Last Update : 22-April-2012, Sunday

 
ધુ્રતિ કેસના પંચનામાનો પોલીસે ચેડાં કર્યા હતા ઃ સેશન્સ કોર્ટ

આરોપીઓના વધુ રિમાન્ડ નકારવાનો ચીફ કોર્ટનો ચુકાદો કાયદા વિરૃધ્ધનો, અન્યાયી અને ખોટો હોવાની ગંભીર નોંધ

નવસારી, શનિવાર
નવસારી જિલ્લા સેંશન્સ કોર્ટે બે દિવસ અગાઉ ચકચારી ધુ્રતિ પટેલ અપમૃત્યુ કેસમાં તેનાં આરોપીપતિ અને જેઠનાં સાત દિવસનાં પોલીસ રિમાંન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે પોતાનાં ૧૩ પાનાનાં રિમાન્ડ અંગે આપેલા ચુકાદામાં પોલીસે કોર્ટમાં રજુ કરેલા પંચનામામાં ચેડા કર્યા હોવાની ગંભીર નોંધ કરી છે. તેમ આ કેસમાં આરોપીઓનાં વધુ રિમાન્ડ નકારવાનાં ચીફ કોર્ટના ચુકાદો કાયદા વિરૃધ્ધનો, અન્યાયી, અને ખોટો હોવાનું પણ નોંધ્યુ છે. !
ધુ્રતિનાં શંકાસ્પદમોતમાં આરોપી દિવ્યેશ અને હિરલનાં સાત દિવસનાં રિમાન્ડ આપતાં નવસારી જિલ્લા સેંશન્સ કોર્ટે ગુરૃવારે પોતાના ૧૩ પાનાનાં ચુકાદામાં પોલીસની આ કેસની કામગીરીની આકરી ઝાટકણી કાઢી હતી. વિષયમાં કોર્ટે પોતાનાં તારણોમાં નોંધ્યુ છે કે જો ધુ્રતિએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોય તો પછી તેના શરીર ઉપર આટલી બધી ઇજાઓ કેવી રીતે થઇ હતી ? જે અંગે કોઇ જ તપાસ જે તે વખતનાં તપાસ કરનારાં પોલીસ અધિકારીએ કરી હોય તેવું ફલિત થતું નથી ! તપાસ અધિકારીએ મરનારનાં શરીર પર આ ઇજાઓ કઇ રીતે થઇ હતી ? તે ઇન્કવેસ્ટ રિપોર્ટમાં નોંધ્યું ન હતું ! અને ધુ્રતિનો પી.એમ. રિપોર્ટ મળી ગયા બાદ પણ પોલીસે બનાવનાં ત્રણ દિવસ બાદ તા.૨૮-૦૩-૧૨નાં રોજ ફરીયાદ લીધી ત્યાં સુધી કોઇ ગુનો પણ નોંધ્યો ન હતો. કે આરોપીઓની ધરપકડ પણ કરી ન હતી. જેના પરથી તપાસ કરનાર પોલીસ અધિકારી, આરોપીઓનાં શરૃઆતથી પ્રભાવમાં હોવાનું જણાય છે. ધુ્રતિએ જ બાથરૃમમાં ગળે ફાંસો ખાધો હતો. એવું માની લઇને પોલીસે પ્રારંભિક તપાસ કરી હતી પરંતુ બાથરૃમમાં ૬ ફૂટ ૪ ઇંચની ઉંચાઇએ આવેલા પાર્ટીશનનો પાઇપ સુધી પહોંચવા માટે કોઇ સાધન હોય તેવું ગુનાવાળી જગ્યાનાં પંચનામામાં જણાતું નથી ! એવા સંજોગોમાં ખરેખર ધુ્રતિએ બાથરૃમમાં ફાંસો ખાધો હતો કે કેમ ? તેની પણ પોલીસે તપાસ કરી નથી. ! ત્યારબાદ તપાસ કરનાર પોલીસ અધિકારી બદલાતા, આ ઘટનાનું રિર્હસલ કરવામાં આવ્યું હતું. જેમાં પંચોની રૃબરૃમાં પંચ સુરેશભાઇ બાલુભાઇ ચૌહાણને રૃમાલમાં બનાવેલી ગાંઠમાં ટીંગાઇ જવાનું પોલીસે જણાવ્યું હતું. પરંતુ રૃમાલની ગાંઠ ફીટ થઇ ન હતી. અને તે છૂટી પણ ન હતી ! આ ઘટનાને પોલીસે રિમાન્ડ અપીલનાં સંદર્ભે આ કોર્ટ સમક્ષ પંચનામામાં રજુ કરી હતી. જે પંચનામાના લખાણમાં ચેડા કરવામાં આવ્યા હતા. જે ઇરાદા પૂર્વક આરોપીઓને મદદ કરવા માટે કરાયા હોવાનું જણાય છે. એવી ગંભીર નોંધ બાદ, સેશન્સ કોર્ટે, નવસારીની ચીફ કોર્ટની કાર્યવાહી અંગે પણ ગંભીર નોંધ કરતા કહ્યુ કે ધુ્રતિકેસનાં આરોપીઓને વિશેષ પોલીસ રિમાન્ડ ઉપર સોંપવાનો અત્યંત આવશ્યક હોવા છતાં નવસારી ચીફ કોર્ટનાં જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ દ્વારા આ મુદ્દો લક્ષમાં લેવાયો ન હતો. તેથી જ્યુડીશીયલ ચીફ મેજીસ્ટ્રેટનો ચુકાદો કાયદા વિરૃધ્ધનો અન્યાયી અને ખોટો હોવાનું પુરવાર થાય છે. એવી કડક નોંધ નવસારી જીલ્લા સેંશન્સ જજે પોતાનાં ચુકાદામાં કરી છે.
આમ નવસારી જીલ્લા સેંશન્સ કોર્ટે તમામ પાસાઓને ધ્યાને લઇ આરોપી ધુ્રતિનો પતિ અને તેનો જેઠના સાત દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved