Last Update : 22-April-2012, Sunday

 

સુરત:વિઝાના બહાને યુવાનોનાં રૂ.78000 પડાવ્યા

-મહિલાની ધરપકડઃમુખ્ય સૂત્રધાર ફરાર

 

- મલેશિયાના વિઝા માટે ત્રણ યુવાનો સાથે ઠગાઇ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શનિવાર
અમરોલીના ગુજરાત શોપીંગ સેન્ટરમાં ઓફિસ શરૃ કરી મલેશિયા જવા માટેના વિઝા આપવાના બહાને હાલ મુંબઇમાં રહેતા ત્રણ યુવાનો પાસેથી રૃ. ૭૮,૦૦૦ પડાવી લેનાર સંચાલક અને મહિલા કર્મચારી વિરૃદ્ધ ભોગ બનનાર એક યુવાનની અરજીના આધારે અમરોલી પોલીસે ગુનો નોંધી મહિલા કર્મચારીની ધરપકડ કરી હતી. વિઝા અપાવવાના બદલામાં તેઓ જે રકમ લેતા તે સીધી મહિલા કર્મચારીના નામે ખોલેલા એકાઉન્ટમાં જમા કરાવી વિશ્વાસ કેળવતા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ મુંબઇના બોરીવલી (ઇસ્ટ) સાવરપાડા ખાતે બાબુમારૃતિ ચાલના રૃમ નં. ૮માં રહેતો ૨૫ વર્ષીય જશવંતસિંહ શીશપાલસિંહ કલુરા અને તેના બે મિત્રો પવનસિંહ જગતસિંહ રાવત તેમજ મોહનસિંહ સુંદરસિંહ પવાર અગાઉ સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા હતા.
ગત ફેબુ્રઆરી ૨૦૧૦માં ત્રણેય મિત્રોએ વર્ક પરમીટ ઉપર મલેશિયા જવા માટે વિઝા મેળવવા અમરોલી ચાર રસ્તા ગુજરાત શોપીંગ સેન્ટરના પહેલા માળે ૧૦૨માં ઓફિસ ધરાવતા જીતસિંહ વિજયસિંહ નેગીનો સંપર્ક કર્યો હતો. જીતસિંહે તેમને ત્યાં કામ કરતી મહિલા કર્મચારી હેમાક્ષી અંબુભાઇ વાઘેલા (રહે. ૬૨, ૬૩, ગોવિંદવીલા સોસાયટી, અમરોલી)ની સાથે મેળાપ કરાવી કાર્યવાહી કરવા કહ્યું હતું.
હેમાક્ષીએ તેમને બેંકનો એકાઉન્ટ નંબર આપ્યો હતો અને તેમાં રૃ. ૭૮,૦૦૦ ભરવા કહેતા ત્રણેયે પૈસા જમા કરાવ્યા હતા. હેમાક્ષીએ તેમની પાસે કેટલાક ફોર્મ પણ ભરાવ્યા હતા. જો કે, જીતસિંહ અને હેમાક્ષીએ બેન્કમાં જમા કરેલી રકમ ઉપાડી લીધા બાદ પણ ત્રણેયને મલેશિયાના વિઝા અપાવ્યા ન હતા. ગત એપ્રિલ ૨૦૧૦માં આ અંગે જશવંતસિંહે પોલીસમાં અરજી કરી હતી.
અમરોલી પોલીસે આ અરજીના આધારે ગતરોજ ઠગાઇનો ગુનો નોંધી હેમાક્ષી વાઘેલાની ધરપકડ કરી તેને જેલ હવાલે કરી હતી. જો કે, અરજી બાદ ઓફિસ બંધ કરી ભાગી છુટેલા જીતસિંહની પોલીસે તપાસ શરૃ કરી છે. વધુ તપાસ પી.એસ.આઇ. એમ.બી. ગોહિલ કરી રહ્યાં છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved