Last Update : 22-April-2012, Sunday

 

મુંબઈમાં અર્ધા કરોડની મતા ચોરી હતી
બગીચાઓમાં આશ્રય મેળવી ચોરી કરતી તસ્કર ટોળકી

સેટેલાઈટ અને નવરંગપુરામાં બે ઘરફોડ કરનાર જગદીશ પકડાયોઃ સૂત્રધાર સુખલાલ ભાગી ગયો

અમદાવાદ, શનિવાર
પોલીસની બચવા માટે ગૂનેગારો પણ તેમની કાર્યપઘ્ધતિ બદલતા રહે છે. બગીચાઓમાં આશ્રય મેળવી ચોરી કરવા નીકળતી રાજસ્થાનની કૂખ્યાત ચોર ટોળકીનો એક સભ્ય પકડાયો છે. જગદીશ પાટીદાર નામના આ શખ્સે વીસ દિવસમાં સેટેલાઈટ અને નવરંગપુરામાં ચોરી કર્યાની કેફીયત આપી છે. સુખલાલ નામનો સૂત્રધાર પલાયન થઈ ગયો છે.
વસ્ત્રાપુર તળાવ પાસે પેટ્રોલીંગમાં રહેલી પોલીસ ટૂકડીએ મોડીરાતે શંકાસ્પદ હાલતમાં ફરતા જગદીશ બાદલ પાટીદાર (ઉ.વ. ૨૯)ને પકડી પાડી સઘન પૂછપરછ કરી હતી. પહેલી નજરે નિર્દોષ જણાતાં આ શખ્સે પી.એસ.આઈ. નઈમખાન અને ટીમ સામે મુંબઈમાં ૫૦ લાખની ઘરફોડ ચોરી કરી ચૂક્યા હોવાની કેફીયત આપતા આંચકો અનુભવ્યો હતો.
રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના પાટલા હડલીયા ગામનો જગદીશ છેલ્લા નવ વર્ષથી ઘરફોડ ચોરી કરવા લાગ્યો છે. મુંબઈમાં ચાની કીટલી ઉપર કામ કરતા કરતા ચોરી કરતી ગેંગે ૨૦૦૬માં મોટો હાથ મારી ૫૦ લાખની ઘરફોડ કરી હતી. પાંચ સાગરિતોને ૧૦-૧૦ લાખ મળ્યાં હતાં. પરંતુ, મુંબઈ ક્રાઈમ બ્રાંચે પકડી પાડી જગદીશ પાસેથી મુદ્દામાલના ૯ લાખ કબજે કર્યા હતા. દોઢ વર્ષ જેલસજા ભોગવ્યા બાદ જગદીશ અમદાવાદમાં સક્રિય થયો હતો.
વસ્ત્રાપુર પોલીસના હાથે ૧૫ ચોરીના ગૂનામાં અગાઉ પકડાઈ ચૂકેલા રાજસ્થાનના સુખલાલ સાથે જગદીશ ચોરીઓ કરવા ૨૦ દિવસ પહેલા અમદાવાદમાં આવ્યો હતો.
સેટેલાઈટના આઝાદ એપાર્ટમેન્ટમાં ૨૦,૦૦૦ની મત્તાની તેમજ નવરંગપુરાના એક મેડીકલ સ્ટોરમાંથી ચોરી કર્યા બાદ સુખલાલ પલાયન થઈ ગયો હતો. પરંતુ, જગદીશ અમદાવાદમાં રોકાયો હતો. રાજસ્થાનની કૂખ્યાત તસ્કર ટોળકી અમદાવાદમાં બગીચાઓમાં પડી રહેતી હતી અને ફ્રેશ થવા સુલભ શૌચાલયનો ઉપયોગ કરતી હતી. પોલીસથી બચવા બગીચાના આશ્રયસ્થાનો બદલતા રહેતા આ તસ્કરો દિવસે કે રાતે તક મળતાં જ ચોરી કરતા હતા. વઘુ ગૂના ઉકેલાવાની પોલીસને આશા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved