Last Update : 22-April-2012, Sunday

 

સાડા ત્રણ માસના વિરામ બાદ
તા.ર૧થી ત્રણ દિવસ સુધી આકાશમાં જોવા મળશે ઉલ્કા વર્ષાનો નજારો

રાત્રિના ૧થી વહેલી પરોઢ અવકાશી આતશબાજી જોવા ખગોળ પ્રેમીઓ માટે શ્રેષ્ઠ સમય ૧ કલાકમાં ૧પ થી પ૦ ઉલ્કાઓ પડતી સ્પષ્ટ જોઈ શકાશે
ભુજ,મંગળવાર
દુનિયાભરમાં લોકોએ જાન્યુઆરીમાં કવોડરેન્ટીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. ૧૦પ દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કાવર્ષાનો પ્રારંભ થનાર છે તેમાં વિશ્વમાં તા.ર૦થી ર૩મી એપ્રિલે લાયરીડસ ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી આરંભી છે. ત્યારે રાજ્યમાં અવકાશી ઉલ્કાવર્ષાનો અદ્ભૂત નજારો નીહાળી શકાશે.
શુક્રવારથી ત્રણ દિવસ સુધી આકાશમાં લાયરીડસ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. તા.ર૧મીએ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના ૧પથી પ૦ અને વધુમાં વધુ એક્સો ઉલ્કાવર્ષા દિવાળીના ફટાકડાની આતશબાજીના રોમાંચક દ્દશ્યો આકાશમાં જોવા મળશે. આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમિયાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતુું રહેતું હોય છે. અને તેમાંથી વિસર્જીત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પર્દાથોનો શેરડો છોડતો જાય છે.
પૃથ્વી પર વિસર્જીત પર્દાથોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે આવા સમયે તેમનો મહત્તમ વેગ સેકન્ડના ૩૦ કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. ઉલ્કારવર્ષા નિહાળવા પધ્યરાત્રી બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટે ભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કાવર્ષા જોવા મળે છે. વિદેશમાં લોકો દરિયાઈ કિનારે તથા પર્વતીય, ખડકાળ, નિર્જન જગ્યાને પસંદ કરી ચાર-પાંચ દિવસનો પડાવ નાખે છે. ચારેય દિશામાં ખગોળ રસિકોને ગોઠવી ઉલ્કાના આંકડાની નોંધ રાખવામાં આવે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved