Last Update : 22-April-2012, Sunday

 

રાહુલ બાબા હસ્યા ટેન્શન ગયું

રાજકીય ગપસપ

ઉત્તર પ્રદેશના જંગમાં થયેલા ધબડકામાંથી કોંગ્રેસ બહાર આવી ગઈ છે. રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારી હતી અને પોતે ઉ.પ્રદેશમાં વઘુ કામ કરશે એવી ખાત્રી આપી હતી. બે દિવસના ઑપન સેશન દરમ્યાન હારનું પૃથ્થકરણ કરાયું હતું. રાહુલની નજર હવે ૨૦૧૪માં યોજાનાર લોકસભાના જંગ પર છે. ઉ.પ્રદેશની ૮૦ બેઠકો મહત્વની છે. બે દિવસની પૃથ્થકરણ બેઠક દરમ્યાન બધાને બોલવા દેવાયા હતા પરંતુ અંતે તો ધાર્યું ધણીનું થાય તેવું થયું હતું. છેલ્લે ફટોફટ પૃથ્થકરણ આટોપી લેવાયું હતું અને લોકસભા માટે અત્યારથી જ આયોજન કરવાની વાત થવા લાગી હતી. ઉ.પ્ર.માં થયેલા ધબડકાથી કોંગ્રેસ બહાર આવી ગઈ છે એવું કેવી રીતે ખબર પડી ?? એક રાહુલ વફાદારને પૂછાતા તેમણે કહ્યું કે, ઘણાં સમય પછી રાહુલ બાબા હસ્યા છે એનો અર્થ એ થયો કે ધબકડાનું કોઈ ટેન્સન નથી..

 

મુલાયમસંિહને પી.એમ. થવું છે...

 

ઉત્તર પ્રદેશની જીત પછી સમાજવાદી પક્ષના વડા મુલાયમસંિહની નજર પણ લોકસભા પર છે. જો ઉત્તર પ્રદેશની ૮૦માંથી ૬૦ ટકા એટલે અંદાજે ૫૦ જેટલી બેઠક મળી જાય છે તો વડાપ્રધાન પદ માટે મુલાયમસંિહ દાવો કરી શકે એમ છે.
ઉત્તર પ્રદેશની જંગની જીત પાછળ દિલ્હીની જામા મસ્જીદના શાહી ઇમામ સઈદ એહમદ બુખારીનો ટેકો જવાબદાર છે. તેમના જમાઈને સમાજવાદી પક્ષે ટીકીટ પણ આપી હતી. બુખારીએ લધુમતી કોમના વઘુ સભ્યોને પ્રધાન મંડળમાં લેવા જણાવ્યું છે. પક્ષના બીજા નેતા આઝમખાન અને બુખારીને બનતું નહોતું. મુલાયમસંિહે બંનેને બોલાવીને સમાધાન માટે બેસાડયા હતા. તેમણે આઝમખાનને કહ્યું કે, ‘ક્યા મૈં પી.એમ. બનતા હું તો તુમકો પસંદ નહીં હૈ ?!’ બિચ્ચારા આઝમખાને બુખારી સામેનો વિરોધ પડતો મુક્યો હતો. સુજ્ઞવાચક, આનો અર્થ એ થયો કે બુખારીને ટેકો લઈને મુલ્લા મુલાયમ, પીએમ બનવા થનગને છે !!

 

આવા કડક મુખ્યપ્રધાન જોઈએ...

 

‘ગંગાજલ’ ફિલ્મવાળા પ્રકાશ ઝા યાદ છે ને ?? મઘ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસંિહ ચૌહાણને કેટલાક આદિવાસીઓએ ફરિયાદ કરી કે પ્રકાશ ઝા નામના ભાઈ ફિલ્મ બનાવવા આવ્યા હતા અને અમારા ડાન્સીંગ ટુ્રપને રૂા. ૨૫, હજાર નથી આપ્યા. આ અંગે નક્કી થવા છતાં હવે પ્રકાશ ઝા ફરી ગયા છે. પ્રકાશ ઝાએ તેમની નવી ફિલ્મ ચક્રવ્યૂહમાં શૂટીંગ ભોપાલના આદિવાસી ગામડામાં કર્યું હતું. મુખ્ય પ્રધાન શિવરાજસંિહે આદિવાસીઓની તરફેણ કરીને પ્રકાશ ઝાને ફોન કર્યો હતો. મુખ્ય પ્રધાનનો ફોન સાંભળીને પ્રકાશ ઝાને તત્‌-ફફ્‌ થઈ ગયું હતું. તેમણે કહ્યું કે પ્રોડકશન ટીમ સાથે કોમ્યુનિકેશન ગેપના કારણે આવું થયું છે !! બીજા દિવસે તેમનો મેસેન્જર રૂબરૂ શિવરાજસંિહને મળ્યો હતો અને પેમેન્ટ ચૂકવી દીઘું હતું.

 

પીએમને સંડોવતી જોગાનુજોગ સ્થિતિ

 

વડાપ્રધાન મનમોહનસંિહ જ્યારે-જ્યારે વિદેશ પ્રવાસે જાય છે ત્યારે ત્યારે સરકાર કોઈને કોઈ ડખામાં સપડાય છે. આ સ્થિતિ ભલે જોગાનુજોગ હોય પરંતુ વડાપ્રધાન વિદેશ પ્રવાસે જાય છે ત્યારે સરકારના મનમાં ફફડાટ ઊભો થાય છે. છેલ્લે જ્યારે વડાપ્રધાન ન્યુક્લીયર સમીટમાં ભાગ લેવા સીઓલ ગયા ત્યારે લશ્કરના વડા વી.કે. સંિહે લાંચની ઑફર થયાનો આરોપ મુક્યો હતો ૨-ય્ ટેલિફોન કૌભાંડમાં ગૃહપ્રધાન પી.ચિદમ્બરમ્‌નો કોલ સામે આવ્યો ત્યારે વડાપ્રધાનપદેથી તેમણે પ્રજાને સંતોષકારક જવાબ આપવાનો હતો પરંતુ ત્યારે તે ન્યુયોર્કમાં હતા. આ વાત પર રાહુલ ગાંધીનું ઘ્યાન દોરાયું ત્યારે તેમણે કહ્યું કે ‘મોમ’ (મમ્મી)ને કહો. ગાંધી વફાદારો મોમ-સોનિયા ગાંધી પાસે ગયા ત્યારે તેમણે કહ્યું કે તમે વડાપ્રધાનને કહો કે બઘું ટેબલ કલીયર કરીને જાય !! વડાપ્રધાનને મેસેજ તો મળ્યો પણ વડાપ્રધાન કહે છે કે તો શું મારે વિદેશ નહીં જવાનું ??

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

રાજ્યપાલ
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved