Last Update : 22-April-2012, Sunday

 

જમીન માલીકો સરકારને અંધારામા રાખે છે
ખેતીલાયક જમીન ઉપર તૈયાર થયેલા પાર્ટીપ્લોટોની સ્ક્રૂટીની થશે

શરતભંગની કાર્યવાહીઓ પણ કરવામા આવશે ઃ પશ્ચિમ વિસ્તારમા હાઇટેન્શન લાઇન હોવા છતા નીચે પાર્ટીપ્લોટોનુ અસ્તિત્વ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
અખાત્રીજની શરૃઆતની સાથેજ શહેરમા લગ્નની મૌસમ પુરબહારમા ખીલવાની છે. શહેરમા સરકારી અતિથિગૃહો ઉપરાંત ખાનગી પાર્ટીપ્લોટો બુક કરાવવા માટે દોડાદોડી થઇ રહી છે જ્યારે બીજીબાજુ શહેરમા અનેક પાર્ટીપ્લોટો એવા છે કે જે જમીન એન.એ. થઇ નથી તેમ છતા તેનો કોમર્શીયલ ઉપયોગ કરવામા આવે છે અને લગ્ન અથવા વિવિધ હેતુઓ માટે ભાડે આપી શરતભંગ થઇ રહ્યો છે. શહેર મામલતદારના ધ્યાનમા આવી અનેક વિગતો બહાર આવતા જે પાર્ટી પ્લોટો છે તેની સ્ક્રુટીની કરવાનુ નક્કી કરવામા આવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમા આવેલા પાર્ટીપ્લોટોની ઉંડાણપુર્વક તપાસ કરવામા આવશે.
ઉલ્લેખનિય છે કે શહેરના છેવાડે તેમજ શહેરના કેટલાક વિસ્તારોમા વિશાળ ખુલ્લી જગ્યાનો જે-તે જમીનના માલીકો દ્વારા કોમર્શીયલ ઉપયોગ કરવા માટે તેને લગ્ન અથવા કોઇ અન્ય હેતુ માટે ભાડે આપીને તેનુ ઉંચુ ભાડુ વસુલ કરવામા આવતુ હોય છે. મોટાભાગની જમીન ખેતીલાયક હોય છે તેમછતા તેને બિનખેતીમા ફેરવ્યા વગરજ તેનો વ્યાપારી ધોરણે ઉપયોગ થઇ રહ્યો છે. શહેરમા અનેક પાર્ટીપ્લોટો આવી એન.એ. થયા વગરની જમીનો પર ધમધમી રહ્યા છે જેના કારણે સરકારે અનેક પ્રકારની મહેસુલ પેટે આવતી રકમ ગુમાવવી પડે છે. કેટલાક મકાનો દ્વારા મહેસુલની રકમ ભરવામા આવતી નથી અને પાર્ટીપ્લોટો દ્વારા પણ રકમ બચાવવામા આવતી હોય છે.
શહેરમા આવેલા અનેક પાર્ટીપ્લોટો જે ખેતીલાયક જમીન પર જ ચાલે છે તેની સામે ક્લેક્ટરે લાલ આંખ કરી છે અને તેવા પાર્ટીપ્લોટો સામે કાર્યવાહી કરવાનુ નક્કી કરવામા આવ્યુ છે. શહેર મામલતદારના ધ્યાનમા આવા કેટલાક પાર્ટીપ્લોટો એન.એ. ના થયા હોવા છતા પણ તેનો વ્યવસાયીક ધોરણે ઉપયોગ થતો હોય તેવી ફરિયાદો મળી છે. જેમા ગોત્રી વિસ્તારમા આવેલા અમીન પાર્ટીપ્લોટની કેટલીક જમીન ખેતીલાયક છે તેમ છતા તેનો ઘણા વર્ષોથી કોમર્શીયલ ઉપયોગ થઇ રહ્યો છે. આ જમીન પરથી ૧૧૦૦ કે.વી.ની હાઇટેન્શન લાઇનો પસાર થાય છે તેમ છતા બાંધકામ કરવામા આવ્યુ છે.બીજી બાજુ ૨૪ મીટરના રોડવાળી જગ્યામા કંમ્પાઉન્ડવોલ પણ બનાવવામા આવી છે અને તેનુ પણ ભાડુ વસુલ કરવામા આવી રહ્યુ છે. ઉલ્લેખનિય છે કે આ પ્રકારે શહેરના અનેક પાર્ટીપ્લોટો એન.એ. ના કર્યા હોવા છતા પણ તેનો કોમર્શીયલ ઉપયોગ કરવામા આવી રહ્યો છે અને તમામ પાર્ટીપ્લોટોનુ સ્ક્રુટીની કરવામા આવશે તેમ જાણવા મળ્યુ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved