Last Update : 22-April-2012, Sunday

 

ટીસીએસ, વિપ્રો, મારૃતી, સેસાગોવાના પરિણામ સાથે ડેરીવેટીવ્ઝમાં...
એપ્રિલ અંતના સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૬૬૬ ઉપર બંધ થતા ૧૭૭૭૭,

ZF Lenksysteme Germany ની ZF Steering અપેક્ષીત ઇપીએસ રૃા.૫૫.૪૭, અપેક્ષીત બુક વેલ્યુ રૃા૨૩૭ દ્વારા શ્રેષ્ઠ બોનસ ઉમેદવાર માત્ર ૭ના પી/ઇએ રૃા.૩૮૭ ભાવે માત્ર બીએસઇ પર ઉપલબ્ધ
નિફટી ૫૩૮૮ ઉપર ૫૪૪૪ જોવાશે ઃ સર્પોટ ૧૭૦૭૭, ૫૧૧૧
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શનિવાર
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગત સપ્તાહમાં ઉદ્યોગોની ઊંચા ધિરાણ દરોની કાગારોળ અને એના પરિણામે ઔદ્યોગિક-આર્થિક વૃધ્ધિ રૃંધાઇ રહ્યાના દબાણને પગલે અંતે રેપોરેટમાં અડધા ટકાનો અપેક્ષીત ઘટાડો કરીને ઋણ બોજ હળવો કરવાની શરૃઆત કરી દીધી છે. રિઝર્વ બેંકના આ પગલાને બેંકોએ પણ પોઝિટીવ પ્રતિસાદ આપી બેઝ રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરીને ધિરાણ સસ્તુ કરવાનું શરૃ કર્યું અને કોર્પોરેટ પરિણામોની ચોથા ત્રિમાસિકની સીઝન પણ ખાનગી બેંકો એચડીએફસી બેંક, ઇન્ડસઇન્ડ બેંક સહિતના પ્રોત્સાહક પરિણામો અને બેંકોની એનપીએમાં ખાસ વધારો નહીં થયાના આંકડાએ બજારના સેન્ટીમેન્ટને આ પરિબળ નહીં જોખમાવે એટલી રાહત થઇ હતી. પરંતુ આર્થિક કૌભાંડોથી ધણધણી ઉઠેલા યુપીએના શાસનને સ્થિર નહીં થવા દેતાં કૌભાંડોના નવા તોપગોળા છૂટતા જઇ એફઆઇઆઇ-રીટેલ રોકાણકારોને વિશ્વાસ ડગમગાવી રહ્યા છે, ત્યારે સપ્તાહના અંતે ફરી શુક્રવારે એફએન્ડઓના કેસીનોમાં નિફટીના ટ્રેડરો- જુગારીઓને ત્રણ સેકન્ડમાં જ સપાટામાં લઇ નજીક થી દૂરના સ્ટોપ લોસ ટ્રીગર કરાવીને અનેકના ઓળીયા સાફ કરીને બજારમાંથી જુગારીઓને ખોટના ખાડાંમાં ઉતારી દઇ જુગારી નહીં શેરોમાં રોકાણકાર બનો અને એપણ ટૂંકાગાળાના નહીં મધ્યમથી લાંબાગાળા માટે રોકાણની આદત પાડતા કરી દેવારૃપી આ મોટી થપાટ મારવામાં આવી છે.
ત્રણ સેકન્ડમાં નિફટી ફ્યુચરનો ૮૪૫ પોઇન્ટનો ઉથલો ઃ હજુ રમશો મિની નિફટી, પુટ, કોલ ?
એફએન્ડઓનો કેસીનો સામાન્ય માણશ માટે નથી, છતાં એક્ષચેન્જો જુગાર રમાડવા અને રોકાણકારોને રોકાણકાર મીટાવી જુગારી બનાવવા અવારનવાર લલચાવતા રહે છે. જેમાં પાછલા લાંબા સમયથી બજારનું સેન્ટીમેન્ટ ખરડાયેલું છે, ત્યારે અનેક ખેલંદાઓ જેઓ પાછલા વર્ષોમાં એફએન્ડઓના કેસીનોમાં પારકે પૈસે-માર્જીન ફંડીંગ સહિતના ફાઇનાન્સરો- બ્રોકરોના તગડા ઊંચા દરોએ ફંડીંગના જોરે જુગાર રમતા હતા, એવા અનેકને નિફટી- ફીફટી કે સ્ટોક ફ્યુચર્સના મોટા લોટના જુગારમાં પાયમાલ કરી દેવાયા છે, છતાં શેરોમાં પોતાના ખિસ્સે- તાકત મુજબ રોકાણની મોટી મૂડી નહીં ધરાવનારાને ફરી ફરીને આ કેસીનોમાં તાણી લાવવા કોલ, પુટ, મીની નિફટી જેવા લલચામણા ગાજર ઉપલબ્ધ કરાવીને ધીમું ઝેર આપીને ડેરીવેટીવ્ઝમાં વલણના અંતિમ દિવસોમાં સપાટામા લઇ પાયમાલ કરવામાં આવે છે.
દર શુક્રવારે નિફટીનું તોફાન નિફટીના ખેલામાં ખુવારી ઃ સારા શેરોમાં રોકાણ ખરવું હિતવાહ
એફઆઇઆઇના નામે ભારતમાં આંતરરાષ્ટ્રીય મહાકાય હેજ ફંડોએ અલ્ગો હાઇ ફ્રિકવન્સી ટ્રેડ થકી અંધાધૂંધ તોફાઇ મચાવવાનું શરૃ કરી દીધું છે. મૂડી બજાર નિયામક તંત્ર સેબી હાઇ ફ્રિકવન્સી અલ્ગો ટ્રેડીંગ સોફટવેર ભારતીય શેરબજારો માટે નહીં હોવાની અને આ પ્રકારે ટ્રેડ કરનારાઓને દંડવાની વાત કરે, પરંતુ પાછલા સપ્તાહમાં શુક્રવારે ત્રણ સેકન્ડમાં નિફટી એપ્રિલ ફ્યુચરની જે ૮૪૫ પોઇન્ટની વિક્રમી ઉથલપાથલ થઇ ગઇ એમાં કોઇ ફલીપ ટ્રેડ કે ભૂલ નહીં, પરંતુ મશીનમાં હાઇ ફ્રીકવન્સી ટૂંક આગોતરા ફીટ કરીને અનેકના તેજીના ઓળીયા ખંખેરાવી લેવાયા છે. હવે શું તપાસ, તપાસ, તપાસની માત્ર વાતો થશે, થોડા દિવ, પછી ફરી જુગારીઓના ઓળીયા ઊભા કરાવાશે, અને લૂંટ ચાલુ રહેશે, જેથી નિફટીના હાઇફ્રિકવન્સી તોફાનમાં ખુવાર થવા કરતા પોતાના ઉદ્યોગમાં સારી કામગીરી કરતી અને મજબૂત ફંડામેન્ટલ સાથે ઊજળા પરિણામો વર્ષો વર્ષ આપી શકવા સક્ષમ ગણી શકાય અને તેની અપેક્ષીત કામગીરીથી ઓછા ભાવે આકર્ષક વેલ્યુએશને મળતી કંપનીઓના શેરોમાં રોકાણકાર બની ધીમુ છતાં લાંબાગાળે ઊંચા વળતરના હકદાર બનવું બહેતર છે.
એપ્રિલ વલણના અંતનું સપ્તાહ આરંભિક નિરસતા બાદ નવો દોર બતાવશે !
કોર્પોરેટ પરિણામોની મોસમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગત અઠવાડિયે અપેક્ષીત નબળા પરિણામ છતાં કંપનીની રીટેલ ક્ષેત્રે આકર્ષક કામગીરી સાથે હજુ વિસ્તરણ થકી ઊંચી વૃધ્ધિ કરવાની નેમ અને ગેસ ક્ષેત્રે હાલ તુરત નબળી કામગીરી છતાં વર્ષ ૨૦૧૪માં કંપનીને ફેરફાર સાથે નવા વેચાણ ભાવ ઉપલબ્ધ થવાને ધ્યાનમાં લેતા મધ્યમથી લાંબાગાળામાં રિલાયન્સ પણ ઊંચુ વળતર અપાવી શકવા સક્ષમ છે. નવા આગામી સપ્તાહમાં ટીસીએસ, વિપ્રો, સેસાગોવા, મારૃતી સુઝુકીના પ્રમુખ પરિણામ સાથે ડેરીવેટીવ્ઝમાં એપ્રિલ વલણનો ગુરૃવારે અંત થનાર છે. પરંતુ ગત અઠવાડિયે જ શુક્રવારે નિફટી ફ્યુચરમાં ત્રણ સેકન્ડમાં ૮૪૫ પોઇન્ટનું તોફાન કરી દઇ મોટાભાગના તેજીના ઊભા ઓળીયા પડાવી લેવાયા છે. જેથી શક્ય છે, આગામી સપ્તાહ ખાસ મોટા તોફાન વિના આરંભિક સુસ્તતા બાદ ફરી તેજીના મંડાણ બતાવશે. સ્ટોક સ્પેસિફિક સાઇલેન્ટ મહારથી સાથે દિગ્ગજોનું આકર્ષણ વધતું જોવાશે, સેન્સેક્ષ ૧૭૬૬૬ ઉપર બંધ આવતા ૧૭૭૭૭ અને નિફટી ૫૩૮૮ ઉપર બંધ આવતા ૫૪૪૪ જોવાશે નીચામાં સેન્સેક્ષમાં સર્પોટ ૧૭૦૭૭ અને નિફટીમાં ૫૧૧૧ રહેશે.
ડાર્ક હોર્સ ઃ ઝેડ એફ સ્ટીયરીંગ ગીયર (ઇન્ડિયા)
વાર્ષિક બે લાખ યુનીટ વોર્મ અને રોલર મેકેનીકલ સ્ટીયરીંગ ગીયર્સ, ૨.૫૦ લાખ યુનીટ બોલ અને નટ ઇન્ટીગ્રલ હાઇડ્રોલીક પાવર સ્ટીરીંગ ગીયર્સ તેમજ ૫૦૦૦૦ યુનીટ હાઇડ્રોલીક રેક અને પીનીઅન સ્ટીયરીંગ ઉત્પાદનની ક્ષમતા ધરાવતી, મજબૂત બોનસ ઉમેદવાર માત્ર બીએસઇ લિસ્ટેડ (૫૦૫૧૬૩) ઝેડએફ સ્ટીયરીંગ ગીયર (ઇન્ડિયા) લિમિટેડ આઇએસઓ ૧૪૦૦૧ઃ૨૦૦૪, આઇએસઓ ૯૦૦૧, આઇએસઓ ૯૦૦૧, આઇએસઓ ટીએસ ૧૬૯૪૯-૨૦૦૯ સર્ટીફાઇડ, વર્ષ ૨૦૦૫માં બુક વેલ્યુ રૃા.૨૦૦ની ઉપર જતા ૧ઃ૧ બોનસ શેરો આપનાર ૫૦ ટકા બોનસ ઇક્વિટી ધરાવતી જર્મનીની ZF Lenksysteme જેના વિશ્વમાં ૮ દેશોમાં ૧૬ પ્લાન્ટ ધરાવતી જેમાં જર્મનીમાં ચાર પ્લાન્ટ, ફ્રાંસમાં બે પ્લાન્ટ, હંગેરીમાં એખ પ્લાન્ટ, બ્રાઝિલમાં બે અને અમેરિકામાં એખ પ્લાન્ટ સાથે ચીનમાં ચાર પ્લાન્ટ, મલેશીયામાં એક પ્લાન્ટ અને ભારતમાં એક પ્લાન્ટ ZF Steering Gear (India) લિમિટેડમાં ૨૫.૭૯ ટકા પોતાના હોલ્ડિંગ તથા JH MUNOT પરિવાર હસ્તકના ૪૭.૪૮ ટકા હોલ્ડિંગ મળીને કુલ ૭૩.૨૭ પ્રમોટર હોલ્ડિંગ, ૪.૮૭ ટકા સંસ્થાકીય અને એચએનઆઇ હોલ્ડિંગ બાદ કરતા ૨૧.૮૭ ટકા આમ જનતાનું હોલ્ડિંગ ધરાવતી ભારતની કંપની ૭૨૦ કર્મચારીઓ, ૬૦ ડીલરોની ક્ષમતા ધરાવતી જેની હાલની સ્થાપીત ઉત્પાદન ક્ષમતા (૧) બે લાખ યુનીટ વોર્મ એન્ડ રોલર મેકેનીકલ સ્ટીયરીંગ ગીયર (૨) ૨.૫૦ લાખ યુનીટ હાઇડ્રોલીક રોલર સ્ટીયરીંગ ગીયર અને (૩) ૫૦ હજાર યુનીટ હાઇડ્રોલીક રેક અને પીનન સ્ટીયરીંગ ગીયર જેમાં પાવર સ્ટીયરીંગ ગીયર્સમાં ઃ ગ્રાહકો અશોક લેલેન્ડ, એશીયા મોટર, આઇશર, ડેઇમ્લર, મહિન્દ્રા, માન-ફોર્સ, સ્વરાજ, ટેટ્રા, ટાટા, વોલ્વો વગેરે અને મેકેનીકલ સ્ટીયરીંગમાં ઃ એકશન કન્સ્ટ્રકશન, ઇક્વિપમેન્ટ, એસ્કોર્ટસ, ફોર્સ મોટર, ઇન્ટરનેશનલ ટ્રેકટર (સોનાલીકા), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ ન્યુ હોલેન્ડ ટ્રેકટર્સ, પંજાબ ટ્રેકટર્સ, સેમ ટ્રેકટર્સ, સ્ટાન્ડર્ડ ટ્રેકટર્સ, આઇશર ટ્રેકટર્સ જેવા ગ્રાહકો ધરાવે છે. આમ સ્ટીયરીંગ સિસ્ટમ સિવાય વેન પમ્પ્સ, પંપ પુલેઝ, ઓઇલ રીઝવોઇર્સ, સ્ટીયરીંગ અને ૫૪૫ માઉન્ટિંગ બ્રેકેટસ, સ્ટીયરીંગ કોલ્મ્સ, ઇન્ટરમીડીયેટ શેફટ્સ, યુનીવર્સલ જોઇન્ટસ, બેવેલ ગીયર્સ બોક્સીસ, પાવર સ્ટીયરીંગ ઓઇલ ડેકટ્રોન-ટુ જેવા બીજા ઉત્પાદનોનું ઉત્પાદન કરતી એમએનસી ઓટો એનસીલીયરી કંપની હાલ શ્રેષ્ઠ કાર્યક્ષમતા થકી સારા પરિણામ મેળવી રહી છે મિડલ ઇસ્ટ, દક્ષિણ આફ્રિકા, નેપાળ, બાંગ્લાદેશમાં નિકાસ પણ કરી રહી છે.
માર્ચ, ૨૦૦૯ના વર્ષમાં વેચાણ રૃા.૧૮૮ કરોડ, વર્ષ ૨૦૧૦મા ંરૃા.૨૧૭ કરોડ અને વર્ષ ૨૦૧૧માં રૃા.૩૦૦ કરોડ સળંગ વધારો મેલવેલ છે. આ મુજબ માર્ચ ૨૦૦૯માં ચોખ્ખા નફો રૃા.૧૭.૪૦ કરોડ મેળવી ઇપીએસ રૃા.૧૫.૦૯, માર્ચ ૨૦૧૦માં ચોખ્ખો નફો રૃા.૨૮.૬૬ કરોડ થકી ઇપીએસ રૃા.૩૧.૫૯, માર્ચ ૨૦૧૧માં ચોખ્ખો નફો રૃા.૪૦.૯૧ કરોડ થકી ઇપીએસ રૃા.૪૫.૦૯ નોંધાવ્યા બાદ નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨ના ડીસેમ્બર ૨૦૧૧ અંતના પ્રથમ નવ માસિકમાં વેચાણમાં ૧૯ ટકા વૃધ્ધિ થકી ચોખ્ખો નફો રૃા.૩૯.૩૯ કરોડ નોંધાવી ઇપીએસ રૃા.૪૩.૪૨ હાંસલ કરી લીધી છે. વર્ષ દરમિયાન કંપનીએ રૃા.૧૦.૪૩ કરોડ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટના લીઝ હોલ્ડ હકો વેચીને નફો પરિણામમાં સામેલ છે. આ વર્ષ ૨૦૧૧-૧૨માં અંતિમ ચોથા ત્રિમાસિકમાં બહુજ મર્યાદિત રહી પાછલા વર્ષના સમાનગાળા જેટલા જ વેચાણ રૃા.૮૬ કરોડ અને ચોખ્ખા નફામાં કોઇ વૃધ્ધિ નહીં ગણીને રૃા.૧૦.૯૩ કરોડનો ચોખ્ખો નફો અને એ જ ઇપીએસ રૃા.૧૨.૦૬ની ગણીએ તો પણ પૂર્ણ વર્ષનું વેચાણ રૃા.૩૩૮ કરોડ થકી ચોખ્ખી નફો રૃા.૫૦.૩૩ કરોડ મેળવી ઇપીએસ રૃા.૫૫.૪૭ની અપેક્ષીત છે. જેથી સરેરાશ છેલ્લા પાંચ વર્ષનું ડિવિડન્ડ પે-આઉટ નેટ પ્રોફીટના ૩૪ ટકા પ્રમાણે ૧૫૦ થી ૨૦૦ ટકા ડિવિડન્ડ અને બુક વેલ્યુ ફરી રૃા.૧૮૨.૨૬થી વધીને રૃા.૨૩૭ને પહોંચતા મજબૂત બોનસ ઉમેદવાર તરીકે ઊભરી આવેલ છે.
આમ ZF Lenksysteme Germany અને ભારતીય પ્રમોટર્સ મળીને ૭૩.૨૭ ટકા પ્રમોટર હોલ્ડિંગની MNC ઓટો એનસીલીયરી કંપની ઝેડ એફ સ્ટીયરીંગ ગીયર ઇન્ડિયાને એમએનસી ઓટો એનસીલીયરી કંપની બોશના ૨૫ના પી/ઇ, એકસાઇડના ૨૬ના પી/ઇ, ફેડરલ મોગલના ૪૧ના પી/ઇ, હરિતાના ૩૫ના પી/ઇ લુમેક્ષ ઇન્ડસ્ટ્રીઝના ૨૮ના પી/ઇ આમ સરેરાશ ૩૧ના પી/ઇ સામે મર્યાદિત રહી માત્ર ૧૫નો પી/ઇ આપીએતો પણ રૃા.૮૨૫ના ભાવને આંબી શકનાર ૩૪ ટકા ડિવિડન્ડ પે-આઉટ કરતી, બુક વેલ્યુ વર્ષ ૨૦૦૫માં રૃા.૨૦૦ ઉપર જતાં ૧ઃ૧ બોનસ દેનાર, ફરી બુક વેલ્યુ રૃા.૨૦૦ની ઉપર એટલે કે ડીસેમ્બર ૨૦૧૧ મુજબ પ્રથમ નવ મહિનામાં જ રૃા.૨૨૫ નોંધાવી હવે રૃા.૨૩૭ની અપેક્ષત હોવાથી મજબૂત બોનસ ઉમેદવાર ઝેડએફ સ્ટીયરીંગ ગીયર ઇન્ડિયા બીએસઇ પર માત્ર ૭ના પી/ઇ (અપેક્ષીત ઇપીએસ રૃા.૫૫) ઉપલબ્ધ છે. જે શ્રેષ્ઠ ઉમેદવાર છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાનની વિમાન દુર્ઘટનાના કારણ અંગે અનેક સવાલો ઉઠયા

સિયાચિનમાંથી એકપક્ષીય રીતે સેનાને હટાવવાનો પ્રમુખ ઝરદારીનો ઈનકાર

ચેન્નઇએ સાત વિકેટથી રાજસ્થાન રોયલ્સ સામે રોમાંચક જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સને ફટકો અનફીટ મલિંગા IPLમાંથી બહાર
ચેમ્પિયન્સ લીગઃચેલ્સીએ ૧-૦થી બાર્સેલોના સામે વિજય મેળવ્યો
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં સિમોંએ સોંગાને હરાવીને અપસેટ સર્જ્યો

આજે કોલકાતા નાઇટરાઇડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો

અમરનાથ યાત્રાની નોંધણી સાતમી મેથી શરૃ થશે
કર્ણાટકના બે પૂર્વ મુખ્યમંત્રીઓને લોકાયુક્ત કોર્ટના સમન્સ
સોશિયલ નેટવર્કિંગ સાઈટથી અભિષેક મનુ સિંઘવી નારાજ
અણ્ણા- રામદેવ વચ્ચે સમજૂતી પહેલાં જ શરૃ થયેલા વિવાદો
નિઠારી કાંડના ભોગ બનેલી બાળકીના પિતા વિરૃદ્ધ વોરંટ
સાયબર ચીટિંગઃ મુંબઇની પેઢીના રૃા.૨૦લાખ બારોબાર સેરવી લેવાયા
ઉનાળુ મગફળીની આવકો પૂર્વે સિંગતેલમાં ફરી ઉછાળો

મલેશિયાના વિઝાના બહાને ત્રણ યુવાન પાસે રૃ।. ૭૮૦૦૦ પડાવ્યા

 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved