Last Update : 21-April-2012, Saturday

 

એનસીટીસી બાદ હવે
સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક

સીએસટીમાં નુકસાન માટે કેન્દ્રએ વળતર આપવાનું ચાલુ રાખવું જોઈએ તેવી માગ કરી

ભુવનેશ્વર, તા. ૨૦
ત્રાસવાદનો સામનો કરવા કેન્દ્ર સરકાર ધ્વારા સુચવવામાં આવેલી સંસ્થા નેશનલ કાઉન્ટર ટેરરીઝમ સેન્ટર (એન.સી.ટી.સી.)ના વિરોધમાં બિન કોંગ્રેસી મુખ્ય પ્રધાનોએ હાથ મેળવ્યા બાદ હવે કેન્દ્રીય વેચાણ વેરા (સીએસટી)માં ઘટાડા માટેના વળતરના મુદ્દે પણ એક થયા છે.
નવીન પટનાયક દ્વારા એન.સી.ટી.સી.નો વિરોધ કરવામાં આવ્યો હતો. તેને બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી તેમજ તામિલનાડુના મુખ્ય પ્રધાન જે. જયલલિતાએ પણ ટેકો આપ્યો છે. જયલલિતાએ આ સંસ્થા દ્વારા પાછલા બારણેથી રાજ્ય સરકારની સત્તામાં ઘુસણખોરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
મુખ્ય પ્રધાન નવીન પટનાયકે સેન્ટ્રલ સેલ્સ ટેક્સ (સી.એસ.ટી.)ના ઘટાડા સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા વળતર અંગે પણ આકરી ટીકા કરી હતી. તેમણે વડા પ્રધાનને એક પત્ર લખીને આ સંદર્ભે જાણ કરી હતી.
નવીન પટનાયક તેમની પાંચ દિવસની દિલ્હી મુલાકાત દરમ્યાન જયલલિતાને મળ્યા હતા. તેમણે સી.એસ.ટી.માં ઘટાડાના અનુસંધાને વર્ષ ૨૦૧૦-૧૧ના ગાળા માટે વળતર ચુકવવાના કેન્દ્ર સરકારના નિર્ણયની પણ ટીકા કરી હતી. વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)નો દર ચાર ટકામાંથી વધારીને પાંચ ટકા કરવાને કારણે કરમાળખામાં જે ગુંચવાડા સર્જાયા છે તેના અનુસંધાને પણ પટનાયકે નારાજગી વ્યક્ત કરી હતી. તેમનું કહેવું છે કે જ્યાં સુધી જી.એસ.ટી. લાગુ કરવામાં ન આવે ત્યાં સુધી રાજ્યોને જે ખોટ વેઠવી પડે છે તે માટે કેન્દ્ર સરકારે વ્યવસ્થિત વળતર આપવાનું ચાલુ રાખવું જોઈએ.
દરમ્યાન તામિલનાડુના મુખ્ય પ્રધાન જે. જયલલિતાએ બોર્ડર સીક્યોરીટી ફોર્સ (બી.એસ.એફ.) એક્ટ ૧૯૬૮ના સુચીત સુધારાનો પણ વિરોધ કર્યો છે. તેમણે રાજ્યોના મુખ્ય પ્રધાનોની પાંચમી મેના રોજ ગૃહપ્રધાન પી. ચીદંબરમ્ સાથેની બેઠકમાં આ મુદ્દાની ચર્ચા થવી જોઈએ તેવી માંગણી કરી છે. તેમણે એવો મત વ્યક્ત કર્યો છે કે બી.એસ.એફ. દેશના કોઈપણ હિસ્સામાંથી કોઈપણ નાગરીકની ધરપકડ કરી શકે તેવી જોગવાઈ ત્રાસવાદ વિરોધી કેન્દ્રની જેમજ પાછલા બારણેથી રાજ્ય સરકારની સત્તા પર પાછલા બારણેથી ઘુસણખોરી કરવાનો પ્રયાસ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved