Last Update : 22-April-2012, Sunday

 

રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કરવા માસ્ટર વસંતે સૂરને રાષ્ટ્રને સમર્પિત કર્યો

ધરતીનો ધબકાર - દોલત ભટ્ટf

સંસારનાં માયાવી વસ્ત્રો ત્યાગી તપને પંથે પરહરનાર યૌવનાના પુનિત વદન જેવું પ્રભાત ઊઘડી રહ્યું છે.
દિવ્ય પ્રેમટંકારમાંથી સૃષ્ટિનો રણકાર ઊઠે એમ વહેતી તાપીના વારીનો નિવાદ ઊઠી રહ્યો છે.
તરુ તરુની શાખાઓ પરથી પંખીઓના ટહુકાઓ નીતરી રહ્યાં છે.
એવે વખતે સુરતની શેરીઓમાં પ્રભાત ફેરી ફરી રહી છે. સૂર ગુંજે છે. ‘યા હોમ કરીને પડો ફતેહ છે આગે.’
ગવરાવનારના ગળામાં બુલંદી છે. સૂરમાંથી મીઠાશ નીતરે છે. તેના બોલ દેશની આઝાદી ઝંખતા જુવાનો ઝીલે છે. ઝીલનારમાં હિતેન્દ્રભાઈ છે, ગની દહીંવાલા પણ છે, તો વળી કોઈક વખત સરદાર સાહેબ અને કનૈયાલાલ દેસાઈ પણ ભેળા ભળી જાય છે. ગવરાવનાર.
માસ્તર વસંત અમૃત મૂળ તો રણછોડરાયના ધામ જગતમંદિર તરીકે જગવિખ્યાત દ્વારકાના મારગમાં આવેલા ખંભાળિયા ગામના જ્ઞાતિએ સારસ્વત ભૂદેવ, પિતા અમૃતલાલ હરિકથા દ્વારા પરગણાને અમીપાન કરાવે. સાત વર્ષના માસ્તર વસંત પિતામાંથી પ્રેરણાનાં પીયૂષ પાન પામે, સૂર અને શબ્દનો સથવારો શોધે. પેટીવાજા પર પોતાની કૂણી આંગળીઓ રમાડે. એક દાયકામાં માસ્તર વસંતે પિતાની વાણીને કંઠમાં વણી લીધી. સંગીતના આરોહ-અવરોહને આરાધી લીધા.
રાત-દી’ હરિકીર્તનમાં રમનારા પિતા અમૃતલાલે જાણી લીઘું કે પુત્રને સોળે સાન આવે. પોતાનું સંસારી કાર્ય પૂરું થયું છે. ચાલીસ વર્ષની ઉંમરે સંસારને સાપની કાંચળીની જેમ ઉતારી સંન્યાસ ધારણ કરી પરિભ્રમણ આદર્યું. સત્તર વર્ષના વસંત માથે માતા અને ત્રણ બહેનોનો બોજ આવી પડ્યો.
માસ્તર વસંતને મઘુરા કંઠે કીર્તિન કાંગરે બેસાડ્યા. ખંભે ખેસ, ભૂરી આંખો, વિશાળ ભાલ, ભરાવદાર મૂછો, પડછંદ દેહ, માથે દરબારી સાફો, સાફાનું છોગું, ગળામાં જરકસી જામાવાળો પોશાક પહેરી જલસામાં કંઠને વહેતો મૂકે અને સાજંિદા સંગત કરી સૂરને રમાડે ત્યારે વાહ વાહના પોકારોથી ગુંબજો પડછંદા પાડે, દાદ આપનારા ડોલી ઊઠે.
આવા કલાકારે સત્તર વર્ષની વયે પ્રભુતામાં પગલાં પાડ્યાં. પણ પ્રથમ પત્નીનું અવસાન થયું. જીવનની પચ્ચીસમી વસંતે તેમણે બીજાં લગ્ન કર્યાં. સંગીતને સાંગોપાંગ પામવા તેમણે પ્રથમ કક્ષાની ગાયકીવાળા ખાં સાહેબ ફૈયાઝ ખાં, બડેગુલામઅલી ખાં જેવા સંગીતકારોનું સાન્નિઘ્ય સેવ્યું.
જામગર રાજ્યના આ જવાહરને જામાસાહેબે પારખી લીઘું. રાજગાયક નીમીને સંગીતરત્નનું બિરુદ આપી બહુમાન કર્યું. પ્રેમ અને પરબ્રહ્માના નાદનું ગાન ગાનારા માસ્તર વસંતનો ડંકો દેશભરમાં વાગવા માંડ્યો. શાસ્ત્રીય સંગીતના રસિયા રીઝવા લાગ્યા.
દેશમાં આઝાદીના જંગનાં મંડાણ થઈ ચૂક્યાં હતાં. ભારતમાં ધૂમતા આ સંગીતના સરતાજ સુરતમાં ઠરી ઠામ થયા. દેશપ્રેમનો પમરાટ તેના અંતરને પણ આંબી ગયો. લોકમેદનીમાં રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કરવા સૂરને તેણે રાષ્ટ્રને સમર્પિત કર્યો. હજારોની માનવમેદનીમાં સૂરમાં ઝબોળી વહેતા કર્યા. માલકૌંસ, દુર્ગા, જયજયવંતી અને વસંત, દરબારી કાનડા રાગોના રાજા ગણાતા માસ્તર વસંતે ગીત ગાયું કે,
‘મેરી માત કે સરપે તાજ રહે,
હિન્દ મેરા આઝાદ રહે.’
આ ગીતની લોકપ્રિયતા જોઈ એચ.એમ. વી. કંપનીએ તેની રેકોર્ડ બજારમાં મૂકી. ગીતની આગળની કડીમાં એવા શબ્દો હતા કે, ‘ન એ દાગ રહે’ એનો અર્થ એવો થતો હતો કે ધોળા શાસનકર્તાની જોહુકમીનો સફેદ દાગ. આ વાત અંગ્રેજ સરકારના કાને આવી. ગોરાઓના મિજાજ તરડાયા. તાકીદનાં ફરમાન છૂટ્યાં.
‘જપ્ત કરો તમામ રેકોર્ડ.’
તરત જ હુકમનો અમલ થયો. કંપનીમાં રેકોર્ડનો જથ્થો જપ્ત થયો અને જ્યાં વાગતી હતી ત્યાંથી પણ જબ્બે કરવામાં આવેલી.
ઓળખ ઃ
માસ્તર વસંત અમૃતનો જન્મ તા. ૨-૨-૧૯૦૨ના રોજ જામનગર જિલ્લાના ખંભાળિયા ગામે થયો હતો.
તેમના પૂર્વશ્રમના પિતાશ્રી પાછળથી પરિવ્રાજકાચાર્ય બનેલા. અમૃતાનંદજીએ પેટલાદમાં ઈ.સ. ૧૯૩૮માં ૭૬ વર્ષની વયે સમાધિ લીધી હતી. મા. વસંતે ગાયેલા ગીત-સંગીતની ૮૦ રેકર્ડ ઊતરેલી, તેનું મોટું વેચાણ થયું હતું.
પૂ. ગાંધીજી રાજકોટ સત્યાગ્રહ વખતે ઉપવાસ કરેલા ત્યારે માસ્તર વસંત પ્રાર્થના ગવડાવતા હતાં.
તણખો
માણસની જન્મદત્ત પ્રકૃતિમાંથી પ્રવૃત્તિ જન્મે છે તેનું તારણ કહેવતમાંથી મળે છે. ‘‘બુંદસે બીગડી હોજસે નહિ સુધર શકતી.’’

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved