Last Update : 22-April-2012, Sunday

 

ઇશ્વર ઉપર શ્રદ્ધા અને આવડત ઉપર વિશ્વાસ

જીવનના હકારની કવિતા - અંકિત ત્રિવેદી

આપણે ભરોસે આપણે હાલીએ,
હો ભેરુ મારા,
આપણે ભરોસે આપણે હાલીએ,
એક મહેનતના હાથને ઝાલીએ
ખુદનો ભરોસો જેને હોય નહિ રે તેનો
ખુદાનો ભરોસો નકામ,
છો ને એ એકતા રે ગાઈ ગાઈને કહે
તારે ભરોસે રામ
એ તો ખોટું રે ખોટું પિછાણીએ
હો ભેરુ
બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોજારે ઝુકાવીએ,
આપણા વહાણનાં સઢને સુકાનને,
આપણે જ હાથે સંભાળીએ,
હો ભેરુ
કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે
કોણ લઈ જાય સામે પાર
એનો કરવૈયો કો આપણી બહાર નહિ,
આપણે જ આપણે છઈએ.
હો ભેરુ
- પ્રહલાદ પારેખ


બીજાના ભરોસે ચાલવું એ તો ટેકાની સરકાર. આપણા ભરોસે આપણને આગળ વધારવાની મઝા કંઈ ઓર છે. મહેનતનો રંગ મહેંદીના રંગ કરતા વધારે લાંબો ટકે છે અને વધારે ઉજળો ઉપસે છે. કોઈની પાસે અપેક્ષા રાખશો કે આ મારું કામ કરી આપશે એ વાત કદાચ સાચી પણ હોય એના અહેસાનમાં તમારે જીવવું પડશે. કદાચ એ આપણા જેટલી ચીવટથી એ કામ કરી પણ ના શક્યો હોય એવું બને ! ઇશ્વર ઉપર શ્રદ્ધા રાખવાની અને આવડત ઉપર વિશ્વાસ તો જ આપણને હોંશથી જીવવાની, સુખ-દુઃખનો સામનો કરવાની મઝા પડે ! ભગવાન ઉપર ભરોસો રાખવાની જરૂર છે. ઘાંટા પાડીને-ગાઈ-વગાડીને ભલે આપણે કહેતા કે ઇશ્વર સાથે છે પણ ખુદાનું મહત્વ ખુદના મહત્વ સાથે છે. બીજાનું સાંભળીને અભિપ્રાય બાંધનારા આપણે સમય આવ્યેથી પસ્તાવવું પડે છે.
બળ આપણા હાથમાં હોવું જોઈએ. હામ હૈયામાં જોઈએ. જે થવાનું હશે તે થશે પણ એનાથી ચંિતિત કે હારી જઈને જીવન થોડું જીવાશે ? આ પૃથ્વી પર એવા કેટલાંય હશે જે આપણી જેમ જ દુઃખ અને ચંિતાઓથી ઘેરાયેલા હશે. અને એવા પણ ઘણાય હશે જે આપણા કરતાં વધારે દુઃખી અને યાતનાઓથી ઘેરાયેલા હશે તો શું એ બધા નથી જીવતા ? તો આપણે કેમ નહી ? આપણા વહાણનું સઢ અને સુદાન આપણા હાથમાં હોય તો ગમે તેવા પવનનો, વહેણનો સામનો કરી શકવાનું પ્રેરકબળ આપણા હાથમાં હોવું જોઈએ. અને વળી કોઈ બીજાને દોષ શું કામ દેવો કે મારી હોડી કોઈ બીજો ડૂબાડે છે - એની ફરિયાદ શું કામ કરવી ? જો સફળતા મળે તો એકલાની અને નિષ્ફળતા મળે તો આપણા સિવાયનાની ! એનો કરનાર આપણી અંદર જ છે અને એ ક્યાંય બહાર નથી. આપણે ‘જશને માથે જુતિયાં’ વાળી કહેવત યાદ રાખીએ છીએ પણ આપણી સફળતાનો આધાર આપણી મહેનત ઉપર જ છે. ખેડૂત ખેતર ખેડે છે એની પ્રામાણિકતાથી વરસાદ આવે છે. આપણે પ્રામાણિકતાથી જીવનનાં સંઘર્ષનો સામનો કરીએ તો એમાંથી હર્ષની સરવાણી ફૂટવાની જ. જીવનની પ્રાર્થનાનું બીજું નામ મહેનત છે અને પહેલું નામ હંિમત છે.

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved