Last Update : 22-April-2012, Sunday

 

સાયબર ચીટિંગઃ પેઢીના રૂ.૨૦ લાખની ઉચાપત

- અમેરિકાથી આવેલું પેમેન્ટ

 

- મુંબઇની કંપનીને બદલે રાજકોટના વ્યાખ્યાતાના ખાતામાં જમા

રાજકોટ, શનિવાર
અફાટ સાયબર વર્લ્ડમાં પનપતા સાયબર ક્રાઇમ પૈકી આંતરરાષ્ટ્રીય આર્થિક ગોલમાલના એક મોટા કિસ્સાનું પગેરું છેક રાજકોટ સુધી નીકળ્યું છે. મુંબઇની એચ.કે. ડાયમન્ડસ નામની કંપનીના તેની અમેરિકન કસ્ટમર ફર્મ સાથેના ઇન્ટરનેટ પરના સંદેશા વ્યવહારને આંતરીને અમેરિકાથી આવનારું ૩૮૮૪૩ ડોલર (આશરે રૃપિયા ૨૦ લાખ) નું પેમેન્ટ મુંબઇની પેઢીના એકાઉન્ટને બદલે રાજકોટના એક પ્રોફેસરના એસબીઆઇના બેંક ખાતામાં જમા કરાવડાવી દેવાતાં પોલીસે એ શખ્સને સકંજામાં લઇ લીધો છે અને તેની પૂછતાછ કરવા મુંબઇથી સાયબર ક્રાઇમ સેલના ઓફિસરો કાલે રાજકોટ આવી રહ્યા છે. અઢી કરોડ રૃપિયાની આવવાપાત્ર રકમની ઉચાપત પહેલાં પ્રથમ તબક્કાના ટ્રાન્ઝેકશનમાં જ કૌભાંડ ખૂલી જવા પામ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુંબઇના અંધેરી ખાતે આવેલી એચ.કે. ડાયમન્ડસ કંપનીને તેના અમેરકિન કસ્ટમરને મોકલેલા ડાયમન્ડ્સનું તગડું પેમેન્ટ કંપનીના એસબીઆઇમાંના એકાઉન્ટમાં થોડા દિવસ પહેલાં જમા થવાનું હતું, જે નહીં થતાં અમેરિકા સંપર્ક કરાયો તો જાણવા મળ્યું કે ૩૮૮૪૩ ડોલર્સ તો કંપનીએ ઇ-મેઇલમાં જણાવેલા ખાતા નંબરમાં જમા કરાવી દેવાયા છે. બેંકમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે ચોક્કસ એનઆરઆઇ એકાઉન્ટમાં રકમ આવવાની હોઇ ડોલરમાંથી રૃપિયામાં તબદિલ થઇને જમા થઇ ગયા છે. ગુજરાતના રાજકોટ ખાતે સદર નજીકની બ્રાન્ચમાં એકાઉન્ટ ધરાવતા મંગળદાસ સોમાભાઇ પટેલનું નામ ખૂલતાં બેંકે બ્રાન્ચોને ઇ-મેઇલથી વાકેફ કરી હતી, તથા રાજકોટ સ્થિત બેંક ઓફિસરોએ તપાસ કરી તો ખૂલ્યું કે મંગળદાસે ગઇકાલે જ રૃા.૨૦ લાખ જેવી રકમમાંથી રૃા.૩ લાખ પોતે રકડા ઉપાડી લીધા છે, તથા રૃા.૧.૫ લાખ મિઝોરમના રૃબિ નામના શખ્સના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા છે. બેંક ઓફિસરોએ સદર વિસ્તારમાં રહેતા મંગળદાસને બોલાવીને તેની પાસેથી રૃા.૩ લાખ પરત લઇ ખાતામાં જમા કરાવડાવી દીધા હતા.
દરમિયાન મુંબઇની કંપનીએ આ વિશે ગઇકાલે ત્યાંના સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં એફ.આર.આઇ. નોંધાવી દીધી હતી અને કંપનીના ડીરેકટર (સેલ્સ) ચિરાગભાઇ શાહે આજે રાજકોટ પહોંચી પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર જી.એન. ઝાલાએ મંગળદાસને ત્યાં તપાસ આદરી કેટલાંક દસ્તાવેજો કબજે કર્યા હતા. આ ૬૫ વર્ષના વૃધ્ધની પૂછતાછમાં જાણવા મળેલી વિગતો આપતા પોલીસે કહ્યું કે પોતાને ગાર્ડી કોલેજના વ્યાખ્યાતા કહેતા મંગળદાસની નાની પુત્રી પ્રિયંકા મુંબઇ એખ્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ કરે છે, જેણે પિતાને કહેલું કે તેનું એક મીની ટ્રાન્ઝેકશન થવાનું હોવાથી તેમનો ખાતા નંબર આપે છે. વાસ્તવમાં, પોલીસને જાણવા મળ્યા મુજબ, પ્રિયંકાને મૂળ નાઇજીરીયાના શેરીન અને જ્યોર્જ નામના જે શખ્સો સાથે સંપર્ક છે તેમણે મુંબઇના કોઇ રાજુ નામના ઇસમ સાથેની સાંઠગાંઠથી મુંબઇની કંપનીનું ઇઃમેઇળ હેક કર્યું હતું. અમેરિકન કસ્ટમર તરફથી આવનારી રકમ અંગે જાણ થઇ જતાં તે ઇ-મેઇલ આઇ.ડી. પરથી અમેરિકા એવી સુચના મોકલાઇ હતી કે ફલાણા... નંબરમાં નહીં પણ બીજા (મંગળદાસના) એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા. મુંબઇની કંપનીના ડીરેકટરે જણાવ્યું કે 'કુલ ૫ લાખ ડોલર (આશરે રૃા.અઢી કરોડ)ની રકમ પૈકીનો આ પહેલો હિસ્સો હતો.' એ રકમ ૩૮ હજાર ડોલર ડાયવર્ટ થવાની તરત ખબર પડી જતાં મોટી રકમની છેતરપિંડી અને ઉચાપત થતા અટકી છે.
પોલીસે ઉમેર્યું કે આ શખ્સ મંગળદાસની પણ સંડોવણી માલુમ પડે છે અને તેના પર ઉઘરાણીના સતત ફોન આવી રહ્યા છે. હજુ ઓસ્ટ્રેલિયાથી તેના ખાતામાં ૨૦ હજાર ડોલર આવવાના હતા, પણ ત્યાં જ આ ભાંડાફોડ થઇ ગયો છે ! તેણે મિઝોરમની જે પાર્ટીના ખાતામાં દોઢ લાખ જમા કરાવ્યા એમાંથી પણ રૃા.૪૦ હજાર ઉપાડી લેવાયા છે, બાકીની રકમ બેન્કે સીઝ કરાવી દીધી છે. મુંબઇથી પોલીસ કાલે (રવિવારે) રાજકોટ આવી મંગળદાસને લઇ જાય અને તેની પુત્રી તથા મળતિયાઓને સકંજામાં લે તેવી શક્યતા સ્થાનિક પોલીસે વ્યક્ત કરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved