Last Update : 22-April-2012, Sunday

 
કરમદડી ગામે બકરાનું મારણ કરીને યુવાન પર હુમલો કર્યા બાદ
ઘરમાં ઘુસીને નિંદ્રાધીન વૃધ્ધાને ફાડી ખાતો આદમખોર દિપડો

ધારી પંથકમાં સતત બીજા દિવસે માનવભક્ષી દિપડાનો તરખાટ, વનવિભાગે છ પાંજરા ગોઠવ્યા

ધારી, તા. ૨૧
ધારી પંથકમાં માસુમ બાળાનો શિકાર થયાની હજુ તો શાહી સુકાઇ નથી ત્યાં કરમદડીમાં ઘરમાં ઘુસી નિંદ્રાધીન વૃધ્ધાને માનવભક્ષી દિપડાએ ફાડી ખાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સવારે ઉઠેલા પરિવારને લોહીલુહાણ પથારીમાં આંખોના ડોળા જ હાથ લાગ્યા હતા. પાડોશમાં બકરાનું મારણ કરી સુતેલા યુવાન પર હુમલો કર્યા બાદ વૃધ્ધાને શિકાર બનાવનાર હિંસક પશુને ઝડપી પાડવા છ પાંજરા ગોઠવી દેવાયા છે.
ધારીના લાઇનપરા વિસ્તારમાં માસુમ બાળાને ફાડી નાંખી દિપડાએ શિકાર કર્યાને એક દિવસ નથી થયો, ત્યાં વધુ એક માનવભક્ષી દિપડાએ કરમદડી ગામમાં ત્રાટકી ઘરના ફળીયાની ખુલ્લી હવામાં ઘસઘસાટ ઉંઘતા વૃધ્ધાનો શિકાર કરી ફાડી ખાધાની ઘટના બનતા ભારે અરેરાટી સાથે ગીર કાંઠાના ગામોમાં ભયનું લખલખુ પ્રસરી જવા પામ્યું છે. જંગલથી ૫૦૦ મીટર દુર આવેલા કરમદડી ગામની ભાગોળે રહેતા શ્રમજીવી પરિવારના સંતોકબેન માધાભાઇ ચીરવાડીયા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધાને દિપડાએ ફાડી ખાધાની ઘટના અરેરાટીજનક છે.
કરમદડી ગામના છેવાડે કાંગસીયા જાડની વાડવાળા સામાન્ય મકાનમાં રહેતા પછાત પરિવારના સંતોકબેન ઉનાળાની ગરમીના કારણે ફળીયામાં ખાટલો નાંખી સુતા હતા. દરમિયાન સવારે પરિવારજનોએ ઉઠી જોતા સંતોકબેનની પથારી લોહીથી નિતરતી હતી અને આંખોના ડોળા નિકળી પથારીમાંજ માસના લોચા સાથે પડયા હતા. જે જોઇ કોળી પરિવાર સમજી ગયો હતો કે કાંઇ અઘટીત બની જવા પામ્યું છે.
બાદમાં ઘર બહાર પાડોશીની વાડીમાં ૨૩૦ મિટર દુર કાંટાળી વાડમાં વૃધ્ધાને ફાડી ખાતો દિપડો માથે બેઠેલો જોઇ પરિવારજનો અને ગ્રામજનોએ હાંકલા પડકારા કરતા નાસી ગયો હતો. બનાવ સંદર્ભે વનખાતાને જાણ કરતા એસીએફ જે.કે. ધામી, ફોરેસ્ટર એન.આર. વેગડા સહિતનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. જ્યાંથી જંગલખાતાના વાહન મારફત મૃતદેહને ધારીના દવાખાને પીએમ માટે ખસેડવામાં આવતા ત્યાં દોડી આવેલા ડીએફઓ અનસુમાન શર્માએ જસાધાર, સાવરકુંડલા ખાતે પડેલા વધારાના પાંજરા મંગાવી છ પીંજરા ગોઠવી આદમખોર દિપડાને પકડી પાંજરે પૂરવા સ્ટાફને સુચના આપી હતી.
નિંદ્રાધીન વૃધ્ધા સંતોકબેન પર હુમલાના બનાવ પહેલાં દિપડાએ પાડોશમાં એક બકરાનો શિકાર કરતા ઘરધણી જાગી ગયા હતા. બાદમાં બાજુમાં રહેતા ધીરૃભાઇ ગૌરીભાઇ અવદસીયા પોતાના ઘરના ફળીયામાં સુતા હતા. દરમિયાન તેમને પણ કોળીયો બનાવવાની ઇચ્છાથી ત્રાટકેલા દિપડાએ બચકુ ભરી હુમલો કર્યો હતો. સફાળા જાગી ગયેલા ધીરૃભાઇએ વળતો હુમલો કરી હાકલા પડકારા કરતા નાસેલો દિપડો ત્યાંથી સંતોકબેનને ફળીયામાં સુતેલી હાલતમાં જ ગળેથી દબાવી શ્વાસ રૃંધી મારણ કરેલું હતું.

 

દિપડાના આતંકથી લાચાર વનતંત્ર દ્વારા લોકોને સુચના
રાત્રે ખુલ્લામાં કોઈએ સુવું નહીં અને વારાફરતી ચોકીપહેરો કરીને હાંકલા પડકારા કરતા રહેવા!

ધારી,તા.૨૧
હાલમાં ગીર બોર્ડર તથા બૃહદગીર વિસ્તારમાં હિંસક વન્યપ્રાણીઓ ખાસ કરીને દિપડા દ્વારા માનવ ઉપરના હુમલાના પ્રમાણમાં વધારો થયેલો જણાય છે. જેથી માનવ મૃત્યુના બનાવો પણ બને છે. આવા બનાવો ઓછા બને તે માટે જરૃરી તકેદારી રાખવી જરૃરી છે. વન્યપ્રાણી તથા માનવ વચ્ચેના ઘર્ષણના બનાવો અટકાવી શકાય અને માનવ જીંદગી બચાવી શકાય તે માટે આપ સહૂના સાથ સહકારની જરૃરત છે. તો સુચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે, તેવી એક પત્રિકા વન વિભાગે ગામેગામ મોકલી છે.
જેમાં સુચનાઓ છે કે દરેક ગામના છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોએ ખાસ કરીને રાત્રે ખુલ્લામાં સુવુ નહીં તથા ઘરની આજુ બાજુ પ્રકાશમય વાતાવરણ રાખવું. ખેતર તથા વાડીમાં રહેતા પરપ્રાંતીય તથા સ્થાનિક મજુરોના દંગા કોતરો, નદીનાળા વિસ્તાર, શેરડીના ખેતર કે ફળાવ ઝાડના બગીચાની બાજુમાં ન ર ાખવા ગામની નજીક બંધ કમ્પાઉન્ડમાં રાખવા અથવા દંગાની ફરતે વાડની વ્યવસ્થા કરવી. દંગાની આજુ બાજુ લાઈટની સુવિધા ન થઈ શકે તેમ હોય ત્યાં સુધી રાત્રી દરમ્યાન તાપણું ચાલુ રાખવું. દંગાની સ્થળે પાલતું કુતરા તથા બકરા ન રાખવા. નાના બાળકો એકલા ન રાખવા તેમજ રાત્રી સમયે બાળકોને વચ્ચેના ભાગમાં સુવડાવવા તથા ઓઢાડવામાં કાળો ધાબળો/ શાલનો ઉપયોગ કરવો નહીં. વાડી વિસ્તારમાં વસનારાઓ વહેલી સવાર તેમજ સાંજે બાળકોને એકલા ન રાખવા, બહાર નિકલવાનું થાય તે બેથી ત્રણ વ્યક્તિએ સાથે નિકળવું, અવર જવરમાં સાથે ટોર્ચ તથા લાકડી રાખવી. મજુરોના દંગાની આજુ બાજુ રાત્રી દરમ્યાન વારાફરતી ચોકી પહેરો કરવો. મજુરોના દંગા આસપાસ મચ્છી અથવા માંસાહારી ચીજવસ્તુઓની ગંધ ન આવે તે માટે આવી ચીજ વસ્તુ ખાવાનું ટાળવું અથવા બંધ ડબ ્બામાં આવી ખાદ્ય ચીજ રાખવી જરૃરી છે.

 

વિસાવદર તાલુકાના લેરીયાની સીમમાં
કુતરાનો શિકાર કરી દીપડો ૧૫ ફુટ ઉંચા લીમડાના ઝાડ પર ચડયો
વાડી માલિકે હાકલા પડકારા કરતા દીપડો કુતરાના મૃતદેહને ઝાડ પર મુકી નાસી ગયો

જૂનાગઢ, તા.૨૧
વિસાવદર તાલુકાના લેરીયા ગામની સીમમાં ગત રા૬ે એક દીપડો કુતરાનો શિકાર કરી ૧૫ ફુટ ઉંચે લીમડાના વૃક્ષ પર ચડી ગયો હતો. વાડી માલિકે હાકલા પડકારા કરતા દીપડો કુતરાના મૃતદેહને ઝાડ પર મુકી નાસી ગયો હતો.
આ અંગેની વધુ વિગત મુજબ વિસાવદર તાલુકાના લેરીયા ગામની સીમમાં ગોરધનભાઈ મેઘાભાઈ રિબડીયાની વાડી આવેલી છે. ગત રાત્રી દરમ્યાન એક દીપડાએ કુતરાનો શિકાર કર્યો હતો. બાદમાં દીપડો કુતરાને લઈ ૧૫ ફુટ ઉંચે લીમડાના ઝાડ પર ચડી ગયો હતો અને મારણ આરોગવાનું શરૃ કર્યું હતું. સવારે વાડી માલિક ગોરધનભાઈ સાયકલ લઈ વાડીએ ગયા હતા અને તેઓએ લીમડા નીચે સાયકલ રાખતા ઝાડ પરથી લોહીના ટીપા પડતા જોયા હતા. આથી તેઓએ ઝાડની ઉપર નજર કરતા દીપડો કુતરાના મૃતદેહને લઈને બેઠો હોવાનું જોવા મળ્યું હતું. વાડી માલિકે હાકલા પડકારા કરતા દીપડો વૃક્ષ પર જ કુતરાના મૃતદેહને મુકી નાસી ગયો હતો. આ અંગે ખેડૂતે સાંજે વનવિભાગને જાણ કરતા વધુ કાર્યવાહી હાથ ધરી છે. વિસાવદર પંથકમાં વધતા જતા દીપડાઓના આતંકથી લોકોમાં ભય ફેલાયો છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved