Last Update : 21-April-2012, Saturday

 

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

કૌભાંડના કારણે અનેક જીવનરક્ષક દવાઓની અછત થતાં કાળા બજાર
ઈસ્લામાબાદ, તા. ૨૦
પાકિસ્તાનનો દવા ઉદ્યોગ ૭ અબજ ડોલરના એક કૌભાંડને કારણે હચમચી ગયો છે. આ કૌભાંડમાં પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગીલાનીના પુત્રનું નામ પણ આરોપી તરીકે ખરડાયું છે. આ કૌભાંડને કારણે કેટલાક પ્રતિબંધિત રસાયણો બજારમાં ઉપલબ્ધ ન હોવાને કારણે તેમાંથી બનતી દવાઓ સંપૂર્ણ અદ્રશ્ય થઈ ગઈ છે.
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં તેમનું નામ આરોપી તરીકે મુકાતા વડાપ્રધાન યુસુફ રઝા ગીલાનીને તેમના પુત્ર અલીમુસા ગીલાનીને દક્ષિણ આફ્રીકાનો પ્રવાસ ટુંકાવીને તાત્કાલીક પાકિસ્તાનમાં હાજર થઈ જવા હુકમ કર્યો છે. સુપ્રીમમાં દવા અંગે દાખલ કરવામાં આવેલી અરજીમાં તેનું નામ આરોપી તરીકે મુકાયું છે.
પાકિસ્તાનના કેફી દ્રવ્યો વિરોધી દળ 'એન્ટી નાર્કોટીક્સ ફોર્સ' (એ.એન.એફ.) ધ્વારા ૮ આરોપીઓના નામ આપવામાં આવ્યા છે તેમાં વડાપ્રધાનના પુત્ર અલી મુસા ગીલાની ઉપરાંત ખુશનુદ લાશારી અને ડ્રગ કંટ્રોલર શેખ અન્સરના નામો પણ સામેલ છે.
દવામાં વપરાતા 'ઈફેડ્રીન'ના બીનકાયદેસર વેચાણના કારણે તેમાંથી બનતી દવાઓ બજારમાંથી અદ્રશ્ય થઈ ગઈ છે અથવા ખુબ ઉંચા ભાવે વેચાય છે. પાકિસ્તાન ફાર્માસ્યુટીકલ મેન્યુફેક્ચરીંગ એસોસીએશનના ચેરમેન ખ્વાજા મોહમ્મદ અશદે આ તંગી અંગે માહિતી આપતા ઉમેર્યું હતું કે સત્તાવાળાઓએ આ બાબતની નોંધ લેવી જોઈએ.
મોહમ્મદ અશદે જણાવ્યું હતું કે દવા બનાવવામાં વપરાતા કેટલાક પ્રતિબંધિત રસાયણો મંગાવવામાં પાંચ માસ જેટલો સમય જતો રહે છે. દવા ઉદ્યોગને આ પ્રકારના તત્ત્વોનો પુરતો જથ્થો ફાળવવામાં આવતો નથી. તેના કારણે અમારે નિયમીત ઓર્ડર આપ્યા કરવા પડે છે. પણ આ કૌભાંડને કારણે તો આવા પ્રતિબંધીત દ્રવ્યોની આયાત તદ્દન અટકી પડી છે. જો આવી સ્થિતિ રહેશે તો કદાચ બહુ ટુંક સમયમાં ડીઝેપેમ જેવી દવા મળતી બંધ થઈ જશે.
એસોસીએશનના જણાવ્યા પ્રમાણે ૪૦૦ જેટલી કંપનીઓ પાકિસ્તાનમાં પ્રતિબંધીત રસાયણોનો દવા બનાવવા ઉપયોગ કરે છે પણ કાચા માલની તંગીના અનુસંધાને તેમને ઉત્પાદન બંધ કરવા સીવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved