Last Update : 22-April-2012, Sunday

 
પ્રિયપાત્રની હત્યા કર્યા બાદ આપઘાત કરવાના બે કેસમાં
નવસારી પોલીસના સ્યુસાઇડ નોટ જાહેર કરવામાં બેવડા માપદંડ !
ગોવિંદની સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારી વિગતો હોવાનું લોકો હવે દ્રઢપણે માનવા લાગ્યા
પતિની હત્યા કરનાર પત્નીની સ્યુસાઇડ નોટ પોલીસે તરત જાહેર કરી જ્યારે પ્રેમિકાની હત્યા કરનાર ગોવિંદની સ્યુસાઇડ નોટ જાહેર કરતી નથી

નવસારી, શનિવાર
છેલ્લા એક મહિનામાં નવસારી જિલ્લામાં પ્રેમમાં પાગલ બનેલી બે વ્યક્તિઓએ પોતાના પ્રિયપાત્રની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરીલીધી હતી. જેમાં નવસારીની શ્વેતા પંચાલની હત્યા બાદ તેના આશિક ગોવિંદે ગળે ફાંસો ખાઇ મોતને ગળે વળગાડયું હતું. તેની લાશ પાસેથી ૧૯ પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેને આજસુધી પોલીસે મિડીયાને આપી નથી ! જ્યારે ગઇકાલે વાંસદાના વણારસી ગામે પોતાના પતિ ઇશ્વર માહલાની હત્યા બાદ તેની પત્ની સરોજે ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરી હતી. તેની પાસેથી પણ ૧૪ પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેને પોલીસે સામેથી મીડીયાને વહેંચી હતી ! આમ એક જ જીલ્લાની પોલીસના બેવડા માપદંડ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.
નવસારી જિલ્લા પોલીસના મીડીયાને માહિતી આપવાના બે અલગ કિસ્સામાં બેવડા માપદંડ પ્રકાશમાં આવ્યા છે. જેની વિગત એવી છે કે, નવસારી શહેરમાં આવેલા ટાટા હૉલ પાસે રહેતી શ્વેતા પંચાલની હત્યા કર્યા બાદ તેનો આશિક ગોવિંદ આસુદાણીએ પોતે પણ ગળે ફાંસો ખાઇને વિરાવળના પૂર્ણા નદીના પુલ ઉપર ભેદી સંજોગોમાં આપઘાત કર્યો હતો. આ પાગલ પ્રેમી યુવાને ફુલસ્કેપ નોટબુકમાં ૧૯ પાનાઓ ભરીને સ્યુસાઇડ નોટ લખી હતી. તેેને પોલીસે કબ્જે કરી હતી. જે પૈકી પોલીસે માત્ર અમુક મુદ્દાઓની જાણકારી મીડીયાને આપી હતી અને સ્યુસાઇડ નોટમાં એકની એક જ વાતો ગોવિંદે લખી છે, બીજુ કંઇ ખાસ નથી એવું જણાવી સ્યુસાઇડ નોટ બતાવી ન હતી. એટલું જ નહી પરંતુ શ્વેતાના પતિ અંકુર અને ગોવિંદના પરિવારને પણ સ્યુસાઇડ નોટ બતાવામાં આવી ન હોવાનું જાણવા મળે છે. જો કંઇ જ વાંધાજનક ન હોય તો પછી સ્યુસાઇડ નોટ જાહેર કરવામાં પોલસને શું વાંધો છે ? એવો પ્રશ્ન ઊભો થાય છે !
જ્યારે આ કિસ્સાથી વિપરીત વર્તન પોલીસે વાંસદામાં દાખવ્યું છે. વાંસદાના વણારસી ગામે છેલ્લા સાત વર્ષથી લગ્ન વિના સંસારસુખ ભોગવતી સરોજ નાયકા નામની યુવતિએ બે દિવસ અગાઉ પોતાના ડ્રાઇવર પતિ ઇશ્વર માહલાનું અન્ય મહિલા સાથે પ્રેમ-પ્રકરણ હોવાનું જાણતા ગુરુવારે સવારે પોતાના ઘરમાં સૂતેલા પતિ મહાશય ઉપર કુહાડીના ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં એક ડાયરીમાં ૧૩ પાનાની સ્યુસાઇડ નોટ લખી પોતે પણ ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી. તેની પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટને પોલીસે સામેથી મીડીયાને જોવા અને વાંચવા આપી હતી ! એક મહિલા આરોપીની સ્યુસાઇડ નોટ હોવા છતાં પોલીસે તેને જાહેર કરી હતી.
જ્યારે નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચકચારી બનેલા શ્વેતા પંચાલ હત્યા કેસના આોપી ગોવિંદની સ્યુસાઇડ નોટ પોલીસ કોઇ અગમ્ય કારણોસર જાહેર કરતી નથી. એક જ જિલ્લાની પોલીસના બેવડા માપદંડને પગલે લોકોમાં ફરી ચર્ચાનો દૌર શરૃ થયો છે. ગોવિંદની સ્યુસાઇડ નોટમાં ઘણી બધી ચોંકાવનારી વિગતો હોવાથી જ પોલીસ તેેેને જાહેર કરતી નથી એવું હવે લોકો દ્રઢપણે માનવા લાગ્યા છે. જો ગોવિંદની સ્યુસાઇડ નોટમાં એકની એક જ વાત લખવામાં આવી છે તો પછી તેને જાહેર કરવામાં પોલીસ કેમ ખંચકાટ અનુભવી રહી છે તે લોકોને સમજાતું નથી. લોકો હવે શ્વેતા-ગોવિંદ કેસની પોલીસ તપાસને શંકાની નજરે જોવા માંડયા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved