Last Update : 22-April-2012, Sunday

 

હું તો નિમિત્ત માત્ર

આજકાલ - પ્રીતિ શાહ

‘હું તો માત્ર નિમિત્ત છું. એને બચાવનારો તો ઉપરવાળો છે.’ ચંદીગઢની ૬૧ વર્ષની કિટ્ટુ (રૈના) બક્ષીએ આજ સુધીમાં કેટલા પ્રાણીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે એનો અંદાજ મેળવવો મુશ્કેલ છે. કારણ એટલું જ કે એ પોતાને આ પ્રાણી બચાવનારી નહીં પરંતુ એના પરિવારની એક સભ્ય માને છે. પ્રાણી તરફનો કિટ્ટુ બક્ષીનો પ્રેમ એવો છે કે આ અંગ્રેજીના નિવૃત્ત અઘ્યાપિકાનું ઘર એ એમનું ઘર રહ્યું નથી, પણ પ્રાણીઓનું ઘર લાગે. એમને પ્રાણી પ્રત્યેની ચાહના પતિ પાસેથી વારસામાં પ્રાપ્ત થઈ અને બનતું એવું કે એમના પતિને દારૂ પીવાની આદત હતી. એ ઘણીવાર આવે ત્યારે રસ્તામાં કોઈ ગલુડિયું કે બિલાડીનું બચ્ચું મળે તો એને સાથે લઈ આવતા. એકવાર એ ગલુડિયાને લઈ આવ્યાં જેનું નામ શામર રાખ્યું. આ શામરે એમનું જીવન બદલી નાખ્યું. એક પ્રાણી પ્રત્યે કેવો અગાધ પ્રેમ હોય એનું ઉદાહરણ છે કિટ્ટુ બક્ષી. એ કહે છે કે આ શામર અમારા ઘરમાં અમારી સાથે રહ્યો નહીં. બલકે અમારા હૃદયમાં સદાને માટે વસી ગયો. એવી જ રીતે એક મિટ્ટુ નામનું કાદવ જેવાં રંગવાળું ગલુડિયું આવ્યું અને એને પીપલ ફોર એનિમલ સંસ્થામાં લઈ ગયા. દસેક વર્ષ પહેલાંની આ ઘટના છે અને એ દિવસથી કિટ્ટુ બક્ષી આ સંસ્થા સાથે જોડાઈ ગયા.
જે કોઈ પ્રાણી મળે એનું તેઓ નામ પાડે છે. ચંદીગઢની શેરીમાં ફરતી એક બિલાડી મળી. એનું નામ રાખ્યું વિસ્કર. એ બિલાડી એમના ઘરમાં રહેતી નથી, પરંતુ છેલ્લાં પાંચ વર્ષથી નિયમિતપણે ભોજન માટે હાજર થઈ જાય છે. ફીથર્સ નામનો મોટો કૂતરો તો કિટ્ટુ અને દીપક બંનેની સાથે હંમેશાં હોય જ. રસ્તાની લાંબી યાત્રા હોય ત્યારે એ પણ એમની સાથે ચાલતો હોય. એટલું જ નહીં પણ એકવાર લેહની મુસાફરીએ ગયા ત્યારે એને સાથે લઈ ગયા હતા. આજે કિટ્ટુ બક્ષી એના પ્રાણી પ્રેમ માટે જાણીતી છે અને હવે તો એવું પણ થયું છે કે કોઈ બીમાર પ્રાણી હોય તો સહુ કિટ્ટુની પાસે દોડી આવે છે. કિટ્ટુ એમને પીપલ ફોર એનિમલ સંસ્થાના સેવાભાવી પશુ-ચિકિત્સકો પાસે લઈ જાય છે અને એની પૂરેપૂરી સારવાર કરે છે.

 

માટીમાંથી મનુષ્ય

પટણાથી બસો કિમી દૂર દક્ષિણ-પશ્ચિમે આવેલા અકરોહી ગામ આખાય કૈમૂર જિલ્લાના રામગઢ તાલુકામાં એ માટે જાણીતું છે કે આ ગામમાં માત્ર ચોરી કરનારાઓ જ રહે છે. અહીં ભાગ્યે જ કોઈ સરકારી અધિકારી આવે છે અને એ આવે તો અહીં વસતા મુસહર સમુદાયને માથે આફત આવે તેવા સમાચાર લઈને આવતા હોય છે. સિત્તેર પરિવાર આ ગામમાં રહે છે અને લોકો ખેતી અને ઇંટના ભઠ્ઠામાં મજૂરી કરે છે. સરકારની ઘોર ઉપેક્ષા કારમી ગરીબી અને શિક્ષણની બદતર વ્યવસ્થાને કારણે આ સમુદાય પછાત રહ્યો છે અને આ વિસ્તારમાં બનતા કોઈ પણ ચોરી કે ઘાડની ઘટના વખતે પોલીસ આ ગામમાં આવીને મુસહર પરિવારના કોઈપણ પુરુષને આરોપી તરીકે દમદાટી આપીને પકડી જાય છે. આ આખાય મુસહર સમુદાયમાં એક માત્ર વનવાસી મુસહર એ સાત ધોરણ સુધી ભણેલો છે. એની આગળ વધવાની ઈચ્છા એના પિતાના અકાળ અવસાનને કારણે પરિવારની જવાબદારી આવતા આથમી ગઈ. આથી એ વઘુ ભણી શક્યો નહીં, પરંતુ એણે બીજાંઓને ભણાવવાનો સંકલ્પ કર્યો. વાત છે આજથી વીસ વર્ષ પહેલાંની સરસ્વતી પૂજાનો એ દિવસ હતો. વનવાસી મુસહરે આજુબાજુના બાળકોને એકઠા કર્યા અને પોતાની ઝૂંપડી સામે નાનકડી સ્કૂલની શરૂઆત કરી. એણે આદિવાસીઓને બાળકોને સ્કૂલે મોકલવા સમજાવ્યા અને એણે વિચાર્યું કે એની પૌત્રી કિરણ ભણીગણીને ડૉક્ટર બને અને આદિવાસી સમાજની સેવા કરી. આને માટે એ બઘું કરી છૂટવા તૈયાર છે.
આજે વનવાસી મુસહરની નિશાળમાં કુલ બાવીસ છોકરા-છોકરીઓ અભ્યાસ કરે છે. અહીં વનવાસી એમને ત્રીજા ધોરણ સુધી ભણાવે છે. રોજ સવારે સાત વાગે એની સ્કૂલ શરૂ થાય છે. નવ વાગે સ્કૂલ પૂરી થાય અને એ બાળકો ઘેર જાય. વનવાસી પોતે પણ પગે ચાલીને ઇંટના ભઠ્ઠામાં કામ કરવા જાય. એ હંમેશાં પોતાની પાસે રેડિયો રાખે છે અને રેડિયો દ્વારા દેશ અને દુનિયાના સમાચારો મેળવે છે. અહીં ત્રણ ધોરણ સુધી ભણેલા બાળકો આગળ ભણવા જાય છે અને આ નિશાળના બે બાળકોએ સ્નાતકની પદવી મેળવી છે જ્યારે બીજા કેટલાય છોકરાઓ મેટ્રિક પાસ કરી ચૂક્યા છે. આ વનવાસીના પ્રયત્નોને પરિણામે ગામના બસો જેટલાં મહાદલિત બાળકો કોઈ નજીકના ગામમાં કે બહાર શિક્ષા મેળવી રહ્યાં છે. વનવાસી આ બાળકોને ત્રણ ધોરણ સુધી હિન્દી, ગણિત અને અંગ્રેજી વિષય શીખવે છે. આટલું ભણ્યા પછી બાળકોને એ વઘુ અભ્યાસ માટે નજીકમાં આવેલી મીડલ સ્કૂલમાં મોકલે છે. એ પોતે સાતમા ધોરણ સુધી જ ભણ્યો છે તેથી એનાથી આગળના ધોરણની સામગ્રી બાળકોને આપી શકતો નથી, પરંતુ એને ગર્વ એ વાતનો છે કે પાઠ્યપુસ્તકો, ટયૂશન કે અન્ય સુવિધાનો અભાવ હોવા છતાં એની નિશાળના પૂર્વ વિદ્યાર્થીઓ રંજન મુસહર, રામાયણ મુસહર અને બ્રિસન મુસહર આજે બી.કોમ.માં અભ્યાસ કરી રહ્યાં છે. અત્યંત દૂર આવેલા અકરોહી ગામમાં કોઈ સરકારી વિભાગ કે કોઈ સંસ્થા હજી આ નિશાળની મદદ માટે આવ્યા નથી. અહીં ભણેલો વિદ્યાર્થી રામપ્યારે મુસહર કહે છે કે ગુરૂજીએ મને માટીમાંથી મનુષ્ય બનાવ્યો છે. એક આદિવાસી પોતે ભણી શક્યો નહીં તેની અભાવપૂર્તિ માટે બાળકોને ભણાવીને પોતાનું સ્વપ્ન સાકાર કરે છે.

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved