Last Update : 22-April-2012, Sunday

 

ભારતની કંપનીઓ હજી વૈશ્વિક કેમ બની નથી ?

મેનેજમેન્ટ - ધવલ મહેતા

ભારતની ઘણી કંપનીઓ (ટાટા સ્ટીલ, સુઝલોન, ટાટા મોટર્સ, મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા, ભારત ફોર્જ, હીન્દાલ્કો, ઇન્ફોસીસ, ગોદરેજ વગેરે) જગતના ઘણાં દેશોમાં નિકાસ કરે છે. તે ઉપરાંત તેમના ભારતની બહાર ઉત્પાદન કેન્દ્રો પણ છે પરંતુ તેઓ હજી વૈશ્વિક કંપની બની શકી નથી. વૈશ્વિક કંપનીઓ વૈશ્વિક બ્રાન્ડ ધરાવતી હોય છે જેમાં ઇન્ટેલ, ગુગલ, ટોયોટા, કોકોકોલા, પેપ્સી, સુઝુકી, માઇક્રોસોફ્‌ટ, જનરલ ઇલેક્ટ્રીક, ફોક્સવેગન, હોન્ડા, સોની વગેરેનો સમાવેશ કરી શકાય. આ બ્રાંડો જગતના કોઈ પણ ખૂણામાં જાણીતી બની છે તેવું ટાટા, અમુલ, મેરીકો, ગોદરેજ, સુઝલોન વગેરે માટે કહી શકાય નહીં. અલબત્ત ભારતની કંપનીઓ સ્થાનિક (ર્ન્બચન) અને રાષ્ટ્રીય (શર્ચૌહચન) માંથી ગ્લોબલ તરફ પ્રયાણ કરી રહી છે જેને માટે તેઓ સખત મહેનત પણ કરે છે. ગ્લોબલ બનવામાં ભારતીય કંપનીઓને અનેક અવરોધો નડે છે. તે કયા છે ?

વૈશ્વિક માઇન્ડ સેટ ઃ


ગ્લોબલ કંપની માટે તેમજ ગ્લોબલ બ્રાંડ વિકસાવવા માટે ભારતીય મેનેજરો પાસે વૈશ્વિક દ્રષ્ટિબંિદુ (ગ્લોબલ માઇન્ડસેટ) જોઈએ. બહુ ઓછા ભારતીય મેનેજરો આવું દ્રષ્ટિબંિદુ કેળવી શક્યા છે. વળી તે માટે વૈશ્વિક ટીમ પણ બનાવવી પડે અને તેનું સંચાલન કરવું પડે, જુદા જુદા કલ્ચરના તફાવતો સમજીને તેનું એકત્રીકરણ (ઇન્ટીગ્રેશન) કરવું પડે. બહુસાંસ્કૃતિક (મલ્ટી કલ્ચરલ) ટીમ્સનું નેતૃત્વ કરવાનું સહેલું નથી.

ઇનોવેશન ઃ


વૈશ્વિક કંપની બનવા માટેનો મોટો પડકાર ભારતીય કંપનીઓ માટે ઇનોવેશન એટલે કે તદ્દન નવી શોધો કે પ્રોડક્ટસમાં અવનવા સુધારાઓ કરવાનો છે. એપલ કંપનીએ ત્રીસ ગીગાબાઇટસનું આઇપોડની શોધ કરી તેની કંિમત હોલસેલ (જથ્થાબંધ) બજારમાં ૨૨૪ ડોલર્સ છે. હવે એપલ કંપનીની આઉટસોર્સંિગની કમાલ જુઓ આ પ્રોડક્ટ (આઇપોડ)ના ૪૨૪ પાર્ટસ ચીનમાં બને છે જેમાંથી ત્રણસો પાર્ટસ એવા છે કે જેની પડતર કંિમત એક સેંટ (એક ડોલરના સો સેંટ હોય છે.) કે તેનાથી પણ ઓછી છે સૌથી મોટો પાર્ટ આઇપોડનું ડીસ્પ્લે મોડ્યુલ છે જેનું પડતર ખર્ચ માત્ર ૨૦ ડોલર્સ છે. આ ડીસ્પ્લે મોડ્યુલ જાપાનમાં તોશીબા- માત્સુબીસીના કંપની બનાવે છે. ચીનમાં આ પ્રોડક્ટના બધા ભાગો એકત્ર કરીને તેને જોડવામાં આવે છે અને આ પાર્ટસનું ટેસ્ટીંગ પણ કરવામાં આવે છે. આ એસેમ્બલી અને ટેસ્ટીંગનો ખર્ચ એકમદીઠ માત્ર ત્રણ ડોલર અને સીત્તેર સેન્ટ થાય છે એપલે દરેક પ્રોડક્ટદીઠ ૮૦ ડોલરનો ગ્રોસ પ્રોફીટ (નફો) થાય છે. ભારતની ઇન્ફોસીસ અને અમેરિકાની માઇક્રોસોફ્‌ટ કંપનીને સરખાવતા જણાશે કે ૧૯૭૫માં શરૂ થયેલી અમેરિકાની માઇક્રોસોફ્‌ટ કંપનીનું ૨૦૦૮માં ૬૦ અબજ ડોલર્સનું વેચાણ હતું અને તેમાં નફો ૨૨ અબજ ડોલર્સ હતો જ્યારે ઇ.સ. ૧૯૮૧માં ભારતમાં શરુ થયેલી ઇન્ફોસીસ કંપનીનું ૨૦૦૮માં વેચાણ ૪ અબજ ડોલર્સનું હતું અને તેના પર તેનો નફો એક અબજ ડોલર્સ હતો. આનું મુખ્ય કારણ શું ? ઇન્ફોસીસ કરતા અમેરિકાની માઇક્રોસોફ્‌ટ ઘણી વધારે ઇનોવેટીવ છે. ભારતની આ કંપની જગતના અન્ય દેશોમાંથી આઉટસોર્સ થયેલું કામ મેળવે છે જ્યારે માઇક્રોસોફ્‌ટ પોતાનું પ્રાયમરી (પ્રાથમિક) બજાર પોતે જ ઉભું કરે છે. ભારતીય કંપનીઓમાં ઇનોવેશનનું કલ્ચર નથી તેનું મુખ્ય કારણ એ છે કે ઇનોવેશન કરવા માટે અબજો રૂપિયાના મૂડીરોકાણની જરૂર પડે છે અને આ મૂડીરોકાણ પણ વળતરની કોઈ ગેરંટી હોતી નથી જો કોઈ શોધ પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા પછી તે સફળ ના નીવડે તો તે પૈસા તદ્દન ડૂબી જાય છે. અલબત્ત અહીં એ નોંધવું જોઈએ કે હવે ગુજરાતની ઘણી ફાર્માસ્યુટીકલ કંપનીઓ જેમ કે કેડીલા હેલ્થકેર, ઝાયડ્‌સ કેડીલા, ટોરેન્ટસ વગેરે કરોડો રૂપિયા આર એન્ડ ડી પાછળ ખર્ચ છે. ટોરન્ટ ફાર્માસ્યુટીકલ્સનું આર એન્ડી ડીનો આફ્રીન થઈ જવાય એટલું સુંદર, સ્વચ્છ અને સંશોધનની સગવડવાળું છે. ગુજરાતમાં આર એન્ડ ડી પાછળ ખર્ચો કરવાના મૂળમાં શ્રી ઇન્દ્રવદન મોદી (કેડીલા), સ્વ. રમણભાઈ પટેલ અને પંકજ પટેલ (ઝાયડ્‌સ કેડીલા) અને ઉત્તમભાઈ મહેતા (ટોરેન્ટ ફાર્માસ્યુટીકલ્સ)ની વીઝનરી જવાબદાર છે. ગુજરાતની આ ત્રણે કંપનીઓ વૈશ્વિક બનવાની દિશામાં આગળ વધી રહી છે. માત્ર નિકાસ એ વૈશ્વિક કંપનીની ઓળખ નથી પરંતુ ગ્લોબલ બ્રાન્ડ વિકસાવીને વૈશ્વિક કંપનીની ઓળખ છે તેમ આઘુનિક મેનેજમેન્ટના નિષ્ણાતો માને છે. ગ્લોબલ બ્રાન્ડ એટલે એવી બ્રાંડ જે દુનિયાના કોઈ પણ ખુણામાં ‘ટોપ ઓફ ધ માઇન્ડ’ હોય છે કોઈ તમને પૂછે કે ઠંડુ પીણું કોનું ? તો તમને તરત જ કોક કે પેપ્સી યાદ આવે છે સોશીયો કે વીમટો નહીં. તેવી જ રીતે તમને માથુ દુઃખ છે તે અંગે પૂછે તો તરત જ એનાસીન અને શરદીમાં ડીસ્પરીન કે વીક્સ વેપોરબ યાદ આવે છે. આ બધી બ્રાંડો ‘ટોપ ઓફ ધ માઇન્ડ’ ગણાય. અડધો કલાક બાદ તમારી કંપનીની બ્રાંડનું નામ કોઈને યાદ આવે તે ગ્લોબલ બ્રાંડ ગણી ના શકાય. દા.ત. ભારતની અમુલ, વીઆઇપી (લગેજ), વીડીયોકોન કે ગોદરેજ રાષ્ટ્રીય બ્રાન્ડ ગણાય જ્યારે સોની કે કેડબરી કે ટોયોટા કે નોકીયા વૈશ્વિક બ્રાંડ ગણાય ચીન પાસે અત્યાર સુધી કોઈ ગ્લોબલ બ્રાન્ડ નહતી પણ હવે તેની હુવેઈ બ્રાંડ વૈશ્વિક થઈ ગઈ છે. આપણે ત્યાં બાસમતી ચોખા વૈશ્વિક રીતે જાણીતા છે પરંતુ ઘણાને ખબર નથી કે બાસમતી ચોખા એ બ્રાંડ નથી પણ ચોખાના વર્ગીકરણનો એક પ્રકાર છે. જે ચીજવસ્તુઓ વર્ગીકૃત (ગ્રેડીંગ) હોય તેને બ્રાંડ ન કહી શકાય અને તેના પર પેટન્ટ લઈ ના શકાય.
ભારતમાં ઉદ્યોગ સાહસિકો (એન્ટરપ્રોનીઅર્સ)ની કમી નથી. મારવાડીઓ તથા ગુજરાતીઓમાં તો ઉદ્યોગસાહસિકતા જાણે કે બાળપણથી જ વણાઈ ગયેલી હોય છે પરંતુ અહીં એક નિરાશાજનક વાત એ છે કે ઉદ્યોગસાહસિકતા અમુક નાનકડા સમૂહ કે જ્ઞાતિમાં જ મર્યાદિત થઈ ગઈ છે. ગુજરાતમાં જૈનો, મારવાડીઓ (જે ગુજરાતમા મારવાડથી આવ્યા છે) વૈષ્ણવ વણિકો અને પટેલ સમુદાયોમાં અને પારસીઓમાં વઘુ જોવા મળે છે. જ્યારે જેને આપણે ઓબીસી વર્ગ ગરીબો કે શીડ્યુલ કાસ્ટ કે ડ્રાઇવ ગણીએ તેવા તે નહીવત છે હવે આપણે આ વર્ગોમાંથી ઉદ્યોગ સાહસિકો પેદા થાય તે માટે તેમને પુષ્કળ પ્રોત્સાહનો આપવા પડશે અને એવું પણ બને કે અમુક વર્ષો પછી તેઓ વૈશ્વિક કંપનીઓ પણ ઉભી કરે. ટૂંકમાં વૈશ્વિક કંપનીઓને વૈશ્વિક ઉદ્યોગકારો ઉભા કરવા આપણે ઉદ્યોગ સાહસિકોનો બેઝ (પાયો) પુષ્કળ પહોળો કરવો પડશે અમદાવાદની ઇડીઆઇ સંસ્થા તથા ગુજરાત સરકારની સીઇડી સંસ્થા આ કામ ખૂબ સરસ રીતે કરી રહી છે. તેથી આ ક્ષેત્રમાં આપણું ભવિષ્ય ઉજળું છે.
ભારતની કંપનીઓની ટેકનોલોજી અને પ્રોડ્‌ટસ ફીનીશીંગ હજુ છેલ્લા ૨૫ વર્ષથી જ સુધર્યું છે ખાસ કરીને તો ઇ.સ. ૧૯૯૧માં મનમોહનસંિહના આર્થિક સુધારા બાદ જ ભારતીય કંપનીઓને અન્ય વિદેશી કંપનીઓ જોડે હરિફાઈ કરવાની તક મળી તે વખતે જ ભારતીય કંપનીઓને ગુણવત્તા સંચાલનના પાઠ ભણાવવા પડશે અને ખરેખર હરિફાઈ કોને કહેવાય તે શીખવા મળ્યું ભારતીય કંપની આ પાઠ ઝડપથી શીખી પણ રહી અને તેથી જ ભારતની કંપનીઓએ પરદેશી કંપનીઓ ખરીદવા માંડી છે પરંતુ સાથેસાથે ભારતની રાનબક્ષી જેવી કંપનીઓ પણ વિદેશી કંપની ખરીદી લે તે એક ચંિતાનો વિષય ગણાય. રાનબક્ષી એક એવી દવાની કંપની હતી જે ખરેખર વૈશ્વિક કંપની બનવાની દિશામાં આગળ વધી રહી હતી. ભારતની કંપનીઓ હજી વેલ્યુ ચેઇનના નીચેના ભાગે કામ કરે છે. જેનો અર્થ એમ થાય છે કે તેઓનું પ્રોડક્ટની કુલ કંિમતમાં વેલ્યુએડિશન ઓછું છે. તેમ કોઈ કારનું એન્જિન બનાવીને વિદેશી કાર કંપનીને આપો તો તેમાં મોટું વેલ્યુએડિશન ગણાય પણ જ તે વિદેશી કંપનીને માત્ર હબકેપ કે માસ્કેટ જ પૂરા પાડે તો તેમાં તમારું વેલ્યુએડિશન ઓછું ગણાય આપણા દેશની ભારત ફોર્જની કંપની શરુઆતમાં તો અમેરિકન કાર કંપનીઓને માત્ર રેડીએટરને બંધ કરવાના ઢાંકણા જ પૂરા પાડતી હતી પરંતુ હવે તે કારના અન્ય કંિમતી પાર્ટસ પણ પૂરા પાડે છે. ભારત ફોર્જમાં શરુઆતમા ૮૫ ટકા મજૂરો (બ્લ્યુકોલર વર્કર્સ) કામ કરતા હતા હવે તે વેલ્યુચેઇનમાં એટલી આગળ વધી છે કે આ કંપનીમાં હવે ૮૫ ટકા પ્રોફેશનલ લોકો કામ કરે છે. હવે મજૂરોનું સ્થાન એન્જિનિયરોએ લીઘું છે અને આ એન્જનિયરો ફેક્ટરીના ખર્નર્િ (એટલે કે જ્યાં મશીન કામ થાય છે તે સ્થળ) પર જ કામ કરે છે. એરકન્ડીશન્ડ ઓફિસોમાં નહીં અન્ય ઠેકાણે આ પ્રકારના ઉદ્યોગોમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટનો સમય ૬થી ૧૨ અઠવાડિયાનો ગણાય છે જ્યારે આ કંપનીમાં ૨થી ૩ અઠવાડિયામાં તે કામ પૂરું કરે છે. ભારતની ઔદ્યોગિક ગતિશીલતાનું એક ઉદાહરણ એ છે કે ભારતમાં છેલ્લા ત્રણ કે ચાર દાયકામાં આઘુનિક ટેકનોલોજી લઈને ઘણી ડાયનેમિક કંપનીઓ અસ્તિત્વમાં આવી. રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસીસ, વિપ્રો (જે પહેલાં ખાદ્ય તેલ અને વનસ્પતિ ઘીના ધંધામાં હતી), એસાર, નિરમા, ટોરન્ટસ વગેરેનો તેમાં સમાવેશ થઈ શકે. વળી ભારતીય કંપનીઓમાં પ્રોફેશનાલીઝમ ધાર્યા કરતા વઘુ ઝડપથી વઘ્યું અને ગુમાસ્તા કેન્દ્રી મેનેજમેન્ટનો અંત આવ્યો. પરતુ એક ચંિતાની વાત એ છે કે સ્વતંત્રતા પછી કે તે પહેલા ભારતીય કંપનીઓ જેને આપણે બ્રેક-થુ્ર પ્રોડક્ટ કહીએ તેવી એક પણ શોધ કરી નથી. ભારતીય કલ્ચર ઇમીટેશનનું (અનુકરણ)નું કલ્ચર છે. અલબત્ત સમગ્ર ઇસ્ટ એશિયાના દેશો- તૈવાન, થાઇલેન્ડ, ચીન, જાપાન, મલેશિયા, કમ્બોડિયા, ઇન્ડોનેશિયા આપણી સાથે ‘ઈમીટેશન’ની જ હોડમાં બેઠા છે. તેથી કંઈક રાહત થઈ શકે પરંતુ તેમ લાંબુ નહીં ચાલે આપણી સસ્તી મેન્યુફેક્ચરીંગ પ્રોડક્ટના લાભ આપણે ઝડપથી ગુમાવી રહ્યા છીએ અને ચીન જગતનું સસ્તા ભાવોનું મેન્યુફેક્ચરીંગ કેન્દ્ર બની રહ્યું છે કે બની ગયું છે. ભારતમાં પણ ભાવવધારો પુષ્કળ ઝડપથી વધતા આપણે આપણો સસ્તી મજૂરી અને સસ્તા કાચા માલસામાનના લાભો ગુમાવી રહ્યા છે. આપણે હવે મસલ પાવરથી નહીં પણ બ્રેઇન પાવરથી જગતના બજારો જીતવાના છે.

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved