Last Update : 22-April-2012, Sunday

 

વન મિનિટ પ્લીઝ

રાષ્ટ્રીય
(1) બોલો, પ. બંગાળની મમતા બેનરજી સરકાર હવે પોતાનું અખબાર અને ચેનલ ચાલુ કરશે. પણ મમતા દીદીને ક્યાં ખબર છે કે, હવે સરકારી ચેનલો અને અખબારો જોવાતા કે વંચાતા નથી.
(2) વડાપ્રધાને અમલદારોને નિર્ભય રીતે, સંકોચ રાખ્યા વગર નિર્ણયો લેવા કહ્યું છે પણ સામે ભાજપે વડાપ્રધાનની ટીખળ કરતા કહ્યું છે કે, નીતિના પક્ષાઘાતથી તો સરકાર પીડાય છે, અમલદારો નહિ.
(3) ઝારખંડમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર અને હોર્સ ટ્રેડિંગના મામલે સીબીઆઇએ ઝારખંડના ત્રણ ધારાસભ્યોના સ્થાનોએ દરોડા પાડયા હતા અને તેણે મતપત્રકો તપાસવા માગ્યા છે.
(4) નકસલવાદીઓનો કેર વધતો જાય છે. ઓરિસ્સાના એક ધારાસભ્યના અપહરણ બાદ હવે છત્તીસગઢમાં સુકમા જિલ્લાના કલેક્ટરનું તેમણે અપહરણ કર્યું છે.
(5) ઇટાલીના જહાજને પકડવાની કેરળ પોલીસને સત્તા નથી આવું અધિક સોલીસીટર જનરલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું પણ હવે કેન્દ્ર સરકાર સોલીસીટર જનરલના અભિપ્રાયથી વિરુદ્ધ વાત કરી રહી છે. સવાલ એ છે કે, સોલીસીટર જનરલ સુપ્રીમમાં કોના વતી રજૂઆત કરી રહ્યા હતા ?
(6) રાજસ્થાનની નર્સ ભંવરીદેવીના કેસમાં વધુ ધરપકડો થવાના ભણકારા છે. સીબીઆઇએ બીજું આરોપપત્ર દાખલ કર્યું છે.
(7) આદર્શ કૌભાંડના કેસમાં વિશેષ સીબીઆઇ કોર્ટે છ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે. આમાં પૂર્વ સરકારી અધિકારીઓ જયરાજ પાઠક અને રામાનંદ તિવારીનો સમાવેશ થાય છે.
(8) જનનીની જોડ સખી નહીં જડે રે લોલ...! પણ જનની ક્રૂર હોઈ શકે ? ઉત્તર પ્રદેશમાં ગાઝિયાબાદમાં એક મહિલાએ સાસરિયા સાથેના ઝઘડાથી હતાશ થઈને તેના ૧૧ માસના બાળકને બીજા માળેથી ફેંકી દીધું હોવાનું કહેવાય છે.
(9) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ કોંગ્રેસના હાઇકમાન્ડને મળ્યા હતા. સોનિયા ગાંધી તેમના કામથી ખુશ છે કે કેમ તેવા સવાલોનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું. અર્થ એ કે સોનિયા ખુશ નથી.
(10) અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓની નોંધણી ૭ મેથી ચાલુ થશે તેવી જાહેરાત શ્રી અમરનાથ દેવસ્થાન ટ્રસ્ટે કરી છે.

 

આંતરરાષ્ટ્રીય
(1) મ્યાનમાર લોકશાહી તરફ આગળ વધી રહ્યું છે. તે જોતાં વિશ્વની તેને મદદ મળવા લાગી છે. ઓસ્ટ્રેલિયા, યુરોપીય સંઘ અને અમેરિકાએ તેની સામેના પ્રતિબંધો ઉઠાવી લેવા કહ્યું છે, હવે જાપાને પણ મ્યાનમાર સુધારા કરે તો તેનું દેવું માફ કરવા કહ્યું છે.
(2) ઉત્તર કોરિયાએ રોકેટનું નિષ્ફળ પરીક્ષણ કર્યું તે પછી ચીન અને ઉત્તર કોરિયાએ શનિવારે ઉચ્ચ સ્તરીય મંત્રણા કરી છે.
(3) ચીનની વાત નીકળી છે તો, ચીનના અધિકારીઓએ સીચુઆન પ્રાંતના કાર્ઝેમાં સ્થાનિક તિબેટીયનોએ સ્થાપેલી શાળા બંધ કરી દીધી છે. આ શાળામાં તિબેટીયન વિદ્યાર્થીઓને તેમની સંસ્કૃતિના પાઠ ભણાવાતા હતા. વિદ્યાર્થીઓને હવે સરકારી શાળાઓમાં મોકલવા આદેશ કરાયો છે.
(4) બહરૈનમાં રવિવારે F1 ગ્રાન્ડ પ્રિકસ યોજાય તે પહેલાં વ્યાપક વિરોધો ફાટી નીકળ્યા હતા. પોલીસ સાથે સંઘર્ષમાં એક પ્રદર્શનકારી ઠાર મરાયો હતો.
(5) કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં ૫૦ કરતાં વધુ કૂતરાંને મારી નાખવાનો ગુનો રોબર્ટ ફેવકેટે સ્વીકાર્યો છે. આ ભાઈ કૂતરા ગાડીઓની સેવા પૂરી પાડતા હતા પણ ૨૦૧૦ના વિન્ટર ઓલિમ્પિક પછી ધંધો મંદ પડી જતાં તેણે કૂતરાને ઠાર માર્યા અથવા ગળાં કાપી નાખ્યા.
(6) ફ્રાન્સમાં રવિવારે પ્રમુખપદની ચૂંટણી છે. પ્રચારના છેલ્લા દિવસે સારકોઝી સહિતના ઉમેદવારોએ પૂરજોશ પ્રચાર કર્યો હતો.
(7) નાણા પ્રધાન પ્રણવ મુખર્જી અમેરિકા ગયા છે. તેમણે વોડાફોનના કેસથી અમેરિકી વેપારીઓમાં ઊભી થયેલી ચિંતાનું સમાધાન કરવા પ્રયાસ કર્યા હતા. બીજી તરફ જી-૨૦ દેશોમાં પ્રણવે કહ્યું છે કે ટેક્સ અંગે આપોઆપ માહિતી મળે તેવી પ્રણાલિ ગોઠવવી જોઈએ.
(8) ઓસ્ટ્રેલિયામાં એક રસપ્રદ કિસ્સો બન્યો છે. ત્રીસીમાં રહેલી એક મહિલા સરકારી સંસ્થામાં નોકરી કરે છે. તે નોકરીના કામસર ન્યૂ સાઉથ વેલ્સ ગઈ હતી. ત્યાં મોટલમાં ઉતરી. તેણે એક પુરુષ સાથે સેક્સ માણ્યું. સેક્સ દરમ્યાન તેના માથે લાઇટ ફિટિંગ પડતાં તેને ઈજા થઈ. આ ઈજાનું વળતર સરકારી સંસ્થા આપે તેવો ચુકાદો ઓસ્ટ્રેલિયાની કોર્ટે આપ્યો છે. આને કહેવાય 'કામનું કામ' ને 'વળતરનું વળતર.'
(9) એક ટીવી ચેનલના અહેવાલ અનુસાર આઈએસઆઈએ તાલિબાનને સમર્થન એ ભૂલ હોવાનું સ્વીકાર્યું છે. ભારત સાથે સંબંધો સુધારવા માગતું હોવાનું પણ પાકિસ્તાને કહ્યું છે. પણ સવાલ એ છે કે પાક. દાઉદ અને હાફીઝ સઈદ ભારતને ક્યારે સોંપશે ?
(10) અમેરિકાના લગભગ સોએક સાંસદોએ એફબીઆઈને જણાવ્યું છે કે તે અમેરિકામાં શીખ વિરોધી અપરાધો થતા અટકે તે માટે વધુ સારા માર્ગ શોધે. અમેરિકામાં ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના હુમલા બાદ શીખો સામેના અપરાધોમાં વધારો થયો છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved