Last Update : 22-April-2012, Sunday

 

'સંગીતા મારી પાસે છે, તું બીજી છોકરી શોધી લે જે'
એકતરફી પ્રેમમાં લગ્નના ચાર દિવસ પહેલાં શિક્ષિકાનું અપહરણ

વાંસદા તાલુકાના પ્રતાપનગરની શિક્ષિકા સંગીતા પટેલને કંબોયાનો હેમંત પટેલ ઉઠાવી ગયોઃ કંકોત્રી વહેંચવા નીકળેલી સંગીતાનું મોપેડ પણ ગાયબ
વાંસદા, શનિવાર
વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામે રહેતી શિક્ષિકાને કંબોયા ગામનો યુવાન એકતરફી પ્રેમમાં લગ્ન કરવાના ઇરાદે ગુરુવારે ઉઠાવી જતાં અપહરણની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. શિક્ષિકાના સોમવારે લગ્ન હોવાથી યુવાન તેને જબરજસ્તી ઉપાડી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. અપહરણ કરનાર યુવાને શિક્ષિકાના મંગેતરને ફોન કરી જણાવ્યું હતું કે, ''સંગીતા મારી પાસે છે, તું બીજી છોકરી શોધી લે જે.''
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંસદાના પ્રતાપનગર ગામે મોટા ફળિયામાં રહેતી સંગીતા ભુલાભાઇ પટેલ (ઉ.વ.૨૬) કંબોયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. સંગીતાને કંબોયા ગામે ડુંગરી ફળિયામાં રહેતો હેમંત હીરાભાઇ પટેલ એકતરફી પ્રેમ કરતો હતો. પણ સંગીતા તેની સાથે લગ્ન કરવા માંગતી ન હતી.
દરમિયાન સંગીતાના ચીખલી તાલુકાના સતોડીયા ગામે રહેતા સંજય નટુભાઇ પટેલ સાથે લગ્ન નક્કી થયા હતા. લગ્નની તારીખ પણ નક્કી થઇ ગઇ હતી. તા.૨૩ એપ્રિલને સોમવારે સંગીતા અને સંજયના લગ્ન લેવાયા હતા. લગ્ન નક્કી થતાં ખુશખુશાલ સંગીતા કંકોત્રી વહેંચવાના કામમાં જોતરાઇ હતી. લગ્નની તમામ તૈયારીઓ પણ જોરશોરથી ચાલતી હતી. ગત ગુરુવારે શાળા છૂટયા ાબાદ સંગીતા કંબોયા ગામમાં કંકોત્રી વહેંચવા ગઇ હતી. ત્યારબાદ સંગીતા તેના પ્લેઝર મોપેડ (નં. જીજે-૨૧, એડી-૮૪૩૧) સાથે અચાનક ગુમ થઇ ગઇ હતી.
બાદમાં ગુરુવારે સાંજે સંગીતા મોબાઇલ પરથી તેના મંગેતર સંજય પટેલ પર ફોન આવ્યો હતો. ફોન પર સંગીતના પ્રેમમાં પાગલ હેમંત પટેલ બોલતો હતો. હેમંતે સંજયને જણાવ્યું કે, ''તારી સંગીતા મારી સાથે છે, અને હું તેને લઇ જાઉં છું, તું બીજી છોકરી શોધી લે જે.'' આટલી વાત કર્યા બાદ સંગીતાનો મોબાઇલ બંધ થઇ ગયો હતો. ગભરાયેલા સંજયે બનાવ અંગે ઘરના વડીલો અને સંગીતાના પિતાને જાણ કરી હતી. સંગીતાના પરિવારજનોએ તેની શોધખોળ કરવા છતાં કોઇ સગડ નહીં મળતાં અને તેનું મોપેડ પણ નહીં મળતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો. બનાવ અંગે સંગીતાના પિતા ભુલાભાઇ કાનજીભાઇ પટેલે વાંસદા પોલીસ મથકમાં લગ્ન કરવાના ઇરાદે હેમંત પટેલ સંગીતાનું અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved