Last Update : 22-April-2012, Sunday

 

શું માણસ શા માટે મહાસાગરમાં ગોથાં ખાવા જ જન્મ્યો છે ?

એક જ દે ચિનગારી - શશિન્

- જીવનને સમજવાનો પ્રયત્ન કરવો એ સારી વાત છે, પણ જીવનને માણવાની સમજણ કેળવવી એ એનાથી પણ વઘુ સારી વાત છે !

 

‘બેટા, સામે જો, ભગવાનની મૂર્તિ છે. એને વંદન કર. પરીક્ષામાં સારા માર્કસ આવશે.’ પપ્પા બાળકને સમજાવે છે.
‘‘પપ્પા, પેપરના જવાબ તો મારે આપવાના છે. પછી હું શા માટે મારો ભાર ભગવાન પર નાખું ?’’ - બાળક વેધક સવાલ પૂછે છે. એક બીજો માણસ એક મિત્ર સાથે વાત કરી રહ્યો છેઃ યાર! મારી પત્ની આખો દિવસ મારી જાસૂસી કરે છે. શું કામ? એ જ મને સમજાતું નથી!
‘મેં તેને ઉછીના પૈસા આપ્યા, પણ કશું લખાણ ન લીઘું. આજે એ માણસ ફરી ગયો છે! શું કામ?’ એક સંસારી પોતાની વ્યથા રજૂ કરે છે!
આઘ્યાત્મિક દ્રષ્ટિએ વિચારનારને પણ આ જ પ્રશ્ન મુંઝવે છેઃ શું છે આ જગત? શા માટે એ આટલું બઘુ રૂડુ-રૂપાળું અને આકર્ષક છે? હું કોણ છું ? શા માટે મને ધરતી પર કોઈ રહસ્યમય શક્તિ દ્વારા ધરતી પર મોકલવામાં આવ્યો છે?
શા માટે ? શા માટે ? શા માટે ? આખું જગત આ ‘શા માટે?’ના ચોતરફ ચક્કર લગાવી રહ્યું છે.
વૈજ્ઞાનિકને જિજ્ઞાસા થઈઃ શા માટે માણસ રોગ થાય છે? એ રાગ કેવી રીતે મટાડી શકાય? અને દવાની શોધ થઈ. ભૂગોળ હોય કે ખગોળ, ઈતિહાસ કે અઘ્યાત્મ, એ બધાની જ્ઞાનવૃદ્ધિનું મુખ્ય કારણ ‘શા માટે’માં રહેલું છે!
‘શા માટે?’ નામનો આ ત્રણ અક્ષરનો શબ્દે માણસ જાતને હચમચાવી મુકે છે? માત્ર માણસને જ નહીં, ‘શા માટે’નો ઉત્તર ભગવાન પણ આપે એવી માણસની અપેક્ષા હોય છે! શા માટે આ જગતમાં ગરીબી છે? શા માટે માણસ જુઠ્ઠું બોલે છે? શા માટે શેતાન આગળ ભગવાન નિરૂપાય છે? શા માટે માણસ માણસ મટી દાનવ જેવું વર્તન કરે છે? શા માટે ભગવાન રામનો પણ આખો જન્મારો આકરી કસોટીઓમાંથી પસાર થવાની સ્થિતિમાં મુકાતો રહ્યો છે?
‘શા માટે’નો ઉત્તર શોધવામાં માણસ ચંિતાશીલ પણ રહ્યો છે અને ચંિતનશીલ ચંિતા માણસને બાળે છે અને ચંિતન માણસને ઠારે છે.
માણસ ‘શા માટે’ની ચંિતામાંથી જેટલા અંશે મુક્ત હતો, તેટલા અંશે તેનું સાંસારિક જીવન સુખી હતું, શાન્ત હતું, સંતોષી હતું. બીજાનું સુખ જોઈ એને આનંદ થતો, પણ બીજો શા માટે ‘સુખી’ અને હું શા માટે ‘દુઃખી’? - એ પ્રશ્ન માણસના મનમાં ઉદ્‌ભવ્યો. એટલે અશાન્તિનાં મોજાં ઉછળવા લાગ્યાં.
લાગણી અને પ્રેમના સંબંધોમાં જો તમે ‘શા માટે’ને પ્રવેશ આપશો, તો ‘શા માટે’નો ઉત્તર શોધવાની તમારી પ્રબળ આકાંક્ષા સંબંધમાં શ્રઘ્ધાને બદલે ‘શંકા’ જન્માવશે, ‘સમર્પણ’ને બદલે ‘ગણતરી’ને સંબંધનો માપદંડ બનાવવા તમને પ્રેરશે. સરવાળે ‘શા માટે’, જીતશે અને તમે હારશો, કારણ કે તમામ પ્રકારના ‘શા માટે’ના ઉત્તરો હજી સુધી વિશ્વને જડ્યા નથી!
માણસ ઘરડો થાય છે, પણ એનો ‘શા માટે’નો પ્રશ્ન તો જવાન જ રહે છે. માણસ જેમ-જેમ ઘરડો થતો જાય છે, ‘શા માટે’નો એનો સંસાર વધતો જાય છે. ‘શા માટે’ ઘરનાં સ્વજનો મને માન આપતાં નથી? શા માટે મારી સલાહ માગવામાં આવતી નથી અથવા આપેલી સલાહની અવગણના કરવામાં આવે છે? ભગવાન મારી ઉપર જ શા માટે દુઃખોનો વરસાદ વરસાવે છે? હું ભક્તિ કરીશ તો ‘મોક્ષ’ મળશે કે કેમ? ‘શા માટે’ની જાળ માણસના મનમાં ગૂંથાતી અને ગૂંચવાતી જ રહે છે.
‘શા માટે’ માણસને ક્રુદ્ધ પણ બનાવી શકે અને શુદ્ધ પણ. એ શુદ્ધત્વમાંથી બુદ્ધત્વ પણ પ્રગટી શકે? નારદે વાલીઆને પૂછ્‌યું ઃ ‘‘તું ‘શા માટે’ પાપો કરે છે? તારા પાપોમાં તારાં સગાં-વહાલાં ભાગીદાર થશે ? એનો ઉત્તર મેળવી આવ.’’ અને વાલીઆને આત્મજ્ઞાન થયું કે હું શા માટે પાપો કરું ? જેમને માટે પાપો કરી રહ્યો છું, એ સ્વજનો તો પાપમાં ભાગીદાર બનવાનાં નથી! વાલીઓ જાગ્યો અને એનામાં ‘વાલ્મીકિ’’ પ્રગટ્યા.
શ્રી શશિકાન્ત ‘સદૈવ’એ ‘શા માટે’ના સંદર્ભમાં ઉચિત જ કહ્યું છે કે ક્ષણભંગુરને શાશ્વત બનાવવાનો પ્રયાસ જ માણસના દુઃખનું ખરૂં કારણ છે. બીજ તરફ નજર કરો, બી કે બીજ જ્યારે નાનું હતું, ત્યારે તે મુઠ્ઠીમાં સમાઈ જતું હતું, પરંતુ જ્યારે તે વૃક્ષ બને છે ત્યારે તે હાથમાં નહીં, બાથમાં પણ સમાતું નથી. જે વસ્તુઓ કાલે જેવી હતી અથવા આપણી હતી, તે આવતી કાલે પણ તેવી જ અને આપણી જ રહે એ જરૂરી નથી.
પણ પરિવર્તન કે બદલાવ આવે એટલે ‘શા માટે’ પોતાનું શાસનચક્ર શરૂ કરી દે છે. ‘શા માટે?’ ને ઘેરી નંિદ્રામાં સુવાડી શકે એવી થેરપી હજી સુધી શોધાઈ નથી! ખરૂં પૂછો તો માણસ ‘શા માટે?’થી ભ્રમિત પણ થાય છે અને ‘ભયભીત’ પણ એટલે ‘શા માટે’ને વઘુ વતાવવામાં સાર નથી! કારણ કે ‘શા માટે’ માણસને સતત પજવે છે, લજવે છે.
તૃષ્ણાની જેમ માણસનું ‘શા માટે’ પણ ‘અજર’ છે, ‘અમર’ છે. ‘શા માટે?’નો પ્રશ્ન પ્રેરક બની શકે, અવરોધક પણ બની શકે અને ઉદ્ધારક. જો તમે ‘શા માટે?’ને શોધવા ચંિતાના ખોળામાં માથું મૂક્યું તો અટવાશો, અને ‘ચંિતન’ના શરણે ગયા તો ‘માંહી પડ્યા તે મહા સુખ માણે’નો આનંદ પામી શકશો. હકીકતમાં સાંસારિક ઉપાધિ વચ્ચે પણ સાત્વિક ચંિતનનો મોકો મળે અને તેમાંથી મનને પ્રસન્નતા પ્રાપ્ત થાય એ જ મનનો ‘મોક્ષ’ છે!
જે.પી. વાસવાણીજીએ ‘ચંિતા’ના સંદર્ભમાં એક પરીકથાનો ઉલ્લેખ કર્યો છે. તે મુજબ એક માણસ વજનદાર થેલો ઉચકીને જતો હતો. ‘ખભા ઉપર આટલું બઘું વજન ‘શા માટે?’ પરીએ પેલા માણસને પૂછ્‌યું.’ ‘‘આ થેલામાં મારી ચંિતાઓ છે, જે હવે મને બોજારૂપ બની ગઈ છે.’’ પેલા માણસે ચંિતા સાથે જવાબ આપ્યો.
‘‘થેલો જરા નીચે મુકશો? મારે તમારી ચંિતાઓ જોવી છે!’’ - પરીએ કહ્યું.
જ્યારે થેલો ખોલવામાં આવ્યો, ત્યારે તે સાવ ખાલી હતો.
પેલો માનવી અચંબામાં પડી ગયો. તેને બે મોટી ચંિતાઓ હતી- એક ગઈ કાલની જે હવે ભૂતકાળ બની ગઈ હતી અને બીજી આવતી કાલની, જે તેણે હજી જોઈ ન હતી.
પરીએ હસતાં-હસતાં કહ્યું ઃ ‘‘ભાઈ, તમારા માથે કોઈ ચંિતાઓ નથી, આ થેલાને ફેંકી દો.’’
મતલબ કે મુશ્કેલીઓથી ડરી જઈએ તો મુશ્કેલીઓ બમણી બની જાય છે. પણ આપણે મુશ્કેલીઓનું સમાધાન શોધવાને મુશ્કેલીઓ આવી જ ‘શા માટે’ - એનો જવાબ શોધવામાં સમય બગાડીએ છીએ.
એટલે ‘શા માટે’ના મહાસાગરમાં ગોથાં ખાવાને બદલે જીવન જેવું છે, તેવું સહજતા પૂર્વક માણવું એ જ આપણે માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ‘શા માટે’ના વિચારનો તમે સકારાત્મક વિચાર કરી શકો તો તમે વિકસી શકો. જે ‘શા માટે’થી વિચલિત થતો નથી, એ જ પ્રત્યેક પરિસ્થિતિમાં વિજેતા બની શકે છે.
એટલે જીવનને સમજવાનો પ્રયત્ન કરવો એ સારી વાત છે, પણ જીવનને માણવાની સમજણ કેળવવી એ એનાથી પણ વઘુ સારી વાત છે. બસ હવે આગળ ન પૂછતા કે ‘શા માટે?’ એનો જવાબ તમારે જાતે જ શોધવાનો છે.

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved