Last Update : 22-April-2012, Sunday

 

ભારત સાથે વાટાઘાટો માટે તૈયાર
સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ભારત-પાક. ફરીથી વાટાઘાટોના માર્ગે ઃ વિદેશ મંત્રી હીના ખાર
(પીટીઆઈ) લાહોર, તા. ૨૧
સિયાચીનમાંથી પાકિસ્તાની દળોને એકપક્ષે પાછા ખેંચી લેવાની શક્યતાનો ઈનકાર પ્રમુખ આસિફ અલી ઝરદારીએ કર્યો છે. જો ભારત પણ તેના દળોને પાછા ખેંચવા સંમત થાય તો જ હિમાલયના ગ્લેસિયરમાંથી પાક. ટુકડીઓને પરત બોલાવી શકાય. જોકે, ભારત સાથે તમામ મુદ્દે વાટાઘાટો કરવાની તૈયારી તેમણે દર્શાવી હતી.
હિમશીલા ધસી પડતા ૧૩૮ પાકિસ્તાની સૈનિકોના મોતના બનાવના એક પખવાડિયા પછી ઓકારામાં પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (પીપીપી)ના કાર્યકરોના સંમેલનને સંબોધન કરતાં ઝરદારીએ કહ્યુ હતું કે ભારત જો સંમત થાય તો જ પાકિસ્તાની ટુકડીઓને પરત બોલાવવાનું શક્ય છે. સિયાચિન ખાતે પાકિસ્તાની સૈનિકો વિષે તેમને ચિંતા હતી અને ભારતને પણ તેના સૈનિકોની ચિંતા છે.
દુનિયામાં સૌથી ઉંચી કઠિન રણભૂમિ સિયાચેન છે તેમાં કોઈ સંદેહ નથી. વિશ્વના આ સૌથી મુશ્કેલ સ્થળે અત્યંત વિપરિત હવામાન અને બીજી સમસ્યાઓથી આપણે વાકેફ છીએ પણ બંને સરકાર સંયુકતપણે દળોને પાછા ખેંચવા માટે સંમત થાય તો જ તે શક્ય છે તેમ તેમણે કહ્યુ હતું.
તેમણે કહ્યુ હતું કે ભારત સાથેના તેના તમામ પ્રશ્નોને મંત્રણાઓ મારફતે ઉકેલવાનું પાકિસ્તાન ઈચ્છે છે. તમામ વિષયે નવી દિલ્હી સાથે વાટાઘાટો યોજવાનું ઈસ્લામાબાદ ચાહે છે.
દરમિયાન, યુએસનો પ્રવાસ ખેડી રહેલા પાકિસ્તાની વિદેશ પ્રધાન હીના રબ્બાની ખારે કહ્યુ હતું કે ભારત અને પાકિસ્તાન બેને દેશ તેમની વચ્ચેના પ્રશ્નોને ઉકેલવા માટે મંત્રણાની મેજ પર પાછા ફર્યાં છે. પાડેશીઓ સાથેના સંબંધોને સુધારવામાં અગ્રતા કે પસંદગી આપવાનું પાકિસ્તાનને પરવડે તેમ નથી.
તેમણે જણાવ્યુ હતું કે તમામ પાડોશી દેશો માટે પાકિસ્તાનની નીતિ એકધારી રહી છે. અમારી શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની જરૃર છે.
ઓસામા બિન લાદેન વિષેના સવાલમાં તેમણે એવા દાવો કર્યો હતો કે અત્યારસુધીની ઉંડી તપાસમાં જણાયુ છે કે ઓસામા અબોટાબાદમાં છુપાયો હોવાનું સરકારમાં કોઈ જામતુ નથી.
પાકિસ્તાનમાં ઓસામાની અણધારી મોજૂદગીમાંથી ઘણાં પદાર્થપાઠ શીખ્યા છીએ અને ભવિષ્યમાં આવુ ના બને તેને માટે દેશના જાસૂસી તંત્રને કેવી રીતે મજબૂત બનાવી શકાય તે જોવાનું છે તેમ વિદેશ પ્રધાને કહ્યુ હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved