Last Update : 22-April-2012, Sunday

 
કડોદરામાં બે ગ્રાહકનો ATM કાર્ડ બદલી ગઠિયા ૬૭ હજાર ઉપાડી ગયા
એકસરખી મોડસ ઓપરેન્ડીથી નાણાં ઉપાડવાનો ત્રીજો બનાવ બનતા પોલીસ હરકતમાં ઃ પીનનંબર જાણી કરામત કરતા ગઠિયા
બારડોલી, શનિવાર
કડોદરા ચાર રસ્તા નજીક સ્વાગત કોમ્પ્લેક્ષમાં આવેલા એસબીઆઇના એટીએમ મશીન ખાતે ૨ ગ્રાહકને અજાણ્યા ૨ ગઠીયા ભેટી જતાં એટીએમ કાર્ડ બદલી લઇ રૃ।. ૫૪,૦૦૦ તથા રૃ. ૧૩૦૦૦ મળી કુલ રૃ. ૬૭૦૦૦ ખાતામાંથી ઉપાડી લીધા હતા. ભોગ બનનાર બંને ગ્રાહકે કડોદરા પોલીસ મથકે ૨ અજાણ્યા યુવાન વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા કડોદરા ચાર રસ્તા ખાતે અનેક બેંકના એટીએમ મશીન સેન્ટર આવેલા છે. જેમાં પરપ્રાંતીય વિસ્તારમાં નાણાંકીય લેવડ-દેવડ માટે સ્વાગત કોમ્પ્લેક્ષમાં આવેલી એસબીઆઇ બેંકની શાખાનો મહત્તમ ઉપયોગ થઇ રહ્યો છે. એસબીઆઇની શાખા ખાતે આવેલા એટીએમ મશીન ખાતે ગત તા. ૧૪-૪-૧૨ના રોજ હરીશ રામુભાઇ મૈસુરીયા (રહે. વલથાણ, તા. કામરેજ) નાણાં ઉપાડવા માટે ગયા હતા. તે સમયે ૨ અજાણ્યા યુવાન શખ્સો (ઉ.આ. ૩૦ થી ૩૫)ના ત્યાં હતાં. હરીશભાઇ મૈસુરીયા વરેલી ગાર્ડન મીલમાં કોન્ટ્રાકટર તરીકે કામ કરતા હોવાથી બેંકના ખાતામાં રૃ. ૫૬,૧૩૩ જમા હતા. જેમાંથી જરૃરિયાતના રૃ. ૨૦૦૦ ઉપાડયા હતા. નાણાં ઉપાડયા બાદ એટીએમ કાર્ડ મશીનમાંથી નહીં નીકળતા બંને અજાણ્યા શખ્સોએ મદદ કરવાનું જણાવી એટીએમ કાર્ડ કાઢી આપ્યો હતો પરંતુ બંને અજાણ્યા યુવાનોએ હરીશ મૈસુરીયાની નજર ચૂકવીને એટીએમ કાર્ડ બદલી લીધો હતો તથા હરીશ મૈસુરીયા પાસેથી તેનો પીન નંબર પણ જાણી લઇ સાંજે ૫ વાગે જ ખાતામાં જમા તમામ રૃ. ૫૪૧૦૦ બંને શખ્સો ઉપાડી ગયા હતા. બાદમાં ગત તા. ૧૭-૪-૧૨ના રોજ હરીશ મૈસુરીયાએ ખાતામાં બલેન્સ ચેક કરતા ખાતામાં માત્ર રૃ. ૧ જમા હતો. જેથી હરીશભાઇએ બેંક મેનેજરને આપવીતી જણાવતા છેલ્લે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
આ જ એટીએમ સેન્ટર પર બનેલા બીજા બનાવમાં ચલથાણ શુગર ફેકટરીમાં નોકરી કરતા કિરણ રમેશભાઇ ભક્ત (ઉ.વ. ૨૩, રહે. શુગર કોલોની, ચલથાણ) ગતરોજ સવારે ૯-૩૦ વાગે રૃ. ૫૦૦૦ ઉપાડવા માટે ગયા હતા. કિરણ ભક્ત પોતાના પિતા રમેશભાઇનો એટીએમ કાર્ડ લઇને ગયા હતા. રમેશભાઇ ભક્તના ખાતામાં રૃ. ૧૩,૭૮૨ જમા હતા. એટીએમ કાર્ડ મશીનમાં નાંખતા ફેલ બતાવતું હતું. તે સમયે ત્યાં હાજર ૨ યુવાન શખ્સો (ઉ.આ. ૩૦ થી ૩૫) મદદ કરવાનું જણાવી એટીએમ કાર્ડ ૨ થી ૩ વખત નાંખી પીનનંબર જાણી લીધો હતો તેમજ એટીએમચ કાર્ડ બદલી લીધો હતો. કિરણ ભક્ત કાર્ડ લઇને નજીકમાં જ આવેલા ફેડરલ બેંક પર જઇને કાર્ડ નાંખતા કાર્ડ બદલાયેલું હોવાનું જણાતા અડધા કલાકમાં પરત એસબીઆઇ એટીએમ સેન્ટર પર પહોંચ્યા હતા પણ ત્યાં સુધીમાં બંને ગઠીયા પ્રથમ રૃ. ૧૩૦૦૦ અને પછી રૃ. ૭૦૦ ઉપાડી લઇ ભાગી ગયા હતા. બનાવ અંગે કડોદરા જીઆઇડીસી પોલીસે કિરણ ભક્તની ફરિયાદ લઇ કાર્યવાહી હાથ ધરી છે.
કડોદરા ચાર રસ્તા નજીક સ્વાગત કોમ્પ્લેક્ષના એટીએમ સેન્ટર ખાતે એકસરખી મોડસ ઓપરેન્ડીથી સતત ત્રીજો બનાવ નોંધાતા કડોદરા પોલીસ દોડતી થઇ ગઇ છે. ઉપરોકત બંને બનાવમાં કુલ રૃ।. ૬૭,૮૦૦ ગઠીયા ઉપાડી ગયા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved