Last Update : 22-April-2012, Sunday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૨-૦૪-૨૦૧૨, રવિવાર
વૈશાખ સુદ એકમ - વરસાદમાં અવરોધ ?

યજ્ઞનારાયણ ઈષ્ટીયાગ

 

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૫ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૧ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૬ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૮ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૮ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૬ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૦૩ મિ., (સૂ) ૭ ક. ૦૪ મિ., (મું) ૭ ક. ૦૬ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની મેષ (અ. લ. ઈ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ભરણી રાત્રે ૩ ક. ૩૯ મિ.સુધી પછી કૃતિકા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - મેષ, મંગળ - સંિહ, બુધ - મીન, ગુરૂ - મેષ, શુક્ર - વૃષભ, શનિ - તુલા (વ.), રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - મેષ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮, ઉત્તરાયણ ગ્રીષ્મ, ૠતુ રા. દિ. વૈ. ૨
માસ-તિથિ-વાર ઃ વૈશાખ સુદ એકમને રવિવાર. ચંદ્રદર્શન, વૈશાખ મહિનો શરૂ. યજ્ઞનારાયણ ઈષ્ટિયાગ. આજે વાદળ હોય તો સારૂં.

વૈશાખ મહિનામાં પાંચ રવિવાર છે તેથી વરસાદમાં અવરોધ !
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જમાદિ ઉલ અવ્વલ માસનો ૨૯ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આદર માસનો ૮ રોજ દએપદઆદર
- ફસલી અર્દીબેહસ્ત મહિનાનું જશન.
- કદીમ દએ મહિનાનું બીજું જશન.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ વૈશાખ મહિનાના પ્રારંભે આજે આપના નોકરી-ધંધાના તેમજ પત્ની-સંતાન-પરિવાર-મિત્રવર્ગના કામ અંગે ચંિતીત રહો. બેચેની રહે.

 

વૃષભ ઃ આજે આપના અંગત કામમાં ઘ્યાન આપી શકો. ખર્ચ થાય. નિકટના સગાસંબંધી-મિત્રવર્ગને મળવા જવામાં કંટાળો આવે.

 

મિથુન ઃ આપના પુત્રપૌત્રાદિકથી સાનુકૂળતા, રાહત રહે. સીઝનલ ધંધો-આવક થાય. વ્યવહારિક, સામાજિક કામ થઈ શકે.

 

કર્ક ઃ નોકરી-ધંધાના કામમાં ચંિતા-દ્વિધા રહે. આપ હરો-ફરો પરંતુ હૃદય-મન આંતરિક મનોવ્યથામાં રહેવાથી કંઈ સુઝ પડે નહીં.

 

સંિહ ઃ વૈશાખ મહિનાના પ્રારંભે કામકાજમાં પ્રગતિથી શરૂઆત થાય. નોકરી-ધંધાના, ઘર-પરિવારના કામ અંગેની, યાત્રાપ્રવાસ અંગેની ચર્ચાવિચારણા થાય.

 

કન્યા ઃ આજે આપના હૃદય-મનને શાંતિ જણાય નહીં. શારીરિક-માનસિક શ્રમ-થાક-કંટાળો અનુભવો. પુત્ર પૌત્રાદિકની ચંિતા રહે.

 

તુલા ઃ આપના હૃદય-મન દ્વિધા-ચંિતા, આનંદની મિશ્ર લાગણીમાં અટવાયા કરે પરંતુ વૈશાખ મહિનાનો પ્રારંભ સાનુકૂળ રહે.

 

વૃશ્વિક ઃ આપના નોકરી-ધંધાના કામમાં પ્રગતિ, સફળતા જણાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. સગાસંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય.

 

ધન ઃ ચંિતા-વ્યથામાંથી મુક્ત રહી આજનો દિવસ હળવાશ, શાંતિમાં, આનંદમાં પસાર કરી શકો. નોકરી-ધંધાનું, ઘર-પરિવારનું કામ થાય.

 

મકર ઃ વૈશાખ મહિનાના પ્રારંભે આજે ઘરમાં હોવ કે બહાર હોવ, સગાસંબંધી મિત્રવર્ગ સાથે હોય પરંતુ આંતરિક મન બેચેન રહે.

 

કુંભ ઃ આપના રોજીંદા કામમાં હળવાશ-રાહત અનુભવો. પુત્રપૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો. બહાર જવાનું થાય.

 

મીન ઃ વૈશાખ મહિનાના પ્રારંભે આજે સાનુકૂળતાથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. સીઝનલ ધંધો-આવક થાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૨-૦૪-૨૦૧૨, રવિવાર

આજથી શરૂ થઈ રહેલ આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ તમારી માનસિક વ્યગ્રતા, ચંિતામાં ઘટાડો થાય. આરોગ્યની અસ્વસ્થતા દૂર થતી જાય અને સ્ફૂર્તિ, તાજગી, આનંદ અનુભવતા જાવ. વિશેષમાં - - વર્ષના મઘ્યભાગ પછી નોકરી-ધંધામાં લાભ, ફાયદો મળવાની શરૂઆત થાય. આપના માન, સન્માનમાં, સુખસંપત્તિમાં વધારો થાય. - આ વર્ષમાં પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે. સંતાનના વિદ્યાભણતર, વિવાહ-લગ્નના, નોકરી-ધંધાનો પ્રશ્ન ઉકેલાતા આપ હળવાશ, રાહત અનુભવો. - અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. સાંસારિક જીવનમાં વિવાદ થયેલો હોય તો સમાધાન થાય. - સ્ત્રી વર્ગને ગાયનેક તકલીફમાં સંભાળવું પડે. વર્ષનો ઉત્તરાર્ધ પતિ-સંતાન સુખની પ્રગતિનો રહે. - વિદ્યાર્થીવર્ગને ભણવામાં આત્મવિશ્વાસ વધતો જાય પરંતુ પરીક્ષા સમયે આરોગ્યની કાળજી રાખવી.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

એક ઉંદર બની ઠનીને જઈ રહ્યો હતો. બીજા ઉંદરે એને જોયો... ‘આમ બની ઠનીને ક્યાં જઈ રહ્યો છે ?’ બીજા ઉંદરે પૂછ્‌યું.
‘મારો ભત્રીજો સંિહ છે ને ?... એના લગ્નમાં હું જઈ રહ્યો છું.’ પહેલો ઉંદર બોલ્યો.
‘પણ તું તો ઉંદર છે,’ બીજો ઉંદર બોલ્યો, ‘સંિહ તારો ભત્રીજો ક્યાંથી થાય ?’
‘બરોબર,’ ઉંદરે કહ્યું, ‘પણ હું પરણ્યો એ પહેલાં સંિહ જ હતો...’

[Top]
 

આજ ની રેસીપી

તાપશામક શરબત-આઈસ્ક્રીમ-કુલ્ફી-કોલ્ડ્રિંક્સ

હનીમૂન ડ્રિંક

 

સામગ્રી ઃ ૨ બોટલ કૅમ્પા કોલા (ઠંડું), ૨ મોટા ચમચા લીંબુંનું શરબત, ૧ કપ વેનીલા. આઇસક્રીમ, ૧ મોટો ચમચો રૂહ-અફઝા, થોડો બરફનો ભૂકો.

 

રીત ઃ સૌ પ્રથમ મોટા ગ્લાસમાં તળિયે બરફનો ભૂકો નાખો તેના પર ૧-૧ ચમચો લીંબુંનું શરબત અને પછી કૅમ્પા કોલા રેડી તેના પર આઇસક્રીમ અને ૧/૨ - ૧/૨ મોટો ચમચો રૂહ-અફઝા રેડી તરત જ પીરસો સાતે ચમચી આપવી.

 

 

ગ્રેપ ફૅન્ટસી

 

સામગ્રી ઃ ૪૫૦ ગ્રામ તાજું ક્રીમ, ૨૫૦ ગ્રામ તાજી બી વિનાની અંગૂર, ૫૦ ગ્રામ કાજુ, પાંચ ટીપાં પીળો અને બે ટીપાં લીલો રંગ, ૧ કપ અંગૂરનો રસ ૧ ચમચી વેનીલા એસેન્સ, ૨ મોટા ચમચા જિલેટીન, ૧ કપ દૂધ, ૧ ચમચો લાલ ટુટીફૂટી.

 

રીત ઃ સૌ પ્રથમ દૂધ, ૧ ચમચો લાલ રૂટીફૂટી રાખો. ૧૫ મિનિટમાં જિલેટીન ફૂલી જશે. હવે તાજા ક્રીમમાં ખાંડ અને નાખીને ખૂબ ફીણો તથા તેમાં અંગૂરનો રસ ઉમેરો. ૧ કપ અંગૂર જુદી કાઢી લઇ બાકીની અંગૂરને બારીક સમારી મિશ્રણમાં ભેળવી દો. હવે ગ્રેપ આઇસક્રીમ તૈયાર થઇ ગયો. હવે એના ત્રણ ભાગ કરી એક ભાગને સફેદ રહેવા દો. તેમાં કાજુનો ભૂકો મિક્સ કરી ફ્રીઝમાં જામવા માટે મૂકો. બીજા ભાગમાં લીલારંગ અને તીજા ભાગમાં પીળોરંગ ભેળવી ફ્રીઝમાં મૂકી દો. ૨-૩ કલાકમાં આઇસક્રીમ જામી જશે.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved