Last Update : 22-April-2012, Sunday

 

શા માટે દેવો મનુષ્યદેહ ધારણ કરવા ઉત્સુક હોય છે !

જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર

- દેવોની દુનિયામાં વિષય સુખ ઘણા છે, પણ ત્યાં ધર્મનું આચરણ થઈ શકતું નથી. દેવભવનો અર્થ જ એ કે, પુણ્યની મૂડીને ખર્ચી નાખવી ત્યાં નવી પુણ્યની મૂડી એકઠી થઈ શકતી નથી

કેટલીક વ્યક્તિઓ યુગદ્રષ્ટા હોય છે, તે પોતાના યુગનો મિજાજ પારખીને તેનેઅનુરૂપ જીવનકાર્યની ગોઠવણી કરે છે, કેટલીક વ્યક્તિઓ યુગસૃષ્ટા હોય છે, જે પોતાની શક્તિ અને સામર્થ્યથી યુગનું સર્જન કરે છે, વિરલ વિભૂતિ જ એવી હોય છે, જે પોતાના યુગને ઓળખી, એની વેદના અને વિશેષતાઓને જાણી નવા યુગને આકાર આપવાનું કાર્ય કરે છે. આવા યુગધર્મને પારખનાર યુગપ્રભાવક આચાર્ય હતા શ્રી વિદયવલ્લભસૂરીશ્વરજી મહારાજ, જેમની કલ્યાણગામી દ્રષ્ટિ વિશ્વના પ્રાણીમાત્ર પર ઠરેલી હતી.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી મહાન સંસ્થાના પ્રેરક અને આત્માનંદ જૈન સભા મુંબઈના દ્રષ્ટા એવા આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ કોઈ ધર્મ કે સંપ્રદાયના નહીં, કોઈ જાતિ કે જ્ઞાતિના નહીં, પણ માનવમાત્રના ઉત્કર્ષ માટે પોતાનું જીવન વ્યતીત કર્યું હતું. એવા આચાર્યશ્રીએ દેવદુર્લભ માનવતા અંગે જે વિચારો વ્યક્ત કર્યા છે ગઈકાલના વિચારો નથી. એ આજના વિચારો છે અને આવતીકાલને આકાર આપનારા એ વિચારો છે. એમના એ વિચારો પર દ્રષ્ટિપાત કરીએ.
આ જગતમાં જે વસ્તુ મુશ્કેલીથી માંડ માંડ પ્રાપ્ત થતી હોય, તે બહુ અલ્પ હોય છે અને અલ્પ હોવાના કારણે જ વઘુ મોંઘી હોય છે. વિશ્વમાં રેડિયમ ધાતુ ખૂબ ઓછા પ્રમાણમાં છે. આખી દુનિયામાં તે તોલો-દોઢ તોલો જેટલી હશે, એટલે તે અત્યંત મોંઘી છે. પરમાણુ અત્યંત સૂક્ષ્મ હોય છે, એથી જ ઘણો કંિમતી હોય છે. એક પરમાણુની કંિમત કરોડો રૂપિયાની હોય છે. આથી જ એ પ્રત્યેક વ્યક્તિને માટે સુલભ હોતો નથી. એક કરોડપતિ પણ એને એકલો ખરીદી શકતો નથી.
આ વસ્તુઓ મોંઘી ભલે હોય, પણ પૈસાથી ખરીદી શકાય છે, પણ કેટલીક વસ્તુઓ એવી છે, જે પૈસાથી ખરીદી શકાતી નથી. બીજી વસ્તુના બદલામાં આપીને લઈ પણ શકાતી નથી. કે એકની મહેનતના બદલામાં બીજાને મળી શકતી નથી. આ વસ્તુઓ કઈ છે ? જુઓ, તમે ન બતાવી શકો તો હું તે બતાવી દઉં. સર્વજ્ઞ ભગવાન મહાવીરે તેમના પાવાપુરીના અંતિમ પ્રવચનમાં પોતાના અનુભવોનો નિચોડ જગત સામે પ્રસ્તુ કરતાં કહ્યું કે -
યત્તારિ પરર્મગાણિ દુલ્લાહારગીહ જંતુણો,
માણુસત્તં સુઈ સદ્ધા સંજમમ્મિ ય વીરીયં.
(ઉત્તરાઘ્યયન સૂત્ર, અ. ૩, ગા. ૧)
‘‘આ સંસારમાં જીવોને ચાર વસ્તુઓ પ્રાપ્ત થવી અતિ દુર્લભ છે અને તે ચાર છે - મનુષ્યત્વ, ધર્મશ્રવમ, સાચી શ્રદ્ધા અને સંયમ-માર્ગમાં પુરુષાર્થ.’’
શું આ વસ્તુઓ લાંચરૂશ્વત આપવાથી મળી શકશે ખરી ? તમારામાંથી ઘણાં વેપાર કરે છે, એટલે કદાચ એવું વિચારે કે આપણે જેમ કેટલીય દુર્લભ વસ્તુઓ અધિકારીઓને લાંચ આપીને પ્રાપ્ત કરીએ છીએ એવી જ રીતે આ પણ પ્રાપ્ત કરી લઈશું.જો આવા પ્રયત્નોથી આ વસ્તુઓ પ્રાપ્ત થતી હોત તો ભગવાન મહાવીરે એને ક્યારેય દુર્લભ કહી ન હોત.
આ ચીજો એટલી બધી અપ્રાપ્ય છે કે ન તો ધનથી પ્રાપ્ત થઈ શકે છે, ન અદલાબદલીથી, ન બીજાની મહેનતથી કે ન પછી કોઈ પ્રકારની લાંચ, ખુશામત કે મંત્રતંત્રથી પ્રાપ્ત થઈ શકે. આ ચાર અતિદુર્લભ વસ્તુઓ માટે તો જીવે પોતે જ ઘ્યેયની દિશામાં સાચા પ્રયત્ન વડે પુરુષાર્થ કરવો પડે છે. ઘણા સત્‌ પુરુષાર્થ પછી આ ચારે વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે. એટલે જ તો એને અતિદુર્લભ કહેવામાં આવી છે. કેવળ ભગવાન મહાવીરે જ નહીં, જગદ્‌ગુરુ આદિ શંકરાચાર્યે પણ અન્ય શબ્દોમાં એને અતિદુર્લભ બતાવી છે ઃ
‘દુર્લભં ત્રયમેવૈતદ્‌ દેવાનુગ્રહહેતુકમ્‌,
મનુષ્યત્વ મુમુક્ષુત્વં મહાપુરુષસંશ્રયઃ ।’
‘આ ત્રણ બાબત જ પરમ દુર્લભ છે, કદાચ દેવાધિદેવ (પરબ્રહ્મ)ના અનુગ્રહ (કૃપા)થી પ્રાપ્ત થઈ જાય. આ ત્રણ છે. - મનુષ્યત્વ, મુમુક્ષુત્વ અને મહાપુરુષોનું શરણ.’
આ શ્વ્લોકમાં મનુષ્યત્વ સિવાયની જે બે વાત બતાવી છે એનો સમાવેશ શ્રઘ્ધા, શ્રવણ અને સંયમમાં પુરુષાર્થમાં થઈ જાય છે. ધર્મશ્રવણની રુચિ અને સંયમમાં પુરુષાર્થની વૃત્તિ મુમુક્ષુતા વિના થઈ શકતી નથી. જેને સંસારના જન્મમરણની, કર્મોથી અને વિષયકષાયોથી મુક્તથવાની પ્રબળ ઉત્કંઠા હોય છે, તે જ ધર્મશ્રવણ કરે છે અને ત્યાગબાદ ત્યાગ અને સંયમના માર્ગે આગળ વધે છે. આ રીતે જ્યાં સુધી સમ્યક્‌ શ્રદ્ધા નથી હોતી, ત્યાં સુધી જીવમાં મોક્ષપ્રાપ્તિની અભિલાષા અથવા મહાપુરુષોના સમાગમ કે એમનું શરણ પ્રાપ્ત કરવાની વૃત્તિ જાગ્રત નથી થતી, આથી જ ભગવાન મહાવીરે નક્કર અનુભવના આધારે જે વાત કહી છે, એમાં શંકરાચાર્ય દ્વારા કહેવામાં આવેલી ત્રણ બાબતોનો સમાવેશ થઈ જાય છે.
અન્ય ધર્મશાસ્ત્રોમાં માનવતા પહેલાં મનુષ્યશરીર અથવા મનુષ્યજન્મ પ્રાપ્તકરવો પણ દુર્લભ દર્શાવ્યો છે. એનું કારણ એ કે અનંત પુણ્યોદયથી, અનેક જન્મો સુધી નરક, તિર્યચ અને દેવગતિમાં ભટકતાં ભટકતાં અને પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ અને વનસ્પતિ યોનિઓમાં ધૂમીધૂમીને એકેન્દ્રિયથી ક્રમશઃ દ્વિઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયમાં વિકાસ કરતાં કરતાં જીવ મનુષ્યજન્મ પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય શરીર માટે દેવતાઓ ઝંખે છે, એને માટે ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે -
‘બડે ભાગ માનુસતન પાવા,
સરદુર્લભ ગ્રંથ કોટિન્હ ગાવા’
આ મનુષ્ય શરીર મેળવવા માટે દેવો કેમ તડપે છે ? દેવ બાહ્ય વૈભવ, શરીર-સંપત્તિ અને ભૌતિક શક્તિમાં ભલેને મનુષ્યથી કેટલાય ગણા ચઢિયાતા હોય પરંતુ આઘ્યાત્મિક વૈભવ, બલ અને સંપત્તિમાં તેઓ ઘણા પાછળ છે. એક દાર્શનિક કહે છે કે ઈશ્વર પછીનું બીજું સ્થાન ન તો દેવતાઓને મળે છે કે ન તો બિચારા પશુઓને. તો પછી નારકીય જીવોની તો વાત જ શી ? ઈશ્વર પછીનું બીજું સ્થાન માત્ર મનુષ્ય જ મેળવી શકે છે.
દેવોની દુનિયામાં વિષય સુખ ઘણા છે, પણ ત્યાં ધર્મનું આચરણ થઈ શકતું નથી. દેવભવનો અર્થ જ એ કે, પુણ્યની મૂડીને ખર્ચી નાખવી ત્યાં નવી પુણ્યની મૂડી એકઠી થઈ શકતી નથી. જૂની મૂડીને સુખ-ઉપભોગ કરવા માટે ખર્ચી ખતમ કરી નાખવામાં આવે છે. પુણ્યની મૂડી ખલાસ થઇ જતાં જ ત્યાંથી ચ્યવીને બીજી યોનિમાં આવવું પડે છે.
ધર્મની ઉત્કૃષ્ટ આરાધના મનુષ્યભવમાં જ થઈ શકે છે. નારકીય જીવો તો બિચારા રાત-દિવસ દુઃખોમાં જ શેકાતા રહે છે, એમને ધર્મની આરાધના કરવાનો વિચાર સુદ્ધાં આવતો નથી. એમની પાસે એવોસમય જ નથી અને તિર્યંચોના અજ્ઞાનના અંધકારને લીધે એમને આ માર્ગ દ્રષ્ટિગોચર થતો નથી. વળી પશુજીવનની પાધીનતાઅને નબળાઈઓ એમને ઉત્કૃષ્ટ મહાવ્રતો અપનાવતા અટકાવે છે. ભૂખ, તરસ અને સંકટયુક્ત પરિસ્થિતિમાં એમને પ્રાયઃ ધર્માચરણનો બોધ નથી થતો. દેવોની દુનિયા વિલાસ અને પુણ્ય ભોગવવામાં એટલી બધી લિપ્ત હોય છે કે એમને આઘ્યાત્મિક જીવન અપનાવવાનો અવકાશ જ નથી મળતો.
એક માનવજન્મની ભૂમિ જ એવી છે, જ્યાં ધર્માચરણનાં બીજ રોપી શકાય છે. તમને માટી પર બેસવું સારું નથી લાગતું કારણ કે તમે સભ્ય અને સંસ્કારી છો. કપડાં ખરાબ થઈ જવાના ડરથી તમે ફરશ પર બેઠા છો, પરંતુ યાદ રાખો કે માનવલોકની આ કાળી ભૂમિ પર જ ધર્મના બીજ રોપી શકાય છે. દેવભૂમિ સુંદર હોવા છતાં પણ વિકાસશીલ નથી. આ દ્રષ્ટિથી જ દેવસમૂહ મનુષ્યભૂમિમાં જન્મ લેવા માટે આતુર હોય છે.
કેટલાય લોકો મનુષ્ય શરીર મેળવી લે છે, પરંતુ એને અનુકૂળ વાતાવરણ, સત્સંગ, અનુભવજ્ઞાન અને ઉત્તમ પુરુષોનો સત્સંગ નહીં મળવાથી તેઓ મનુષ્યશરીર મળવા છતાં ધર્મનું કશું આચરણ કરી શકતા નથી. મનુષ્ય જન્મ તો ચોરને પણ મળ્યો છે, પરંતુ તે માનવ શરીર મળવા છતાં બીજાના ધનની ચોરી કરે છે. મનુષ્યજીવન તો એક વેશ્યાને પણ મળ્યું છે, પરંતુ તે આ અમૂલ્ય શરીરની ધર્માચરણ ન કરતાં, યુવાનોને પોતાની જાળમાં ફસાવીને પોતાના શરીર અને ધર્મ બંનેને ભ્રષ્ટ કરે છે. તો આવા અમૂલ્ય માનવદેહને સફળ કરવા માટે ધર્મશ્રવણની જરૂર છે.
(આવતે અંકે પૂર્ણ)

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved