Last Update : 22-April-2012, Sunday

 

ચૈતસિક શક્તિ ધરાવતા લોકો જમીનની અંદર છૂપાયેલી વસ્તુઓને શોધી કાઢે છે!

અગોચર વિશ્વ - દેવેશ મહેતા

માનવી જે બાબતોને પ્રત્યક્ષ જ્ઞાન કે બાહ્ય સાધન- સરંજામથી જાણી શકતો નથી તે બાબતોને તે પરોક્ષ જ્ઞાન કે દૈવી શક્તિથી જાણવાનો પ્રયત્ન કરે છે. કેટલીક વ્યક્તિઓ એમની ચૈતસિક શક્તિથી ગુપ્ત કે અપ્રકટ બાબતોને જાણી લે છે. આવી વ્યક્તિઓમાં ઘણુંખરું કરીને તો આ શક્તિ કુદરતી રીતે આવેલી- જન્મજાત- હોય છે પણ કેટલાકે અભ્યાસ અને સાધાનાથી પણ વિકસિત કરી હોય છે.
આવી ગુપ્ત જ્ઞાન-પ્રક્રિયાઓમાં એક પ્રક્રિયા છે- ‘ડિવાઈનંિગ’. આ શક્તિ ધરાવનાર વ્યક્તિ જમીનની અંદર રહેલા પાણીના ભંડારો, તેલના ક્ષેત્રો, ધાતુઓની ખાણો વગેરેની માહિતી નિશ્ચિત રૂપે આપી શકે છે. ડિવાઈનંિગ એક ચૈતસિક શક્તિ છે. આમાં કોઇ વૈજ્ઞાનિક યંત્ર કે રાસાયણિક દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ શક્તિ ઠરાવનાર પોતાની માનસિક ક્ષમતાથી જ છૂપાયેલી કે દટાયેલી વસ્તુઓને શોધી કાઢે છે. એ વસ્તુ સાથે ‘અનુસંધાન’ પ્રાપ્ત કરવા તે કેટલીક વાર તે સૂકા મેવાના ઝાડની ડાળખી (હેઝલ ટિ્‌વગ)નો ઉપયોગ કરે છે.
પ્રથમ વિશ્વયુદ્ધના સમયગાળા દરમિયાન ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી તરીકે લોઈડ જોર્જ હતા. વિશ્વયુદ્ધ પછી એમણે મોટી જમીન ખેતી અને ફળોના બગીચા બનાવવા ખરીદી હતી. એ માટે બધી વ્યવસ્થા કરાઇ હતી પણ એક મોટી તકલીફ હતી કે ત્યાં પાણીની ભારે તંગી ઊભી થઇ જતી હતી. એટલે એ આશંકા ઊભી થઇ કે કોઇવાર વરસાદ ન પડે કે સાવ ઓછો પડે તો ફાર્મને હાનિ પહોંચી શકે છે. આ તકલીફ દૂર કરવા જોર્જે અનેક ઉપાયો વિચાર્યા પણ કોઇ કારગત નીવડે એવા ન લાગ્યા. એટલામાં એમનું ઘ્યાન નજીકના એક ખેતર પર પડ્યું. બીજી બધી જગ્યા રૂખી-સૂકી હતી પણ તે ખેતરની જમીન અત્યંત લીલીછમ અને તરોતાજાજોવા મળતી હતી. એટલે તે તે ખેતરના માલિકને મળવા ગયા અને તેનું રહસ્ય પૂછ્‌યું.
ખેતરના માલિકે જોર્જને કહ્યું કે તેની પત્ની ‘ડિવાઈનંિગ’ વિદ્યા જાણે છે. તેનાથી તે જમીનની અંદર રહેલા પાણીનો સ્રોત શોધી શકે છે. એણે બતાવેલી જગ્યાએ કૂવો ખોદવામાં આવ્યો તો ત્યાંથી ભરપૂર પાણી મળી આવ્યું. એટલે અમારા ખેતરમાં પાણીની તંગી પડતી જ નથી. લોઈડ જોર્જે તરત જ તે ખેતરના માલિકની પત્નીને બોલાવી અને તેને પોતાના ફાર્મ પર લઇ ગયા. તે મહિલા થોડી વાર જોર્જના ફાર્મમાં સૂકા મેવાના ઝાડની ડાળી હાથમાં રાખીને ફરી. પછી તેણે એક જગ્યા પર અટકીને જોર્જને જણાવ્યું કે આ જગ્યાએ જમીનની નીચે પાણીનો મોટો ભંડાર છે ત્યાં તમે કૂવો ખોદાવો તો તમને ક્યારેય પાણીની તંગી નહીં પડે. જોર્જે તે જગ્યાએ કૂવો ખોદાવ્યો તો તેમને તે કૂવામાંથી દરરોજ ત્રણ લાખ ગેલન પાણી મળવા લાગ્યું! ત્યારથી ફાર્મની ઉપજ વધી ગઇ અને આખા ફાર્મમાં ચોમેર હરિયાળી છવાઇ ગઇ.
અંગ્રેજોની સેનાના ખ્યાતિ પ્રાપ્ત સેનાપતિ અને પાછળથી ઈંગ્લેન્ડના યુદ્ધમંત્રી બનેલા લૉર્ડ કિચનર પણ ‘ડિવાઈનંિગ’ વિદ્યાના નિષ્ણાત હતા. જ્યારે તે મિસરમાં રહેલી અંગ્રેજ સેનાના લેફટેનન્ટનું પદ સંભાળતા હતા ત્યારે ત્યારે અંગ્રેજ સરકારે ‘કોરોસ્કો’ની મરુભૂમિમાં ૨૫૦ માઈલ લાંબી રેલવે લાઈન નાંખવાની શરૂઆત કરી. પણ આ રણપ્રદેશમાં પાણીનો અત્યંત અભાવ હોવાને લીધે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. એક વખત એવો આવ્યો કે ત્યાં રેલવે લાઇન નાંખવી અસંભવ છે એવું વિચારી વાત પડતી મૂકવામાં આવી. જ્યારે આ સમાચાર લૉર્ડ કિચનરને મળ્યા ત્યારે તે પોતે જ આ સ્થાને આવી પહોંચ્યા અને પોતાની ચૈતસિક શક્તિનો ઉપયોગ કરી જમીનમાં કઇ જગ્યાએ નીચે પુષ્કળ પાણી છે તે શોધી કાઢ્‌યું અને બે જગ્યાએ કૂવા ખોદવાનો આદેશ કર્યો. એ કૂવાઓમાંથી ભરપૂર માત્રામાં મીઠું પાણી નીકળ્યું અને કામ આગળ વધારાયું. થોડા સમયમાં તો રેલવે લાઈન નાંખવાનું કામ પૂરું થઇ ગયું. એ માર્ગે અંગ્રેજોની સેનાને ઝડપથી મિસર મોકલવામાં આવી અને તેણે વિદ્રોહીઓને દબાવીને ફરીથી પોતાની હકૂમત પ્રસ્થાપિત કરી દીધી. બીજા કેટલાક લોકોએ આડેધડ તે રેલવે લાઈન પાસે કૂવા ખોદાવ્યા પણ એકેમાંથી પાણી નીકળ્યું નહીં.
યુદ્ધ સમયે ઘણું કરીને એવી અનેક સમસ્યાઓ ઊભી થાય છે જેને વૈજ્ઞાનિક ઉપકરણોથી નહીં પણ દૈવી શક્તિ ધરાવતા લોકોની સહાયથી ઉકેલી શકાય છે. એકવાર અંગ્રેજ સેના સેલ્સબરી મેદાનમાં નકલી યુદ્ધનો અભ્યાસ કરવા એકત્રિત થઇ હતી. જે જગ્યાએ આ સેનાનો કેમ્પ ઊભો કરવામાં આવ્યો હતો તેની આસપાસમાંથી પાણી કાઢવાની એન્જિનિયરોએ બહુ જ કોશિશ કરી પણ એમાં મુદ્દલે સફળતા ન મળી. એટલે ચૈતસિક શક્તિ ધરાવતી મહિલા કુમારી પેનરોઝને બોલાવવામાં આવી. તે પહેલાં બ્રિટિશ કોલંબિયામાં ચૈતસિક શક્તિથી પાણી શોધી આપવાનું કામ કરતી હતી. તેણે તે જગ્યાએ આવીને પોતાની પ્રમાણે એક લટાર મારી અને જમીનની અંદરના પાણીનો સ્રોત શોધી કાઢ્‌યો. તેણે નિર્દેશ કર્યો તે જગ્યાએ ખોદવામાં આવ્યું અને પાણીનો ભરપૂર ભંડાર મળી આવ્યો. એનાથી સેનાની પાણીની સમસ્યાનો ઉકેલ આવી ગયો.
ચૈતસિક શક્તિ ધરાવતા દૈવી ભૂગર્ભવેત્તાઓ પાણીની જેમ જમીનની અંદર રહેલી અન્ય વસ્તુઓ, ધાતુઓ વગેરેની જાણકારી પણ મેળવી શકે છે. આનાથી તે પોતાની સેનાના અધિકારીઓને એ જણાવી શકે છે કે શત્રુ સેનાનો દારૂગોળો ક્યાં છૂપાવેલો છે અથવા ડૂબકીમાર નાવ સમુદ્રની અંદર ક્યાં છૂપાયેલી છે.
જર્મનીનો સરમુખત્યાર હિટલર દૈવી શક્તિ ધરાવનારા પર વિશ્વાસ ધરાવતો હતો અને તેમની સંમતિ વિના યુદ્ધને લગતું એક પગલું પણ આગળ ભરતો નહોતો. એ દિવસોમાં ઈંગ્લેન્ડમાં લૂઇ ડી. વ્હોલ નામનો એક દૈવી ભવિષ્યવેત્તા આવ્યો હતો જે અંગ્રેજ અધિકારીઓને હિટલરની બધી ભાવિ ગતિવિધિ કે યોજનાની માહિતી આપી દેતો હતો. મૂળ હંગેરીમાં રહેતા લૂઇએ પાછળથી હિટલરના મુખ્ય સલાહકાર વિલિયમ ક્રાફટ સાથે પણ કામ કર્યું હતું. બ્રિટનના વિદેશ મંત્રી લૉર્ડ હેલિફેક્સ સાથે એની મુલાકાત થઇ ત્યારે તેણે હિટલર વિશે ભવિષ્યવાણી કરી એના પર હેલિફેક્સને પહેલાં તો અવિશ્વાસ જ ઉદ્‌ભવ્યો હતો પણ તે સાચી પડતાં પછી તેને સેનામાં સમાવિષ્ટ કરી કેપ્ટનનું પદ આપ્યું હતું અને યુદ્ધ દરમિયાન એની ચૈતસિક શક્તિઓનો ઉપયોગ કરી મોટો ફાયદો મેળવ્યો હતો.
ડિવાઈનંિગથી રોગોનું નિદાન પણ થઇ શકે છે. શરીરમાં ક્યાં, કયા કારણથી બીમારી છે તે જાણી શકાય છે. ઈંગ્લેન્ડની ‘રોયલ એન્જિનિયરીંગ આર્મી’ના કેપ્ટન એ.જે. એડની સ્વિટ્‌ઝરલેન્ડના આવા એક દૈવી ચિકિત્સક પાસે ગયા ત્યારે તેણે કેવળ ઝાડની ડાળીનો ઉપયોગ કરીને એમના નિતંબની ગાંઠની બીમારીનું નિદાન કરી દીઘું હતું. એ જ રીતે તેણે અન્ય એક વ્યક્તિના પેટના કેન્સરની બીમારીનું નિદાન કરી દીઘું હતું જેને ડૉકટરો પણ પકડી શક્યા નહોતા અને એક્ષ-રેથી પણ જાણી શકાયું નહોતું. ચૈતસિક શક્તિ ધરાવતા કેટલાક લોકો ‘ડિવાઈનંિગ રોડ’ તરીકે સૂકા મેવાના ઝાડની ડાળીને બદલે પેન્ડુલમનો પણ ઉપયોગ કરે છે. છૂપાયેલી વસ્તુ કે ભાવિના ગર્ભમાં અવ્યક્ત પડેલી બાબતને જાણવા એની સાથે અચેતન મનને ‘ટ્યુન’ કરવું જરૂરી બને છે. ડિવાઈનંિગ રોડ કે પેન્ડુલમ આ ‘ટ્યુનંિગ’ કરવા ઉપયોગી માઘ્યમ કે સાધન બને છે એટલે ચૈતસિક શક્તિ ધરાવતા લોકો તેનો ઉપયોગ કરે છે.

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved