Last Update : 22-April-2012, Sunday

 

ભરતનગર પ્રકરણે ભૂંડી ભૂમીકા ભજવનાર લાલા ભરવાડ ૨૩મી સુધી રિમાન્ડ પર

ભોગગ્રસ્ત સગીરાને ફસાવનાર અને સમગ્ર પ્રકરણે પાયાની ભૂમીકા ભજવનાર સગીરા પોલીસ મથકમાં હાજર થઇ

 

ભાવનગર, શનિવાર
ભાવનગરનાં અતી ચકચારી અને ફીટકાર વરસાવતી લૂંટ અને બળાત્કાર પ્રકરણે ગઇકાલે અનેક ફણગા ફુટવા પામ્યા હતાં. સમગ્ર પ્રકરણ પ્રીપ્લાન મુજબ ગોઠવાયેલ હોવાનું ભોગગ્રસ્ત સગીરાની બહેનપણી અને તેના બોયફ્રેન્ડના નામ ખુલ્યા બાદ બોયફ્રેન્ડ લાલાની ધરપકડ થતા ખુલવા પામ્યું હતું. પોલીસે ગઇકાલે ઝડપી લીધા ાદ આજે ૨૩મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતાં. જ્યારે સમગ્ર પ્રકરણે ભૂંડી ભૂમીકા ભજવનાર ફરાર સગીરાની ધરપકડ કરી લેવામાં આવી હતી.
ગઇકાલે સીટી ડિવાય.એસ.પી.એ જણાવ્યા અનુસાર ગત તા.૧૩-૩ના રોજ ભરતનગર લૂંટ પ્રકરણના ફરીયાદી અને સુભાષનગર ખાતે રહેતા વિકી મકવાણાને ભોગગ્રસ્ત સગીરાની બહેનપણી અને અજયવાડીમાં રહેતા બહેનપણીના બોયફ્રેન્ડ લાલો ઉર્ફે ભરત દેવા ભરવાડે ભૂંડી ભૂમીકા ભજવી બંનેને બહાર જવા પ્રિપ્લાન મુજબ તૈયાર કર્યાં હતાં. વિકીને સગીર વયની બહેનપણી અને લાલાએ વારંવારની વિનંતી બાદ તેની ફ્રેન્ડને લઇ જવા વિનવણી કરતા વિકી તૈયાર થયો હતો અને તેની ફ્રેન્ડ સાથે બહાર નિકળ્યા બાદ હનુ નગા અને તેની આણી મંડળીને માહિતગાર કર્યા હતા કે, તે કઇ જગ્યાએ જઇ રહ્યાં છે અને અહીથી નિકળ્યા છે તેની વિગતો આપી અંજામ આપ્યો હતો. બાદ હનુ નગા અને તેના જોડીદારોએ વિકી અને તેની ફ્રેન્ડ સગીરાને ભરતનગર પાછળના ભાગે આંતરી વિકીને માર મારીને સગીરાનું અપહરણ કરી લીધુ હતું અને તેને લઇ જવા માટે રૃપિયાની માંગણી કરી હતી. બાદ વિકીને કાઢી મુક્યો હતો અને સગીરાને સિધ્ધાર્થ સોસાયટીના એક રૃમમાં લઇ જઇ બળાત્કાર ગુજારાયો હતો. ઉક્ત ભૂંડી ભૂમીકાના પગલે લાલા ભરવાડની ધરપકડ કરી લેવામાં આવી હતી જ્યારે તેની ગર્લફ્રેન્ડ પાલીતાણા તરફ નાસી છૂટવા પામી હતી.
ઉક્ત સમગ્ર પ્રકરણે બી ડિવીઝન પી.આઇ. વિજયસિંહ પરમારે જણાવ્યું હતું કે, સમગ્ર ભરતનગર પ્રકરણને આખરી અંજામ આપનાર લાલો ઉર્ફે ભરત દેવા ભરવાડને રિમાન્ડની માંગણી સાથે આજે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આગામી તા.૨૩મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં. જ્યારે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ભોગગ્રસ્ત સગીરાની સહેલી અને લાલા ભરવાડની ગર્લફ્રેન્ડ ઘટના બની બાદ ભાવનગર છોડી જતી રહી હતી અને પાલીતાણા ગઇ હોવાનું ખુલવા પામ્યું હતું. દરમિયાન આજે લાલા ભરવાડની ગર્લફ્રેન્ડ અને સમગ્ર પ્રકરણે પાયાની ભૂમીકા ભજવનાર સગીરા આજે પોલીસ મથકે હાજર થઇ ગઇ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved