Last Update : 22-April-2012, Sunday

 

એક આઇપીએસ અધિકારી સાથે પણ પાલાડેને સંબંધ હતા

તેણે એક કેસ ઊકેલવામાં અધિકારીને મદદ કરીને નિકટતા કેળવી હતી
મુંબઇ તા.૨૧
દિલ્હીનાં વેપારી અરૃણકુમાર ટીકુની હત્યા તથા પ્રોડયુસર કરણ કુમાર કકકડનાં ગુમ થવાના કેસનાં મુખ્ય આરોપી વિજય પાલાંડે મુંબઇ પોલીસનાં એક ઉચ્ચ આઇપીએસ અધિકારીનો વિશ્વાસુ ખબરી હોવાનું પણ કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાલાંડેની ઓળખ આ આઇપીએસ અધિકારી સાથે પાલાંડેનાં સંબંધી ઇન્સ્પેકટર સંજય શિંદેએ કરાવી હતી. શિંદેએ પાલાંડેને ભુતકાળમાં તેની ગુનાખોરીમાં શિંદેએ કથિતપણે મદદ કરી હતી.
પાલાંડેએ ૧૦ એપ્રિલનાં રોજ ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાંથી નાટકીય ઢબે ભાગી છૂટયા બાદ આ આઇપીએસ અધિકારીની મદદ પણ માંગી હતી. જોકે આ અધિકારીએ પાલાંડેથી અંતર રાખવાનું નક્કી કર્યું હતું.
અરૃણકુમાર ટીકુ અને કરણકુમાર કકકડ કેસની તપાસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ અંધેરીમાં કારમાંથી ભાગી છુટયા બાદ પાલાંડે દક્ષિણ મુંબઇ પહોંચ્યો હતો. જ્યાં તેણે આ આઇપીએસ અધિકારીની મદદ મેળવવા તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. પાલાંડે ભાગી છૂટયો ત્યારે ઇન્સ્પેકટર સંજય શિંદે કારમાં તેની નજીકમાં જ બેઠો હતો. કોઇ પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો ન હતો કારણ કે તે જાણતા હતા કે પાલાંડે શિંદેનો સંબંધી છે અને આઇપીએસ અધિકારીનો વિશ્વાસુ ખબરી છે, એમ સૂત્રોએ કહ્યું હતું. પાલાંડેએ પોલીસને કહ્યું હતું કે તે દેશ છોડી દેતા પહેલા દક્ષિણ મુંબઇ એટલા માટે ગયો હતો કે થોડા કલાક છુપાવા માટેનું તે સલામત સ્થળ હતું.
શિંદેને આ આઇપીએસ અધિકારી સાથે સારા સંબંધ હતા અને ગયા વર્ષે કથિતપણે તેણે પાલાંડેની ઓળખ તેમની સાથે કરાવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ એક મોટો કેસ ઊકેલવામાં પાલાંડેએ આ આઇપીએસ અધિકારીને મદદ કરીને તેમની નિકટતા કેળવી હતી અને તેમનો કૃપાપાત્ર બન્યો હતો. જેને પગલે તેને આ અધિકારીના વિશ્વાસુ ખબરીનું પદ મળ્યું હતું. ત્યારબાદ થોડા મહિનામાં તેણે આ અધિકારી સાથે નિકટનાં સંબંધો વિકસાવ્યા હતા. શિંદે પણ કેસ ઊકેલવામાં સાથે હતો.
સૂત્રોનાં જણાવ્યા મુજબ આ આઇપીએસ અધિકારીને શિંદેની તાજેતરની પ્રવૃત્તિઓ અંગે જાણ હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved