Last Update : 22-April-2012, Sunday

 

રેસ્ટોરન્ટોનો ચટાકેદાર સર્વે પણ પરિણામ બેસ્વાદ
રોટી-સબ્જી સબસે અચ્છી

હોરાઇઝન - ભવેન કચ્છી

- આપણે ખાવાના શોખીન ખરા પણ, ફરી ફરીને એ જ જૂની અને જાણીતી આઇટમોનો ઓર્ડર આપીએ

- ભરપેટ ભોજનની વાત કરો, વાનગીના અખતરા આજે નહીં ફરી કોઇ વાર
- કોઇપણ દેશ માટેની આપણી સૌ પ્રથમ કુતુહલતા ઃ ‘અહીં ઇન્ડિયન રેસ્ટોરન્ટ ખરી?’

 

થોડા દિવસો પહેલા એક જાણીતા આહાર વિવેચક (ફૂડ ક્રિટિક)ને મળવાનું થયું. ફૂડ અંગેની વાતચીત દરમ્યાન તેને એમ જ કહ્યું કે ‘તમને નથી લાગતું કે એકના એક પંજાબી સ્ટાઇલની વાનગીઓનો અતિરેક થઇ રહ્યો હોય. જયાં જૂઓ ત્યાં પંજાબી વેજીટેબલ્સ, નાન, સૂપનું બૂફે જ જોવા મળે છે. આપણે રેસ્ટોરામાં જઇએ છીએ ત્યારે પણ છેલ્લે તો ફરી ફરીને મલાઈ કોફતા, પનીર મસાલા, પાલક-પનીર, મિક્ષ્ડ વેજીટેબલ પર જ આવી જઇએ છીએ. સાથે એ પણ અચૂક ઉમેરવાના કે બટર નાન ઔર રોટી દોનો લાના. યાર આ પંજાબીથી તો કંટાળ્યા. ફોર ગોડ સેક હવે ચેન્જ લાવવો જોઈએ.’
આ આહાર વિવેચક ભારતભરના પ્રાંતો, રાજયોની રેસ્ટોરાઓ, ઢાબા-ખુમચાનું ભોજન લઈ ચૂકયા છે. રેસ્ટોરાઓના માલિકો જુદી જુદી કયા પ્રકારની વાનગીઓ રાખવી તેના મેનુ માટે તેનું માર્ગદર્શન લે છે.(આપણા મેડિકલ, એન્જીનિયરંિગ, ફાર્મસીનો બીબાઢાળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફૂડ ક્રીટિક બનવાનો વિચાર આવે
ખરો ?) જુદી જુદી વાનગીઓ બનાવવાની કે શહેરની જુદી જુદી કેટગરીની શ્રેષ્ઠ રેસ્ટોરાઓની સ્પર્ધાઓમાં પેનલ જ તરીકે પણ આવા ફ્રૂડ ક્રીટીક હાજરી આપતા હોય છે.
તેમણે મારી વ્યથા કે પ્રશ્નને અગાઉથી જ પામી ગયા હોય તેમ ફાસ્ટ ફૂડ પીરસતા હોય તેટલો જ ત્વરીત ઉત્તર આપ્યો કે, ‘તમે તમારા પ્રશ્નમાં જ ઉકેલ સામેલ કરી દીધો છે.ત્યાર પછી તેમણે તેનો અનુભવ જણાવતા કહ્યું કે ‘જુદી જુદી રેસ્ટોરાઓ પંજાબી, ઇટાલિયન, થાઈ, મેકસિકન જેવા વિભાગો હેઠળ અલગ વાનગીઓ રાખે છે. સુપ પણ આઠ-દસ પ્રકારના સામેલ કરે છે તેવું જ ડેઝર્ટનું વૈવિઘ્ય રાખે છે. અમે દેશ-વિદેશની રેસ્ટોરા, હોટલોના શેફની મુલાકાત લઇને કઇ કઇ વાનગીઓ મેનુમાં રાખવી તેનું માર્ગદર્શન આપીએ છીએ. તમામ રેસ્ટોરાના માલિકોની માંગ એવી હોય છે કે ‘હવે બધા પંજાબી કે પછી રોટી-શાક- સુપ ના ભોજનથી કંટાળ્યા છે. જો ધંધામાં ટકવું હશે તો કોન્ટીનેન્ટલ ફૂડ પર જવું પડશે. ફૂડ હેબિટ બદલાઈ ગઈ છે. સગાઈ અને તે પછી લગ્ન પ્રસંગમાં પણ પંજાબી અને મિત્રો-કુટુંબીઓ જોડે રેસ્ટોરામાં પણ પંજાબી... ઇનફ ઇઝ ઇનફ.’
આહાર નિષ્ણાત વિવેચકે જેવી રેસ્ટોરાના માલિકોની ઇચ્છા તે ધોરણે અવનવી કોન્ટીનેન્ટલ વાનગીઓ, ત્યાંના સુપ,સ્ટાર્ટરની રેન્જની યાદી બનાવી આપી, રેસ્ટોરાએ આ માટેના ખાસ શેફને નોકરીએ રાખ્યા. તો બીજી તરફ કેટલાક રેસ્ટોરાના માલિકોએ તો પહેલેથી જ પંજાબી અને તેમના પ્રાંતિય ભોજનની રેસ્ટોરા હવે આઉટડેટેડ અને ખોટના ખાડામાં ઉતારશે તેમ માનીને માત્ર ઇટાલિયન, થાઇલેન્ડ, મેકિસકનના ફૂડની રેસ્ટોરામાં જંગી રોકાણ કર્યું. તે જ દેશની થીમ પ્રમાણે ઇન્ટિરિયર, નિષ્ણાતોનું માર્ગદર્શન, શેફની ટીમ રોકી.
હવે ફરી મૂળ વાત પર આવીએ. આહાર નિષ્ણાત મિત્રના કહેવા પ્રમાણે છેલ્લા બે વર્ષનાં સર્વેમાં એવા પરિણામ આવ્યા છે કે લગ્ન પ્રસંગના કેટરંિગમાં કે રેસ્ટોરામાં ભલે તમામ પ્રકારનું ભોજન ઉપલબ્ધ હોય પણ છેલ્લે તો ૭૦ ટકા મહેમાનો કે ગ્રાહકોએ પસંદગી ફરી ફરીને જૂના અને જાણીતા બે-ત્રણ શાક પર જ ઉતારી હતી.
આહાર નિષ્ણાતે તો એટલે સુધી કહ્યું કે ‘તમે તો જુદા દેશ કે ખંડની વાનગીઓની વાત કરો છો. પણ, લગ્ન પ્રસંગે કેટરંિગમાં આઠ-દસ અને મોટા ભાગની રેસ્ટોરાઓએ પંદરેક પ્રકારના પંજાબી શાક તેમના મેનુમાં રાખ્યા હોય છે પણ મહેમાનોએ માત્ર ત્રણ સૌથી પ્રચલિત શાક પર જ પસંદગી ઉતારી હતી તેવું સર્વેમાં જોઇ શકાયું હતું. પંજાબીમાં પણ તેઓ અન્ય શાક પર ચાન્સ નથી લેવા માંગતા ત્યારે અન્ય દેશોની વાનગીની અજમાયશ કરવાની તો વાત જ કયાં આવી. તેના કરતા પણ આગળ એ જોવા મળ્યું કે આઠ-દસ જાતના સુપનો વિકલ્પ ગ્રાહકને પણ ઉપલબ્ધ હોય છે પણ ગ્રાહકો ટોમેટો, સ્વીટ કોર્ન, સ્પીનાચ, આલમન્ડ જ ક્રમ પ્રમાણે ઓર્ડર આપતા હોય છે. સુપમાં પણ ચાન્સ નથી લેતા.
હા, પ્રત્યેક મોટા શહેરોમાં એક જૂજ વર્ગ એવો રહેવાનો કે જેઓ અલાયદા કોન્ટીનેન્ટલ રેસ્ટોરા કે તેવી વાનગી માંગશે. પણ તે રેસ્ટોરાને નફો કરાવતો કે ટકાવી રાખતો વર્ગ તો નથી જ. પશ્ચિમની સંસ્કૃતિનું ગમે તેટલું આક્રમણ થાય પણ આપણને પંજાબ, ગુજરાતી કે જે તે પ્રાંતની પ્રજાને તેમની ભોજન કે નાસ્તાની આઇટમોમાં જ છેલ્લે તો રૂચિ હોય છે. આપણને ઓડકાર આવે, પેટ વજનદાર બને તેવું પૈસા વસુલ ભોજન કે જેને આપણે થાળી ગણીએ છીએ તે પ્લેટરની તલાશ હોય કે જેમાં રોટી, નાન, જાણીતા બે-ત્રણ શાક, દાળ અને તે જ રીતે સુપ પણ એના એ જ હોય છે.
લગ્ન અગાઉ કોન્ટિનેન્ટલ ફૂડ આરોગનાર આપણા યંગસ્ટર પણ લગ્ન કર્યા બાદ ગુજરાતી કે પંજાબી ડિશ અને તે જ ટીપીકલ વાનગીઓ પર જ આવી જાય છે. ફૂલ મેનુમાં એકાદ કોન્ટીનેન્ટલ (તે પણ બદલતા નથી) ને સ્થાન આપે છે.
તમે દક્ષિણ ભારતમાં જાવ તો ત્યાં પણ ઘરમા ઇડલી-ઢોંસા કે મેંદુ વડા, બિરયાની બનતા હોય છે અને બહાર પણ નાસ્તા કે ભોજનમાં આ જ વાનગીઓથી ફાસ્ટ ફુડ જોઇન્ટસ કે રેસ્ટોરા ધમધમે છે.
ગુજરાત કે મુંબઇ અને નવી દિલ્હીની પ્રજા તો હજુ પણ અન્ય તમામ પ્રાંત કે દેશોની વાનગીઓને સ્વીકારવાનો પ્રયત્ન કરશે.
તમે ગુજરાતમાં પંજાબી અને સાઉથ ઇન્ડિયનની વાનગીઓની જમાવટ, અલાયદા રેસ્ટોરા જોઈ શકશો. પણ ચેન્નઇ કે કોચીમાં ગુજરાતી થાળી માટેની રેસ્ટોરામાં તેઓની પ્રજાને જુઓ તે દુર્લભ દ્રશ્ય કહી શકાય. રાજસ્થાન, મઘ્ય ભારત, બંગાળ, આસામ અન્ય રાજયોમાં તો વૈવિઘ્ય વૃત્તિનો જૂજ સ્વીકાર જોવા મળે છે.
પ્રવાસ કે નોકરી-ધંધાના કામથી જનારામાંથી માંડ ૨૦ ટકા જ અન્ય પ્રાંત કે દેશની વાનગીનો (વેજીટેરિયન હોય તો પણ) આસ્વાદ માણવાનો પ્રયત્ન કરે છે.
બાકીના એક બે જાણીતા શાક- રોટી-ભાતને જ પ્લેટમાં ભરી દે છે. આપણને અમેરિકા કે યુરોપિયનોની જેમ ‘બાઈટ’ ફૂડ સંતોષ નથી આપી શકતો. બાફેલા બટાકા કે ‘સ્મેશ્ડ પોટેટો’નો અખતરો કરવા કરતા આપણે બટાટાનું શાક જ લઇશું. એક ટંક માટેનું સમાધાન પણ આપણને સ્વીકાર્ય નથી.
સુપ પણ ટામેટાનો સૌથી વઘુ લેવાય છે તેવું સર્વેમાં જોવા મળ્યું. અન્ય રાજ્ય કે દેશમાં આપણે જાણતા હોઈએ છીએ કે આવી હોટલ, રેસ્ટોરા કે પ્રાંતમાં વારંવાર નથી આવવાના. આ પ્રાંતની વાનગી જેવી બીજે કયાંય મળશે કે બનશે પણ નહીં છતાં આપણે આપણા પ્રાંતનું ફૂડ જ શોધીશું.
આની તુલનામાં આપણી હોટલોમાં આવતા વિદેશીઓ પ્રાંતિય કે ભારતીય ફૂડ, હૈદ્રાબાદી દાળ, બિરયાની, અન્ય મુગલાઈ ખાનાનો આસ્વાદ માણવા પ્રયત્ન કરે છે.
જો કે આપણે પ્રાંતિય અને કોન્ટીનેન્ટલ ફાસ્ટ ફૂડ માટે દેશ વ્યાપી રેડ કાર્પેટ પાથરી દીધી છે. સેન્ડવીચ, પિત્ઝા, પાસ્તા, નૂડલ્સ, ઇડલી, વડાપાઉં, દાબેલી સુપર હિટ છે. આઘુનિક વિશ્વ અને સમાજ સાથે અમે પણ જોડાયા છીએ તેની પ્રતિતિ ગામડાની પ્રજા આ બદલાયેલી શૈલી થકી આપણને કરાવે છે.
જો કે આ ફાસ્ટ ફૂડને આપણે પોતિકો દેશી તડકો કે સ્પર્શ આપીને ‘ફયુઝન’ ફૂડ તો બનાવી જ દેતા હોઈએ છીએ.
આલુ મટર સેન્ડવીચ વિશ્વમાં કયાંય નથી. તેવી જ રીતે હાથથી વણેલી રોટી પર સેવની જેમ ખમણેલી ચીઝ પાથરેલો પિત્ઝા પણ ‘મેરા ભારત મહાન’ જેવોજ જ કહી શકાય. આપણી જેમ વેજીટેબલ, પનીર, સોયા કે અનિયન વગેરે ટોપંિગના પિત્ઝા પણ વિદેશમાં નથી મળતા. મુંબઇ કરતા આપણે વડા પાઉં જુદી રીતે બનાવીએ છીએ.
પિત્ઝા આપણે એટલે જ વેલકમ કર્યા કે તેના બેઝમાં રોટી છે ! જો કે આપણને રોજ રોટી-દાળ- શાક - ભાતનું ભોજન મળે છે એટલે વખતોવખત આવા ફાસ્ટ ફૂડની મજા પડે છે. જો તેને જ લંચ અને ડિનરમાં લેવાની નોબત આવે તો આંખ સામે અંધારા આવી જાય છે. સાઉથના પ્રવાસે અડધી કંિમતે મળતા ઢોંસા, ઇડલી બે દિવસ ખાધા બાદ ઉબકા આવવા માંડે છે. તેવું ગુજરાતી કે પંજાબી ફૂડમાં નથી થતું તે હકીકત છે.
પ્રવાસમાં ઘેરથી નીકળતા બડાશ મારતા હોઈએ છીએ કે ‘હવે તો સેન્ડવીચ, સલાડ, પિત્ઝા, જયુસ અને સ્નેકસના પેકેટ મળે જ છે. ખાખરા, મમરા-પૌઆ, સેવ, ગાંઠીયા, ચવાણુ લેતા જાણે આપણે જૂની પેઢીના હોઈએ તેમ પેકંિગમાં તેનો સમાવેશ કરતા મોં બગાડીએ છીએ પણ હજુ રાજયની સરહદ વટાવી નથી ત્યાં જ નમકીનના પ્લાસ્ટીક પેકંિગનો તૂટવાનો અવાજ શરૂ થાય છે. એફિલ ટાવર, લંડન આઈ કે વેનિસના બોટંિગથી માંડી ટોપ ઓફ યુરોપ -સ્વીત્ઝર્લેન્ડના ફોટાઓ જોતા આપણા હાથમાં ખાખરા, ચવાણાના પેકીંગ પણ તસવીરમાં આબાદ કેદ થયેલા જોઈ શકાય છે.
આપણે ફૂડ બાબતમાં બહુ ચુઝી છીએ. અહીં શું જોવાલાયક છે તેમ પૂછતા પહેલા આપણો પ્રથમ પ્રશ્ન એ હોય છે કે ‘અહીં ઇન્ડિયન રેસ્ટોરા ખરી ?’

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved