Last Update : 22-April-2012, Sunday

 

રાજવીકુળના રાણીવાસની રજવાડી વાતો

ઝણકાર - ભાવના જોશી
- ઝાંઝરનો ઝણકાર, બંગડીનો રણકાર તથા હાસ્યનો મઘુર ટંકાર ત્યાં સદાય ગુંજતો રહેતો હતો

ભારતીય રજવાડાઓ વૈભવ અને સમૃદ્ધિ માટે દેશ-દુનિયામાં જાણીતા હતા. પ્રત્યેક રજવાડું પોતાની એક આગવી ઓળખ ધરાવતું હતું. રાજવી પરિવારોની રહેણીકરણી તથા જીવનશૈલી હમેશાં સામાન્ય પ્રજામાં જિજ્ઞાસાનો વિષય બની રહેતી. તેમાંય વળી રાજા બે-ચાર રાણી ધરાવતાં ત્યારે તો રાણીવાસ પ્રેમ, સુમેળ, ઈર્ષા, ખટરાગનું કેન્દ્ર બની જતો હતો. ૨૦’ અને ૩૦’ના દાયકામાં મોટાભાગના રાજા એક કરતાં વઘુ રાણી ધરાવતાં હતાં. પરંતુ ૪૦’ના દાયકા બાદ આ પ્રથામાં પરિવર્તન આવ્યું હતું. જો કે રાજા સાથે લગ્ન કરનારી યુવતી આ સ્થાપિત ધારાધોરણોથી વાકેફ હોવાથી એ પ્રકારના જીવનને સરળતાથી સ્વીકારી લેતી હતી.
જયપુરના મહારાણી સદ્‌ગત ગાયત્રી દેવી લગ્ન બાદ જ્યારે નવોઢા તરીકે જયપુર આવ્યા ત્યારે પોતાનું સ્વાગત કઈ રીતે કરવામાં આવશે તે વિચારે નર્વસનેસ અનુભવતા હતા. તે સમયે જયપુરના રાજવીકુટુંબમાં આઘુનિકતાનો પગપેસારો થઈ ગયો હતો. છતાં મહારાજા સાથે નવી રાણીનું સ્વાગત તો પરંપરા અનુસાર જ કરવામાં આવ્યુ ંહતું.
‘ત્યારે ટ્રેનને ‘બિમાન ભવન’ તરીકે ઓળખાતા ઘર સુધી લઈ જવામાં આવી હતી. ત્યાં રેલવેના પાટા અને પ્લેટફોર્મ હતા. ત્યાં રાજસ્થાની વેશભૂષામાં સજ્જ ૧૦થી ૧૨ મહિલાઓ હાજર હતી. મારા પતિની પાછળ હું ઉતરી ત્યારે મેં સાડીના પાલવથી ચહેરો ઢાંક્યો હતો. અને મારા જેઠાણીની આમાન્યા જાળવી હતી. મને એક રૂમમાં લઈ જઈને નવડાવીને રાજસ્થાની વસ્ત્રો-અલંકારોે પહેરાવીને તૈયાર કરવામાં આવી હતી. પછી પડદા ધરાવતી કારમાં બેસાડી રામબાગ પેલેસમાં લઈ જવામાં આવી હતી. ત્યાંના રાણીવાસમાં ફરી આ જ રીતે મારું સ્વાગત કરવામાં આવ્યું હતું.
શ્વેત અને ગુલાબી રંગનો રામબાગ પેેલેસ અત્યંત સુંદર મહેલ હતો. તેની આસપાસ બગીચા અને સુંદર વૃક્ષો હતા. મહેલના સાત દરવાજે દરવાનો ફરજ બજાવતાં અને મહેલ ચાર ભાગમાં વહેંચાયેલો હતો. એક ભાગમાં મહારાજા રહેતા હતા. બીજામાં મહેમાનોને ઉતારો આપવામાં આવતો હતો. ત્રીજો બાળક માટે હતો અને ચોથો ભાગ રાણીવાસનો હતો જ્યાં મહારાજાની અન્ય બે પત્નીઓ રહેતી હતી અને તેમની સાથે ભોેજન લેવા અમે ત્યાં જતા હતા. હું જે દિવસે પહોંચી તેની સાંજે મારા મોટા જેઠાણીએ રાણીવાસની અગાસી પર મહિલાઓ માટે પાર્ટી રાખી હતી. બીજા દિવસની સાંજે બીજી જેઠાણીએ પાર્ટી રાખી હતી. ત્રીજા દિવસે બીજી મહિલાએ પાર્ટી આપી હતી અને આ સિલસિલો એક સપ્તાહ સુધી ચાલ્યો હતો’ એવુ ગાયત્રીદેવીએ થોેડા વર્ષો અગાઉ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ.ં
બાદમાં એક શુભ દિવસે મહારાણી ગાયત્રી દેવીને ગૃહપ્રવેશ માટે સિટી પેલેસમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને પાલખીમાં બેસાડીને ગોેવંિદજી મંદિરે લઈ જવામાં આવ્યા હતા. મંદિરે તેમના હસ્તે પૂજા કરાવામાં આવી હતી. ત્યારબાદ રાણીવાસમાં આવેલા દરબારના મઘ્યમાં લાજ કાઢીને ગાયત્રીદેવીને બેસાડવામાં આવ્યા હતા. જયપુરની કુલિન સ્ત્રીઓ આવીને તેમનો ધૂંઘટ ઊંચો કરીને તેમનો ચહેરો જોતી અને ભેટ આપતી હતી. આ દરમિયાન તેઓ મહારાણીના સૌંદર્ય વિશે ટીપ્પણી કરતી હતી. ગાયત્રીદેવીને નજર ઊંચી કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. આમ છતાં એક વખત તેમનાથી ઉપર જોવાઈ ગયુ હતું અને મહારાજાની બીજી પત્નીએ આ માટે બાદમાં તેમને વાર્યા હતા.
વાસ્તવમાં ગાયત્રીદેવી વડોદરા અને કુચ બિહારના મુક્ત વાતાવરણમાંથી આવ્યા હોવાથી લાજ કાઢવાનું તેમને ફાવતું નહોતું. તેઓ મહારાજાને ખૂબ પ્રેમ કરતા હતા એટલે લગ્નજીવનનો આરંભિક તબક્કો અત્યંત ખુશખુશાલ જવો જોઈતો હતો. પરંતુ તેઓ રાજવી પરિવારની માન-મર્યાદા જાળવવા બાબતે ખૂબ મુંઝાઈ જતા હતા. વળી વિશ્વયુદ્ધને કારણે મહારાજ પણ કામમાં અત્યંત વ્યસ્ત રહેતા હોવાથી ગાયત્રીદેવી દિવસના સમયે તો ભાગ્યે જ તેમને જોઈ શકતા હતા. જો કે, આ યુદ્ધને કારણે જ તેઓ લાજ કાઢવાની કડાકૂટમાંથી છૂટી શક્યા હતા. કારણ કે તેમણે મહિલાઓની રેડક્રોસ ચળવળનો આરંભ કર્યો હતો.
ગાયત્રીદેવીની જેમ જ કિશનગઢના રાજમાતાને પણ પરિણીત જીવનના પ્રારંભમાં ઘણી બાંધછોડ કરવી પડી હતી. તેઓ પાલીતાણાથી આવ્યા હતા અને ત્યાં મુક્ત વાતાવરણ હોવાથી કિશનગઢમાં લાજ કાઢીને બેસી રહેવું તેમને ગમતું નહોતું. પાલીતાણામાં તેઓ ખુરશી-ટેબલ પર બેસીને જમતા હતા . જ્યારે કિશનગઢમાં તમામ મહિલાઓ ભોંય પર બેસી ચાંદીની થાળીમાં જમતી હતી. રાજમાતા મહેલમાં રહેતા હતા જ્યારે તેમના સાસુ જુના કિલ્લામાં રહેતા હતા. આથી તેમને રોજ ત્યાં જઈને આખોે દિવસ તેમની સાથે પસાર કરવો પડતો હતો. ત્યાં સોફા નહોતા એટલે નીચે જ પાથરણું પાથરી બેસવું પડતું હતું. રાજમાતાને લાજ કાઢીને ભોંય પર બેસવું ફાવતું નહોતું.
ભારતીય રાજવી વર્તુળમાં લાજ કાઢવાની પ્રથાનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું હતું. ૧૯૪૭માં આઝાદી મળ્યા બાદ પણ કેટલાક રાજકુળોમાં તેનું કડક રીતે પાલન થતું હતું. સ્વતંત્રતા મળ્યા બાદ સૌથી પહેલા કચ્છમાં રાણીવાસની પ્રથા પડતી મૂકવામાં આવી હતી.
વાસ્તવમાં આઠમી સદીમાં મુસલમાનોનો પ્રભાવ વઘ્યો ત્યારે મહિલાઓની રક્ષા કરવા લાજ કાઢવાની પ્રથા શરૂ કરવામાં આવી હતી. ત્યારથી ભારતના રજવાડામાં તે જીવનના અભિન્ન અંગ સમાન બની ગઈ હતી. પાલનપુરના નવાબ શાહિબઝાદે અત્તા મોહમ્મદ ખાનના કાકા થતા હતા. ૩૦’ના દાયકામાં એક વખત શાહિબઝાદે અને નવાબ તેમના રાજ્યની સીમા પર આવેલા એક ગામમાં ગયા હતા ત્યારે સ્થાનિક જાગીરદારોની પત્નીઓએ પાલનપુરના રાજકુમારને જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી શાહિબઝાદેને એક રૂમમાં બેસાડવામાં આવ્યા હતા. તેમને એમ થતું હતું કે ધુમટો ઉઠાવ્યા વગર આ મહિલાઓ તેમને કઈ રીતે જોઈ શકશે? જો કે તેઓ આવું વિચારતા હતા ત્યાં જ કાણા ધરાવતી મોટી શેતરંજી તેમની તરફ આગળ વધતી તેમણે જોઈ. તેમનાથી છ ફૂટના અંતરે આ શેતરંજી અટકી ગઈ અને તેના કાણામાંથી મહિલાઓએ તેમને જોયા હતા. આ રીતે જોવાનો કાર્યક્રમ ૧૦ મિનિટ સુધી ચાલ્યો હતો.
જો કે પડદા પ્રથા એટલે કે લાજ કાઢવા બાબતે રજવાડાના પોતપોતાના ધારા હતા. કેટલાક રાજવીકુળમાં રાજ પરિવારના પુરુષ સગાં, દરબારી અધિકારીઓ અને વિશ્વાસુ નોકરોને રાણીવાસમાં આવવાની છૂટ રહેતી હતી. જ્યારે અન્ય કેટલાકમાં માત્ર મહારાજા અને તેમના પુત્રો જ રાણીવાસમાં જઈ શકતા હતા. જો કે ભાવનગર અને ગોંડલના રાજવીઓ મુક્ત વિચારસરણી ધરાવતાં હતા અને ત્યાં અલાયદા રાણીવાસની પ્રથા નહોતી. છતાં જ્યારે પણ રાજવી મહિલાઓ મહેલની બહાર જતી ત્યારે પડદા પ્રથા જાળવવામાં આવતી હતી. હૈદ્રાબાદ સહિત તમામ મુસલમાન રાજ્યોમાં પડદા પ્રથાનું કડક રીતે પાલન કરવામાં આવતું હતું. ‘બિસમિલ્લાહ’ વિધિ બાદ જ યુવતીને પડદા પાછળ જતું રહેવું પડતું હતું. હૈદ્રાબાદના ઉમરાવો સુઘ્ધાં ઝનાનખાનાના પ્રવેશદ્વાર પર ચોકી કરવા આફ્રિકન અથવા આરબ ચોકિયાત રાખતા હતા. નિઝામના કંિગ કોઠી પેલેસ ખાતે આફ્રિકન સૈનિકો ખજાનાની રક્ષા કરતાં અને આરબ સૈનિકો તેમની પત્નીઓ અને ઝનાનખાનામાં રહેલી દાસીઓની રક્ષા કરતા હતા.
ભારતીયોના લોહીમાં જ અહંિસા વણાયેલી હોવાથી ક્યારેક રાણીવાસ ‘આશ્રયસ્થાન’ પણ બની જતો હતો. કોઈ શખ્સ ખૂન કરીને રાણીવાસના દરવાજે આવીને મહારાણી પાસે આશરો માગે તો તેને કોઈ લઈ જઈ શકતું નહિ. આ શખ્સને આશ્રય આપવાનો હક રાણીને રહેતો હતો. કચ્છના રાજવીકુળમાં આવી એક ઘટના બની હતી. ત્યારે મહારાણીએ હત્યાના આરોપીને આશ્રય આપ્યો હતો. તે શખ્સે મહારાણીને ઘટનાની વિગત લખી આપી હતી અને તે બાબતે પૂરતી તપાસ કરાવ્યા બાદ મહારાણીએ તેને આશ્રય આપ્યો હતો. છેવટે મહારાજાએ તેને છોડી મૂકવો પડ્યો હતો.

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved