથે બટર અને ચીઝ ખાવાની ઈટાલિયન ખેડૂતોની આદતે ૧૫૦ વર્ષો પૂર્વે નેપોલીમાં પિત્ઝાને જન્મ આપ્યો. પછી તો શોેખીનો પોતાના ટેસ્ટ પ્રમાણે મેંદાના બ્રેડની જાડી રોટલી (કે રોટલો) પર ચીઝના થર જમાવી કાંદા, ટામેટા બીજા સ્થાનિક લીલા શાકભાજી (સલાડ)ની સજાવટ કરી પિત્ઝા આરોગતા થયા.
આજે ઈટાલીની આ વાનગીને મશહૂર બનાવવા નવેસરથી પ્રયાસો થઈ રહ્યા છે. ભારતીય શહેરોમાં પિત્ઝા સિસિલિયાના, વેલેન્શિયાના, નેપોલિયના, રોમાના વગેરે નામે ઓળખાય છે. નામ બદલાય તેમ પિત્ઝાની વેરાયટી, તેમાં વપરાતું ચીઝ અને બીજા ટોપંિગ્સ પણ બદલાય છે. નામ ગમે તે હોય, પિત્ઝા નામ પડતાં જ શોખીનોના મોઢામાં પાણી આવે છે. મુંબઈમાં તો પિત્ઝા શોખીનોના જીભનો ટેસટો સંતોષે તેવા અસંખ્ય પિત્ઝા પાર્લર ખુલ્યા છે.
એક વાતની નોંધ લેવી પડે કે મુંબઈમાં પિત્ઝાએ બે દાયકા પૂર્વે આક્રમણ કર્યું હતું લોકો જાણતા નહીં હોય કે મુંબઈ પરની પિત્ઝાની પહેલી ચઢાઈ ફેઈલ ગઈ હતી. તે વખતે મુંબઈમાં ફાસ્ટફૂડ તરીકે સેન્ડવીચ, ફ્રેન્કી, હોટ ડોગ, બર્ગર અને પાંવભાજી વઘુ આરોગતા. પરંતુ બીજી ચઢાઈમાં સ્મોકીન જો પિત્ઝા એક્સપ્રેસ, પિત્ઝા હટ, પ્રોન્ટો, લા પિઝેરિયા ઓવનફ્રેશ, ડોમિનો વાળા એક પછી એક ધસી આવ્યા અને તેમણે મુંબઈગરાને પરાણે પિત્ઝા ખાતા કરી દીધા.
બ્રેડનો સુકાઈને ભઠ્ઠ થઈ ગયેલો રફ રોટલો અને તેની ઉપર કેપ્સિકમ મરચાંના કટકા, અને છીણેલું પાતળી સળી જેવું ચીઝ અને ટામેટો સોસના થર પર થર ચઢાવવાના, વચ્ચે પાકાં ટામેટાં અને પ્યાજના ગુંચળા ગોઠવવાના પછી આ રોટલો ઓવનમાં મૂકી દેવાનો. ચપટી વગાડતા પિત્ઝા તૈયાર થઈ જાય. પછી ઘરાક મોઢાની મોફાડ ફાટી જાય એવડું મોટું બટકું ભરીને પિત્ઝા આરોગે!! ગરમ ગરમ હોય તો જીભ ચંપાઈ જાય પણ ખરી...! પણ તો જ પીગળેલા નરમ નરમ ચીઝનો આસ્વાદ માણી શકાય ને! હોંશે હોેંશે ખાનારા એવું પણ કહેશે કે પિત્ઝા તો ગરમ ગરમ જ ખવાય, વાસી નહીં હોંકે...!
પિત્ઝાની લોકપ્રિયતા વધી, અવનવા શોખ અને રુચિ ધરાવતા ખાનારાઓની સંખ્યા વધી તેમ પિત્ઝા પાર્લરના સંચાલકો પણ જાતજાતના અખતરા કરવા લાગ્યા. મૂળ ઈટાલિયન પિત્ઝાના સ્વરૂપને એમનું એમ રહેવા દઈ લોકો તેના ટોપીંગ્સ બદલવા લાગ્યા. ટોપીંગ્સ એટલે પિત્ઝાની ઉપર પાથરેલા ચીઝના થરની ઉપર ભભરાવવામાં આવતા કાંદા, ટામેટાં, બીજા શાક, ડ્રાયફ્રૂટ વગેરે. તમે કહેશો કે પિત્ઝા પર તે વળી ડ્રાયફ્રૂટસ હોતું હશે? હા, મુંબઈમાં કેટલાક પિત્ઝા બનાવનારા જૈન અને ચુસ્ત શાકાહારી, વરણાગી ગુજરાતીઓ માટે સુકો મેવો તેમજ પાઈનેપલ, સફરજન, દ્રાક્ષ, વગેરે ફળો નાંખેલા પિત્ઝા પણ બનાવે છે.

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved