Last Update : 21-April-2012, Saturday

 

‘અગ્નિ’ મિસાઈલ ત્રાટકશે ત્યારે....?

 
ભારતે ‘અગ્નિ’ મિસાઈલનું સફળ પરિક્ષણ કરી નાંખ્યું !
ભારત હવે પાંચ પાવરફૂલ દેશોની યાદીમાં જોડાઈ ગયું !
બહુ સારી વાત છે.
‘અગ્નિ’નું પરિક્ષણ કરતાં પહેલાં વૈજ્ઞાનિકો રાતોની રાતો લગી ઊંઘ્યા નથી !
ખરેખર સારી વાત છે.
કહે છે કે અમુક વૈજ્ઞાનિકો તો સતત કામના થાકથી બેભાન થઈ જતા હતા.
કેટલી સારી વાત છે !
અને એવું પણ સાંભળ્યું છે કે ‘અગ્નિ’ મિસાઇલનું પરિક્ષણ આ અગાઉ બે વાર મોકુફ રખાયેલું, કારણ કે હવામાન બરોબર નહોતું. રાઈટ ?
તો હવે સાંભળો....
* * *
૨૦૧૪ની સાલ છે....
ચારે બાજુ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. યુરોપ અને રશિયા વચ્ચે તો યુદ્ધ શરૂ થઈ ગયું છે. ચીને અફઘાનિસ્તાન પર હૂમલો કર્યો છે. અફઘાનિસ્તાને અમેરિકામાં હૂમલા કર્યા છે. છંછેડાયેલા અમેરિકાએ ઇરાક ઉપર બોમ્બમારો શરૂ કરી દીધો છે.
આ બાજુ ઇન્ડિયામાં અડધી રાત્રે મનમોહનસંિહના ઘરે અરજન્ટ ફોન આવે છે ‘‘સાહેબ, પાકિસ્તાને કાશ્મીરની સરહદ પર હૂમલો કર્યો છે ! કંઈક કરો !’’
થોડીવાર પછી બીજો ફોન આવે છે ‘‘સાહેબ, પાકિસ્તાને ભારત પર હવાઈ હૂમલા શરૂ કર્યા છે ! કંઈક કરો !’’
મનમોહનસંિહ નક્કી કરે છે કે પાકિસ્તાનને જવાબ આપવાનો સમય પાકી ગયો છે. તે રાતોરાત ઇસરોને ફોન કરે છે ઃ ‘‘હમણાં ને હમણાં પાકિસ્તાન પર અગ્નિ મિસાઇલ છોડો !’’
સામેથી જવાબ આપે છે ‘‘વૈજ્ઞાનિકો તો બધા ઘરે સૂતા છે ! સવારે ઓફીસે આવે પછી જ કંઈક થશે...’’
સવારે ફોન કર્યો તો જવાબ મળે છે ‘‘સાહેબ, અગ્નિ મિસાઇલ છોડવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ! ચંિતા ના કરો.’’
રાતના બાર વાગ્યા સુધી કંઈ ખબર ના આવ્યા એટલે મનમોહનસંિહે ફરી ફોન કર્યો. જવાબ મળે છે કે ‘‘એક પણ વૈજ્ઞાનિક ઘરે ગયો નથી. બધા ઉજાગરો કરી રહ્યા છે...’’
સવારે ફોન કર્યો ‘‘શું થયું ?’’
જવાબ મળ્યો ‘‘ઉજાગરથી બધા થાકી ગયા છે, પણ કામ ચાલુ જ છે...’’
સાંજે, રાત્રે, અડધી રાત્રે, બીજી સવારે મનમોહનજી ફોન કર્યા કરે છે અને દર વખતે જવાબ મળે છે ‘‘તડામાર તૈયારીઓ ચાલુ છે...કોઇ ઊંધ્યું નથી...’’ બધાને ચક્કર આવે છે...બે ચાર જણા બેહોશ થઈ ગયા છે. છતાં અગ્નિ મિસાઇલ છોડ્યા વિના કોઈને ચેન નહિ પડે...’’
પાચમે...છઠ્ઠે...દિવસે તો મનમોહનજી પણ થાક્યા ! ‘‘અરે ભઇ ક્યા હુઆ અગ્નિ કા ?’’
આખરે આઠમે દિવસે પરોઢિયે પાંચ વાગે જવાબ મળ્યો ઃ ‘‘અગ્નિ મિસાઇલ ત્રાટકવા માટે તૈયાર છે !’’
‘‘તો હૂમલો કરો ? રાહ શેની જુઓ છો ?’’
જવાબ મળે છે ઃ ‘‘સર, આજે હવામાન ખરાબ છે...તો બે-ચાર દિવસ પછી છોડીશું ?’’
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved