Last Update : 21-April-2012, Saturday

 
 

શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન રણતુંગાએ આઇસીસી, બીસીસીઆઇની ઝાટકણી કાઢી
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે

આઇસીસી અને મોટાભાગના દેશો મનીપાવરને લીધે ભારતીય બોર્ડની કઠપુતળી બની ગયા છે

ક્રિકેટથી સાવ અજાણ લોકોના મનોરંજન માટે આઇપીએલ છે

દુબઇ,તા.૨૦
શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન અર્જુના રણતુંગાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ અને ભારતીય ક્રિકેટ બોર્ડની ઉગ્ર ઝાટકણી કાઢતાં કહ્યું હતુ કે, આઇપીએલને કારણે હવે ક્લાસિક ક્રિકેટરો જોવા નહીં મળે, ટ્વેન્ટી-૨૦ લીગને કારણે ક્રિકેટની કતલ કરનારાઓ જ પેદા થશે. રણતુંગા શરૃઆતથી જ આઇપીએલનો ટીકાકાર રહ્યો છે અને તેણે એવો પણ આક્ષેપ મુક્યો હતો કે બીસીસીઆઇના મની પાવરને લીધે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ અને મોટાભાગના દેશો તેની કઠપુતળી બની ગયા છે
દુબઇમાં એક ક્રિકેટ એવોર્ડ એનાયત કરવા આવેલા રણતુંગાએ એમ પણ ઊમેર્યુ કે, આઇસીસી માટે ટ્વેન્ટી-૨૦ મહત્વનું છે, તેઓ ટેસ્ટ ક્રિકેટની ચેમ્પિનશીપ અંગે સાવ ઉદાસિન છે પણ ટ્વેન્ટી-૨૦ના આયોજન માટે તેમનામાં જબરદસ્ત ઉત્સાહ દેખાય છે. રણતુંગાએ એમ પણ ઊમેર્યું કે, ભારતમાં ટેસ્ટ ક્રિકેટ ખતમ થઇ રહ્યું છે. તેમની પાસે ટેસ્ટના સારા ખેલાડીઓ જ નથી. તાજેતરમાં તેઓ વર્લ્ડ કપ જીત્યા પણ ત્યાર બાદ શું થયું તે બધા જાણે છે. ખાસ કરીન ટેસ્ટ ક્રિકેટમા તેમનો દેખાવ જોઇએ તો તેઓ મોટાભાગના દેશો સામે હારી ગયા છે. તેઓ હવે ગાવસ્કર, વેંગસરકર કે વિશ્વનાથ, તેંડુલકર, દ્રવિડ અને લક્ષ્મણ જેવા ક્લાસિક ક્રિકેટરો પેદા કરી રહ્યા નથી. આવા લેજન્ડ ખેલાડીઓએ વર્ષો સુધી ટેસ્ટ ક્રિકેટની ચમકને જાળવી રાખી હતી પણ ભારતમાં હવે આવી પ્રતિભાઓ જ દેખાતી નથી. ઇન્ડિયન પ્રીમિયર લીગને કારણે હવે ભારતમાં ક્રિકેટની કતલ કરનારા પેદા થઇ રહ્યા છે, તેમ જણાવતા રણતુંગાએ ઊમેર્યું કે, ક્રિકેટ વિશ્વમાં પણ ભારતીય બોર્ડનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. મોટાભાગના ક્રિકેટ બોર્ડનો દોરી સંચાર ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે જ છે. તેનું કારણ એ છે કે ભારતીય બોર્ડ પાસે નાણાં છે.
ભારત મની-પાવરને સહારે પોતાનું ધાર્યુ કરાવે છે તેમ જણાવતા રણતુંગાએ કહ્યું કે, જ્યારે આઇસીસીમાં ભારત કોઇ રજુઆત કરે છે ત્યારે બાકીના દેશોમાંથી કોઇ તેની વિરૃદ્ધ જવા માંગતું નથી. બધા ચૂપ થઇને સાંભળે છે કારણ કે તેઓ બધા જ ભારતીય બોર્ડના નાણાંને આધારે જ ચાલે છે. આઇસીસીના બોર્ડ ઓફિસિઅલ્સ ક્રિકેટને બચાવવા તેમજ તેના સુધારા કરવા માટે ત્યાં નથી પણ તેઓ પોતાના દેશ માટે નાણાં મેળવવાના પ્રયાસમાં જ હોય છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટને આઇપીએલને કારણે ફટકો પહોંચ્યો હોવાનું જણાવતા રણતુંગાએ કહ્યું કે, આઇપીએલમાં ક્રિકેટરોને જંગી રકમ મળે છે એટલે તેઓમાં રાષ્ટ્રીય ટીમમાંથી રમવાની ઇચ્છા જ જોવા મળતી નથી.
માલિંગા એટલા માટે ટેસ્ટમાંથી નિવૃત્ત થઇ ગયો કારણ કે તેને આઇપીએલમાં રમવું હતુ અને અમારા બોર્ડે કોઇ પગલાં ન લીધા. એક ક્રિકેટર તરીકે તમારી પાસે પસંદગીના વિકલ્પ ન હોય. આઇપીએલ એવા લોકોના મનોરંજન માટે છે, કે જેઓ ક્રિકેટથી સાવ અજાણ છે. જેઓ ખરેખર દિલથી ક્રિકેટને ચાહે છે તેઓ તો ક્રિકેટના ટૂંકા ફોર્મેટથી દૂર રહે છે.
રણતુંગાએ તેના આક્રમક અંદાજમાં જણાવ્યું કે, આઇસીસીનું ધ્યાન માત્ર ક્રિકેટમાંથી નાણાં કમાવા તરફ જ છે. આઇસીસીના ડાયરેક્ટર બોર્ડમાં એક પણ ક્રિકેટર નથી. હાલમાં એવા લોકો ક્રિકેટના નિર્ણય લે છે કે જેઓએ ક્યારેય બેટ પણ પકડયું નથી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved