Last Update : 21-April-2012, Saturday

 
દિલ્હીની વાત
 

અહલુવાલીયા અંગે ભાજપનો યુ-ટર્ન
ભગવા શીખની ઉપમા મેળવનાર ખુદ એમ. એમ. અહલુવાલીયાએ પણ જ્યારે રાજ્યસભામાં પોતાના નોમીનેશન અંગે આશા ખોઈ નાખી હતી ત્યારે ફરી તેમનું નામ રાજ્યસભાના નોમીનેશન માટે આવતા તે ભાજપના પ્રમુખ નીતિન ગડકરીનો દેખીતો યુ-ટર્ન રાજકારણે અનુભવ્યો હતો. રાજ્યસભામાં વિપક્ષના ડેપ્યુટી લીડર અહલુવાલીયાએ એક તબક્કે તો પક્ષના વિરૃદ્ધમાં બોલવાનું બાકી નહોતું રાખ્યું, પરંતુ બીજી તરફ ભાજપને ઉપલા ગૃહમાં અરુણ જેટલીની સાથે કોઈ એગ્રેસીવ રજૂઆત કરવાની જરૃર હતી. ભાજપના પ્રમુખ નીતિન ગડકરીએ અહલુવાલીયાને ટિકિટ આપવાની ના એટલા માટે પાડી હતીકે તે લંડન સ્થિત એનઆરઆઈ બિઝનેસમેન અંશુમાન મિશ્રાને ઝારખંડથી ટિકિટ આપવા માગતા હતા. પરંતુ પક્ષમાં વિરોધ થતા મિશ્રાએ ઉમેદવારી પાછી ખેંચી હતી. પક્ષના વર્તુળો કહે છેકે અહલુવાલિયાએ એક કાંકરે બે પક્ષી માર્યા છે. જો અહલુવાલીયા જીતશેતો તે ક્રેડિટ લેશે અને જો તે હારશે તો કહેશેકે મેં તો પહેલેથી જ ના પાડી હતી !!
ઝારખંડ... કહાની મેં ટ્વિસ્ટ હૈ...
ઝારખંડ પાસે રાજ્યસભાની બે બેઠકો છે. અહલુવાલીયાને ફરી નોમીનેટ કરાતાં પરિસ્થિતિમાં ટ્વીસ્ટ આવ્યો છે. ભાજપ અને જેએમએમ વચ્ચેના જોડાણને અસર થઈ છે. બિઝનેસમેન મિશ્રાએ ઉમેદવારી પાછી ખેંચી ત્યારે ભાજપે ખાત્રી આપી હતી કે ઝારખંડ મુક્તિ મોરચાના (જેએમએમ) ઉમેદવારને તે ટેકો આપશે. ભાજપ અને જેએમએમ બંને પાસે ૧૮-૧૮ ઉમેદવારો છે. જ્યારે બહુમતી સુધી પહોંચવા ૨૭નો આંક જોઈશે. જેએમએમના ઉમેદવારને ટેકો આપવા ભાજપે જણાવ્યું હતું પરંતુ અહલુવાલીયાના નામથી કહાની મેં ટ્વિસ્ટ હૈ... જેએમએમના ઉમેદવાર સંજીવકુમારે હજુ ઉમેદવારી પાછી ખેંચી નથી...
દક્ષિણ દિલ્હીમાં કશ્મકશ
એમસીડીમાં બે કોર્પોરેશન ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે જીતી છે પરંતુ ૧૦૪ સભ્યો સાથેની સાઉથ દિલ્હીમાં તેના ૪૩ સભ્યો જીત્યા છે જ્યારે કોંગ્રેસે ૩૧ બેઠકો જીતી છે. બહુમતીનો આંક મેળવવા ભાજપે દસ અને કોગ્રેસને ૨૨ સભ્યો જોઈએ. જો કે ભાજપે તેના જીતેલા બળવાખોર સભ્યો સાથે ટાઈ-અપ કરી દીધું છે. ભાજપે આ બળવાખોરોને શું ઓફર કર્યું છે તેની ખબર પડી નથી. આ બળવાખોરોના કારણે પક્ષના ઘણાં મોટા માથાઓને અસર પડી છે. ભાજપ એક બેઠકવાળા જેડી(યુ) અને ત્રણ બેઠકવાળા ઈન્ડિયન લોકદળના સંપર્કમાં પણ છે.
દિલ્હીના ૫૧ ટકા કાઉન્સેલરો કરોડપતિ
દિલ્હીમાં નવા ચૂંટાયેલા કાઉન્સેલરો વિશે તમે શું જાણો છો? દિલ્હી ઈલેકશન વોચે હાથ ધરેલા એક અભ્યાસ અનુસાર જીતેલાઓ પૈકી ૫૧ ટકા કાઉન્સિલરો કરોડપતિ છે. જ્યારે ૨૧ ટકા સામે ક્રિમીનલ આરોપો છે. કરોડપતિના લીસ્ટરમાં ૬૮ કાઉન્સીલર સાથે ભાજપ ટોપ પર છે, આ પૈકીના ૨૭ જણાએ તો ક્યારેય ટેક્સ રીટર્નની ફાઈલ ભરી નથી. કોંગ્રેસ પાસે ૩૦ કરોડપતિ કાઉન્સીલર છે જેમાંથી ૧૮ જણા ટેક્સ રીટર્ન ભરતા નથી. ભાજપના કાઉન્સીલર સતવીંદર કૌર સિરસા પાસે સૌથી વધુ સંપત્તિ છે. ૧૧૨ કરોડની સંપત્તિ સાથે તે ટોપ પર છે. અપક્ષ નરેશની સંપત્તિ રૃા. ૫૭.૨૩ કરોડ છે જ્યારે કોંગ્રેસના મંજુ સેતીયાની સંપત્તિ રૃા. ૩૨.૭૯ કરોડ છે.

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved