Last Update : 21-April-2012, Saturday

 
ક્રે ક્રે કરરર કરરર

મધપુડો - હરીશ નાયક

એક બાપ અને તેના ત્રણ દીકરાઓની તમે ઘણી વાર્તાઓ વાંચી હશે. આ વળી તદ્દન જુદી છે.
મોટા બે ભાઈઓ હોંશિયાર હશે, ચાલાક અને ચબરાક હશે, પણ નાનો જરા સીધો હતો. ભોળો ભટાક્ક. બાઘોય કહી શકો.
એટલે મોટાઓએ બાપની બધી સંપત્તિ વહેંચી લીધી. મિલ્કત પચાવી પાડી. લેવા જેવું બઘું લઈ લીઘું.
રહ્યો એક ઘરડો બળદ. માયકાંગલો અને સુકલો, દુબળો અને દુભાયેલો, પીડાયેલો અને પછડાયેલો. મરવાને વાંકે જીવતો જ કહોને!
મોટાઓ કહે ઃ ‘‘લે, આપણા બાપ જેવો આ ઘરડો બળદ તારો. એને પ્રેમથી રાખજે. બરાબર છે ને ?’’
ભલો કહે ઃ ‘‘તમે મોટા છો. મોટા કરે તે બરાબર જ હોય ને! સારું કર્યું કે બાપ મને આપ્યો. બળદ તો ખેડૂતનો બાપ જ કહેવાય ને!’’
હવે જ્યારે બજાર ભરાય ત્યારે મોટાઓ પોતપોતાના ગાડાં જોડી, માલ વેચવા જાય. ખેતરના ફળ-ફળાદિનો વેપાર કરવા જાય.
નાનો કહે ઃ ‘‘મારે વેચવા માટે કંઈ જ નથી. હું આ બળદ જ...’’
‘‘અલ્યા બાપને વેચશે ? હા-હા-હા,’’ મોટા ભાઈઓએ હસી દીઘું.
‘‘બાપ કદી શાપ નથી હોતા’’, નાનો કહે ઃ ‘‘અને પાપ નથી હોતા. બાપ કદી થાપ દેતા નથી. તેઓ તો જાત વેચીને બાળકોની જાત બચાવે છે.’’
‘‘ડચ ડચ હૈ’’ હસીને મોટાંઓએ ગાડાં હાંક્યા.
નાનાએ બળદના શંિગડાને દોરડું વીંટાળ્યું. એક છેડો પોતાની પાસે રાખ્યો અને તેય ચાલી નીકળ્યો.
ધીમો બળદ, ધીમી ચાલ, ધીમી સવાર, ધીમો દિવસ.
જંગલમાંથી પસાર થવાનું હતું.
જંગલમાં વળી અવાજ આવતો હતો ઃ ‘‘ક્રે ક્રે કરરર કરરર.’’
એક ઝાડ હતું. થોડુંક સુક્કું, થોડુંક લીલું. થોડુંક જાડું, થોડુંક પાતળું. થોડું ઘેધૂર, થોડું છોડિયું, થોડુંક ઘટાટોપ થોડું આછું પાતળું. ડાળીઓ એવી કે પવન આવે ને અવાજ કરે જઃ ‘‘ક્રે ક્રે કરરર કરરર’’ જાણે હમણાં તૂટશે કે તૂટ્યું જ સમજો. પણ તૂટે નહિ, અવાજ કર્યા કરે ઃ ‘‘ક્રે ક્રે કરરર કરરર’’
‘‘અલ્યા ઝાડ રે ઝાડ’’, નાનાએ પૂછ્‌યું ઃ આ ક્રે ક્રે અને કરરર કરરર શું કરે છે? તારે મારો બળદ ખરીદવો છે? તો ચોકખી વાત કરને, હું સમજી શકું તેવી. હું એને બસો સિક્કામાં વેચીશ. ના, એક સિક્કોય ઓછો નહિ.
ઝાડે તો, ‘‘ક્રે ક્રે કરરર કરરર’’ કહી દીઘું.
નાનો કહે ઃ ‘‘પૈસા નથી એમ ને ?’’
‘‘ક્રે ક્રે કરરર કરરર...’’
‘‘એટલે કે કાલે કાલે, એમ ?’’
નાનકો કહે ઃ ‘‘એમ તો હું રોકડા જ લઉં છું. તરત જ લઉં છું પણ જા, તારો ભરોસો કરું છું. કાલે તો કાલે, પણ પૈસા તૈયાર રાખજે. લે, આ બળદ તને આપ્યો.’’
એણે બળદને ઝાડ સાથે બાંધી દીધો. પોતે રવાના થઈ ગયો. ઝાડને કહેતો ગયો કે ઃ ‘‘કાલે એટલે કાલે જ, હા !’’
તે ગયો પણ આ તો રહ્યું જંગલ. તેમાં રાત પડી. જાત જાતના કેવા વિકરાળ પશુઓ હોય છે. હંિસક અને હત્યારા, ભૂખ્યા અને ખાઉંધરા, કરડા અને ભરડા, ખોંખાર અને ખૂંખાર.
બીજે દિવસે નાનો આવ્યો ત્યારે બળદ ન હતો. હા, દોરડું ઝાડે ઝૂલતું હતું.
મોટા ભાઈઓ તો ઘણો બધો માલ વેચીને આવ્યા હતા. નાલ્લાને પૂછ્‌યું ઃ ‘‘શું થયું એલા, બળદ વેચાયો ?’’
‘‘વેચાયો.’’
‘‘કેટલામાં વેચ્યો ?’’
‘‘બસો સિક્કામાં.’’
‘‘ક્યાં છે સિક્કા બતાવ, સોનાના છે કે ત્રાંબાનાં કે પતરાંના ?’’
‘‘નથી’’
‘‘નથી એટલે ?’’
‘‘પૈસા કાલે મળવાના છે. મળવાના જ છે.’’
‘‘હા-હા-હા-હા’’ મોટાઓએ મોટું હાસ્ય ખખડાવ્યું, ‘‘લોકો એને અમસ્તો જ બાઘો નથી કહેતા.’’
પણ બીજે દિવસે નાનકો પૈસા લેવા ગયો ત્યારે બળદ ન હતો. દોરડું ઝૂલતું હતું. તે ઝાડને કહે ઃ ‘‘ઓહો, બળદ સ્વીકારી લીધો ખરું. ચાલ સારું. હવે લાવ મારા પૈસા.’’
‘‘ક્રે ક્રે કરરર કરરર....’’
‘‘એટલે કે હજી કાલે? તારો વળી ભરોસો કોણ કરે? કાલની કાલ કરી અને વળી આજનીય કાલ કરે છે?’’
‘‘ક્રે ક્રે કરરર કરરર.’’
‘‘સારું સારું’’ નાનો કહે ઃ ‘‘એક વધારે મુદત આપું છું. પણ કાલે એટલે કાલે જ હા, પછી તારું ક્રે ક્રે ક્રે કરરર કરરર નહિ ચાલે.’’
ઘેર આવ્યો તો મોટાઓ પૂછે ઃ ‘‘પૈસા મળ્યા ?’’
‘‘ક્રે ક્રે કરરર કરરર.’’
‘‘કોને બળદ વેચ્યો, એ જ કહેને...’’
‘‘જંગલના ઝાડને.’’
‘‘હા-હા-હા-હા’’, મોટાઓ કહે ઃ ‘‘બાઘો તે બાઘો તે બાઘો.’’
ઝાટકો વાગ્યો નાલ્લાને. પછીના દિવસે તેણે તો લીધી કુહાડી અને પહોંચ્યો ઝાડ પાસે.
‘‘આજે તો પૈસા લઈને જ રહીશ,’’ નાનાએ કરડાકીથી ઝાડને કહ્યું ઃ
‘‘ક્રે ક્રે કરરર કરરર.’’
‘‘એ બઘું હું કંઈ ન સમજું’’ નાનાએ તો ઉગામી ઃ ‘‘હવે કાલે નહિ અને બાલેય નહિ. હવે તો આજ આજ ભાઈ અત્યારે જ.’’
તેણે તો ઝીંકી કુહાડી ઝાડ પર ઃ ‘‘લે ક્રે-ક્રે અને કર કરરર કરરર.’’
ઝાડ હતું સુક્કું, પોલું, દાણા મૂકવાની કોઠી જોઈ લો ને! પણ ડાકુઓ, લૂંટારૂઓ, ચોર લોકો, બહારવટિયાઓ તેમાં ખજાનો મૂકી જતાં.
જેવો નાનાએ ઘા કર્યો કે ઝાડ ફાટ્યું અને તેમાંથી ખજાનો બહાર નીકળી આવ્યો. ઝગમગતો, ચકચકતો, ચળકતો, ઝળહળતો. સિક્કાઓ તો શું સિક્કાઓ! ચાંદીના ખરા પણ સોનાના સિક્કાઓનો પાર નહિ.
‘‘હા, આ બરાબર છે.’’ નાના ભલાભાઈએ કહ્યું ઃ ‘‘લોકોએ કહ્યું જ છે કે માર બૂઘું ને કર સીઘું. હવે ક્રે-ક્રે ભાઈ સીધા રહ્યાં.’’
તેમાંથી જેટલું લેવાય તેટલું ધન લઈને બાકીનું રહેવા દીઘું.
ઘરે ગયા તો મોટાભાઈઓ નવાઈ પામી ગયા ઃ ‘‘અલ્યા નાલ્લા, આટલો મોટો ખજાનો લાવ્યો ક્યાંથી ?’’
‘‘ખરીદનારાએ મારા બળદની કંિમત ચૂકવી તેમાંથી.’’
‘‘એટલે હજી બીજા સિક્કાઓ બાકી છે ?’’
‘‘સિક્કાઓ ખરા અને ઘરેણાં દાગીના હીરા મોતીય ખરા.’’
‘‘ત્યારે ચાલ જઈને લઈ આવીએ.’’
ત્રણે જણા ક્રે-ક્રે-કરરર કરરર પાસે પહોંચ્યા બાકીનો ખજાનો હાથ ધર્યો.
તેમાંથી ત્રણે ભાઈઓએ ત્રણ મોટા ભવ્ય ઘર બનાવ્યા અને મોજથી કુટુંબ કબીલા સાથે જીવવા લાગ્યા.
ત્યારબાદ કદી મોટાઓએ નાનાને બાઘો બૂડથલ બબૂચક કે બેવકૂફ કહ્યો નહિ.

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved