Last Update : 22-April-2012, Sunday

 

ઠંડા પીણાં ઢીંચતા લોકો આરોગ્યની ઘોર ખોદે છે

હોટલાઇન - ભાલચંદ્ર જાની

તન અને મનને તાઝગી બક્ષે તે ઠંડા પીણા. પણ ઠંડા પીણા જ્યારે તનમાં આગ લગાડે તથા મનને અશાંત બનાવે ત્યારે તે આપણે માટે હૉટ ડ્રીંક બની જાય છે. આજકાલ અખબારોમાં ઠંડાપીણાની આડઅસર વિશે સચ્ચાઈઓ છપાય છે અને ત્યારે જાણ થાય છે કે આપણે શરીરમાં ઠંડા પીણાંને નામે ધીમું ઝેર રેડતા રહ્યા છીએ.
ભારત સહિત વિશ્વના ૧૯૯ દેશોમાં વેચાતા એક કોલ્ડડ્રીંક વિશેની સત્ય હકીકતો બહાર આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે તેની જબરજસ્ત બૂમાબૂમ થઈ ગઈ છે. આપણે અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સચિન તેન્ડુલકર કે આમિર ખાનની દેખાદેખી કરીને આ ઠંડા પીણાની બાટલીઓ ગટગટાવીને હરખ અનુભવી રહ્યા હતા ત્યારે દિલ્હીની સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યરમેન્ટ (સીએસઈ) એજન્સી આ પીણાઓનું પરીક્ષણ કરતી હતી અને આ પરીક્ષણમાં જે બહાર આવ્યું તે કોઈ બોમ્બ વિસ્ફોટથી ઓછી વિનાશક માહિતી નહોતી.
સંશોધન પરથી એવું પણ જાણવા મળ્યું છે કે ઠંડાપીણાંમાં વપરાતાં પ્રિઝર્વેટિવ્સ ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક છે.
આ પ્રિઝર્વેટિવ્સ ડીઓક્સીબાઉન્સલેસિક એસિડ (ડીએનએ)ના મહત્વના હિસ્સાને ટૂંપી દે છે જેને પરિણામે બાળકોના ડીએનએ સેલ ઉપર ગંભીર જોખમ ઊભું થાય છે. સોડિયમ બેનઝોટ અથવા ઈ૨૧૧ તરીકે ઓળખાતા આ પ્રિઝર્વેટિવનો ઉપયોગ ઠંડાપીણાં, જામ, ફ્રૂટ જ્યુસ તેમજ સેલડ માટેના ડ્રેસંિગમાં ફૂગ અને જીવાણુને મારવા માટે થાય છે.
આ પ્રિઝર્વેટિવ વિટામીન-સી સાથે ભળે ત્યારે તે બેન્ઝેનની રચના કરે છે તેમ બ્રિટિશ વિજ્ઞાનીઓ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં જણાયું હતું. નોંધપાત્ર બાબત એ છે કે આ પ્રિઝર્વેટિવ કરમદા, સૂકામેવા, તજ, રસવાળાં ફળ તેમજ સફરજનમાં કુદરતી રીતે હોવાનું ઘ્યાનમાં આવ્યું છે.
પ્રિઝર્વેટિવ્સની આડઅસરો વિશે સંશોધન કરનાર વિજ્ઞાનીઓના ઘ્યાનમાં આવ્યું છે કે તેનાથી માઈટોકોન્ડ્રીયા નામે જાણીતા ડીએનએના મહત્વના ભાગને નુકસાન કરે છે. માઈટોકોન્ડ્રીયા ઓક્સિજન શોષી લે છે જેને કારણે વ્યક્તિને ઉર્જા પ્રાપ્ત થાય છે પરંતુ જો તેને નુકસાન કરવામાં આવે તો સેલ્સની કાર્યક્ષમતા નષ્ટ થવા લાગે છે.
એક વખત આ ડીએનએને નુકસાન થાય તો પછી અનેક પ્રકારના રોગ શરીરમાં ઘર કરવા લાગે છે.
આ અંગે ઠંડાપીણાંની કંપનીઓનો દાવો છે કે તેઓ માત્ર એવા પદાર્થોનો ઉપયોગ કરે છે જેને વિવિધ ફૂડ રેગ્યુલેટરની મંજૂરી મળી હોય. તેમના દાવા પ્રમાણે બ્રિટન તેમજ યુરોપિયન યુનિયનની વિવિધ એજન્સી દ્વારા પરીક્ષણ કરવામાં આવેલા અને પ્રમાણિત પ્રિઝર્વેટિવ્સનો જ ઉપયોગ ઠંડા પીણામાં કરવામાં આવે છે.
પરંતુ તેના જવાબમાં સંશોધકોનંુ કહેવું છે કે આ પરીક્ષણ માટે જે સાધનો વપરાય છે તે ઘણા જૂના છે અને આજના જમાના પ્રમાણે તે વિશ્વાસપાત્ર રહ્યાં નથી.
અહીં ઉલ્લેખનીય છે કે થોડાં વર્ષ પહેલાં દિલ્હીની એક સ્વૈચ્છિક સંસ્થાએ પણ ઠંડાપીણાંના પરીક્ષણ કર્યાં હતાં અને તેમાં જરૂરી માત્રા કરતાં અનેકગણી વધારે માત્રામાં જંતુનાશકો મળી આવ્યાં હતાં.
જાણીતી બ્રાન્ડના બે ઠંડા પીણાં એકમેકના સ્પર્ધક હોવા છતાં તેની બાર વિવિધ બ્રાન્ડ અને યુરોપિયન ઇકોનોમિક્સ કમિશન દ્વારા દર્શાવેયાલી મર્યાદા કરતા વધારે પ્રમાણમાં પેસ્ટિસાઇડ્‌સ અને ઇન્સેક્ટી સાઇડ્‌સ એટલે કે જીવાણુ નાશક દવાઓ હોવાનું જાણવા મળ્યું હતું. એટલે આમ હરીફ કંપનીઓએ ઘાલમેલ કરવામાં સારી મિત્રતા કેળવી છે, એમ કહી શકાય.
ગામડાઓની આર્થિક સ્થિતિને બેહાલ કરનાર કોલ્ડડ્રીંકને પેટમાં ઠાલવીને શહેરીજનોએ વિવિધ રોગોને નિમંત્રણ આપ્યું છે આવા પીણાંઓ પીવાથી કીડની તથા પથરીના રોગ થઈ શકે છે, એમ તબીબોએ જણાવ્યું હતું. આમા રહેલા એસિડને કારણે મૂત્ર વિસર્જન ઉપર તેની ઘાતક અસર થાય છે. તે ઉપરાંત આંતરડા, રક્તવાહિનીઓ, ત્વચાપેશી, વગેરેમાં કેલ્શિયમનું પ્રમાણ પણ ઘટે છે.
કોલ્ડ્રીંક્સમાં વિટામીન્સ, પ્રોટીન્સ કે કાર્બોહાઇડ્રેટ્‌સ જેવા પોષક તત્ત્વોને બદલે ફક્ત અને ફક્ત કેલેરી હોય છે જે સ્થૂળતા વધારે છે. તેમાં પરપોટા અને ઉત્તેજના પેદા કરતા તત્ત્વો શરીર માટ ેઅત્યંત નુકશાનકારક છે. આ પીણાંઓમાં રહેલા ફોસ્ફરીક એસિડ અને કાર્બન ડાયોક્સાઇડ હાડકામાંના કેલ્શિયમને ઓગાળી નાખે છે. આને કારણે ઓસ્ટોપોરાયસીસ થઈ શકે છે, જેમાં શરીરના હાડકા નબળા અને બરડ બની જાય છે. ફોસ્ફરસથી પાચનશક્તિ નબળી પડે છે. અને પેટ ફૂલી જવું, ગેસનો ભરાવો થવો જેવી તકલીફો થાય છે. આપણે શ્વાસોશ્વાસ દ્વારા કાર્બનડાયોક્સાઈડ બહાર કાઢીએ છીએ અને ઠંડા પીણા જેવા કે પેપ્સી કે કોકાકોલા રૂપે તે જ કચરો પેટમાં ઠાલવીએ છીએ.
લો-કેલેરી કોલામાં સાકરને બદલે ગળપણ તરીકે સેકરીનનો ઉપયોગ થાય છે. અને તેના વઘુ પડતા સેવનથી, ફીટ, ડિપ્રેશન, અનંિદ્રા, નબળાઈ, ચક્કર તથા માથાના દુખાવા જેવી તકલીફ થાય છે.
ઠંડાં પીણાં પાછળ ગાંડા બનેલા બાળકો અને તે બાબતનો ગર્વ લેતા મા-બાપ જાણી લો કે આ ઠંડાપીણાની સૌથી ગંભીર અસર બાળકોના દાંત ઉપર થાય છે. અખતરા રૂપે એક કોલા ડ્રીંક્સની બોટલમાં માણસનો દાંત નાખવામાં આવ્યો હતો દસ દિવસ બાદ તે દાંત પીણાંમાં ઓગળી ગયો હતો. એના પરથી કલ્પના કરો કે ઠંડા પીણા કેલ્શિયમનું ધોવાણ કેટલી હદે કરી શકે છે. અભ્યાસ પરથી જણાયું છે કે જે છોકરા વઘુ પડતાં કોલ્ડ ડ્રીંક્સ પીએ છે તે બાળકોના દાંત પીળા પડે છે તથા તેના ઉપર કાળા ડાઘા પડે છે. આના વઘુ પડતા સેવનથી ચંચળ છોકરાઓ વઘુ તોફાની કે ઉન્માદી બની શકે છે.
દાંતના સડા ઉપરાંત સતત કોલ્ડડ્રીંક પેટમાં પધરાવતા બાળકોનું કોલામાંના ગેસને લીધે પેટ ભરેલું લાગતું હોવાથી તેઓ ખાવાનું ખાતા નથી. સાકરને લીધે શરીરમાં બિનજરૂરી કેલેરીનો અનુભવ થાય છે અને બાળકો પણ સ્થૂળ બનતા જાય છે. જે ટીનએજરો અતિશય સોફ્‌ટ ડ્રિન્ક પીવે છે. તેમને લીવર સોરાયસીસની બીમારી થાય છે અને આ બીમારીની કોઈ સારવાર નથી.
તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે રોજ સોફ્‌ટ ડ્રીન્ક પીવાથી હૃદયરોગનું જોખમ ૨૦ ટકા જેટલું વધી જાય છે.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે દરરોજ ડાયેટ સોડા પીવાથી રક્તવાહિની ફાટવાનું જોખમ ૬૧ ટકા વધી જાય છે. રોજ ૬૦-૭૦ એમએલ સોફ્‌ટ ડ્રીન્ક પીનારા નાના બાળકોના વજનમાં દર વર્ષે ૩.૫ કિલોનો વધારો થાય છે, જે તેમને મેદસ્વી બનાવી દે છે.
એક તબીબે જણાવ્યું હતું કે ‘દસ વર્ષના બાળકો પૂરતુ પાણી નથી પીતા, પરંતુ કોલા ફટ દઇને ગટગટાવી જાય છે. તેમને સમજાવવું જોઇએ કે તમે જે દસ વર્ષની ઉંમરે કરો છો. એની અસર તમારા શરીર પર ૪૦ વર્ષે જોવા મળે છે.’
મુંબઈ સહિત દેશભરના બાળકોમાં સોફ્‌ટ ડ્રિન્ક પીવાનું પ્રમાણ કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. આ સામે તબીબોએ ચેતવણી ઉચ્ચારી છે. તબીબોના મત પ્રમાણે સોફ્‌ટ ડ્રીન્કમાં સૌથી વઘુ હાનિકારક તત્વ સાકર હોય છે. શહેરના બાળકો રોજ સરેરાશ ૪૦થી ૭૦ મિલિલીટર સોફ્‌ટ ડ્રિન્ક પીવે છે. તેના લીધે બાળકોના વજનમાં એક વર્ષમાં સાડા ત્રણ કિલોનો વધારો થાય છે. તેના કારણે બાળકો મેદસ્વી બને છે અને ટાઇપ ટુ ડાયાબિટીઝનો ભોગ પણ બની શકે છે. નવા સંશોધન અનુસાર સોફ્‌ટ ડ્રીન્કમાં રહેલી ખાંડને કારણે ધમનીનો રોગ થાય છે. દરરોજ સોફ્‌ટ ડ્રિન્ક પીવાથી હૃદયરોગના જોખમમાં ૨૦ ટકાનો વધારો થાય છે. તબીબો કોલા જેવા સોફ્‌ટ ડ્રીન્ક્સની સખત વિરુદ્ધમાં છે. લીલાવતી હોસ્પિટલના એન્ડોક્રોનોલોજીસ્ટ ડો. શશાંક જોશીએ કહ્યું હતું કે ‘એક કોલા પીવી એટલે એક જ સમયે સાતથી આઠ ચમચી ખાંડ ખાવા બરાબર છે.’
હાર્વડ યુનિવર્સિટીમાં આ વિશે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. ૧૯૮૬થી માંડી ૨૦૦૮ સુધીના સમયગાળાને લક્ષમાં રાખી ૪૩૦૦૦ પુરષોના આરોગ્યનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાંથી ૩૮૮૬ પુરુષો એવા હતા, જે દરરોજ સોફ્‌ટ ડ્રીન્ક્સ પીતા હતા. તેના લીધે તેઓ હૃદયરોગનો ભોગ બન્યા હતા. યુનિવર્સિટી ઓફ સીડની દ્વારા તાજેતરમાં એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો ક સોફ્‌ટ ડ્રીન્ક પીવાથી આંખની પાછળના ભાગમાં રહેલી ધમની સંકોચાઇને સાકળી બને છે. તબીબોઓ સોફ્‌ટ ડ્રીન્ક સામે લોકોમાં જાગૃતિ લાવવા વિશે તથા લોકોને સોફ્‌ટ ડ્રીન્ક પીતા અટકાવવા લડત ચલાવવાની તાતી જરૂરિયાત હોવા પર ખાસ ભાર મુક્યો છે.
અહીં એ સ્પષ્ટતા કરવી છે કે ઠંડાપીણાં પીવાથી કેન્સર નથી થતું પણ તેમાં ભળેલા પેસ્ટીસાઇડ્‌સ અને અન્ય જંતુનાશક દવાઓ યુક્ત પીણાં પીવાથી કેન્સર થવાની પૂરેપૂરી શક્યતા છે.
ભારતમાં ઇન્સેક્ટિસાઇડ્‌સ ઇન્ડસ્ટ્રીનું ટર્નઓવર ચાર હજાર કરોડ રૂપિયા જેટલું છે. અને વિદેશોમાં પ્રતિબંધિત અનેક જંતુનાશક દવાઓ ભારતમાં સહેલાઈથી વેચાય છે. ઠંડા પીણામાં મળી આવેલા પેસ્ટીસાઇડ્‌સ આ પ્રમાણે છે. ક્લોરોપાવરાઇક્રોસ-જેની સીધી અસર સગર્ભા સ્ત્રીઓ અને નવજાત શિશુઓ ઉપર પડે છે. અને ઠંડા પીણાના બધા નમૂનાઓમાં આ તત્ત્વ મળી આવ્યું છે. બીજું છે લિન્ડેન, આ કેમિકલ ઘરમાં છાંટવું પણ હાનિકારક છે. આનાથી નિશ્ચિતપણે કેન્સર થાય છે તથા મજ્જાતંત્ર અને રોગપ્રતિકારક શક્તિ ઉપર માઠી અસર કરે છે અને મેલેથિયન નામનું પેસ્ટીસાઇડ શરીરના રંગસૂત્રના માળખાને અસ્તવ્યસ્ત કરી નાખે છે. હવે તો એક નવી વાત બહાર આવી છે.
કાળઝાળ ગરમીમાં તરસ છિપાવવા પાણીના સ્થાને કોલા પીવાનું વઘુ પસંદ કરતા પુરુષો માટે ડેન્માર્કના વિજ્ઞાનીઓની સંશોધન ચેતવણીની ઘંટડી સમાન છે. સંશોધકોએ બે હજારથી વઘુ યુવાનોને આવરીલેતા અભ્યાસ બાદ જણાવ્યું હતું કે દરરોજ એક લીટર ઠંડા પીણાંની ટેવ પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઘટાડી શકે છે. ડેનિશ સંશોધકોના અભ્યાસના તારણો મુજબ કોલા નહિ પીવાની ટેવ ધરાવતા પુરુષોની સરખામણીએ દરરોજ કોલા પીવાની ટેવ ધરાવતા પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ૩૦ ટકા ઘટી જાય છે.
નિષ્ણાંતોના મતે અત્યંત ઓછા સ્પર્મકાઉન્ટ ધરાવતા પુરુષો સમયાંતરે બાળક પેદા કરી શકવાની ક્ષમતા ગુમાવે છે. સંશોધકોનું માનવું છે કે કોલાને કારણે સ્પર્મકાઉન્ટ ઘટવા પાછળ કેફિન જવાબદાર નથી કારણ કે વઘુ પડતી કોફી પીવાથી આ અસર પેદા થતી નથી. તેથી ઠંડા પીણામાં સામેલ અન્ય તત્વો તથા અનિયમિત જીવનશૈલી સ્પર્મકાઉન્ટમાં ઘટાડા માટે જવાબદાર હોઇ શકે છે.
સમગ્ર અભ્યાસનું નેતૃત્વ કરનાર ડેન્માર્કના વિજ્ઞાની કોલ્ડ જ્હોન્સને જણાવ્યું હતું કે કેફિનની પુરુષની પ્રજોત્પતિ ક્ષમતા પર થતી અસર અંગે અત્યંત જૂજ અભ્યાસ થયેલા છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના સંશોધનોમાં મોટેભાગે ભાગ લેનારાઓ અત્યંત પસંદગીના જૂથના હોય છે જેથી પરિણામોને લઇને મતભેદો હોય છે.
જ્હોન્સને વઘુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ડેન્માર્કના યુવાનોમાં કેફિનયુક્ત કોલા પીવાનું પ્રમાણ વઘ્યું હતું એ તેથી જ સંશોધકોએ કેફિનની પ્રજોત્પતિ ક્ષમતા પર થતી અસર ચકાસવા અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો હતો. સમગ્ર સંશોધનમાં ૨.૫૦૦થી વધારે યુવાનોને આવરી લેવામાં આવ્યા હતા.
તારણો મુજબ જે યુવાનોને કોલા પીવાની ટેવ ન હતી તેમનામાં પ્રતિ મીલીલિટર વીર્યમાં સરેરાશ ૫ કરોડ શુક્રાણુઓ હતા અને તેઓ તંદુરસ્ત જીવન જીવી રહ્યા હતા. આ યુવાનોની સરખામણીએ દરરોજ સરેરાશ એક લિટરથી વઘુ કોલા પીવાની ટેવ ધરાવતા યુવાનોમાં આ પ્રમાણ માત્ર ૩.૫ કરોડ શુક્રાણુ જેટલું હતું. જો કે આ યુવાનો વઘુ પડતુ ફાસ્ટ ફૂડ પણ લેતા હતા તથા તેમના ખાનપાનમાં ફળો અને શાકભાજીનું નહિવત્‌ પ્રમાણ હતું. જો કે સ્પર્મકાઉન્ટ ઘટવા પાછળ કોલા કે બિનતંદુરસ્ત જીવનશૈલી અથવા બન્ને જવાબદાર છે કે નહિ તે હજુ સ્પષ્ટ થયું નથી.
જોકે આ બધી બહુરાષ્ટ્રીય કંપનીઓ બહુ પહોંચેલી માયા છે. તેઓ પૈસા ફેંકીને તેમને મનગમતો રિપોર્ટ કોઈ પણ અધિકારી પાસેથી લખાવી શકે છે. અને તેથી તેમના કરતૂતો પણ ઉઘાડા થતા નથી. ભૂતકાળમાં યુરોપિયન અધિકારીઓએ ઠંડાં પીણાંના અનેક બોટલંિગ પ્લાન્ટ પર દરોડા પાડ્યા હતા. યુરોપિયન કમિશન તેની સામે વેપારી ગેરરીતિઓ બદલ પગલા લેવાનું વિચારી રહ્યું છે. જાતજાતના કૌભાંડોને બહાર પાડતા આપણા અખબારો આવા ભોપાળાઓ બહાર નથી લાવતા.
આજે પણ આ અખબારો બહુરાષ્ટ્રીય કંપનીઓનો બહુ સીફ્‌તથી ઢાંક પિછોડો કરી રહ્યા છે. તેઓ કહે છે કે ભારતમાં તો બહુ છૂટથી ઝેરી રસાયણોનો ઉપયોગ થાય છે. તો પછી ઠંડાપીણામાં તે આવતા આટલો હાહાકાર શા માટે? એક અગ્રણી છાપાએ લખ્યું હતું કે હવે તો પેશ્ચરાઇઝડ્‌ દૂધમાં ભેળસેળ આવે છે તો પછી ઠંડા પીણા તો કંઈ વિસાતમાં? ઠંડા પીણા કરતા દૂધ તો જીવન જરૂરી વસ્તુ છે એટલે પહેલાં તેનું સંશોધન કરો. તેઓ એમ પણ બચાવ કરે છે કે પાણી, દૂધ અને ઠંડા પીણામાં વઘુમાં વઘુ અશુદ્ધિનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તેના સ્પષ્ટ ધોરણો આપણે ત્યાં નથી.
ઠંડા પીણાંઓમાં જંતુનાશક તત્ત્વો મળી આવતા દેશભરમાં વિવાદ જાગ્યો છે. પરંતુ આ તત્ત્વોની બાદબાકી કરીએ તો પણ તે આરોગ્ય માટે તો હાનિકારક જ છે આમાં રહેલા આમ્લ તત્ત્વો લાંબા ગાળે શરીરના જુદા-જુદા અવયવો પર માઠી અસર કરે છે. તેથી જ વિવિધ ક્ષેત્રના ડોક્ટરો ઠંડાપીણાંનું સેવન ટાળવાની ભલામણ કરે છે. એવી સલાહ અપાય છે કે ઠંડા પીણાને બદલે નાળિયેર પાણી પીઓ અથવા તાજા, રસમઘુર ફળો ખાવ.

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved