Last Update : 22-April-2012, Sunday

 

તુમ્હારે બસમેં હો અગર તો ભુલ જાઓ હમે,

દોબારા દોબારા - અલતાફ પટેલ

 

તુમ્હારે બસમેં હો અગર તો ભુલ જાઓ હમે,
તુમ્હે ભુલાનેમે શાયદ હમે ઝમાના લગે..
હમારે પ્યારસે જલને લગી યે દુનિયા
દુઆ કરો કિસી દુશ્મનકી બદદુઆ ના લગે... (નકીં.)
કોઈ પરી જેવી સુંદર લાગતી પ્રિય વ્યક્તિને વિસરી જવી ખૂબ કપરી બાબત છે. ગમે તેવા મોટા તબીબો ભુલાવી દેવાની ઔષધિઓ, દવાઓ કેમ ન આપે પણ જે હૃદયના સંિહાસને બીરાજમાન થઈ ચૂકેલ છે તેને ત્યાંથી ઉતારી મૂકવાની ગમે તેટલી તરકીબો કારગત નીવડતી નથી. શાયર એ જ વિમાસણમાં પોતાની ક્ષણે ક્ષણ પસાર કરી રહ્યા છે. એમણે પ્રિયપાત્રને ભૂલાવી દેવાની કોશીશો કરવામાં મણા રાખી નથી. ઉલ્ટાનું તેની યાદ વઘુ ને વઘુ શક્તિશાળી એવી બનતી જાય છે કે તેને હાથતાળી આપી શકાતી નથી. એટલે જ તો પ્રિયતમાને વીનવીને કહી રહ્યા છે એ જ એમને ભૂલી જાય તો ઉત્તમ બાકી એમનાથી કશું જ ભૂલાવી શકાય એમ છે જ નહીં... વર્ષોના વર્ષો વહી જશે છતાં કળ વળે એવા કોઈ એંધાણ દેખાતા નથી. શાયરને એ વાતની ખાસ ભીતી રહે છે કે એમની પ્રીતને દુનિયાની બુરી નજર લાગી ના જાય. કેમકે સ્નેહના શત્રુઓને પીડા આપીને આનંદ માણવાનો નશો જેવો તેવો હોતો નથી. છતાં એમને ઈશ્વર પર, ખુદાના આશ્રય પર પૂરી આસ્થા છે. કોઈ દુશ્મનની મલિન દ્રષ્ટિ એમના મિલનમાં વિલન ન બની જાય એ માટે ખુદાને દુઆ કરતા રહેવા સતત તત્પર બની રહ્યા છે કેમકે સાચી બંદગી કરનાર ગમે તે સંજોગોમાં ક્યારેય, ક્યાંય ડગી શકે કે કોઈ ડગાવી શકે તેમ નથી.
મુદતેં બીત ગઈં ઉન્કી યાદ રુહ પર જમીકી જમી રહે ગઈ
લાખ કી કોશીશેં મગર અલતાફ ઉન્કી કમી હી કમી રહે ગઈ

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved