Last Update : 22-April-2012, Sunday

 

સર્જક બોલ્ડ હશે, સમાજ મૂરખ નથી !

ફિલ્લમ ફિલ્લમ

મોરાલિટી એ એક એવી લીટી છે કે જેની સાઈઝ જોઈને વ્યક્તિના કદનો અંદાજ આવતો હોય છે. અને એટલે જ કેટલાક લોકો પોતાના કદને વિસ્તારવા માટે મોરાલિટીની વ્યાખ્યા અને ધોરણો બદલી નાંખે છે. ટૂંકી બુદ્ધિ-ટૂંકો માર્ગ અને વામણા વ્યક્તિત્વના કારણે પોતાની અનૈતિકતા છુપાવવા અને તેને નૈતિકતાના વાઘા પહેરાવવા માટે સમગ્ર સમાજને અનૈતિક બનાવવાની કોશિશ અવારનવાર થતી રહે છે.બોલીવુડની ફિલ્મોમાં આવા કિસ્સા મળી રહે છે. સર્જનાત્મક તંત્રતાના ઓઠા હેઠળ પોતાની અનૈતિકતા, વિકૃતિ કે ગંદકી લવવાનો પ્રયાસ કરતા સર્જકોને માપમાં રાખવા માટે સેન્સર બોર્ડ જેવી સંસ્થા રચવી પડે છે. આમ છતાં, કેટલાક સર્જકો પોતાની ગંદકી લવવાના ઉપાયો ખોળી કાઢે છે. હાલમાં જેની ચર્ચા ચાલી રહી છે તે ફિલ્મ ‘હેટ સ્ટોરી’ના પોસ્ટર્સથી માંડીને પ્રોમો સુધીની માર્કેટીંગ ઈટમો
‘બોલ્ડનેસ’ના નામે ગંદકી ઠાલવી રહી હોવાનો અભિપ્રાય ધરાવનારા
લોકોની સંખ્યા નાની-સૂની નહોતી અને એટલે જ તેના પ્રોમોઝને ટેલિવિઝન પર બતાવવાની પરવાનગી મળી નથી. સમાજમાં ક્યાંક ને ખૂણે બનતી ઘટના કે અપવાદરૂપ કિસ્સાને સમગ્ર સમાજ સમક્ષ મૂકવાની અને તે રીતે પ્રસિદ્ધિ અને પૈસો મેળવવાની લ્હાયમાં પ્રમાણભાન અને વિવેકભાન ચૂકનારા સર્જકો પોતાની ફિલ્મને પબ્લીસીટી મળે તે માટે નૈતિકતાની હદ વળોટતા અચકાતા નથી. આ પ્રકારની ફિલ્મો માંડ માંડ પડતર કરતાં વઘુ મળતર મેળવી શકે છે, પરંતુ દેખાવ એવો ઉભો કરવામાં આવે છે કે અત્યારે દર્શકોને આવું-બઘું જ જોઈએ છે. દર્શક હવે મેચ્યોર થઈ ગયો છે અને ફિલ્મો પણ તેની માનસિકતા મુજબ પરિપકવ થવી જોઈએ. આવા બહાના હેઠળ આપણા માથે નેહા ઘૂપીયાની ‘જૂલી’ જેવી ફિલ્મો અને તેની ખુલ્લી પીઠ દર્શાવતા પોસ્ટરો છાપવામાં આવે છે. ‘સી’ ગ્રેડની ફિલ્મો કરતાં પણ ઉતરતી કક્ષાના દ્રશ્યો ધરાવતી આ ફિલ્મ પછી ખોવાઈ ગયેલી નેહા ઘૂપિયા કોઈ અકળ કારણસર સમાચારોમાં અને ન્યૂઝ ફોટોઝમાં જોવા મળે છે. બોલીવુડે તેને સ્વીકારી નથી એ વાત આ બહેને હજી સુધી સ્વીકારી નથી ! આવી જ રીતે અમૃતા અરોરા અને ઇશા કોપીકરે ‘ગર્લફ્રેન્ડ’ નામની ફિલ્મમાં સજાતીય સંબંધોના સમીકરણો અને કારણો લોકો સમક્ષ મૂકવાના બહાને ટૂંકી ચડ્ડીઓ અને ટૂંકી કંચુકીઓ સાથે પોતાની કાયા લોકો સમક્ષ મૂકી હતી. આ ફિલ્મ પણ પીટાઈ ગઈ હતી અને સ્ટારડમ મેળવવાની બન્નેની ખ્વાહીશ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું. ‘ખ્વાહીશ’ નામની એક ફિલ્મ પણ આવી હતી અને તે ફિલ્મમાં મલ્લિકા શેરાવતે અમર કીસીંગ સીન આપવાની હવા એ હદે વહેતી થઈ હતી કે લોકોને લાગતું હતું કે આ કીસીંગ સીનોની વચ્ચે સ્ટોરી શોધવી અઘરી પડશે. એટલે લોકોએ આ ફિલ્મ ચાલતી હતી તે થિયેટરો શોધવાનું પડતું મુક્યું હતું. શબાના-નંદીતાની ‘ફાયર’ પણ ‘ગર્લફ્રેન્ડ’નું વહેલું વર્ઝન હતું. આ ફિલ્મ પણ ચોક્કસ પ્રકારના દ્રશ્યોના કારણે ચર્ચાઈ ખરી, પરંતુ સ જોવાઈ નહીં. એક પાદરીના અનૈતિક સંબંધોની વાત કરતી શાઈની આહૂજાની ‘સીન્સ’ પણ તેના પોસ્ટર્સ અને પ્રોમોના કારણે વિવાદાસ્પદ બની હતી. વિવાદ સાથે નાતો ધરાવતી મનિષા ઈરાલાની ‘છોટી સી લવસ્ટોરી’માં પણ વિવેકભાન ચૂકાયું હતું. કેટલાક સીન માટે બોડી ડબલનો ઉપયોગ અને તે અંગે વિવાદના પગલે રાજકીય દરમિયાનગીરી સુધી મામલો ચૂંથાયો હતો ‘તૌબા-તૌબા’માં પણ નાની ઉંમરના કિશોરની મોટી ઉંમરની સ્ત્રી સાથેના સંબંધોની વાત ભદ્દી રીતે રજૂ કરવામાં આવી હતી. ‘વફા’માં એક સમયના સુપરસ્ટાર રાજેશ ખન્નાએ સી ગ્રેડની ફિલ્મના કલાકાર જેવા સીન આપ્યા હતા અને ‘ના જાને ક્યોં’ નામની ફિલ્મમાં બે પુરૂષો વચ્ચેના સજાતીય સંબંધની વાત કરીને ચર્ચા છેડવાનો પ્રયાસ થયો હતો. આ બધી ફિલ્મો જે-તે સમયે ચર્ચામાં આગળ રહી પરંતુ બોક્સ ઓફિસ કલેક્શનના મમલે તદ્દન પાછળ રહી. કારણ કદાચ એ છે કે સમાજ ‘બોલ્ડ’ બન્યો હશે, મૂરખ નથી બન્યો !

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved