Last Update : 22-April-2012, Sunday

 
ઍનકાઉન્ટર - અશોક દવે
 

૧. તમારા જૂના સમકાલીનોમાંથી એકે ય હાસ્ય લેખકને વાંચીને હસવું તો આવતું જ નથી. તમે એક જ હસાવી પણ શકો છો. શું એ બધા તદ્દન નિષ્ફળ ગયા છે... માટે આજે તમે નંબર વન છો... ?
- ફ્રેન્કલી કહું તો, મેં એ લોકોમાંથી કોઈને વાંચ્યા નથી, છતાં એટલી ખબર છે કે, એ બધા મારા કરતા તો ઘણું સારું લખતા હતા.
(સંઘ્યા શિવાજી ડોંગરે, અમદાવાદ)

 

૨. શું મનમોનહિસંહ નબળા વડાપ્રધાન છે ?
- એ નબળા માણસ પણ છે.
(યશ્વી માંકડ, ગાંધીનગર)

 

૩. એનો એ જ મોબાઇલ નંબર રાખીને કંપની બદલાવી શકાય છે એવી સગવડ સાસુ માટે ન થઈ શકે ?
- એની એ જ સાસુ રાખીને... ઓહ, યૂ મીન સસરા બદલાવી આપવાનું તો જરા અઘરૂં નહિ પડે ?... આ ઉંમરે...!!!
(મીના નાણાંવટી, રાજકોટ)

 

૪. કરકસરના ભાગરૂપે પેટ્રોલ બચાવવા સાયકલનો ઉપયોગ ફરજીયાત કરીએ તો ?
- એના બદલે, ફૂલ ટાંકી ભરેલી મ્સ્ઉ રોજ ખાલી કરી નંાખીએ, છતા બા ન ખીજાય એટલું કમાવાનું શીખો, ઓધવજી.
(જી.એચ. દેલવાડિયા, અંકલેશ્વર)

 

૫. સમાચાર હતા કે ૧૨૦ વર્ષનો વરરાજા ૬૦ વર્ષની નવોઢા સાથે પરણ્યો...!
- ઇરાદો શું છે ?
(રવીન્દ્ર નાણાંવટી, રાજકોટ)

 

૬. ભ્રષ્ટાચાર અને આતંકવાદ વચ્ચે તફાવત શું ?
- આતંકવાદથી દેશ ફફડે છે... ભ્રષ્ટાચારથી દેશ ટેવાઈ ગયો છે.. આતંકવાદથી પણ !
(હરીશ કે. અસ્વાર, જામનગર)

 

૭. દેશ અરાજકતા તરફ ધકેલાઈ રહ્યો છે. બચાવવાનો તમને કોઈ ઉપાય દેખાય છે ?
- When rape is inevitable, enjoy it.
(દિવાક એસ. વહીયા, અમદાવાદ)

 

૮. સાળી આધી ઘરવાળી, તો સાળો ?
- મળી જુઓ એકવાર.. ને કરી જુઓ સરખી વાત !
(અજય વ્યાસ, બિલખા)

 

૯. પોપ સ્ટાર લેડી ગાગા ઇન્ડિયા આવી, ત્યારે ગોગલ્સ અને ઝૂલ્ફોથી મોઢું ઢાંકેલું કેમ હતું ?
- એમ તો ઘણું બઘું ઢાંકેલું હતું !
(ખુશ્બુ નાણાવટી, રાજકોટ)

 

૧૦. આજના યુગમાં સત્યવાદીઓ શોઘ્યા જડતા નથી, આમ કેમ ?
- તમે આમ બધાની વચ્ચે મારી પ્રશંસા ન કરો.
(ડી.કે. માંડવિયા, પોરબંદર)

 

૧૧. પુરુષ સ્ત્રીનું રૂપ જોઈને પાગલ થાય છે ને સ્ત્રી પુરુષના ગુણ જોઈને... આપનું શું માનવું છે ?
- સ્ત્રીનું રૂપ જોઈને પાગલ થયા પછી વારો એના ગુણ જોવાનો આવે, ત્યારે પુરુષ ફક્ત ગાંડો જ નહિ, બેભાન પણ થઈ જાય છે... કોઈ પંખો ચાલુ કરો !
(ભરત ડી. સાંખલા, ડીસા)

 

૧૨. તમને આજ સુધી કોઈ સ્ત્રીએ દગો કર્યો હોય, એવું બન્યું છે ?
- મને દગો કરી શકાય એટલી નજીક હું કોઈ સ્ત્રીને આવવા દેતો નથી.
(ઉમા કિશોર શાહ, મુંબઈ)

 

૧૩. મેડમ તુસાડ્‌ઝના મ્યુઝિયમ માટે ગુજરાતમાંથી કોઈ બોણી કરાવે તેવું તમારા ઘ્યાનમાં છે ?
- થેન્ક યૂ.
(હંસાબેન નીતાબેન પંડ્યા, ઉમલ્લા)

 

૧૪. તમારા ‘એનકાઉન્ટર’માં ઘણીવાર પૈસા લઈને ઍનકાઉન્ટર કરવામાં આવે છે, એ વાત સાચી છે ?
- તમે મોકલાવેલ ‘ખોખું’ મળી ગયું છે.
(હર્ષિતા નાણાવટી, રાજકોટ)

 

૧૫. બે- ત્રણ ગધેડા ખરીદવાનું મન થયું છે. વૌઠાના મેળામાંથી ખરીદું કે ગાંધીનગરમાંથી ?
- જોઈ જુઓ... બેમાંથી વધારે એવરેજ કયો ગધેડો આપે છે !
(દીપ પરીખ, રાજકોટ)

 

૧૬. અશોકજી, આપના મતે, ‘સુખ, શાન્તિ અને સમૃદ્ધિ’ની વ્યાખ્યા કઈ ?
- રોજ સવારે પેટ સાફ આવે એ.
(જીતેન્દ્ર જી. કેલા, મોરબી)

 

૧૭. અમારા ખેડા માતર બાજુના વાંચકોના સવાલો કેમ છાપતા નથી ?
- બોલાવી જુઓ, ખેડા- માતર રૂબરૂ આવીને જવાબ આપીશ
(પ્રતાપ બી. ઠાકોર, ખરેટી- ખેડા)

 

૧૮. શું વિશ્વમાં ભૂત, પ્રેત, ડાકણ કે ચૂડેલ જેવું હજી છે ખરું ?
- બીજાની ખબર નથી, પણ મને જોયા પછી ઘણાની આ વિષયમાં શ્રદ્ધા વધી જાય છે.
(હેતલ જયસ્વાલ, રામપુરા- દેત્રોજ)

 

૧૯. મહાત્મા ગાંધી અને અન્ના હજારેના આંદોલનો વચ્ચે કેટલો ફરક ?
- પરમેશ્વરથી પણ ઉંચા સ્થાને બેસતા મહાત્માજી સાથે આવા ફાલતુ નેતાની સરખામણી પણ કરવી પાપ છે.
(સુનિલ જયસ્વાલ, વિરમગામ)

 

૨૦. હવે તો ડિમ્પલ કાપડિયા ‘નાની’ પણ બની ગઈ...ક્યાં સુધી ‘ડિમ્પલ, ડિમ્પલ કરે...’ રાખશો ?
- કાપડિયા સુધી
(ફિરોઝ ડી. ગાર્ડ, અમદાવાદ)

 

૨૧. મારી નખરાળી પડોસણ ઉપર તેનો ગોરધન ખીજાય છે, ત્યારે મને તેના માટે હંિસક વિચારો આવે છે. શું કરું ?
- આમાં વિચારો તો ‘હંિસક’ જ આવવા જોઈએ... પ્રેમભર્યા આવવા માંડે તો ચંિતા ?
(જયેશ અંતાણી, ભાવનગર)

 

૨૨. પિયર ગયેલી પત્ની એના ગોરધનને રોજ ફોન કરે, તો શું સમજવું ?
- ત્યાં ય કોઈ એનો ભાવ પૂછતું નથી.
(સંઘ્યા ડી. પુરોહિત, અમદાવાદ)

 

૨૩. સપના હંમેશા સપના જ હોય છે આ અંગે તમારો અભિપ્રાય ?
- ખોટું પેટ્રોલ ન બાળો. સપનાવાળીની ઉંમર જરા વધારો... તો કદાચ સાચા પડે !
(ચીનુભાઈ શાહ, માણસા)

 

૨૪. તમે મારામારી કરી શકતા નથી... ફક્ત બચકું ભરી શકો છો, એવું લખ્યું છે, શું તમારા દાંત ઝેરી નથી ?
- કમ સે કમ...તમને કેવી રીતે બચાવું ?
(મણીબેન પટેલ, ઉંટડી- વલસાડ)

 

૨૫. જ્યોતીન્દ્ર દવે અને અશોક દવેમા ફેર કેટલો ?
- એ સ્વર્ગસ્થ છે.
(હીરાચંદ આર. નાગડા, મુંબઈ)

 

૨૬. અશોકજી, શ્રેષ્ઠ સવાલ માટે કોઈ ઈનામ રાખો તો હું તમને આના કરતા ય સારા સવાલ લખી મોકલું.
- સવાલ તમે કોઈ બીજા પાસે પૂછાવ્યો હોત તો હું તમને આના કરતા ય સારો જવાબ આપત...!
(સરલા ચાંદવાણી, અમદાવાદ)

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved