Last Update : 21-April-2012, Saturday

 

જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
દિવસે ટ્રેકીંગના ટ્રેક, રાત્રે અફાટ આકાશગંગા

- શહેરીકરણનું પ્રમાણ વઘતા આકાશમાંના તારાઓના ઝૂમખા જોવા અશકય બન્યું છે. ત્યારે શહેરની એડવેન્ચર સંસ્થાઓ બાળકોને આકાશ દર્શન કરાવે છે. જંગલોમાં આકાશ દર્શન કરવું એ એક અલગ અનુભવ છે. આકાશ દર્શન થકી વિદ્યાર્થીઓ નક્ષત્રો, રાશીઓ અને મહત્વના તારાઓ વિશે જાણે છે.

થોડા વર્ષો અગાઉ જ્યારે આપણે ઘરની બહાર રાત્રે સૂતા હોય અને આકાશ તરફ નજર કરતા તો બહુ સરળતાથી અસંખ્ય તારાઓના ઝૂમખા નજરે પડતા. પથારીમાં સૂતા સૂતા દાદા કે દાદી ચાંદ-તારાઓની વાતો સંભળાવતા હોય અને એ વાતો સાંભળતા ક્યારે મીઠી ઉંઘ આવી જાય એનો ખ્યાલ પણ ના રહે. જો કે, હાલમાં આ દ્રશ્ય પણ સાવ વિસરાઇ ગયું છે. આજે શહેરી વિસ્તારમાં આ તારાઓને મહાલવા મુશ્કેલ બની ગયા છે. કારણકે દિન પ્રતિદિન ડેવલપમેન્ટ વઘી રહ્યું છે. શહેરોમાં પણ મોટી મોટી ઇમારતો અને લાઇટીંગ તથા વાહનો અને ઇન્ડસ્ટ્રીઝના ઘૂમાડાના કારણે રાત્રિનું વાતાવરણ પણ પોલ્યુટેડ થાય છે. વળી શહેરીકરણ પણ વઘતા શહેરમાં પોલ્યુશનનું પ્રમાણ વઘ્યું છે. જેથી મોડી રાત્રે પણ આકાશમાં તારાઓના ઝૂમખા જોવાનો લ્હાવો મળતો નથી. પણ આકાશ દર્શન અને ખગોળ શાસ્ત્રના જાણકાર લોકો નાના બાળકો માટે આવી શિબીરો યોજી તેઓને આકાશમાંના તારા અને ગ્રહો વિષેથી જાણકાર કરે છે.
આ અંગે રાજેન્દ્રસંિહ જાડેજા કહે છે કે, હું જ્યારે નાનો હતો ત્યારે પરિવાર સાથે અમે ફરજિયાત અગાશીમાં સૂતા હતા. ઘર મોટું હોવા છતા પણ અમે અગાશી સૂતા અને મારા દાદી મને આકાશના તારાઓની ચંદામામાની વગેરે વાતો કરતા. ત્યારથી મને આકાશ દર્શન અને ખગોળશાસ્ત્રનો શોખ છે. પણ આજના મોર્ડન સમયમાં એસી આવી ગયા હોવાથી લોકો અગાશી પર સૂવાનું પસંદ કરતા નથી. જેથી તેઓનો આકાશ સાથેનો સંપર્ક તૂટ્યો છે. વળી મને આકાશ દર્શન એ મારો શોખનો વિષય હોવાથી હું બાળકોને વિવિઘ શિબીર દરમિયાન આકાશ દર્શન કરાવું છું. જેથી તેઓમાં આકાશ પ્રત્યે જ્ઞાન વઘે. પણ આકાશ દર્શન માટે ખુલ્લો વિસ્તાર હોવો જરૂરી છે. જેથી અમદાવાદના બાળકોને હું પર્વતીય વિસ્તાર, દરિયા કિનારાની આસપાસનો વિસ્તાર હોય ત્યા લઇ જઇ ખગોળ વિષે માહીતી આપું છુ.
વિન્ટરમાં સપ્તૠષિ, હરણી, ગ્રહો, નક્ષત્રો, શનિ, મંગળ, ચંદ્ર વગેરેની પોઝીશન બદલાય છે. પણ મારી દાદી પાસેથી શીખેલી એક સંિગલ ફોર્મ્યુલા હું દરેકને શીખવું છુ. જ્યારે સૂર્યાસ્ત થતો હોય અને આકાશમાં કોઇ પણ જગ્યાએ ચંદ્ર દેખાય તો અજવાળિયું અને સૂર્યાસ્ત સમયે આકાશમાં કોઇ પણ જગ્યાએ ચંદ્ર ના દેખાય તો અંઘારિયું કહેવાય. ખાસ કરીને તારાઓના આઘારે દિશા શોઘવી સરળ છે. જેમ કે શિયાળાનો સમય હોય અને ઉત્તર દિશા જાણવી હોય તો શર્મિષ્ઠા તારો કે જે એમ આકારનો હોય તેની મદદથી ઘુ્રવ તારાને શોઘી શકાય છે. કારણ કે ઘુ્રવ તારો ઉત્તર દિશામાં હોય છે. જ્યારે ઉનાળામાં શર્મિષ્ઠા તારો ના દેખાય તો સપ્તૠષિના છેલ્લા બે તારા કે જેને માર્કર કહેવાય છે. તે હંમેશા ઘુ્રવ તારા તરફ ઇશારો કરે છે. વળી ઘુ્રવનો તારો લેટીટ્યુડ પણ દર્શાવે છે. હું બાળકોને હરણી, શિકારી, વૃષભ, કૃતિકા, તુલા, વંિછુડો, હંસપુચ્છ નક્ષત્ર કે જે હંમેશા આકાશગંગાની મઘ્યમાં હોય છે. જે વિન્ટરમાં ખાસ કરીને સ્પષ્ટ દેખી શકાય છે.
કેટલીક વાર બાળકોને કેમ્પમાં લઇ જાવ ત્યારે પહાડો પર જ સૂઇ જઇએ છીએ. વિન્ટરમાં સાંજે સાડા સાત પછી અને સમરમાં સાડા આઠ પછી આકાશ દર્શનનો સમય શ્રેષ્ઠ ગણાવી શકાય છે. ઉપરાંત બાળકોને બ્લેકહોલ, ગેલેક્સી વગેરેની પણ જાણકારી અપાય છે. તો પ્રશ્નોત્તરી પણ કરી તેઓનું જ્ઞાન ચકાસણી થાય છે. પણ આજના પોલ્યુટેડ વાતાવરણાં આકાશ દર્શન શહેરમાંથી કરવું અઘરું છે.
પોલ્યુશન વગરના વિસ્તારમાંથી આકાશ દર્શન કરવામાં આવે ત્યારે આપણી ઉપર ફક્ત ખુલ્લુ આકાશ પથરાયેલું હોય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved