Last Update : 22-April-2012, Sunday

 

ઇન્ટરનેટ પર પોર્ન સાઇટનું સામ્રાજ્ય

નેટોલોજી

ઇન્ટરનેટ એ ઇન્ફોર્મેશનનો સુપર હાઇ-વે બનવાની સાથે સાથે દરેકની સેકસ્યુઅલ ઇચ્છાઓને સંતોષતો હાઇ-વે પણ બની ગયો છે. તાજેતરના એક અભ્યાસમાં જણાયું છે કે વિશ્વભરના ઇન્ટરનેટ વપરાશકારો પૈકી ૩૦ ટકા જેટલા તો પોર્ન સાઇટ તરફ ખેંચાઈ જાય છે. સૌથી મોટી પોર્ન સાઈટને મહિને ચાર અબજ લોકો જુવે છે. આ આંકડાને માત્ર ગુગલ અને ફેસબુક અટકાવી શકે એમ છે. સોશ્યલ નેટવર્કીંગ સાઇટની મહિને ૧૮૨ મીલીયન લોકો જુવે છે. આ અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે પોર્ન સાઈટ પરથી દર સેકન્ડે પોર્નોગ્રાફી અંગેનું ૫૦ ગીગા બાઈટ મટીરીયલ ટ્રાન્સફર થાય છે. જોકે કુલ પોર્ન માર્કેટનો તે ખૂબ ઓછો ભાગ છે. જેમની પાસે સ્પીડી ઇન્ટરનેટ કનેકશન હોય છે તે પોર્ન સાઈટને વધુ સારી રીતે જોઈ શકે છે. પોર્ન સાઈટ ખૂબ મોટી હોય છે. તેમાં વીડિયોમાંથી માંડીને ફોટોગ્રાફી હોય છે. દરેક સાઈટ સબસ્ક્રીપશન મેળવીને તગડી કમાણી કરે છે.

 

4 g ચમત્કાર સર્જશે

 

 

 

4-g ડાઉનલોડીંગ સ્પીડ વધારશે એટલે ઓનલાઈન એજ્યુકેશન, વીડીયો શેરીંગ અને વીડીયો કોન્ફરન્સ વગેરે માટે ખૂબ ઉપયોગી બનશે. ઇન્ટરનેટ ક્ષેત્રે ડાઉનલોડીંગની સમસ્યા સર્ફીંગ કરનારને ખૂબ સતાવતી હતી. મનપસંદગીની ફિલ્મ અને સોંગ માટે કલાકો સુધી બેસી રહેવું પડતું હતું. જ્યારે 4 g હવે ચપટી વગાડતાં જ ડાઉનલોડીંગની સમસ્યા નિવારી શકે છે. જે વસ્તુ ડાઉનલોડ કરતા ચાર કલાક બેસવું પડતું હતું તે માટે ચાર મિનિટ થશે. હાલમાં બેંગલોર ખાતે 4 g દર્શાવાયું હતું. હવે તે અન્ય શહેરોમાં પણ અમલી બનશે. તેમાં જ્યારે સ્પર્ધા થશે ત્યારે તેના ભાવો પણ સર્ફીંગ કરનારા સૌને પરવડે એવા હશે એમ મનાય છે. ૨૦૧૨ના અંત સુધીમાં તો તે ખૂબ ઉપયોગી બની જશે.

 

 

 

ઇન્ટરનેટ પર પેટન્ટ વૉર

 

AOLની પાસે જે પેટન્ટ છે તેને લક્ષમાં લઈને માઇક્રોસોફટે એક અબજ ડોલર ચૂકવવા સંમતિ દર્શાવતા જાયન્ટસ વેબસાઈટો વચ્ચેની પેટન્ટ વૉર ભડકી ઊઠી છે. માઇક્રોસોફટ, ગુગલ, એપલ, સેમસંગ જેવી નામાંકિત કંપનીઓ પણ પેટન્ટ વૉરથી ત્રસ્ત છે. એક તરફ મોટી કંપનીઓ પોતાની પ્રોડક્ટના માર્કેટીંગ માટે તનતોડ પ્રયાસ કરતી હોય છે તો બીજી તરફ કોર્ટરૃમમાં તે પેટન્ટની માલિકીના પ્રશ્ને ચૂપ થઈ જાય છે.
માઈક્રોસોફટે ઇન્ટરનેટ ટેકનોલોજી પર વધુ ધ્યાન આપ્યું હતું. જ્યારે AOL સમાચારો અને ગોસીપ પર વધુ ભાર મુક્યો હતો. જોકે AOLની પેટન્ટનો ઉપયોગ માઇક્રોસોફટે કર્યાનો દાવો થયો હતો. ટેકનોલોજીક્ષેત્રે પેટન્ટ વૉર સૌનું ધ્યાન ખેંચી રહી છે. ગુગલે ગયા વર્ષે માઇક્રોસોફટને ૧૨.૫ અબજ ડોલર ચૂકવ્યા હતા. જેમાં ૧૭ હજાર પેટન્ટનો દાવો કરાયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે દેવાળીયું ફૂંકનાર કેનેડાની ટેલીકોમ્યુનિકેશન કંપનીને તેની ૬૦૦૦ પેટન્ટ માટે ઍપલ અને માઇક્રોસોફટે ૪.૫ અબજ ડોલર ચૂકવ્યા હતાં.

 

સાથે...સાથે...

 

- સેમસંગ તેનો સ્માર્ટ ગેલેક્સી મેની ત્રીજી તારીખે લંડનમાં બહાર પાડશે..

 

- ગુગલના ઓનલાઇન આર્ટ પ્રોજેક્ટમાં નેશનલ મ્યુઝીયમનો પણ સમાવેશ થાય છે.

 

- ટ્વીટર પર શિયા લઘુમતી કોમ વિશે અપમાનજનક લખનાર કુવૈતના રાઈટરને ૧૮ હજાર ડોલર વળતર ચૂકવવાનો આદેશ કરાયો છે.

 

- ગુગલ તેની સર્વરની કેપેસીટી બમણી કરી રહ્યું છે.

 

- પેટન્ટના ભંગ માટે ફેસબુકે યાહુ પર આક્ષેપો કર્યા છે.

 

- મોબાઈલ પર ટૂંકમાં ભાષાઓમાં ફેસબુક એએસ થઈ શકશે જેમાં ગુજરાતીનો સમાવેશ થાય છે.

 

- ગુગલ ગેરમાર્ગે દોરતી જાહેરખબરો મુકે છે એમ ઓસ્ટ્રેલિયાની કોર્ટોએ કહ્યું છે.

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved