Last Update : 22-April-2012, Sunday

 

અમદાવાદમાં વડોદરાના વિદ્યાર્થી તરીકે મકાન રાખ્યું
કોલેજિયનોને છેતરનાર સુજલ વારંવાર કોને ફોન કરતો હતો?

વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી ચાર મહિના સુધી ઘરે અવરજવર કરી ૩૫ લાખ લઈ ગયો

અમદાવાદ, શનિવાર
યુનિવર્સિટી કેમ્પસ અને એસ.જી. હાઈવે ઉપર કોફી શોપ્સમાં બેઠક જમાવીને મિત્રો બનાવી કોલેજીયનો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરીને પલાયન થયેલા સુજલ સંિઘાનિયાનું રહસ્ય ઘેરૂં બન્યું છે. અઠવાડિયા સુધી પોલીસ તપાસ દિશાવિહીન જણાતાં એવી ચર્ચા જાગી છે કે- સુજલ વારંવાર બે મોબાઈલ નંબર્સ ઉપર વાત કરતો હતો. આ વ્યક્તોિ કોણ?
એસ.જી. હાઈવેના ડેની કોફીબાર ઉપર મિત્ર બનેલો સુજલ સંિઘાનિયા નામના યુવકે વિસનગરના વેપારી પિયુષ પટેલને મિત્ર બનાવ્યાં હતાં. બે મહીના દરમ્યાન ભરોસો કેળવ્યા બાદ સુજલ તેના મિત્ર પિયુષભાઈની નવી કાર અને પાંચ લાખ લઈને પલાયન થઈ ગયો હતો. પિયુષભાઈએ જાગૃતતા દાખવીને ફરિયાદ કરતાં સુજલ સંિઘાનિયાએ અનેક કોલેજીયનો સાથે ઠગાઈ કર્યાની ચર્ચા જાગી છે.યુનિવર્સિટી કેમ્પસમાં એક વિદ્યાર્થિની સાથે મિત્રતા કેળવીને સુજલે તેના પરિવાર સાથે પણ ઘરોબો કેળવ્યો હતો. પોતે ઈન્ડસ્ટ્રીયાલિસ્ટનો વારસદાર અને આઈ.જી.નો પુત્ર હોવાનું ખોટું ચિત્ર ઉપસાવી આર્થિક સઘ્ધર હોય તે રીતે પૈસા વાપરી અને વાકછટાથી આંજી દઈ યુવતીના પિતાને પણ ભોળવ્યા હતા. અંતે, ફલેટ લેવા માટે ૩૫ લાખ મેળવ્યા પછી પિયુષભાઈની કાર લઈ પલાયન થઈ ગયો હતો. આ પ્રકારે અનેક વિદ્યાર્થી, વિદ્યાર્થિનીઓ પાસેથી હજારો રૂપિયા મેળવ્યાની ચર્ચા છે. પણ, વિવાદથી બચવા કોઈ ફરિયાદ નોંધાવવા તૈયાર થતું નથી.
દરમ્યાન, વિદ્યાર્થી વર્તુળોમાં એવી ચર્ચા છે કે- સુજલ સંિઘાનિયા કોઈ બે મોબાઈલ નંબર ઉપર સતત વાતચિત કરતો હતો. બે નંબર્સ ઉપર વાતચિત કરતી વખતે સુજલ ગમે તેવા નજીકના મિત્ર હોય તેનાથી દૂર જતો રહેતો હતો. પોલીસ આ દિશામાં તપાસ કરતી ન હોવાની પણ ચર્ચા છે. સુજલ સંિઘાનિયા વડોદરાનો હોવાનું કહે છે પરંતુ તેની વાતચિત અને બોડી લેંગ્વેજ બીજા રાજ્યનો હોવાની શંકા સર્જી જાય છે. પરંતુ, આ દિશામાં પોલીસ તપાસ કરતી હોવાનું જણાતું નથી.
જો કે, અઠવાડીયાની તપાસ પછી દિશાવિહીન જણાતી પોલીસના સૂત્રો કહે છે કે- સુજલ સંિઘાનિયાએ અમદાવાદના ઘાટલોડીયા, સત્તાધાર ચાર રસ્તા પાસે બ્રોકર મારફતે ફલેટ ભાડે રાખ્યો હતો. પોતે વડોદરાનો રહીશ છે અને અમદાવાદમાં અભ્યાસાર્થે આવ્યો હોવાનું કહી ફલેટ ભાડે રાખ્યાની નોંધ પણ સોલા પોલીસ સ્ટેશનમાં કરાવી હતી. આશ્ચર્ય એ વાતનું છે કે- સુજલ વડોદરાનો હોવાના પુરાવારૂપ પાનકાર્ડ અને ડ્રાઈવીંગ લાઈસન્સની ફોટોકોપી પહેલા દિવસથી મળી ગઈ હોવા છતાં વસ્ત્રાપુર પોલીસ હવે વડોદરા તપાસ માટે જશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved