Last Update : 22-April-2012, Sunday

 
૧૩ એપ્રિલથી ૩૦ દિવસ માટે ગોચરમાં ભ્રમણ કરનાર ‘મેષ’ રાશિના સૂર્યની શુભાશુભ અસરો

ગ્રહોના તેજ-તિમિર ઃ શરદ રાવલ

પ્રકાશ, પવિત્રતા, ઉત્સાહ અને આનંદનો જનક સુર્ય ગ્રહ મંડળનો પાલક પિતા છે. આપણી પૃથ્વી પણ સૂર્યથી છૂટો પડેલો એકમાત્ર ટુકડો છે. માટે પૃથ્વીનું બંધારણ-તેનું હવામાન તાપ,ઠંડી, વરસાદનું સૂર્ય ઉપર આધારિત છે. આ મનુષ્ય લોક એવી પૃથ્વીના માનવ અને એના જીવન ઉપર સૂર્યની સૌથી વધારે અસર છે.
રવિ, ભાસ્કર, ભાનુ-પ્રભાકર, સવિતા, આદિત્ય, માર્તંડ, અર્ક-વિવસ્થાન એવા અનેક નામે ઓળખાતો સૂર્ય પૃથ્વીનો પાલક છે. આ સૂર્ય મંડળનો રાજા એવો સૂર્ય તા. ૧૩ એપ્રીલ-૨૦૧૨થી તેની ઉચ્ચ રાશિ મેષમાં લગભગ ૩૦ દિવસ માટે ગોચર ભ્રમણ કરવાનો છે.
સવારના પ્હોંરમાં સૂર્યના ઉદય થતાં જ પૃથ્વી પર ચેતનાનું મોજું પ્રસરી જાય છે. રાત્રિનો તિમિર દૂર થતાં સૂર્યના ઉદય સાથે જ સમગ્ર સૃષ્ટી યૌવન ધારણ કરે છે. મનુષ્યથી માંડીને પશુ-પક્ષીઓ અરે ઝાડ-પાન સર્વમાં ચૈતન્ય ભળી જાય છે. સૂર્યના આગમન સાથે જ સર્વ જગત પ્રવૃત્તિમય બની જાય છે. સૂર્ય જીવન છે. જીવનનો અર્ક છે. સૂર્ય વગરની પૃથ્વી પ્રાણ વગરના માનવ શરીર જેવી બની જાય.
જ્યોતિષ-શાસ્ત્રમાં સૂર્યને કાલરૂપી પરમાત્માનો આત્મા ગણવામાં આવે છે. કાળપુરૂષની કુંડળી મુક્તા સૌથી પહેલાં મેષ રાશિ આવે છે અને આજ રાશિમાં સૂર્ય ઉચત્ત્વ ધારણ કરે છે. પૂર્વ જન્મનાં પુષ્પરૂપ ગણાતાં પાંચમાં સ્થાનમાં સંિહ રાશિમાં સૂર્ય સ્વગ્રહી બની જાય છે. સર્વ, સફળતા, નિષ્ફળતાના કારણ એવા ભાગ્ય સ્થાનનો સૂર્યને કારક ગણવામાં આવ્યો છે.
કાળરૂપી પરમાત્માનો આત્મા એવો સૂર્ય જેની જન્મ કુંડળીમાં બળવાન હોય છે તે જાતકને જીવનમાં સત્તા, મોભો, માન, પાન અને સ્વપરાક્રમ હંમેશા મળે છે. બળવાન સૂર્યવાળા જાતકો હંમેશા આત્મવિશ્વાસથી ભરેલા, નીતિ-નિયમો અને સિદ્ધાંતોમાં જબરી આસ્થા ધરાવનારા અને સદા-વિશ્વાસ મૂકી શકાય તેવા ઉમદા મનુષ્યો હોય છે. બળવાન-શુભ, સૂર્ય-ધરાવતાં જાતકો એમના સિદ્ધાંતો અને સ્વમાન માટે કંઈ પણ ત્યાગવા તૈયાર હોય છે. આ જાતકો કુટુંબ, સમાજ, દેશ માટે પોતાના જીવન-આચરણ દ્વારા ઉમદા દાખલા રૂપ બની જાય છે. સૂર્ય રાજ્યના સત્તાધીશો, ન્યાય તોળનારા ન્યાયાધીશો, ધર્મને ચંિધનારા તત્વચંિતકો, ઉપદેશકો, સમાજ સુધારકો આ બધાની કુંડળીમાં સૂર્ય હંમેશાં બળવાન હોય છે.
ત્રિલોચન નામે ઓળખાતો આ સૂર્યને એક રાશિમાં ભ્રમણ કરતાં લગભગ ૩૦ દિવસ લાગે છે. માટે જ અંગ્રેજીમાં મહીનો ત્રીસ દિવસનો ગણવામાં આવે છે. સૂર્યને સમગ્ર રાશિચક્ર પૂરૂં કરતાં ૧૨ માસ લાગે છે. ગોચરમાં જ્યારે સૂર્ય લગ્ન ઉપરથી પાંચમાં નવમાં અને અગીયારમાં સ્થાન ઉપરથી પસાર થાય છે ત્યારે જાતક માટે અગત્યનો અને શુભ સમય આવે છે.
જાતકની કુંડળીમાં જ્યારે સૂર્ય-ગુરૂની યુતિ શુભ સ્થાનમાં હોય છે ત્યારે જાતકને સફળતા, કિર્તી ચોક્કસ પ્રાપ્ત થાય છે. બુધ જોડે સૂર્યની યુતિ-બુધાદિત્ય યોગ બનાવે છે. આવા જાતકો અત્યંત બુદ્ધિશાળી અને પોતાના ક્ષેત્રના નિષ્ણાંતો હોય છે. જન્મના શુક્ર જોડે સૂર્યની યુતિ જાતકને કલાકાર બનાવે છે. સૌથી ધીમી ગતિના ગ્રહ શનિ જોડે સૂર્યની યુતિ અશુભ ફળ દાયક ગણવામાં આવી છે. પિતા-પુત્ર હોવા છતાં સૂર્ય સાથે શનિની યુતિ જાતકને જીવનમાં ઘણાં ઝંઝાવાતો આપે છે. જ્યારે ગોચરમાં જન્મના સૂર્ય ઉપરથી શનીનું ભ્રમણ ભલ-ભલા ચમરબંધીને તકલીફમાં મુકી દે છે. રાજનેતાઓ ઉંચા દરજ્જાના અમલદારો માટે આ સમય આકરી કસોટીનો પુરવાર થાય છે.
ભારતના જ્યોતિષશાસ્ત્ર, અને હંિદુ ધર્મમાં સૂર્યને ગ્રહ તરીકે ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે. સૂર્ય જ્યારે મેષ, કર્ક, તુલા અને મકર રાશિમાં ભ્રમણ કરે છે તે સમયથી ભાવિ દર્શન કરવાની પરંપરા છે. આ સૌમાં મકર-સંક્રાતિ એટલે સૂર્યનું મકર રાશિમાં ભ્રમણ સૌથી અગત્યનું ગણાયું છે. આપણાં દેશમાં ૠષિ-મુનિઓએ ધર્મ-અને જ્યોતિષશાસ્ત્રને એવી રીતે સાંકળી લીધા છે કે જ્યોતિષ-શાસ્ત્રના નિયમો ન જાણનાર સામાન્ય વ્યક્તિ પણ સૂર્યના મકર રાશિના ભ્રમણને મકર સંક્રાતિ, ઉત્તરાયણ તરીકે ઉજવે છે અને તેની મહત્તા અને તાર્કિક માન્યતાઓ પણ જાણે છે.
પ્રત્યક્ષ દેવ તરીકે પૂજાતા સૂર્યનું મેષ રાશિમાં ભ્રમણ થતાં તે ગોચરના મેષ રાશિના ગુરૂ જોડે શુભ યુતિ કરશે. ગુરૂ-સૂર્યની શુભ યુતિ શાસિત સરકાર માટે રાહતજનક નીવડે. સરકારની ઇમેજમાં વધારો થાય. ગુજરાત રાજ્યની સ્થાપના કુંડળીમાં મેષ લગ્ન અને લગ્નમાં સૂર્ય છે. જન્મના સૂર્ય ઉપરથી ગોચરના સૂર્યનું તથા ગુરૂનું ભ્રમણ સરકાર અને પ્રજા માટે શુભ નીવડે રાજ્યની પ્રગતિમાં વધારો થાય તેવા પગલાં સ્થાપિત સરકાર લે. તુલાના શની સામે મેષનો સૂર્ય આવતાં સૂર્ય-શનીની પ્રતિયુતિ કોઇકવાર સરકારને તકલીફમાં પણ મુકી દે.
સૂર્યનું મેષ રાશિમાં ભ્રમણ રાશિવાર જોઈએ તો મેષ રાશિના જાતકો માટે સૌથી શુભ નીવડે જન્મનાં ચંદ્ર ઉપરથી ગોચરના ગુરૂ તથા સૂર્યનું ભ્રમણ ઘણાં શુભ સંકેતો આપે છે. સફળતા-જીવનમાં આનંદ-યશ કીર્તિમાં વધારો થાય.
મિથુન-વૃશ્ચિક-ધન તથા કુંભ રાશિના જાતકો માટે મેષના સૂર્યનું ભ્રમણ શુભ-ફળદાયક ગણાય.
વૃષભ-કન્યા-મકર રાશિના જાતકો માટે મેષના સૂર્યનો ભ્રમણકાળ કસોટીકારક ગણાય. બાકીની રાશિઓ માટે સૂર્ય મઘ્યમ ફળદાયક ગણાય.

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved