Last Update : 22-April-2012, Sunday

 
ભાસ્કરના પત્રકારના સાગરિતના જામીન નકારાયા

-જૈન ટ્રસ્ટની જમીન હડપવાનો કારસો

 

- જેલવાસ ભોગવતા ભાસ્કરના પત્રકાર પ્રસન્ન ભટ્ટ

(પ્રતિનિધિ દ્વારા) સુરત,શનિવાર
મગદલ્લા સ્થિત નાગેશ્વર જૈન દેરાસર ટ્રસ્ટની જમીન હડપવાના કારસામાં જેલવાસ ભોગવતા ભાસ્કરના પત્રકાર પ્રસન્ન ભટ્ટના વધુ એક અમદાવાદી સાગરિત પ્રતિક કપાસીના આગોતરા જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ પી.એ.વાઘેલાએ નકારી કાઢી હતી.
પ્રવિણચંદ્ર કપાસીયાવાલા પરિવારની મગદલ્લા ખાતે રેવન્યુ સર્વે નં.૮૯માં આવેલા શ્રી નાગેશ્વર જૈન દેરાસર ટ્રસ્ટની જમીન બોગસ પાવરના આધારે પચાવી પાડવા ભાસ્કરના પત્રકાર પ્રસન્ન ભટ્ટ,વકીલ શૈલેશ પટેલ આણિ મંડળીએ ગુનાઈત ફોર્જરી તથા ઠગાઈનો કારસો રચ્યો હતો.આ કેસમાં સંડોવાયેલા અમદાવાદના આરોપી પ્રતિક કપાસીએ આ કેસમાં પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી આગોતરા જામીનની માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ ન હોઈ જામીન મુક્ત કરવા માંગ કરી હતી.
જેના વિરોધમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે હાલના આરોપી પ્રતિક કપાસીએ બોગસ પ્રવિણચંદ્ર કપાસીયાવાલા તરીકે અમદાવાદના રવિન્દ્ર દેસાઈને ઉભો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.તદુપરાંત સહ આરોપી રવિન્દ્ર દેસાઈને બોગસ પ્રવિણચંદ્ર કપાસીયાવાલા તરીકે પ્રોજેક્ટ કરવા પ્રતિક કપાસીએ બોગસ પાનકાર્ડ,રેશનીંગ કાર્ડ,ફોટોગ્રાફ વગેરે આઈડી પ્રુફ ઉભા કરવામાં સક્રીય ભૂમિકા ભજવી હોવાનો પ્રથમ દર્શનીય કેસ છે.જ્યારે જમીન હડપવાના કારસામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ભાસ્કરના પત્રકાર પ્રસન્ન ભટ્ટ તથા વકીલ શૈલેશ પટેલ આણિ મંડળી પાસેથી અમદાવાદની કલાસીક ગોલ્ડ હોટેલની મીટીંગમાં પ્રતિક કપાસીએ રૃ.૭ કરોડ જેટલી માતબર રકમ મેળવી છે.
જેથી હાલના આરોપીની ગુનાઈત કારસામાં સક્રીય ભૂમિકા જોતા કસ્ટોડયલ ઈન્ટ્રોગેશન જરૃરી હોવાથી આગોતરા જામીન નામંજુર કરવા સરકાર પક્ષે માંગ કરી હતી.કોર્ટે બંને પક્ષોની દલીલો તથા રેકર્ડ પરના પુરાવાને લક્ષમાં લઈને આરોપી પ્રતિક કપાસીની આગોતરા જામીનની માંગ નકારી કાઢી હતી.કોર્ટે જણાવ્યું હતું કે આ પ્રકરણમાં મૂળ જમીન માલિક પ્રવિણ કપાસીયાવાલાએ પોતાનો જુવાનજોધ પુત્રી ગુમાવ્યો છે.તેથી ગુનાની ગંભીરતા ઘણી વધી જાય છે.હાલના આરોપીને જામીન મુક્ત કરવામાં આવે તો આવા જમીન પ્રકરણોમાં ઘણા ગુના દાખલ થઈ શકે તેવી શક્યતા છે.આરોપી પ્રતિક કપાસીએ જમીનના સોદા પેટે રૃ.૭.૧૬ કરોડ જેવી માતબર રકમ મળી છે જે કબજે કરવાની બાકી છે.જો હાલના આરોપીએ સહ આરોપી રવિન્દ્ર દેસાઈને બોગસ પ્રવિણચંદ્ર કપાસીયાવાલા તરીકે પ્રોજેક્ટ ન કર્યો હોત કે બોગસ પાવરમાં સહી કરવા તૈયાર ન કર્યો હોત તો કદાચ પ્રસન્ન ભટ્ટને બોગસ પાવર ઓફ એટર્ની મળી ન શક્યો હોત.સમગ્ર પ્રકરણમાં હાલના આરોપી પ્રતિક કપાસીની મહત્વપૂર્ણ ભૂમિકા અને ગુનાની ગંભીરતા જોતા કસ્ટોડયલ ઈન્ટ્રોગેશન જરૃરી જણાય છે.

 
 
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved