Last Update : 22-April-2012, Sunday

 
ઈડર નાગરિક બેંક સાથે ઠગાઇ કરનાર મહિલા ઝબ્બે

બેંકમાં ખાતુ બંધ કરાવવા જતાં મહિલાને મુંબઇના વસાઇમાંથી પોલીસે ઝડપી લીધી

ઈડર, તા. ૨૧
ઈડર નાગરિક બેંક સાથે રૃપિયા ૧૬.૬૪ લાખની ઠગાઇ કરનાર બે આરોપીઓ પૈકી એક મહિલા આરોપી બી.જી. ઈરાનીને ઈડર પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં જ વિજાય બેંક- વસાઇ (મહારાષ્ટ્ર) શાખામાંથી ઝડપી પાડી મોટી સફળતા હાંસલ કરી છે. જોકે આ સમગ્ર ઠગાઇકાંડનો માસ્ટર માઈન્ડર આરોપી ડી.એલ. વોરા હજુ પણ પોલીસ પહોંચથી બહાર છે. જેને ઝડપી પાડવા પોલીસે કવાયત આરંભી છે. પોલીસની સમયસરની તપાસને પગલે ૮.૮૦ લાખ જેટલી રકમ વિજયા બેંકના અધિકારીઓએ સીજર કરતાં ૮.૮૦ લાખની રકમ બચી જવા પામી છે. જ્યારે બાકીની સાત લાખથી વધુ રકમ આરોપીઓએ એ.ટી.એમ. કે ડેબીટ કાર્ડ થકી સગેવગે કરી નાખી હોવાનું પોલીસતંત્ર જણાવી રહ્યું છે.
ઈડર શહેરમાં ભારે ચર્ચાસ્પદ બનેલ આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર, ગત તા. ૩-૪-૨૦૧૨ના રોજ ડી.એલ. વોરા નામના શખ્સે ઈડર નાગરિક બેંકની જવાનપુરા શાખામાંથી રૃપિયા ૮૦૦ અને રૃપિયા- ૭૦૦ના બે ડ્રાફ્ટ કઢાવ્યા હતા. બાદમાં આ ડ્રાફ્ટમાં છેડછાડ કરી ૮૦૦ના ડ્રાફ્ટમાં ૮,૭૯,૮૦૦ની રકમ અને ૭૦૦ના ડ્રાફ્ટમાં ૭,૮૫૭૦૦ની રકમ લખી નાખી હતી. ઉપરાંત નામમાં પણ ફેરફાર કરી બંને ડ્રાફ્ટમાં બી.જી. ઈરાનીનું નામ લખી નાખ્યું હતું. અને આ ડ્રાફટ સોલાપુરની બેંકમાં ભરી ઈડર નાગરિક બેંકના ખાતામાંથી ૧૬.૬૪ લાખ જેટલી માતબર રકમ ઉપાડી લીધી હતી. બાદમાં ખાતામાં બેલેન્સ ઓછુ હોવાની જાણ એકાઉન્ટ મારફતે નાગરિકના મેનેજરને થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
ત્યારબાદ મેનેજરે ઈડર પોલીસમાં (૧) ડી.એલ. વોરા અને (૨) બી.જે. ઈરાની વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસ દોડતી થઇ હતી. જેમાં ગુનો આચરવા ઉપયોગ કરાયેલ બેંકો મહારાષ્ટ્રની હોઇ આરોપીઓ પણ મહારાષ્ટ્રના હશે તેમ માની પોલીસે તે દિશામાં તપાસ આરંભી હતી. જેના ભાગરૃપે ઈડરના સેકન્ડ પો.સ.ઇ. રોહિત, હેડ કો. દિનેશભાઇ અને કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ સોલાપુર જવા રવાના થયા હતા. આ અગાઉ ઈડર પોલીસે ઉપરોક્ત ઘટના અંગે મુંબઇ સહિતની કેટલીક બેંકોમાં જાણકારી આપી આ નામના કોઇ વ્યક્તિ આવે તો જાણકારી આપવા વિનંતી કરી હતી. દરમ્યાન ઈડર પોલીસની ટીમ થાણે નજીકથી પસાર થઇ રહી હતી, તેવામાં ઈડર નાગરિક બેંક તરફથી જાણકારી મળી હતી કે વિજયા બેંક- વસાઇ (મહારાષ્ટ્ર) શાખામાં બી.જે. ઈરાની નામની મહિલા ખાતુ બંધ કરાવવા આવી છે. જેને પગલે ઈડર પોલીસની ટીમ વિજયા બેંકની વસાઇ શાખામાં પહોંચી ગઇ હતી.
બાદમાં પોલીસે ખાતા નંબર ચેક કરી બી.જે. ઈરાની નામની મહિલાની પૂછતાછ હાથ ધરી હતી. જેમાં મહિલાએ તેનું નામ બીના જીમી ઈરાની હોવાનું જણાવી જોષી નામના વ્યક્તિએ દેવાન શાહ નામધારી સાથે ઓળખાણ કરાવ્યાનું જણાવ્યું હતું. જેમાં દેવેના શાહે બીનાને પૈસાની જરૃરીયાત હોઇ પૈસાની લાલચ આપી એક ખાતુ ખોલાવવા જણાવ્યું હતું. સાથે જ બિલ્ડરને કાળા નામાં વ્હાઇટમાં ફેરવવા હોઇ તારા ખાતામાં ચેક કે ડ્રાફ્ટ ભરશે અને જેટલી રકમનો ચેક કે ડ્રાફ્ટ હશે તેની ૨૫ ટકા રકમની લાલચ આપ્યાનું બીનાએ જણાવ્યું હતું. બાદમાં પોલીસે બીનાએ ખાતુ ખોલાવવા આપેલ એડ્રેસ પ્રુફ પરથી એડ્રેસ ચેક કર્યું હતું, પરંતુ તે પણ ખોટું હોવાનું જણાઇ આવ્યું હતું. સાથે જ બેંક સાથે છેતરપિંડી આચરી તૈયાર કરાયેલ બંને ડ્રાફ્ટ પણ આ ખાતામાં જમા થયાનું જણાઇ આવ્યું હતું. જેથી પોલીસે બી.જે. ઈરાની ઉર્ફે બીના જીમી ઈરાનીની ધરપકડ કરી ઈડર ખાતે લાવી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ આ ઠગાઇ કાંડના માસ્ટર માઇન્ડ ડી.એલ. વોરાને ઝડપી પાડવા કસરત આરંભી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved