Last Update : 22-April-2012, Sunday

 
અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતમાં
રૂા.૧૦૪ કરોડના ખર્ચે ૧૦૦ બેડની અત્યાઘુનિક હોસ્પિટલનું ખાતમૂહૂર્ત

કેન્દ્રના શ્રમ અને રોજગાર મંત્રીની જાહેરાત ઃ પાનોલી, ઝઘડિયામાં પણ હોસ્પિટલ બનશે ઃ એહમદ પટેલને શ્રેય આપ્યો

અંકલેશ્વર,શનિવાર
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતો પૈકીની એક એવી અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહત ખાતે રૂા.૧૦૪ કરોડના ખર્ચે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઇ) ની ૧૦૦ બેઠકની અત્યાઘુનિક હોસ્પિટલનું આજે કેન્દ્રના શ્રમ અને રોજગાર મંત્રી મલ્લિકાર્જુન ખરગના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય મંત્રીએ હોસ્પિટલના પ્રોજેક્ટનો યશ સોનીયા ગાંધીનાં રાજકિય સલાહકાર અને અંકલેશ્વરના પનોતા પુત્ર એહમદ પટેલને આપ્યો હતો. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે ઇએસઆઇસીના લાભાર્થીઓની સંખ્યા વધશે. ત્યારે વઘુ ૧૦૦ બેડની સુવિધા વધારાશે જયારે, પાનોલી અને ઝઘડિયાની ઔદ્યોગિક વસાહતોને પણ આવી સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતોનાં ફરજ બજાવતા કામદારોને આરોગ્યની સુવિધા માટે ભારે મુશ્કેલી સહન કરવી પડતી હતી. આ સમસ્યાનાં ઉતેલ માટે કોંગ્રેસના વરિષ્ઠનેતા અહેમદભાઇ પટેલ દ્વારા કેન્દ્ર સરકારમાં રજુઆત કરીને કામદારોના હિતમાં કર્મચારી રાજ્યવીમા નિગમની હોસ્પીટલ બનાવવા માટેની રજુઆત કરાઇ હતી. જેનાં ફળસ્વરૂપે અંકલેશ્વર જીઆઇડીસી ખાતેનાં ૫૦૦ કવાટર્સ નજીકમાં રૂા.૧૦૪ કરોડના ખર્ચે હોસ્પિટલ બાંધવામાં આવશે.
આ હોસ્પીટલમાં અદ્યતન ડિજીટલ એક્સ-રે, કલર ડોપલર, આઘુનિક ઓપરેશન થિયેટર્સ કેઝ્‌યુઅલ્ટી અને ટ્રોમાં, જનરલ મેડીસીન/ સર્જરી, પલ્મોનરી મેડીસીન પિડીયાટ્રીક્સ અને અન્ય સવલતોથી આઇસીયુ, એનઆઇસીયુ, ફાર્મસી સહીતની આઘુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હોસ્પિટલને કારણે ભરૂચ અને અંકલેશ્વરના ૧૫૫૨ ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલા પોણો લાખથી વઘુ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને આરોગ્ય સેવાનો લાભા મળશે.
આ શિલાન્યાસ પ્રસંગે ભારત સરકારનાં રાજ્ય કક્ષાનાં ખનીજ પ્રધાન દિનશા પટેલ, કેન્દ્રનાં રાજ્યકક્ષાનાં માર્ગ વાહન વ્યવહાર અને ધોરીમાર્ગ પ્રધાન તુષાર ચૌધરી, રાજ્યનાં સરકારનાં સહકાર, રમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોનાં મંત્રી ઇશ્વરસંિહ પટેલ, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શક્તિસંિહ ગોહીલ, સંસદ રાજ્ય સભાનો સાંસદ ધારાસભ્ય સહીત ન.પા.પ્રમુખ, ઉદ્યોગ મંડળનાં પ્રમુખ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved