Last Update : 22-April-2012, Sunday

 
૨૫ હજાર રસ્તે પડી જતાં તાતીથૈયામાં કામદારનો આપઘાત

માતા-પિતાને મોકલવાના નાણાં બેંકમાં જમા કરાવવા જતી વેળા ગુમ થતાં બિહારના અજોટીયા ભગતે ફાંસો ખાધો

બારડોલી, શનિવાર
પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે રહેતા યુવાન કામદારના રૃ. ૨૫૦૦૦ ગુમ થઇ જતા માતા-પિતાને નાણાં ન મોકલી શકવાના માનસિક દબાણમાં યુવાને નાયલોનની દોરી વડે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. યુવાન પગારના નાણાં બેંકમાં જમા કરાવવા જતા રસ્તામાં ગુમ થઇ ગયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ બિહારના બલીચકના વતની અજોટીયા રામલાલભાઇ ભગત (ઉ.વ. ૨૦) તાતીથૈયા ગામે જલારામ કોમ્પ્લેક્ષમાં રહેતો હતો. અજોટીયા ભગતના માતા-પિતા વતનમાં રહે છે અને નાણાંની જરૃરિયાત ઉભી થતાં અજોટીયા ભગતે પોતાના પગારના રૃ. ૨૫૦૦૦ લઇને ગતરોજ કડોદરા ચાર રસ્તા ખાતે સ્વાગત કોમ્પ્લેક્ષમાં આવેલી એસબીઆઇ શાખામાં જમા કરાવવા ગયો હતો. દરમિયાન અજોટીયા ભગતના રૃ. ૨૫૦૦૦ રસ્તામાં કે બેંક પાસે કયાંક પડી જતાં નિરાશ થઇ તે બપોરે ૨ વાગે પોતાના રૃમ પર ગયો હતો. પોતાના માતા-પિતાને નાણાંની સખ્ત જરૃરિયાત છે અને નાણાં ગુમ થઇ જતાં શું કરીશ તેના માનસિક દબાણમાં અજોટીયા ભગતે પોતાના રૃમમાં પંખાની હુક સાથે નાયલોનની દોરી બાંધી ગેસના બાટલા પર ઉભો રહી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે પડોશી બિટ્ટુ બંસીધરભાઇ યાદવે કડોદરા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved